adhuro pyalo prit no books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્યાલો પ્રીતનો...

લગ્નના અવસરે એકતરફ સગાસંબંધીઓ હર્ષોલ્લાસ પૂર્વક નાચી રહ્યા હતાં. તો અમુક લોકો મંડળીઓ જમાવીને વાતો ના વડા કરતા હતાં. તો કેટલાક લોકો ડિનરનો લાહવો લઈ રહ્યા હતાં. બધા પોતપોતાના કામ માં વ્યસ્ત હતા. ત્યાં કન્યાવિદાઈનો સમય આવ્યો. બરોબર એજ સમયે
હવામાં શરણાઈના સૂર પુરાયા.

તે શરણાઈના કરુણ સૂરોએ અનિરુદ્ધની આંખના ડેમના દરવાજા ખોલી નાખ્યાં. જે અશ્રુઓ છેલ્લા એક મહિનાથી રોકાયેલાં હતાં એ આજે સતત વહેવા લાગ્યા. તે કન્યા તેની બહેન ન હતી, તે તેની મિત્ર પણ ન હતી. તે કન્યાની સાથે ન તો તેને ઘણા બધા વર્ષો વિતાવ્યા હતાં. તે તો બસ છ મહિના પહેલા જ મળ્યો હતો સુગંધાને (કન્યા) ન તો તેનો ચહેરો મનમોહક હતો કે ન તો તેનું વ્યક્તિત્વ આકર્ષક હતું. પણ અનિરુદ્ધ ને તો તેનું નિર્મળ હૃદય ગમી ગયું હતું.

આજથી 6 મહિના પહેલાં શિયાળાની રાત હતી. પોતાના કેન્સરગ્રસ્ત પિતાને લઈને તે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશ્યો. તેના પિતાને લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું. સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. અંતે આર્થિક મંદી હોવા છતા તે પોતાના પિતાને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યો હતો. ત્યાં ડોક્ટરે ઓપરેશન ના 2 લાખ રૂપિયા કહ્યાં અને એડવાન્સ માં 50 હજાર જમાં કરાવવા નું પણ કહ્યું. અનિરુદ્ધ ને તો આંખે અંધારા આવવા લાગ્યાં. "હવે શું કરવું?" એ મૂંઝવણ એને કનડવા લાગી. "બેટા! 75 વર્ષ તો હું જીવ્યો, હવે જીવીને મારે શું કરવું છે? " પિતાએ પોતાના પુત્રને સમજવાનો પ્રયત્ન કર્યો. એવા માં એક છોકરીનો અવાજ અનિરુદ્ધ ને સંભળાયો -

"સાંભળો" અનિરુદ્ધે પાછું વળીને જોયું તો એ છોકરી આગળ બોલી.

" હું તમારી મદદ કરી શકું છું " અનિરુદ્ધ કશું સમજ્યો નહિ. તે તેની સામે જોતો રહી ગયો.

" અત્યારે મારી પાસે 50 હજાર છે અને બાકીના નો મેળ પણ કરી શકું તેમ છું." હજી પણ અનિરુદ્ધ તેને જોઈ જ રહ્યો હતો. તે વિચારો માં ખોવાઈ ગયો. તેને થયું કે આ છોકરી મને ઓળખતી પણ નથી અને મને 2 લાખ રૂપિયા દેવા માટે તૈયાર થઈ ગઈ !!

ત્યાં એ છોકરીએ પોતાના કેપ્રેસી પર્સ માંથી પોતાનું ક્રેડિટ કાર્ડ કાઢ્યું અને કાઉન્ટર પર જઈને 50 હજાર ચૂકવી આવી. અનિરુદ્ધ હજી તેને કઈ કહે તે પહેલાં તો તે ચાલી ગઈ. અનિરુદ્ધને આ ઘટના પર વિશ્વાસ ન આવ્યો. ઓપરેશન સફળ થયું અને અનિરુદ્ધના પિતા મૃત્યુંના મુખમાંથી પાછાં ફર્યા. અનિરુદ્ધે કાઉન્ટર પર થી તે છોકરીની માહિતી મેળવી તેનું નામ હતું "સુગંધા.... સુગંધા શાહ." અનિરુદ્ધે તેને કોલ કર્યો.

