Murder and Kidnapping - 12 books and stories free download online pdf in Gujarati

મર્ડર અને કિડનેપિંગ. - 12

સર કિડનેપરો એ મને બોલાવ્યો છે .તે જગ્યાએ હું પહોંચી ચુક્યો છું .
ઓકે તે જગ્યાએ તમે ઊભા રહો અમે આવીએ છીએ .

જે પણ બનાવ બને અમને કોલ કરતા રહેજો .
ઓકે સર .

ઇસ્પેક્ટર પ્રમોદ : સૌરભ ગુપ્તાજી ને કોલ આવ્યો છે કે કિડનાઈપરને પૈસા આપવા પોહચી ગયા છે.
તેઓની આગળ તમે બાઇક લઇને રહેજો હુ ગાડીમાં તમારી પાછળ રહીશ.
ઓકે સર .
હેલો ગુપ્તાજી અમે તમારી હેલ્પ માટે તૈયાર જ છીએ ડરવાની જરૂર નથી હું તેમની વોચ રાખી રહ્યો છું.

તમારી ગાડી પાછળ જ મારી ગાડી થોડાક અંતરે પાર્ક કરેલી છે તેમાંથી હું બધી જ દેખરેખ રાખી રહ્યો છું.

હા સર.
કિડનાઈપર નો કોલ હમણાજ આવ્યો છે તેને કહ્યું સામે ચાર રસ્તા પર જે સાઈડમાં ગાડી પડી રહી છે, તેની અંદર બેગ મુકી આવો.
ના મિસ્ટર ગુપ્તા થોડીક વાર કિડનેપરની રાહ જુઓ..

સર બે કલાક થઈ ગયા છે, છતાં પણ કેડનેપર અહીં દેખાતો નથી.
હું વધારે રિસ્ક લેવા માગતો નથી ,મારા વિવેકનો તેઓ નુકસાન પહોંચાડી શકે છે.
મને તો એવું લાગે છે ,એ લોકોને ખબર પડી ગઈ હોવી જોઈએ બે કલાક થવા છતાં દેખાતા નથી સર.

હું તો જાઉ છું તે ખાલી ગાડી માં પૈસાની બેગ મૂકી આવું છું.
મિસ્ટર ગુપ્તા તમે સમજો પૈસા લઈને તેઓ તમારા દીકરાને છોડી દેશે એવું બનશે નહીં.
તેઓ ફરી પણ પૈસાની માગણી કરી શકે છે.

જે પણ થવું હોય તે થાય સર હું પૈસાનું બેગ મુકવા જવું છું.
ઇસ્પેક્ટર પ્રમોદ: હેલો સૌરભ ....મિ.ગુપ્તા પૈસાનુ બેગ ખાલી ગાડી માં મુકવા નીકળી ગયા છે.
તેમનો પીછો કરો .તેમને ના પાડી હોવા છતાં પણ ખાલી ગાડીમાં બેગ મુકવા જઈ રહ્યા છે... તમે નજીક ના પહોંચી જતા.. મારો ઈરાદો એવો હતો કે કિડનેપર ખાલી ગાડી ને આજુ બાજુ દેખાય તો આપણે એને ઓળખી શકીએ પણ મિસ્ટર ગુપ્તા રાહ જોવા તૈયાર નથી..

સૌરભ :ઓકે સર હું બધી રીતે તૈયાર છું..
"ગુપ્તાજી તેમની ગાડીમાંથી ઉતરીને ખાલી ગાડીમાં બેગ મૂકી આવ્યા."
સોરભ: મિસ્ટર ગુપ્તાએ ગાડીમાં પૈસાનું બેગ મૂકી દીધું છે અને તેઓ અહીંથી જતા રહ્યા છે.
ઓકે.
ગાડીનો નંબર નોંધી લો.
હા સર.
સર એક વ્યક્તિ ગાડી ની નજીક આવી રહી છે ... તેણે ગળામાં મફલર અને માથે ટોપી પહેરેલી છે. વ્
હવે તે ગાડીમાં બેસવાની તૈયારી કરી રહ્યો છે.

સર અમે એની ધરપકડ કરી લઈએ.

ઇસ્પેક્ટર પ્રમોદ: ના સૌરભ તેવું કરવું શક્ય નથી કારણ કે ગુપ્તાજી ની આપણે અન ઓફીસીયલ મદદ કરી રહ્યા છીએ.

ખાલી ગાડીનો નંબર નોટ કરીને પોલીસ સ્ટેશન આવી જાવ હું ત્યાં જ પહોચુ છુ.

ઠીક છે સર .

"બીજા દિવસે સવારમાં મિ ગુપ્તા પોલીસ સ્ટેશન પહોંચ્યા.‌"

સર પ્લીઝ મારી હેલ્પ કરો પૈસા આપ્યા હોવા છતાં કિડનાઈપરે વિવેકને છોડ્યો નથી અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે સર.

ઇસ્પેક્ટર પ્રમોદ તમને ના પાડી હોવા છતાં પણ લાગણીવશ થઈને તમે પૈસા નું બેંગ ગાડી ની અંદર મૂકી દીધું...હવે શું કરવાનું...

પ્લીઝ સર હવે તમારા જ હાથમાં છે.
અમે શું કરી શકીએ હવે અમને પહેલેથી જ ખબર હતી આમજ થવાનું છે... એટલે જ આ ટેન્શનમાં અમેં આખી રાત અહીં પોલીસ સ્ટેશનમાં જ બેસી રહ્યા છીએ.... ઘરે પણ નથી ગયા ....તમારે પહેલેથી જ ઓફિસિયલ કમ્પ્લીટ કરવાની હતી પણ તમે કોઈ વાતે સાંભળવા તૈયાર જ નહોતા થતા..
અસર તમારી વાત સાચી છે હું તમારી માફી માગું છું મારા વિવેક ને બચાવી લો કંઈપણ કરો મારી ભૂલ થઈ ગઈ.

continue..