poem - 2 books and stories free download online pdf in Gujarati

કાવ્ય સંગ્રહ - 2

7. "કયારે શીખશું?"

સંબંધો વાવી તો શકીશું પરંતુ એની માવજત કરતા ક્યારે શીખીશું?

જીભ થી મીઠા શબ્દો તો બોલી શકીશુ પરંતુ દિલથી સાચા શબ્દો બોલતા ક્યારે શીખીશું?

કોઈને ઠેસ તો પળવારમાં પહોંચાડી શકીશું પરંતુ એના ખભે હાથ મુકી ટેકો આપતા ક્યારે શીખીશુ?

કોઈને રડાવી નારાજ તો કરી શકીશું પરંતુ એને મનાવતા ક્યારે શીખશું?

સારુ સારુ બોલતા તો શીખી ગયા છીએ હવે પરંતુ સારુ કરતા ક્યારે શીખીશું?

મારું તારું તો કરતા શીખી ગયા પરંતુ આપણું કહેતા ક્યારે શીખીશું?

હું થી હુંકારો કરતા તો શીખી ગયા પરંતુ હું થી "હું" ને દુર કરતા ક્યારે શીખીશું?

અને છેલ્લે બહુ જ મહત્વની વાત...

સારુ બોલતા, લખતા, વાંચતા અને દ્રષ્ટાંત આપતા તો શીખી ગયા પરંતુ એને અમલ માં મુકતા ક્યારે શીખશું?

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી


8. "મજા આવશે"

જિંદગી ને જિંદગી સમજી માણતા શીખી તો જો મજા આવશે,

થોડુંક દર્પણમાં ડોકિયું કરી હસી તો જો મજા આવશે.

વાહટસ એપ ફેસબુક ને બાજુ મુકી પરિવાર સાથે ચેટિંગ કરી તો જો મજા આવશે,

થોડીક ભાગ દોડ વાળી જિંદગીથી બહાર નીકળી પ્રકૃતિ ના ખોળે રમી તો જો મજા આવશે.

કિશોર રફી સાહેબ ના ગીતો ગાતા લટાર પર નીકળી તો જો મજા આવશે,

ક્યાંક રસ્તે દેખાતા ગરીબ ને જમવાનું આપી જોશભેર જીવવાની હિંમત આપી તો જો મજા આવશે.

દિવસના અંત સુધીમાં કોઈના ચહેરા પર નિખાલસ હાસ્ય લાવી તો જો મજા આવશે,

તારા દરેક દિવસની કોઈ ફરિયાદ નહી પણ ફરી'યાદ' કરે એવો બનાવી તો જો મજા આવશે.

મોબાઈલ કંપ્યૂટર ની ગેમ ને બાજુ મુકી કબ્બડી, ક્રિકેટ, ખોખો જેવી રમતો રમી તો જો મજા આવશે,

બાળપણમાં રમતા કરેલી અન્ચ્યા અને કિટ્ટા બુચ્ચા ને વાગોળી તો જો મજા આવશે.

જુના મિત્રો ને મળી જૂની યાદો ને તાજી કરી તો જો મજા આવશે,

બાળક સાથે બાળક બની રમવાનો એક દિવસ કાઢી તો જો મજા આવશે.

જિંદગી ને જિંદગી સમજી માણતા શીખી તો જો મજા આવશે.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી


9."વાત સાચા પ્રેમની"

ચાલો વાત કરીએ સાચા પ્રેમની,
શરીર થી નઈ પણ દિલ ની લાગણી થી બંધાયેલ પ્રેમની.

રાધા તો ઘેલી હતી કાળા કાનના પ્રેમની,
પણ દુનિયા તો ઘેલી છે આજે રંગ, રૂપ અને રૂપિયા ના પ્રેમની.

છોડી અવધ ના સુખ ને ચાલી નીકળી સીતા વનવાસ ચિંતા હતી પતિના પ્રેમની,

આજે નાની વાતે થાય છે છૂટાછેડા શુ આ છે પરિભાષા સાચા પ્રેમની?

