Hu Ramankumar Shridevi no fan books and stories free download online pdf in Gujarati

હું રમન કુમાર શ્રી દેવી નો ફૈન

બ્લેક મર્સીડીઝ ફોર્ચ્યુન હોટેલના ગેટ આગળ આવીને ઉભી રહી. અંદરથી એક ઓરત ઉતરી. રેડ સાડીમાં જાણે કોઇ આકાશમાંથી પરી ઉતરી આવી હોય તેવી તે ઓરત લાગતી. મર્સીડીઝ ઓરતને ઉતારીને ત્યાથી જતી રહી અને ઓરત હોટેલના ગેટની અંદર પ્રવેશવા લાગી. ત્યાં જ યુધ્ધ મેદાનમાં સેનાપતિ આક્રમણનું સિગ્નલ આપે અને બધા યૌધ્ધાઓ આગળ વધવા લાગે એક એક દુશ્મનને ઘેરી વળે તેમ, લોકોના મોટા ટોળાએ એ ઓરતને ઘેરી લીધી. બે બોડીગાર્ડ (બાઉનસરો) આવીને એ ઓરતથી લોકોને દુર રાખવા લાગ્યા અને ઓરતને જવા માટે રસ્તો કરી આપ્યો, લોકોના ટોળાને રોકીને. લોકોના ટોળામાંથી અલગ અલગ અવાજો આવવા લાગ્યા, કોઇ એ ઓરત પાસે ઓટોગ્રાફ માગી રહ્યું હતું, તો કોઇ સેલ્ફીની ડીમાન્ડ કરી રહ્યું હતું, અને ન્યુઝ રીપોટરો પોતાના સવાલો પુછી રહ્યા હતા. પણ એ ઓરતને ઓટોગ્રાફ, સેલ્ફી દેવાનો કે ન્યુઝ રીપોટરોના સવાલોના ઉત્તરો આપવાનો ક્યાં સમય હતો. ફોર્ચ્યુન હોટેલની એક નવી શાખા માટે સ્પેશીલ ગેસ્ટ તરીકે એ ઓરતને ઇન્વાઇટ કરવામાં આવી હતી. અને હું માત્રને માત્ર એ ઓરતના દર્શન કરવા માટે આવ્યો છું. એ ઓરત બીજી કોઇ નહી પણ, “Shree Amma Yunger Ayyapan”.
ના ઓળખ પડી ને.
તેના ટુકાં નામથી તો આપ પરીચીત જ હશો. “Sridevi”. ટુકુ નામ તેનું શ્રી દેવી છે. અને હું તેનો ખુબજ મોટો ફૈન છું, અને મારુ નામ છે રમન કુમાર.
શ્રી દેવીને સરથી લઇને પગ સુધી અને પગથી લઇને સર સુથી હું જાણતો. તેનો આશિક ના સમજતા, હું તો માત્ર તેનો ફેન છું. બીગ ફેન, તેની કઇ મુવી કયારે રીલીઝ થઇ છે.? કઇ મુવી કયારે રીલીઝ થવાની છે. ? અને આજ સુધી શ્રી દેવીએ કેટલી મુવીમાં કામ કર્યું છે.? તે બધી જ ઇન્ફોર્મેશન (ડીટેઇલ) મગજમાં કોમ્પ્યુટર ડેટાની જેમ સ્ટોરેજ થઇ ચુકી છે. જયારથી મુવી જોતા શીખ્યો છું ત્યારથી શ્રીદેવીની જ મુવી જોઇ છે. માત્ર શ્રી દેવીની, બાકી કોઇ એક્ટર (Actor) કે એક્ટ્રેસ (Actress)ની નહી.
1992માં રીલીઝ થયેલી મી. ઇન્ડીયા થીયેટરમાં દસ વાર જોયેલી. અને બાકી 30 થી 50 વાર ટીવી પર જોયેલી એ અલગથી. આતો એક મુવીની વાત થઇ. બાકી બીજી મુવીઝમાં આમજ થતું. આનાથી પરથી તમે અંદાજ લગાવી ચકશો કે હું કેટલો માત્ર શ્રી દેવીનો ફેન છું.
