Bus Interview Part-1 books and stories free download online pdf in Gujarati

બસ માં મુલાકાત - 1

કેમ છો મિત્રો મજામાં છો....?


મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે એક મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ની હશે ?

હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે.

આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ નું ભયાનક ટ્રાફિક....એ સરસપુર નું ટ્રાફિક. .....કાલુપુર નું ટ્રાફિક. ...દરિયાપુર. ....ઈનકમ ટેક્સ. બાપરે બાપ કેટલું ટ્રાફિક પસાર કરવી પછી કૉલેજ પહોંચીયે એના કરતા બેસ્ટ છે કે બસ માં જ જઇયે.


હા તો આપડે મૂળ વાત પર આવીએ, રોજ બસ માં જ જવાનું હોવાથી આપડી જગ્યા ફિક્સ હતી. હું કાયમ એક જ સીટ પર બેઠો હોવ ક્યારેય સીટ બદલાય નહીં, હા ક્યારેક કોઈક ની હેલ્પ કરવા માટે સીટ આપીયે તોજ બાકી આપડી સીટ નક્કી જ હોઈ ખાલી પડીરે પણ કોઈ બેસે નહિ. અને ઘરની બહાર આવો કે બસ મળી જાય એને બસ માં બેસતા ની સાથે જ એ આપડી નક્કી કરેલ સીટ ઉપર બેસી જવાનું. બસ માં બેસતા ની સાથે જ સીટ પકડી ને સુઈ જવાનું કોલેજ આવે ત્યાં સુધી મસ્ત મજાની એક ઊંઘ પુરી થઈ જાય કયારેક સફર દરમીયાન મોબાયલ મા મશગુલ હોઈએ તો ક્યારેક બહાર ના ટ્રાફિક મા. રોજ નો આ આપડો ક્રમ રહેતો.

પરંતુ, મારી શાંત સરોવર જેવી જિંદગી માં અચાનક ક્યાંથી વરસાદી વાવાજોડું આવ્યું અને જિંદગી ને ડામાડોળ કરી નાખ્યું થોડાક સમય માટે. એક દિવસ હું રોજ ની માફક બેઠો હતો મારી સીટ માં અને કોલેજ રૂટ માં વચ્ચે એક સ્ટેંડ થી એક છોકરી બસમાં ચઢી,ચઢી એનો કોઈ વાંધો નહતો પણ બસ માં વધારે પબ્લિક ના કારણે એ મારી બાજુમાં જ આવીને ઉભા રહ્યા......


સાહેબ.....આપણે તો કવિ હૃદય એટલે કુદરત ની એ એક અનમોલ રત્ન ને જોવાની ઈચ્છા થાય ગઈ મેં તેની સામે જોયું તો એમની નજર મારી બારી સામેજ હતી એટલે મેં પલક જપતા ની સાથે જ તેને નિહાળી લીધી પણ બેડ લક તો જોવો સાહેબ એ છોકરી એ દિવસે પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધી ને આવી હતી.....પહેલીવાર જોયા એટલે મેં કઈ બહુ ધ્યાન ના દીધું બસ હૂતો પોતાની મોજમાં મશગુલ થાઈ ગ્યો પણ થોડી થોડી વાર એના તરફ ધ્યાન ખેંચાઈ જતું એ પણ પોતાની નજર ને ત્રાસી કરી ને જોઈ લેતા. આવું લગભગ ૨૦ મિનિટ ચાલ્યું આ નજર ની મીઠી રમત માં ને રમત માં સમય નું ભાન જ ના રહ્યું અને ક્યારે મારી કૉલેજ આવી ગઈ એનો ખ્યાલ જ ના રહ્યો, આતો મારા ઉતારવાના સ્ટૅન્ડ પર અડધી બસ ખાલી થાઈ જાય છે એટલે ખબર પડી કે સ્ટેન્ડ આવી ગ્યું. એટલે હું ઝડપ થી ઉભો થઈ ગયો અને પાછળ ના દરવાજે થી ઉતર્યો અને જેવોજ આગળ વધ્યો કે સુ જોવું છું.. હું. .?


પેલા મેડમ તો અહીજ મારા સ્ટેન્ડ પરજ ઉતાર્યા હૂતો ઘડીક જોઈજ રહ્યો એટલા માં એ મારા સામું નજર ફેરવી ને એમના કૉલેજ ના રસ્તે ચાલવા લાગ્યા...મને ખબર પડીગઈ કે એ કઈ કોલેજ ન છે એટલે હું પછી મારી કૉલેજ તરફ જતો રહ્યો, પણ મનમાં વિચારતો એનાજ ચાલતા હતા કૉલેજે પહોંચ્યો કે મારો ખાશ મિત્ર મારી રાહ જોતો બેઠો હતો મને જોઈને તરત જ તેને પૂછ્યું કે કેમ આજે મોડો પડ્યો તો મેં બધી વાત કરી તો એ ભાઈ જરા શરારત ના મૂડ માં મને કે કે આજે ફાઈનલી તને કોઈક મળીજ ગયું અમને, મેં કીધું યાર એવું કઈ નહિ આતો એમજ પછી હું અને મારો મિત્ર ક્લાસ માં જતા રહ્યા.

