call center - 62 - last part books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર(ભાગ-૬૨)(અંત)

હજુ એક પ્રેમનો અંત આવ્યો પણ માનસી અને ધવલ હજુ પણ એકબીજા માટે તડપી રહ્યા હતા શું કરવું તે વિચારી રહ્યા હતા.માનસી મેડીકોલ કોલ સેન્ટરથી તેના ઘરે પહોંચી ગઇ હતી.તેણે ધવલને મેસેજ કર્યો કે આજ સાંજે હું તને મુંબઈ હોટલ રોઝમાં તને મળવા માંગુ છું.તું આવીશ કે નહીં મને જવાબ આપજે.

****************************

ત્યાં જ ધવલનો માનસીના ફોનમાં રીપ્લાય આવ્યો.હા,માનસી હું સાંજે નવને ત્રીસ મીનિટે રોઝ હોટલમાં આવી જશ.તું પણ સમય સર આવી જ જે.

ઓકે ધવલ..!!!(માનસી એ ધવલને રીપ્લાય આપ્યો)

દરેક માણસ વધતા કે ઓછા અંશે એવું માનતો હોય છે કે, પોતે જે વિચારે છે એ સાચું છે.બીજી તરફ અમુક લોકો એવા પણ હોય છે જેને પોતાની વાત, પોતાના વિચાર કે પોતાના નિર્ણય પર જ શ્રદ્ધા હોતી નથી.જીવનમાં બેલેન્સ રાખતા જેને આવડે છે એ માણસ જ સમજદાર છે.ક્યારે કોઇની સલાહ લેવી એની સમજ પણ જિંદગીમાં જરૂરી છે.આપણે જ્યારે નિર્ણય લઇ શકતા ન હોઇએ ત્યારે કોઇનું માર્ગદર્શન લેવું જોઇએ.

આજ માનસી પણ ધવલ પાસે,માફી માંગવા આવી રહી હતી કે તેણે શાયદ વાત માની હોત તો આવી પરિસ્થિતિ આવીને ન ઉભી રેહત.થોડીજવારમાં રેડ રોઝ હોટલ પર માનસી આવી ગઇ,ધવલ ટેબલ પર બેસીને તેની જ વાટ જોય રહ્યો હતો.

હાય,ધવલ..!!!હાય,માનસી...!!માનસી ધવલની સામેના ટેબલ પર આવીને બેઠી.ધવલ આજ હું એવી પરિસ્થિતિ પર આવી ગઇ છું કે હું કોઈને કઈ કહી પણ શક્તિ નથી,તું તો બધું જાણે છે.

શાયદ મેં તે દિવસે તારી વાત માની હોત તો વધુ સારું હતું ! પણ હવે એ બધું યાદ કરીને શું ફાયદો,પણ ધવલ જિંદગીના અમુક નિર્ણયો વ્યક્તિગત હોય છે, અમુક સામૂહિક હોય છે.દરેક વખતે એકલા ચાલવાનું હોતું નથી.અમુક વખતે બધાને સાથે રાખીને ચાલવા પડે છે.

હા,માનસી હું પણ તને એ જ કહેવા માગું છું.કોઇ પણ માણસ ગમે એટલો સારો,હોશિયાર, સમજુ,અનુભવી કે ભણેલો હોય તો પણ એનાથી ક્યારેક ખોટા નિર્ણય લેવાઇ જતા હોય છે.આપણે આપણા ખોટા નિર્ણયને પણ તટસ્થતાથી મૂલવવા જોઇએ.મોટા ભાગે લોકો પોતાની ભૂલ સ્વીકારી શકતા નથી.એમાં પણ એમનો ઇગો આવે છે.

પણ હવે તારે આ બધું ભૂલી જવું જોઈએ,વિશાલ સર સાથે તને થતું હશે કે હું તેનો બદલો જરૂર લશ,પણ હાર અંતે તારી જ થશે,અને પસ્તાવાનું પણ તારે જ આવશે એટલે એ બધું માનસી તું ભૂલી તારી નવી જિંદગી શરૂ કર.શાયદ હું પણ તારી જગ્યા પર હોવ હોઉં તો વિશાલ સર સાથે બદલો લેવાનો વિચાર ન જ કરું!