1993માં મારી પુત્રી "રોશની" નો જન્મ થયો. તેને રોળની નહિ પણ હમેશાં શ્રી કહીને જ બોલાવતો. રાજવી રોશનીની મમ્મી, રોશનીના જન્મ પહેલાંનો રોમાન્સ હમેશાં શ્રી દેવીની તસ્વીર જોઇને થતો, તાકી આવનારી છોકરી શ્રી દેવી જેવી જન્મે. બેડરુમની કોઇ એવી દિવાલ બાકી નહી હોય, જયાં શ્રી દેવીની તસ્વીર ના હોય. મારી અને મારી પત્ની રાજવીની આંખોની સામે હમેશાં શ્રી દેવી રહેતી. મારા ઘરમાં એવો કોઇ ખુણો બાકી નહિ હોય જ્યાં શ્રી દેવીની તસ્વીર ના હોય. ઘરમાં ઇશ્વર કરતાં વધારે શ્રી દેવીનું નામ લેવાતું, અને રાત્રે સુતા પહેલાં અને સવારે ઉઠીને પહેલું નામ શ્રી દેવીનું લેવાતું. તેની અસર પણ ઘણી સારી થઇ. રોશનીના ગુણ પરણામાંથી જ શ્રી દેવી જેવા દેખાતાં.
રોશની જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ રોશનીની તસ્વીર શ્રી દેવીની તલ્વીરથી મેસ થતી ગઇ. હું શ્રી દેવીની ઉંમર સાથેની તસ્વીરો સાથે રોશનીની તસ્વીરો લગાવતો ગયો. જે ઉંમરે શ્રી દેવી જેવી દેખાતી, તે ઉંમરે રોશની પણ શ્રી દેવી જેવી જ દેખાતી.ધીરે ધીરે રોશની મોટી થતી ગઇ અને સ્કુલના કાર્યક્રમમાં ભાગ લેતી ગઇ અને પર્ફોમસ કરતી ગઇ. ડાંન્સ અને એકટીંગમાં તો હમેશાં ઇનામ લાવતી. પ્રીન્સીપાલ અને ટીચરો તેને સાબાશી આપતાં. કારણ કે તે અઘરામાં અઘરા ડાયલોગ સારી રીતે અને આસાનીથી બોલી લેતી. તેનું પર્ફોમસ જોવા હમેશાં લોકોની ભીંડ રહતી. લોકોનો હમેશાં તેનામાં શ્રી દેવી દેખાતી. ક્ષાંસાત શ્રી દેવી જ સ્ટેજ પર પર્ફોમસ કરી રહી છે તેવું લોકો અનુભવતા.
મોટી થતી ગઇ તેમ જે ઉંમરે શ્રી દેવી બોલીવુડમાં કામ કરવા લાગી હતી, તે ઉંમરે રોશનીને પણ બોલીવુડમાં કામ મળવા લાગ્યું હતું. સેમ એજે (Age), સેમ તસ્વીર અને સેમ કામ. મારા ઘરમાં રોશની શ્રી દેવીની કોપી લાગતી. ફરક માત્ર એટલો હતો કે શ્રી દેવી સાથે અલગ એકટરોએ કામ કર્યું હતું, અને રોશની સાથે અલગ એકટરો કામ કરે છે. એક જમાનામાં શ્રી દેવી ભારતની રુપની રાણી કહેવાતી અને અત્યારે શ્રી (રોશની) રુપની રાણી કહેવાય છે.