બીજા દિવસે પણ એજ બન્યું.....


હું ઘરેથી નીકળ્યો બસ સ્ટેન્ડ જવા માટે પણ મગજ માં તો પેલા કાલ વાળા મેડમ જ હતા. બસસ્ટેન્ડ પર ગયો તો બસ ઉપાડવા ની તૈયારી માં જ હતી એટલે દોડી ને ઝડપ થી આપડી સીટ પર બેસી ગયો.


મગજ માં એક વિચાર આવ્યો કે શુ આજે પણ એ બસ માં ચઢશે અને આવશે તો શુ મારી બાજુ માં જ ઉભા રહશે...? હું મારી બધી તૈયારી માંજ હતો થોડીક વાર માં તો તે સ્ટેન્ડ આવી ગયું એટલે થોડા દૂરથી જ મારી નજર એ મેડમ ની તલાસ માંજ હતી. સ્ટેન્ડ આવ્યું મેં ઝડપ થી બારી માંથી માથું બહાર નીકળી જોયું તો શુ જોવું છું. .?

ફરી એ નજારો માણવા ની ઘડી આવી ગઈ એજ છોકરી ફરીથી બસ માં ચઢી અને આજે પણ એને પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો. તો પણ મારી નજર એને ઓળખી ગઈ. એ જેવી બસમાં ચઢી કે હું ઝડપ થી હતો એમનો એમ બેસી ગયો. મનમાં એક જ વિચાર બસ એ મારી બાજુમાં જ આવીને ઉભા રહે. અને જાણે કુદરત પણ સાથ આપતી હોઈ એમ એ મારી બાજુ માંજ આવીને ઉભા રહ્યા. એટલે આજે આનંદ નો પાર નોતો મેં સીધો જ મારા મિત્ર ને કોલ કર્યો ને કીધું કે.." અલ્યા પેલી કાલ વાળી આજે ફરીથી આવી ને બાજુમાં જ ઉભી રહી છે."


મારો મિત્ર કે " તો રાહ શુ જોવે ઉભા થા અને એને જગ્યા આપ..."


મેં કીધું " ભાઈ એમ જાણ પહેચાન વગર સીધું એમને કહેવું કેમ કે મારી સીટ પર બેસી જાવ."


ભાઈ રાહ ના જોવાની હોઈ અને શરમ સંકોચ વગર સીધી વાત કરી નાખ, મિત્ર એ કીધું.


પણ ભાઈ આજુ બાજુ માં ઘણા લોકો છે બસ ભરચક છે એને એમાં માત્ર એને જ કેમ કહું કે બેસો. " મેં કહ્યું મને નહિ ફાવે. એમ કહી ને મેં ફોન મુક્યો.

એ મેડમ અને મારા વચ્ચે માત્ર ને માત્ર ૫- ૧૦ ઇંચ ની જ દુરી હતી. પણ વાત કરવા ની મારી હિમ્મત ના ચાલી. હું તો બસ એની આંખો ને જોતો રહીગયો.


સાહેબ, શુ વાત કરું એ છોકરી ની ! એકદમ અપ્સરા જોઈ લો. જાણે ભગવાને બહુ નવરાશ માં એને બનાવી હશે. આ બે દિવસ ની મુલાકાત માં તો કઈ વાતો તો નાજ થઇ પણ એમનો ચહેરો પણ જોવા ના મળ્યો. બસ જોઈ તો એમની એ નજાકત થી ભરી નજર. અને એમની આંખો. આ નજારો માણતા માણતા જ કોલેજ આવી ગયી, બસ માંથી ઉતરી ને એ એમની મંજિલ પર અમે અમારી. દિવસ આખો એમની યાદ માં ને યાદ માં જતો રહ્યો. સાંજે કોલેજ થી ઘરે આવ્યો પણ મન ક્યાંય લાગતું ના હતું રાત્રે સૂતી વખતે પણ એના જ વિચાર.." કે એની આંખો જો આટલી સુંદર અને કાતિલ છે તો એનો ચહેરો કેવો હશે, ટ્રેલર આવું છે તો ફિલ્મ કેવી હશે બસ આ બધા વિચાર માંજ ઊંઘ કયારે આવી ગયી એજ ના ખબર પડી. અને સુઈ ગયો હું.

ત્રીજા દિવસ ની સવાર.......


સવારે 6:૦૦ વાગ્યા માં મારા મિત્ર નો કોલ આવ્યો.....

ટ્રીંગ......ટ્રીંગ...... મોબાઈલ એકદમ રાણકી ઉઠ્યો......મસ્ત મજાના સપના જોતો હતો પણ આ ફોને તો સપના ની તો પુરી પથારી ફેરવી નાખી. કોલ ઉપાડવા ની ઈચ્છા નોતી પણ મોબાઇલ ની સ્ક્રિન પર મિત્ર નું નામ જોયું એટલે ઉપાડ્યો...

ભાઈ સીધોજ બોલવા લાગ્યો કે....પેલીનું સુ થયું...? પછી કઈ જાણ થઈ કોણ છે..? ક્યાં રહે છે..?, વગેરે..વગેરે , ઘડીક માં તો ઢગલો કરી નાખ્યો સવાલ નો.


મેં કીધું ભાઈ જરા સ્વાશ તો લેવાદે અને તું પણ લે. અને મને જરા કહીશ કે આ સવાર સવાર માં સુ માંડ્યું છે..? એ જે હોઈ એ આપડે શુ બહુ ધ્યાન નહીં દેવાનું, તને તો ખબર જ છે કે આ બાબત માં જરા આપણો હાથ કાચો છે.


ભાઈ સામે મને વળગ્યો.." શુ યાર તું પણ સાવ નિરાશા વાળી વાતો કરે છે. ક્યારેક તો હિમ્મત કર, ક્યાં સુધી ભાગીશ..? આવો મોકો બીજીવાર નહિ મળે.


મેં એને કીધું " ભાઈ , આજુ તો મેં એને પહેલીવાર જ જોઈ છે. કોણ છે? ક્યાંથી આવે છે ? એ કઈ ખબર નથી. તું બહુ ના વિચારીશ ચાલ ફોન મુકું છું આપણે કૉલેજ માં માળીયે. બાય કહીને મેં ફોન મુક્યો.

પછી હું ઉઠી ને ફ્રેશ થઈ ને નાસ્તો કરીને કોલેજ જવા માટે તૈયાર થઇ ગયો.


સાહેબ આવું લગભગ ૧૨- ૧૩ દિવસ સુધી ચાલ્યું. એકજ વાત એ રોજ એજ સ્ટેન્ડ થી ચઢે.......મારી જ બાજુ માં આવીને ઉભા રહે. ....કઈ પણ બોલે નહિ....અને ચહેરા પર નો દુપટ્ટો પણ ઉતારે નહિ. ....બસ એમની નજર મારી તરફ મારી નજર એમની તરફ, માત્ર આજ ખેલ ચાલતો નજરો નો, નાતો મારી હિમ્મત ચાલી વાત કરવા ની અને નતો એમને ક્યારેય વાત કરવા નો પ્રયાસ કર્યો.

બસ હું માત્ર સ્ટેન્ડ આવે એટલે એની રાહ જોતો અને એ આવી ગયા પછી એની નસીલી આંખો ત્તરફ જોતો રહેતો એ પણ થોડી થોડી વારે ત્રાસી નજરે મારી તરફ જોઈ લેતા....સાહેબ ખુશી હતી કે આવું અનમોલ દ્રશ્ય રોજ જોવા મળતું.

માત્ર દુઃખ એકજ વાત નું કે રોજ જોડે આવતા છતાં હું કઈ પણ કહી નતો શકતો. આમને આમ દિવસો જઈ રહ્યા હતા......

દિવસો ની સાથે રાત ની ઊંઘ પણ ઉડી ગયી હતી માત્ર ને માત્ર એના જ વિચાર.......


બીજી બાજુ ભણવા માં ધ્યાન લાગતું નોતું.....એટલે એનું પણ ટેન્શન હતું સાથે સાથે દુપટ્ટા વળી ના વિચાર તો પીછો જ નોતા મુકતા.

કેવી વિચિત્ર મૂંઝવણ છે મારી..."વધતી જતી ઉંમર મને કહે છે કે થોડોક તો ગંભીર થા હવે..જયારે...બાકી રહેલી ઉંમર કહે છે કે થોડીક તો મસ્તી કરીલે હવે"


એકદમ મનમાં વિચાર કરી લીધો કે કાલે તો હિમ્મત કરીજ નાખું...ક્યાં સુધી રાહ જોઇશ....?


બસ હવે માત્ર રાહ હતી તો કાલ સવાર ની.....કે જલ્દી સવાર પડે હું બસ માં જાવ અને દુપટ્ટા વાળી ને ફ્રેન્ડશિપ નો પ્રસ્તાવ આપીજ દવ....

આગળ ની વાત મિત્રો આવતા ભાગ માં જાણીશુ........થોડી રાહ જોવી પડશે.