હા,ધવલ પણ તને એ ખબર નથી કે હદય હુમલા કરતા આ તૂટેલું દિલ છે ને એ વધુ જોખમી છે,કેમકે જેનું દિલ તૂટેને એને જ ખબર હોઈ કે પ્રેમ વિશ્વાસ સંગાથ,આ બધું શુ છે.

મારી સાથે વિશાલે દગો કર્યો છે,અને એ પણ પ્રેમમાં મને તો એમ હતું કે તે મને પ્રેમ કરે છે,અને તે મારી સાથે જ લગ્ન કરશે,પણ મારું ગણિત બધું જ ખોટું પડ્યું,અને વિશાલ એ ગણિતના પેપરમાં પાસ થઇ ગયો.

હવે મારુ જીવન બરબાદ થઇ ગયું છે,મેં તો મારા મોમ અને ડેડને પણ કઇ દીધું હતું કે હું વિશાલસર સાથે લગ્ન કરી રહી છું,તે પણ ખુશ હતા,તે પણ લગ્નની તૈયારી કરી રહ્યા હતા,હવે હું ઘરે શું જવાબ આપીશ ધવલ.

એક બાજુ મને મારી જિંદગી દેખાય રહી છે ને એક બાજુ મને થાય છે કે હવે હું આવી જિંદગી જીવીને શું કરીશ?હું મેડીકોલ કોલસેન્ટરમાં હતી ત્યારે પાયલનો મારા પર ફોન આવ્યો કે વિશાલે કોઈ સાથે લગ્ન કરી લીધા છે,હું તે વાતને જ ખોટી માની રહી હતી.એક માણસ બીજા પ્રેમને પામવા એટલી હદ સુધી કેવી રીતે જઈ શકે?

જેવી રીતે માનસી તે પાયલને દગો આપ્યો એ જ રીતે વિશાલે તને દગો આપ્યો...!!

મેં શા માટે પાયલને દગો આપ્યો?

વિશાલસરને પ્રેમ કરીને?એક પરણિત પુરુષને પ્રેમ કરીને?તને એમ લાગે છે કે પાયલના મનમાં કઇ નહિ હોઇ પણ તારા અને વિશાલસરના ખોટા પ્રેમને લીધે પાયલ અને તેની દીકરી માહી પણ બરબાદ થઇ ગયા.જો તું વિશાલસરની જાળમાં ફસાઈ ન હોત તો આજ
વિશાલ સર જે પરિસ્થિતિમાં જીવતા હતા તે જ પરિસ્થિતિમાં જીવતા હોત.

મેં તો તને તે તરફથી પાછી વાળવા ઘણી કોશીશ કરીને કહ્યું હતું કે માનસી વિશાલસર તને નહિ પણ તારા શરીરને પામી તારો ઉપયોગ કરવા માંગે છે,પણ તું તેના પ્રેમમાં પાગલ હતી,એ વખતે વિશાલસરનો તને ખોટો પ્રેમ દેખાય રહ્યો હતો,તેની પાછળ પાગલની જેમ ભાગતી હતી,તે કહે તેમ જ કરતી હતી.તેના પૈસા પાછળ તું પાગલ હતી.

મને અને અનુપમને તો તારી અને વિશાલસરની પહેલી મુલાકતથી ખબર હતી કે વિશાલસર સાથે અફેર છે તારે,તે દિવસે પાર્ટી હતી અને લાલ ગાડીની અંદર બેસીને તું અને અનુપમ એક હોટલની અંદર ગયા.

તો એ પછી તમેં બંને એ મને રોકી કેમ નહિ?

એ વખતે તો હજુ રામાયણમાં રામ ભગવાનનો હજુ જન્મ જ થયો હતો,આ વચ્ચે યુદ્ધ થશે આટલું મોટુ પ્રેમનું એ મને અને અનુપમને પણ ખબર નોહતી,અને અમે જાણતા પણ નોહતા કે વિશાલસર આવી રમત તારી સાથે રમશે.

હવે જે થયું તે માનસી તારે બધું ભૂલી તારી નવી જિંદગીની શરૂવાત કરવી પડશે.તારા જીવનમાં જે બની ગયું તે બની ગયું હવે અફસોસ કરીને શું ફાયદો.કયાં સુધી તું તારી જિંદગી આ બધા વિચારોમાં જ વિતાવીશ.