જેમ શ્રી દેવીનું કેરીયર બોલીવુડમાં બનતુ ગયું હતું, તેમ રોશનીનું પણ ધીરે ધીરે બોલીવુડમાં બનતુ ગયું. જે ઉંમરે શ્રી દેવીએ બોલીવુડમાં એવૉર્ડ મેળવેયા હતા. તેમ અત્યારે રોશની બોલીવુડમાં એવૉર્ડ મેળવી રહી છે. જે શ્રી દેવીને હું દુરથી જોતો એવી જ શ્રી આજ મારા ઘરમાં છે. શ્રી દેવીની બાજુમાં જો શ્રીને (રોશનીને) ઊભી રાખવામાં આવે તો કોઇ કહીના શકે, કે આમાથી શ્રી દેવી કોણ છે.? અને શ્રી (રોશની) કોન છે.?

***
એકવાર એક મોલમાં શ્રી દેવી આવવાની હતી. મને ખબર પડી એટલે મે ત્યાં જવાનું વિચાર્યુ. તૈયાર થતો તો ત્યા શ્રી એ પુછ્યુ " કયા જવા તૈયાર થાવ છો ?"
'મોલમાં' મે ઉત્તર આપ્યો.
"હું તમારી સાથે આવી શકું.? આપણે લોંગ (Long) ટાઇમથી સાથે બહાર ફરવા નીકળ્યા નથી તો ?" શ્રીએ પુછ્યું.
' થઇ જા તૈયાર ' મે આવવા માટે હા પાડી અને શ્રી દેવી ત્યાં આવવાની છે માટે હું જવાનો છું તે પણ કહ્યું.
"તો તો હું શ્રી દેવી મેમ જેવી જ સાડી પહેરીને આવીશ" તેને કહ્યું, અને તે તૈયર થવા તેના રૂમમાં ગઇ.
થોડીવારમાં તે તૈયાર થઇને આવી. તે બિલકુલ શ્રી દેવી જ લાગતી. લાલ સાડી તેના શરીરને વાધારે સૌંદર્યવાન બનાવતી. કાળી આંખની કીકી અને ઉપરથી કાળુ કાજલ એક નદીમાં ધીરેથી બીજી નદી ભળી હોય અને જે સુંદરતામાં વધારો કરે તેમ કરતું. સ્વર્ગમાંથી મેનકા કે રંભા અપ્સરા ઉતરી આવી હોય તેવી અપ્સરા જેવી લાગતી. અમે મર્સીડીઝમાં બેસીને મોલ જવા નીકળ્યા.
ત્યા પોછીને જેવા અમે નીચે ઉતર્યા કે તરત જ શ્રી પાસે લોકો ધસમસતા ટોળાની જેમ આવી ગયા. ઓટોગ્રાફ માગવા લાગ્યા. થોડા લોકોને શ્રીએ તેનો ઓટોગ્રાફ આપ્યા, પણ ખરા અને મોલનો સ્ટાફ સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયો. ખુબ ધામધુમથી શ્રીનું શ્રીદેવીના રૂપમાં સ્વાગત થયું.
બે કલાકના કાર્યક્રમને સપુર્ણપણે શ્રીએ હેન્ડલ કરી લીધો. કાર્યક્રમ પુરો કરીને અમે નીકળી ગયા. અચાનક આવુ બન્યું પછી હું શ્રી દેવીને જોવા માટે ના રોકાય શક્યો. બે કલાકનો પુરો કાર્યક્રમ પુરો થઇ ગયો હતો લોકોને કે સ્ટાફને જરા પણ ખબર ના પડી કે આ શ્રી દેવી નથી. જેવી અમારી મર્સીડીઝ ત્યાંથી નીકળી તેવી જ ત્યા શ્રી દેવીની બ્લેક મર્સીડીઝ આવી. અમે તેને સાઇડ આપીને જવા દીધી. એ ગાડી નીકળી ગઇ પછી અમારી ગાડી જવા દીધી અને ઘર સુધી રોકી નહી.
બીજા દિવસે ન્યુઝપેપરમાં આવ્યુ શ્રી દેવીની જગ્યાએ કોઇ બીજી હમસકલ શ્રી દેવીનો કાર્યક્રમ પતાવીને નીકળી ગઇ. તે દિવસથી શ્રી દેવીના જેટલા ફેન હતા તેટલા જ ફેન શ્રીના પણ થઇ ગયા છે.