"હેલ્લો, સુગંધા સ્પિકિંગ. કોનું કામ છે ?"

"જી, હું અનિરુદ્ધ પંડ્યા જેને તમે આજે હોસ્પિટલમાં મળ્યા હતા એ."

"હા હા બોલો બોલો, કેમ છે હવે આપના પિતાજી ને ? "

"જી, તેમને હવે સારું છે. તમારો ખૂબ ખૂબ આભાર. હું ટૂંક સમયમાં તમારાં પૈસા ચૂકવી દઈશ."

"અરે!! વાંધો નહિ આરામથી આપજો કંઈ ઉતાવળ નથી." તે ણીએ આશ્વાસન આપ્યું." હું તમારા પિતાને મળવા માગું છુ તો શું હું આવી શકું?"

"હા હા જરૂર હું તમને એડ્રેસ મોકલી આપું?"

"હા તો આજે 5 વાગ્યે આવું છું, બાય."

"ઠીક છે બાય" અનિરુદ્ધે ફોન કાપ્યો. બરોબર 5 વાગ્યે સુગંધા તેના ઘરે પોહોચી ગઈ. તેને થોડી વાર અનિરુદ્ધના પિતા સાથે વાતો કરી પછી જવા માટે રજા માંગી. તો અનિરુદ્ધ તેને છોડવા ગયો રસ્તામાં બન્ને વચ્ચે સારી ઓળખાણ થઈ ગઈ.

પછી તો બંને વારંવાર મળવા લાગ્યા. બંનેને ખબર પણ ન રહી કે ક્યારે બંને એકબીજાને ચાહવા લાગ્યા છે. અનિરુદ્ધ અને સુગંધાના પ્રેમની ખબર સુગંધા ની માતા "રંજનબહેન"ને પડી. તેમણે સુગંધાને સમજાવી પણ સુગંધા માની નહિ. અંતે રંજનબહેને એક ચાલ ચાલી. તેમણે એક છોકરીને પૈસા આપીને અનિરુદ્ધની પાસે મોકલી. તે છોકરીએ અનિરુદ્ધના કોલ્ડ્રિન્ક માં ઊંઘની ગોળી મેળવીને તેને પીવડાવી. પછી એને બેડ પર સુવડાવીને એવા ફોટોઝ પાડ્યા જેથી એવું લાગે કે તે બંને વચ્ચે કંઈ છે. પછી રંજનબહેને તે ફોટોઝ સુગંધાને દેખાડ્યા સુગંધા પર તો જાણે આભ તુટી પડયું. તે તો રડી રડીને અડધી થઈ ગઈ. રંજનબહેને લોઢું ગરમ જોઈને ઘા માર્યો -

"બેટા ! મે તો તને પહેલાં જ કહ્યું હતું કે તું આવા ગરીબો કોઈના સગાં નથી હોતાં તેઓ ને બસ પૈસાનું જ મહત્વ હોય છે. બસ હવે તું રડવાનું બંધ કર અને હવે તેને મળતી નહીં. હું તારા પપ્પા ને વાત કરું છું તું કોઈ સારા છોકરા સાથે લગ્ન કરી લે"

‌ સુગંધાને શું કરવું એ સમજાતું નહોતું. અંતે ગુસ્સામાં તેણે લગ્નની હા પાડી દીધી. રંજનબહેનને તેમનું જોઈતું મળી ગયું. તેમને તો સુગંધાની ચટ મંગની અને પટ બ્યાહ ગોઠવી દીધા. પછી તો અનિરુદ્ધની જીંદગી માં સુગંધાની કમી દારૂની બોટલોએ ભરી દીધી. અત્યંત દારૂ પીવાથી તેને પણ કેન્સર થયું. પિતાજી તો પહેલાં જ સિધાવી ગયા હતાં અને હવે તે પણ પોતાની જીંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યો હતો. આ વાતની ખબર સુગંધાને પડી તે પોતાની જાતને અનિરુદ્ધને મળવા જવાથી રોકી ન શકી. જ્યારે તે પહોંચી ત્યારે પણ અનિરુદ્ધ દારૂ પી રહ્યો હતો.સુગંધા એ તેને રોકતા કહ્યું-

