the pain after left you me books and stories free download online pdf in Gujarati

તારો વિરહ

એક રાત્રે સોહન અમસ્તો વરસતા વરસાદને જોઈને સ્મિત કરતો હતો..
ઝરમર વરસાદ સાથે એની પ્રીતની યાદોના જખ્મો પણ તાજા થઇ ગયા હતા.

બરાબર એક વર્ષ પહેલાં એક નાનકડી પણ આમ મહેકની દ્રષ્ટિએ ગંભીર એવી ભૂલ હતી સોહનની ..
અને એ ભૂલની સજા સોહનને મહેકની જુદાઈ રૂપે આકરા વિરહથી વિતાવવી પડી હતી..

એક વર્ષ થઈ ગયું પણ જાણે સદીઓ વીતી ગયી એવું લાગે છે પ્રત્યેક ક્ષણમાં વરસાદની બુંદો સાથે ધરતી પર પડતાવેત રચાતા મોતીઓ સમી એની એકએક યાદો એને ભીતરથી ભીંજવી રહી હતી..

અતિ ઉત્સાહમાં આવીને મહેંકે બર્થડે વિષ કરવા સોહનના ઘરે જઈને સરપ્રાઈઝ આપવા નક્કી કરેલું પણ એ સમયે એને ખબર નહિતી સોહનના ઘરે એના વિશે ખબર નથી.. એતો સીધી દોડીને સોહુ સોહુ કરતી એના મેઈન ગેટ સામે સ્ફુટી પાર્ક કરીને બુમો પાડતી રહી.. એને એ વખતે પ્રેમના ઉત્સાહમાં ભાન નહોતું રહ્યું કે એના આસપાસ પડોશીઓ એને જોઈને બંનેના સંબંધ વિશે અનેક તર્કવિતર્ક અને અટકળો કરી રહ્યા હતા.. એતો એનીજ ધૂનમાં હતી.

જેવો સોહન બહાર આવ્યો કે.. આવેશમાં આવીને મહેક એને વળગી પડી અને હાથ વડે ગાલ પર ચુંટણી ખણી.. અને પછી એને ભેટીને પ્રપોઝ કરતી વખતે જરાક વધુ આવેશમાં આવીને કિસ પણ કરી અને પડોશીઓએ એ બધું જોઈ લીધું અને સવિતા માસીને (સોહનની મમ્મી) છોકરીના ચક્કર અને સોહનના સાથેનાં સંબંધો પર પ્રશ્નાર્થ કર્યો.. અને પડોસીઓના કહેવાથી સવિતા માસીએ તરત ઝડપભેર જઈને બન્નેને ખેંચીને અલગ કર્યા.. અને ન બોલવાનું મ્હેંકને બોલી ગયા.. એ સમયે મહેંક ગમ ખાઈ ગયી ઇચ્છતા તો એ સોહનના ને એના સંબંધો વિશે કહી શકી હોત પણ.. એને એમ કે સોહન સામેથી બધા સામે સ્વીકારે અને લોકોના મોંઢા બંધ કરી દે પણ ..મહેકના એ અરમાન પર સોહને ઠંડુ પાણી રેડી દીધું

મમ્મી ના કડક સ્વભાવને લીધે એને.મ્હેંકને ઠપકો આપ્યો અને ત્યાંથી જતા રહેવા કહ્યું.. મ્હેંકને કાપો તો લોહી ન નીકળે એવું ફિલ થયું પણ એ ચુપચાપ ત્યાંથી જતી રહી.. પછી ક્યારેય પાછી આવી નહીં.. ના તો એણે ક્યારેય એના ફોન કોલ્સ રિસીવ કરીયા ના ટેક્સ મેસેજ કે અન્ય માધ્યમથી સંપર્ક કર્યો..

બસ હવે હરહંમેશ લાગણીઓની હેલી વરસાવતી અને પ્રેમની મહેંક પ્રસરાવતી પ્રેમાળ એવી મહેંક હવે જાણે લાગણીના દરિયામાં પથ્થર નાખવાની ભૂલથી ડહોળાયેલ પાણીની જેમ ઝાંખી અને પછી સ્થિર થઈ ગયી.. સાવ અબોલા..

આજે એ વાતને એક વર્ષ થયું એની જન્મતારીખ પણ પતી ગયી.. આખો દિવસ વીતી ગયો..મિત્રોની અઢળક શુભેચ્છાઓ વચ્ચે સિવાય કે.. મહેકની .. હવે મહેંક આગળ વધી ગઇ હતી..

બે દિવસ પહેલા જ એના ફેસબુક ડીપીમાં એના ફિયાન્સ સાથેની તસ્વીરમાં ખુશખુશાલ દેખાતી હતી..પોતે એને હવે ડીસ્ટર્બ કરવા માંગતો નહોતો.. એનીજ ભૂલને લીધે એણે મહેંક જેવી પ્રેમાળ મિત્રને ખોઈ હતી..હવે એ મુવ ઓન કરી ચૂકી છે.. પણ મનમાં એના માટેનો પ્રેમ હજું.એટલો જ છે..

બસ હવે કહેવા કે સાંભળવા માટે સામે મહેંક નથી.. બસ આ વિરહ વસમો અને એની યાદો અને આ કપરી વરસાદની રાતો બીજું કોઈ ક્યાં છે એની પાસે વિશેષ..

ઘણીવાર ઈચ્છા થાય છે કે.. એને ફોન કરું અને ફરિયાદ કરું કે આમ કીધા વગર મને સફાઈનો મોકો આપ્યા વગર તું કેમ જતી રહી મને ભૂલનો પછતાવો કરવાનો સમય આપ્યા વગર આમ સાવ કેમ આવું કર્યું તે ..

પણ પછી મહાપરાણે જાતને રોકી લઉ છું.. કે સોહન ગાંડો થયો કે શું..? એને એની જિંદગી જીવવાનો પૂરો હક છે.. તું વચમાં આવીને એની જિંદગી માં વમળો સર્જાય એવું ક્યારેય ના કરતો.. બસ એટલેજ મનની સાંભળી અટકી જાય છે એ હાથ તને ટાઈપ કરેલા મેસેજ સેન્ડ કરતા..

"બસ તું ખુશ તો હું ખુશ.."
દિલના ખૂણે હજુય એક અધૂરી લાગણી રોજ જન્મે છે..

" મને એકલો મૂકીને સાવ જોને તુતો ગયી કીધા વગર..
પણ આ રસ્તા હવે મને કરડવા દોડે છે તારા વગર..
યાદ આવશે જો પસાર થઈશ એ રસ્તેથી હવે હમેશ
કે હતી કોઈ નાદાન તિતલી સાવ બેફિકર પ્રેમમાં ન ફરક માત્ર લેશ.."

અસ્તુ..😊