હા,વિશાલ તારી વાત સાચી છે.મારે બધું ભૂલી મારે નવી જિંદગીની શરૂવાત કરવી પડશે,પણ હવે કોણ મારી સાથે લગ્ન કરશે.કોણ મને અપનાવશે,તને ખબર છે કે હું મીડિયા સામે પણ બરબાદ થઇ છું.મારા ફેમીલીના લોકો પણ જાણે છે કે માનસીનું કોઈ મેડીકોલ કોલસેન્ટરના માલિક સાથે અફેર છે.

માનસી તારા પ્રેમના ભલે દરવાજા બધા બંધ થઇ ગયા,તને કોઈ ભલે પ્રેમ હવે ન કરતું હોઈ પણ આ ધવલ આજ પણ તને જેવો પહેલા પ્રેમ કરતો હતો તેવો જ પ્રેમ કરે છે,મેં તને કહ્યું હતું માનસી કે પૈસા સામે પ્રેમ હારી જાય છે,આજ તારી સામે જ પૈસા સામે પ્રેમ હારી ગયો.તું પણ તે જાણે છે.

હું તને ખૂબ પ્રેમ કરતો હતો પેહલા,અને આજ પણ કરું છું,તારી આવી હાલત હું જોય પણ શકતો ન હતો,પણ તું વિશાલસરના પ્રેમમાં પાગલ હતી એટલે હું તને કઈ કહી શકતો પણ નોહતો.

ધવલ મને માફ કરી દે,હું તારા પ્રેમને સમજીના શકી
આજ મને સમજાય રહ્યું છે કે પ્રેમ શું છે,પ્રેમમાં કેટલું ગુમાવું પડે છે,પ્રેમમાં કેટલી રાહ જોવી ઓડે છે,એક સ્ત્રીને તેની જિંદગીમાં કોઈ એવા વ્યક્તિની જરૂર હોઈ છે,કે તે સ્ત્રીને ખૂબ પ્રેમ કરે અને તેનો ખ્યાલ રાખે સ્ત્રીને તેના જીવનમાં બીજું કંઇ નથી જોતું ધવલ.
હું ખોટે રસ્તે હતી,આજ મને તેનો અફસોસ થઇ રહ્યો છે.

ધવલ તું મને પ્રેમ તો કરે છે,પણ તું મને મારા જીવનમાં ખુશ તો રાખીશ ને?મને કોઈ સાથે હવે પ્રેમમાં પડતા પણ ડર લાગી રહ્યો છે.

ધવલ તેની જગ્યા પરથી ઉભો થયો,અને માનસીની નજીક આવ્યો.માનસીનો તેના હાથમાં હાથ લઇને કહ્યું ,માનસી હું હંમેશા તને ખુશ રાખીશ,અને તારો જીવન ભર સાથ નહિ છોડું,હું તને પ્રોમિસ આપું છું.

આઇ લવ યુ ધવલ..!!!(માનસી રડતી રડતી રોઝ હોટલમાં જ ધવલને ભેટી પડી)

આઇ લવ યુ ટુ માનસી...!!(હું તારો જીવનભર ખ્યાલ રાખીશ)

રોઝ હોટલમાં ધવલ અને માનસીને એકબીજાના પ્રેમમાં મળતા જોઈને આજુબાજુના લોકોએ પણ તાળીયું પાડી બંનેને પ્રેમના અભિનંદન આપ્યા.

"તમે કોઈ સ્ત્રીના શરીર સુધી પોહચી શકો,પણ કોઈ સ્ત્રીના આત્મા અને દિલ સુધી પોહચવા માટે તમારે
થોડી ધીરજ અને મનના મનોબળ પર કાબુ મેળવતા શીખી લેવું જોઈએ,એક દિવસ તમારો પ્રેમ તમને જરૂર મળશે"


"મને ક્યાં ખબર હતી કે હું જે ને પ્રેમ કરું છું એ જ વ્યક્તિ મને દગો આપશે,પણ એ દગામાં મેં ઠોકર ખાધી,અને મને ચાહનાર જીવનસાથી મળી ગયો"

-કલ્પેશ દિયોરા


......................સમાપ્ત....................


લેખક-કલ્પેશ દિયોરા.