"બસ , અનિરુદ્ધ કેટલો દારૂ પીશ, હવે બંધ કર" અનિરુદ્ધે સુગંધાની સામે જોયું એને બોલ્યો -

"વાહ !! લોકો સાચું જ કહે છે કે સ્ત્રીઓ ને સમજવું મુશ્કેલ છે. એક એવો સમય હતો જ્યારે એક સ્ત્રીએ મારા પિતાનો જીવ બચાવ્યો હતો અને આજે એ જ સ્ત્રી મારી બરબાદીનું કારણ બની ગઈ છે. સુગંધા તને તારા પ્રેમ પર થોડો પણ વિશ્વાસ નહોતો કે તું મને મળી પણ નહિ. મને મારી પક્ષ રાખવાનો અવસર પણ ન આપ્યો." અનિરૂદ્ધે પોતાના હાથમાં રહેલી દારૂની બોટલનો છેલ્લો ઘૂંટ પીધો. " બસ, આ જન્મમાં તો ભૂલ થઈ ગઈ, પણ હે ભગવાન!! ભૂલથી પણ આવતા જન્મમાં હું આ સ્ત્રીને ન મળું, હું કોઈપણ સ્ત્રીને ન ચાહું" સુગંધા રડવા લાગી તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.

"અનિરુદ્ધ, આઇ એમ સૉરી. મે ગુસ્સામાં આવીને એ બધું કર્યું. મારા મમ્મીએ મને જયારે તે ફોટો દેખાડ્યો ત્યારે મને બીજું કઈ દેખાણું જ નહિ અને મેં લગ્ન માટે હા પાડી દીધી. આઇ એમ સૉરી" અનિરુદ્ધના હૃદયમાં સુગંધા પ્રત્યે એટલી નફરત ભરાઈ ગઈ હતી કે તે ત્યાંથી જવા લાગ્યો.

સુગંધાએ તરત જ તેનો હાથ પકડી લીધો અને તેના હોંઠ પર પોતાના હોંઠ મૂકી દીધા. થોડી જ વારમાં અનિરુદ્ધ નો ગુસ્સો ઉતરી ગયો અને તે પણ સુગંધાના અધરોષ્ઠનું પાન કરવા લાગ્યો. તેનો હાથ કયારે સુગંધા ની છાતી પર પહોંચી ગયા તેની તેને ખબર ન રહી. બંને એકબીજા માં ખોવાઈ ગયા હતા. સુગંધા એ પણ ભૂલી ગઈ હતી કે એ પરિણીત હતી. અંતે એ બંને ત્યાં જ સૂઈ ગયાં.

સવાર પડી ગઈ સુગંધા ઊઠી ને કિચન માં જઈ કોફી બનાવતાં-બનાવતાં તેને વિચાર કરી લીધો કે હવે તે અનિરુદ્ધની સાથે જ રહેશે અને અમેરિકાના બેસ્ટ ડોકટરો પાસે તેનો ઇલાજ કરાવડાવશે. પછી તે કોફી લઈને બેડરૂમમાં આવી. કોફી ટેબલ પર મૂકી ને અનિરુદ્ધ ના ગાલ પર ચુંબન કર તેને જગાડવા બોલી -

"અનિરુદ્ધ જાગી જા હવે હું તારી સાથે જ રહીશ
અને આપણે તારો ઇલાજ કરાવીશું હું મારા પતિ ને છૂટાછેડા આપી દઈશ" પણ સુગંધાને શું ખબર કે અનિરુદ્ધ હવે આ દુનિયાની સાથે જ છેડાછેડી છોડી ને ચાલ્યો ગયો છે.



- રાજ જે.જોષી "અધીર"