Unfulfilled dreams - 1 books and stories free download online pdf in Gujarati

અધૂરા સપના - 1

હવે કેટલા વાગ્યા સુધી બહાર જોયા કરશો. ઘરમાં આવી જાવો ઠંડી ભરાઈ જશે. કિશ્નાબેને દુખી અવાજે કહ્યું. આ સાભળીને પ્રવીણભાઈ થી રીતસર રડાઈ ગયું. પુરુષ આ રીતે રડે એવું સામાન્ય રીતે બનતું નથી. પરતું લગ્નનાં ૩૫ વર્ષ પછી પણ જો પુરુષ પત્ની સામે રડી ન શકે તો લગ્ન જીવન કામિયાબ ન કહેવાય. ૩૫ વર્ષ એ લાબું સમયગાળો કહેવાય અને બે વ્યક્તિ જ્યારે ૩૫ વર્ષ સાથે રહ્યા હોય તો જીવનની બધી પરિસ્થિતિઓ નો સામનો કરી લીધેલ હોય છે. અને એટલે જ આજે કિશ્નાબેન સામે રડતા પ્રવીણભાઈ ને રડવાનું કોઈ અફસોસ ન હતો. અફસોસ તો હતો કે આજે તેમના બાળકોને વિદેશ ગયા પાંચ વર્ષ થઇ ગયા હતા અને પ્રવીણભાઈ રાહ જોતા હતા કે એ બંને પાછા દેશમાં આવી જાય અને એટલે જ તેઓ જ્યારે ફોનથી વાત કરતા ત્યારે તેમના સંતાનો નો જવાબ એક જ હોય કે અત્યારે ત્યાં આવી શકાય તેમ નથી. તેઓને પાંચ વર્ષ પહેલાનાં દિવસો યાદ આવી ગયા.

પોતે પટેલ હોવાથી ઊંઝાનાં માર્કેટમાં જીરા અને ઈસબગુલની પોતાની પેઢી ચલાવતા હતા. આમ પણ પટેલ અને એમાં પણ મહેસાણાનાં પટેલ લોકોમાં વિદેશ જવાનું ખુબ જ ઉત્સાહ હોય છે. પ્રવીણભાઈ ખુદ તો નાં જઈ શક્યા પરતું તેઓની એક લાડલી બહેનને અમેરિકા સ્થિત પટેલ સાથે પરણાવી હતી. અને ત્યારથી જ દિમાગમાં ભરી લીધું હતું કે મારા બાળકો આગળ જઈ ને વિદેશ જશે. એટલે જ જ્યારે તેમનો પુત્ર નિખિલ બારમાં ધોરણ પાસ થયો ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૮૯ % આવ્યા અને નીખીલ ની મરજી હોવા છતાં એને મેડીકલ માં ન મોકલીને સીધા જ ન્યુઝીલેન્ડનાં વિઝા માટે ટ્રાય કરવા લાગ્યા અને એ માટે એક એજન્ટને ૧૦ લાખ જેવી મોટી રકમ પણ આપી દીધી. એ સમયે નીખીલે ખુબ જ વિરોધ કર્યો હતો કે એને બહાર નથી જવું પરતું પ્રવીણભાઈ ન માન્યા અને એની મરજી ન હોવા છતાં એને ન્યુઝીલેન્ડ મોકલવામાં આવ્યો. બાળકો ગમે તેટલા મોટા થાય તો પણ મમ્મી સામે તો એ હંમેશા નાના રહેવાના, એટલે જ એ સમયે કિશ્નાબેને પણ નીખીલ ને બહાર મોકલવો ન જોઈએ એમ કહ્યું. પરતું પ્રવીણભાઈ ને કઈ ફર્ક ન પડ્યો.

જે દિવસ નિખિલને જવાનું હતું તે દિવસે જમવાના ટેબલે પ્રવીણભાઈએ રૂઆબ સાથે કહ્યું કે હવે તું જોજે કિશ્ના હું અને તું પણ સમાજમાં કહીશું કે અમારો દીકરો વિદેશ માં છે. નિખીલ ને કહેવાનું મન થયું કે પાપા તમે મોટી ભૂલ કરો છો, વિદેશ માં રહેવું એટલું આશાન નથી હોતું પરતું તે કહી ન શક્યો. નિખિલ ન્યુઝીલેન્ડ ગયો એના બે વર્ષ પછી એની નાની બહેન સ્વીટીને પણ બારમાં ધોરણ પછી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવી. નિખિલ દ્વારા કરવામાં આવેલ વિરોધ ની કોઈ અસર થયેલ ન હોવાથી સ્વીટી એ કોઈપણ જાત નાં વિરોધ વગર વિદેશ જવાનું નક્કી કરી લીધું. બંને ભાઈ - બહેન ન્યુઝીલેન્ડમાં હોવા છતાં બંને વચ્ચે હજારો માઈલ નું અંતર હતું અને બંને ને ન્યુઝીલેન્ડ ગયા ૫ વર્ષ ઉપરનો સમય થવા છતાં બંને એકબીજા ને મળી શક્યા ન હતા.

બંને ભાઈ બહેને ડીગ્રી લઇ લીધી અને ત્યાજ પોતાના અભ્યાસ પ્રમાણે ત્યાજ જોબ કરવા લાગ્યા. જ્યારે નિખિલ નો અભ્યાસ પૂરું થયો એટલે પ્રવીણભાઈ અને કિશ્નાબેને એને ઇન્ડીયા આવી જવા જણાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે અમે સમાજમાં બે ત્રણ છોકરીઓ જોઈ રાખી છે તું આવી ને એમાંથી એક પસંદ કરી લે જેથી તારા લગ્ન કરાવી આપીએ. શરૂઆતમાં નિખિલે કઈ કહ્યું નહિ પરતું ધીરે ધીરે એના ફોન ઓછા થઇ ગયા. અઠવાડિયે ફોન અને વિડીયોકોલ કરનાર નિખીલ હવે મહિનામાં એક વાર જ ફોન કરતો અને એ પણ ઇન્ડીયાથી આઠ-દસ કોલ થાય પછી જ . નિખિલનાં આવા વ્યવહારને કિશ્નાબેને નોટીસ કર્યું અને એક દિવસ જ્યારે પ્રવીણભાઈ માર્કેટ ગયા તો નીખીલ નાં નંબર ઉપર મેસેજ કરી તરતજ ફોન કરવા જણાવ્યું. બે કલાક પછી જ્યારે નીખીલે મેસેજ જોઈ ફોન કર્યું. એક બીજાની તબિયતનાં ખબર પૂછી કિશ્ના બેને નિખિલને ઇન્ડીયા કેમ આવતો નથી એમ પૂછી લીધું. ત્યારે નિખિલે કહ્યું કે અત્યારે મને જોબ ઉપર રજા મળશે નહિ અને આમ પણ હું અહિયાં કોઈની સાથે રીલેશનશિપમાં છું એટલે લગ્ન કરવા માટે ત્યાં આવું એ તો બની જ નહિ શકે. જ્યારે કિશ્નાબેને એને પૂછ્યું કે કોની સાથે એ રિલેશનશિપ માં છે ત્યારે નિખિલે જે વાત કહી એ સાંભળીને કિશ્નાબેને ને એવું લાગ્યું કે એમને હાર્ટએટેક આવી ગયો.

ક્રમશ: