visit in bus part 3 books and stories free download online pdf in Gujarati

બસ માં મુલાકાત - 3

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે......

આટલું બોલી ને બંધ થઇ ગયા જાણે મને જ સંભળાવાનું હોઈ એમ, એટલે હું ઘડીક ચૂપ ચાપ ઉભો રહ્યો કઈ પણ હિલ ચાલ કાર્ય વગર.

અને એવામાં બન્યું એવું કે કંડક્ટર અમારી પાસે આવ્યો અને મને ઓળખે એટલે જોયી ને બોલ્યા " કેમ ભાઈ આજ આ સ્ટેન્ડ થી ચડ્યા....? રોજ તો વહેલા ચડી જાવ છોને...? કઈ કામ થી મોડા પડ્યા...? "


સાહેબ એક તો પહેલે થીજ માહોલ ગરમ હતો અને આ કંડક્ટર સાહેબે એમાં વધારો કર્યો.


મારી નજર પેલા મેડમ સામે ગઈ કે એમની નજર મારી સામે જ હતી અને એક તીખી નજરે જોઈ રહ્યા હતા.


એમને એવું હશે કે એમના માટે જ હું અહીં થી ચઢ્યો હોઈશ. (જો કે એવુજ હતું.)


બાજી વધારે બગડે અને માહોલ વધારે ગરમ થાય એ પેલા મેં (આંખ મારતા) કંડક્ટર સાહેબ ને કીધું ના સાહેબ અહીં આપડો પેલો દોસ્ત ખરો ને એને મળવા આવ્યો હતો.

ઓહ્હ હા પેલો તમારો મિત્ર કોલેજ વાળો " કંડક્ટર એ મારો ગુગલી જીલી લીધો "


ત્યારે છેક પેલા મેડમ એ નજર ફેરવી. અને મારા જીવ માં જીવ આવ્યો.

કુદરત ને કરવું ને 2 સીટ એક સાથે ખાલી થઇ એટલે ઓરીજનલ લક્ષણ નો બતાવતા " મેં એમને કહ્યું તમે પહેલા બેસી જાવ"

ઓરીજનલ લક્ષણ એટલે કે જનરલી સીટ ખાલી થાય એટલે ઠેકડા મારી ને બેસી જવી પણ કોઈ ને વારો નો આવે.


પેલા એમને બેસવા નું કીધું પછી હું બેઠો. માંડ માંડ બધું થાળે પડ્યું બંને ને જગ્યા મળી ગઈ.


જેવા અમે બેઠા એટલે પેલા તો એકબીજા ની સામું જોયું, મેં અમને સ્માઈલ આપી,અમને પણ મને સ્માઈલ આપી એવું એમની આંખો થી લાગ્યું કેમકે એમણે તો મોં પર દુપટ્ટો બાંધ્યો હતો એટલે, અને આંખો ક્યારે પણ ખોટું ન બોલે.

અચાનક જ અજીબો ગરીબો ઘટના બની. જેમ કાળા ડિબાંગ વાદળો માં વીજળી કડાકો નાખે એવું બન્યું.


તમને થશે એવું તો શુ થયું હશે. .?


પણ મને જેની આશા નોતી એવું બન્યું.

હું મારા મોબાઈલ માં મશગુલ હતો અને એ મેડમે મારી તરફ જોઈ ને કીધું " થેન્ક્સ ફોર ધ હેલ્પ "


મેં કીધું કે " મેં ક્યારે તમારી હેલ્પ કરી. ..?"


એમને કીધુ મને " હમણાં આપડે બસ માં ચડતા હતા ત્યારે મને તમે પડતા પડતા બચાવી એટલે તમારો આભાર... "

" ઓહ્હ્હ હા એમાં શુ થેન્ક્સ કેવાનું એતો મારી ફરજ કેવાય, મારી જગ્યા એ કોઈ બીજું હોઈ તો એ પણ એજ કરેત જે મેં કર્યું" મેં જરા સમાર્ટ બનતા જવાબ આપ્યો.

એમણે સામે વળતો જવાબ આપ્યો કે " તો પણ તમારે મારુ થેન્ક્સ સ્વીકારવું પડશે."

મેં પણ જરાક ફ્લર્ટ કરતા કીધું " આપકા હુકમ સર આંખો પર".


આટલી જ વાત કરી એમાં કૉલેજ આવી ગઈ ખબર જ ના પડી.

એમને મારી તરફ જોઈ ને કીધું " સ્ટેન્ડ આવી ગયું મને જરા જગ્યા આપશો જવા.."


હું તો હજુ વિચારો માંજ હતો અને સ્થિર થઈ ગયો હતો, અમને શુ કીધું કઈ સંભળાણું નહિ.


અમને ફરીથી મારા તરફ જોઈ અને ચપટી વગાડતા કીધું " મિસ્ટર કોલેજ આવી ગઈ ઉતરવા નું નથી. .?"

"ઓ હા, સોરી મારુ ધ્યાન જ ન રહ્યું "- મેં જરા ભાનમાં આવતા વળતો જવાબ આપ્યો.


બસ એટલું કહી ને ઉતરી ગયા એ. અને હું બસ માં જ મોટો નિસાસો નાખી ને બેઠો રહ્યો,

કંડક્ટર એ મારી તરફ જોયું અને કીધું " અલ્યા ભાઈ ઉતરવું નહિ તમારે. .?"


મેં જરા ગુસ્સા માં કીધું " તમે બહુ ઝડપી બસ ચલાવો છો હો, આરટીઓ માં કંપ્લેન કરવી પડશે". એટલું કહી ને હું ઉતરી ગયો.

નીચે આવીને જોયું પણ પેલા દુપટ્ટા વાળા મેડમ ક્યાંય દેખાણા નહિ, મને લાગ્યું એ જતા રહ્યા હશે. હું પણ કોલેજ તરફ જવા લાગ્યો.


આટલી બધી માથાફૂટ માં એમનું નામ તો પૂછવા નું ભુલાયી જ ગયું, અને એમનો ફેસ તો જોવા જ ના મળ્યો, જેના માટે આટલા બધા દિવસ થી દોડાદોડ ચાલે છે.

આવા વિચારો કરતા કરતા કૉલેજ તરફ આગળ વધી રહ્યો હતો. પણ મનમાં એકવાત નો આનંદ હતો કે અમને મારી સાથે વાત તો કરી.


ચાલતા ચાલતા કોલેજ ના ગેટ પાસે પહોંચ્યો, જેવોજ અંદર પહોંચ્યો ત્યાં....