અમર થઈ ગઈ જેમની જોડી એવા રોમિયો-જુલેટ અને હીર-રાંઝા તસ્વીર છોડી ગયા પ્રેમની,

આજે રોજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બને છે નવી જોડી શુ આ છે નિશાની સાચા પ્રેમની?

અમર પ્રેમની યાદ રૂપી ભેટ તાજમહેલ છે નિશાની સાચા પ્રેમની,

આજે પ્રપોઝ ને કાલે બ્રેકઅપ થતા ભેટ પાછી મોકલી દેવાય છે શું આ છે નિશાની સાચા પ્રેમની?

ના સમજી શકો કે ના નિભાવી શકો વાત સાચા પ્રેમની,

તો નજર નાખી જોજો તમારા ભગવાન રૂપી માં-બાપ પર સમજાઈ જશે વાત દરેક પ્રકાર ના પ્રેમની.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી


10. "ક્યાં ક્યાં પડ્યો"

કોઈને ઠોકર વાગતા જોઈ હસી પડ્યો,
ને પોતાની લાચારી ને જોઈ રડી પડ્યો.

મેળવી લઉં ને પચાવી લઉં ની હરીફાઈ માં દોડી પડ્યો,
ને ઘર પરિવાર અને મિત્રો થી વિખુટો પડ્યો.

બીજા માટે ખાડા ખોદતા ખુદ સરી પડ્યો,
ને એને જોઈ બીજો મનોમન હસી પડ્યો.

મારું તારું કરવામાં પરિવાર સાથે બાખડી પડ્યો,
ને છેવટે જતા એકલો પડતા પછતાવો પડ્યો.

ખોટા દેખાવ ની જિંદગી જીવવા દેવામાં ડૂબી પડ્યો,
ને એમાંથી બહાર નીકળવા જતા દલદલના કીચડમાં પડ્યો.

કરી લીધી ઘણી ઉચાપટ તોપણ છેલ્લે ખાટલે પડ્યો, ને કર્મની ગતિ સમજાતા ભગવાન ની ભક્તિ માં પડ્યો.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી

11. ક્યાંથી લાવું?

મનાવી લેવું તો સહેલું છે પરંતુ ભુલાવી દેવું ક્યાં સહેલું છે,
પ્રેમ તો મળી રહે છે પરંતુ અહેસાસ ક્યાંથી લાવું?

એ વાતો અને યાદો ને તો મુસ્કુરાઈ ને મનમાં છુપાવી લઉં,
બીજા સાથે જિંદગી જીવવાની હા તો પાડી દઉં પરંતુ મારે જોઈતી ફીલિંગ ક્યાંથી લાવું?

મન મને સમજાવે છે જવા દે જે થવાનું હતું એ થઈ ગયું,
પરંતુ આ દિલ માં રહેલી લાગણી બીજા માટે ક્યાંથી લાવું?

મને ગમાડતા ને મેં ના પાડી અને મને જે ગમતો હતો એણે મને ના પાડી,
કુદરત ના આ નિર્ણંય સામે કેસ લડે એવો વકીલ ક્યાંથી લાવું?

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી


12. "થોભવું નથી"

ક્યારેક દુઃખ ના લીધે આંખમાંથી વર્ષ્યો અનરાધાર વરસાદ છે,
તો ક્યારેક સુખ ના લીધે નદી-સરોવર છલકાયા છે.

મેઘધનુષ ને જોઈ સપ્તરંગી જીવન ની ઝલક દેખાઈ છે,
તો ક્યારેક કાળા ડિબાંગ વાદળોથી સુરજની રોશની ઢંકાઈ છે.

પક્ષીની પાંખ ઉછીની લઈને ગગન ચુંબવા જવું છે,
વાગી ના જાય કોઈ પારધી ના તીર માટે બાજ નજર રાખી ઉડાન ભરવી છે.

પક્ષીઓના કલરવ વચ્ચે બાજ નજર રાખી જંગલમાંથી પસાર થવું છે,
ને જંગલી જાનવરો થી બચવાં શિયાળ ની ચાલાકીથી ચાલવું છે.

આફત આવે કે અડચણ વિસામો ક્યાય કરવો નથી,
ખુદ થી ખુદ ને હરાવી જીત ના મેળવી લઉં ત્યાં સુધી થોભવું નથી.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી