Revival books and stories free download online pdf in Gujarati

પુનર્જીવન

સાધના એક ચુલબુલી,નટખટ પણ સાથે સમજદાર છોકરી..
જે કેમિસ્ટ તરીકે એક કંપનીમાં જોબ કરતી હતી.. તેની સાથે જ જોબ કરતો રોમિત તેનો બેસ્ટ ફ્રેન્ડ.. રોમિત પણ સમજદાર અને એકદમ ખુશમિજાજ ધરાવતો હતો. જો ફ્રેન્ડનો એવોર્ડ આપવાનો હોય તો તેને જ મળે.

આવી રીતેજ હસીખુશીથી જીવન ચાલતું હતું. એક દિવસ અચાનક એક છોકરો રોમિતની લેબમાં આવીને તેની આંખો પર હાથ રાખીને કહ્યું," બોલ..હું કોણ?"

રોમિતએ હસતા હસતા કહ્યું," ઓહ યારા... મેરે બચપન કા દોસ્ત.. મેરી જાન..મેરા કશ્યપ.."

કશ્યપે હસીને કહ્યું," હા.. યાર.. તું મને ગમે ત્યાં ઓળખી જાય છે.. વાહ માન ગયે તેરી યારી કો.."

રોમિતે ભેટતા કહ્યું," અરે.. ઓળખી તો જાવ જ ને યાર.. તું મારો જીગરજાન મિત્ર છે.."

આ લોકોની વાતો કયારની ત્યાં બેઠેલી સાધના સાંભળી રહી હતી. તેણે પ્રશ્નાર્થ નજરે રોમિત સામે જોયું. એટલે રોમિતે કહ્યું," અરે કશ્યપ આ મારી બેસ્ટ ફ્રેન્ડ સાધના અને સાધના આ મારો બાળપણનો મિત્ર કશ્યપ.. જે અત્યારે આર્મીમાં છે.."

સાધના અને કશ્યપે હાથ મિલાવ્યા પછી સાધનાએ કહયું," તમને મળીને ખૂબ આનંદ થયો.. અને ગર્વ પણ થયો.."

કશ્યપે હસીને કહ્યું," મને પણ આનંદ થયો.."

રોમિતે પુછ્યુ," અરે આમ અચાનક તું કયારે આવ્યો અને આવવાનો હતો તો કહયું પણ નહીં?"

કશ્યપે કહ્યું," અમારું તો આવું જ છે.. જયારે રજા મળે ત્યારે નીકળી જઈએ.. મારું પોસ્ટિંગ તો ગુજરાતમાં જ છે એટલે બસ ફટાફટ પહોંચી ગયો તને મળવા."

રોમિતે કહ્યું," સારું થયું તું આવી ગયો.. આમ પણ આજે મારે હમણાં કઈ જ કામ નથી તો કયાંક ફરી આવશું. "

આવી બધી વાતો ચાલતી હતી ત્યાં જ એક છોકરાએ આવીને કહ્યું," તમને સર બોલાવે છે."

રોમિતે કહ્યું," હા હું આવું છું.. કશ્યપ તું ત્યાં સુધી સાધના સાથે વાત કર.." એટલું કહીને તે ત્યાં થી સરની ઓફિસમાં જવા નીકળ્યો.. આ બાજુ સાધના અને કશ્યપ વાતો કરવા લાગ્યા.

સાધનાએ કહ્યું," તમે રજાનાં દિવસોમાં શું કરો છો?"

કશ્યપે કહ્યું," બસ આવી રીતે મિત્રો અને ફેમિલી સાથે સમય પસાર કરું છું.. ત્યાં તો ગમે ત્યારે હુમલો થાય તો ખડેપગે રહેવું પડે.. પણ ગુજરાતમાં હજુ વધારે હુમલા નથી થતાં .. પણ ડયુટી તો ડયુટી છે.. તમે બોલો કઈક..?"

સાધનાએ કહ્યું,"અહિંયા ફિક્સ જોબ.. સવારે 10થી 6 ની.. બાકીના સમયમાં આરામ.. મિત્રો સાથે બહાર જવાનું.. પણ સાચી જોબ તો તમે કરો છો.. કોઈપણ ભય વગર.. હંમેશા પોતાની ડયુટી નીભાવવી.. સેલ્યુટ છે તમને યાર.."

કશ્યપે કહ્યું," અરે એ જ તો અમારું કામ છે.. "

આવી બધી વાતો કરીને તેઓ જલ્દીથી જ સારાં એવા હળીમળી ગયાં હતાં. ત્યાં જ રોમિત નિરાશ વદને આવ્યો.. તેનો આવો ચહેરો જોઈને કશ્યપે પુછ્યુ," શું થયું? કેમ આવો દેવદાસ જેવો ચહેરો બનાવ્યો છે?"

રોમિતે કહ્યું," શું કહું યાર.. આ મારો ખડ્ડુસ બોસ.. અત્યારે કેવો મસ્ત પ્લાન બનાવ્યો હતો કે આપણે કયાંક જાશુ પણ જાણે મારા બોસને એ હજમ જ ના થયું.."

સાધનાએ કહ્યું," પણ શું થયું એ તો કહે?"

રોમિતે કહ્યું," અરે નવા સેમ્પલ ચેક કરવાના છે તો હું સાંજે ફ્રી થઈશ.. તો અત્યારે કશ્યપ સાથે નહિ જઈ શકું યાર.."

કશ્યપે કહ્યું," ઓહો.. આટલી વાત છે.. એમાં શું થયું.. આપણે રાત્રે કયાંક જાશુ.. તું એન્જોય કર તારા સેમ્પલ સાથે..હા.હા.."

સાધના પણ હસી પડી. તેણે કહ્યું," એક મિનિટ એનું પણ સોલ્યુશન છે મારી પાસે.. હું અને કશ્યપ અત્યારે ફરીશુ. તું અમને સાંજે જોઈન કરી લેજે.. સો સિમ્પલ યાર.."

રોમિતે કહ્યું," હા.. બરાબર છે.. કશ્યપ તને કોઈ પ્રોબ્લેમ નથી ને?"

કશયપે કહ્યું," અરે ના ના યાર.. મને તો સાધનાની કંપની ગમશે.."

સાધનાએ કહ્યું," હા.. તો અમે પણ જઈએ.. બાય રોમલી.. "

રોમિતે ગુસ્સામાં કહ્યું," એય કેટલી વાર કહ્યું રોમલી નહિં કહેવાનું... જા હવે માથું ખાતી.."

કશ્યપ આ જોઈને હસી પડ્યો.. પછી તે બંને નીચે પાર્કિંગમાં ગયા.સાધના એ પોતની કાર સ્ટાર્ટ કરી. કશ્યપ પણ બેસી ગયો..

સાધના:" બોલો કયાં જવું છે?"

કશ્યપ:" એ તો તમને વધારે ખબર હશે અહિંયા ની.. તમે જયાં લઈ જાવ ત્યાં જઈશું.."

સાધનાએ કહ્યું," હમમ..તો આપણે પેલા મુવી જોવા જઈશું પછી મોલમાં ફરીશુ.. ત્યાં તો રોમિત પણ આવી જાશે.."

કશ્યપ બોલ્યો," હા બરાબર છે.."

પછી ચુપચાપ બેસી ગયો.. જાણે કોઈની યાદ આવી ગઈ હોય તેમ બસ સાધનાને જોયાં કરતો. આમ પણ સાધના દેખાવમા ખુબ જ સુંદર હતી.. સામે કશ્યપ પણ દેખાવે મસ્ત હતો. કસરત કરીને ખડતલ બની ગયેલ કાયા.. ટ્રીમ કરેલી બીયર્ડ.. એકદમ સોહોમણો ચહેરો.. એકદમ આર્મી હિરો જેવો જ લાગતો હતો.

તે ક્યારનો આમ જ જોતો હતો. જે સાધનાએ જોઈ લીધું. સાધનાએ ઉધરસ ખાઈને કશ્યપનુ ધ્યાન ભંગ કર્યું. તે પાછો ચુપચાપ બેસીને બારીની બહાર જોવા લાગ્યો.

સાધનાએ કહ્યું," મારી સામે આવી રીતે જોવાનું કોઈ કારણ ?"

કશ્યપ બોલ્યો," હા.. કેમકે તું મારી એક્સ ગર્લફ્રેન્ડ જેવી દેખાય છે.."

સાધના એ કહ્યું," ઓહહ... તમારું બ્રેકઅપ કઈ રીતે થયું?"

કશ્યપ:" અરે છોડને એ બધી વાત.. આમ પણ સારું થયું કે બધું પુરું થઈ ગયું.. જે એકબીજાની વાતને સમજી ના શકે તેવા રિલેશનશીપ માં રહેવું કરતાં સીંગલ રહેવું સારું. "

સાધના:"પણ શું થયું હતું તમારી બંને વરચે?"

કશ્યપ:" હવે તું સારી એવી ફ્રેન્ડ બની ગઈ છો તો તને કહેવાંમાં કોઈ પ્રોબ્લેમ નથી.. તો તેનું નામ વૈશાખી.. ખુબ જ સુંદર હતી તારી જેમ જ.." પછી બે મિનિટ ચુપ રહ્યો.

એટલે સાધના એ પુછ્યુ," હા તો આગળ બોલો.."

કશ્યપ બોલ્યો," હા.. તો અમે સ્કુલ થી જ સાથે હતાં. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમી.. તેણે મને બધી વાતોમાં સાથ આપ્યો હતો.. પણ એણે હું આર્મીમાં જાવ તે તદ્દન ના ગમતું. તેણે મને આર્મીમાં ન જવા સમજાવ્યું પણ જયારે દેશ માટે કઈક કરવું જ છે એવી ઈચ્છા હોય ત્યારે હું તેનું કઈ માન્યો જ નહીં. થોડા દિવસમાં તેણે પણ મારો સાથ આપ્યો. એટલે હું ખુશ થઈ ગયો.."

ત્યાં જ અચાનક સાધનાએ બ્રેક મારી એટલે કશ્યપે પુછ્યુ," શું થયું?"

સાધનાએ કહ્યું," થિયેટર આવી ગયું.. પણ મારી મુવી જોવા કરતા તમારી રીયલ લાઇફ સ્ટોરી સાંભળવી છે. જો તમારી ઈરછા હોય તો આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ.."

કશ્યપે કહ્યું," અરે હા.. કેમ નહીં.. આમ પણ મને મુવી જોવા ઓછાં ગમે."

પછી તે બંને રેસ્ટોરન્ટ ગયાં. ઓર્ડર આપ્યો પછી પાછી વાતો કરવા લાગ્યા.

સાધના એ કહ્યું," હા તો હવે આગળ બોલો.."

કશ્યપે કહ્યું," તું મને તમે નહીં પણ તું જ કહેજે.. હા તો વૈશાખી માની ગઈ. હું પણ મન લગાવીને એક પછી એક એકઝામ પાસ કરતો ગયો અને આર્મીમાં સિલેકશન થઈ ગયું. એકઝામ ના લીધે હું તેને ઓછો ટાઈમ આપી શકતો હતો. ઉપરથી ટ્રેનિંગમા જવાનું હતું. હું ગયો પણ જયારે પાછો ફર્યો ત્યારે તેના જીવનમાં મારૂં સ્થાન કોઈ બીજાએ લઈ લીધું હતું. મને આ વાત મારા બીજાં મિત્રે કરી હતી. પેલા તો મેં વિશ્વાસ નહોતો કર્યો પણ જયારે મે તે બંનેને મારી આંખોથી જોયાં ત્યારે હું એકદમ આઘાત પામી ગયો.પણ પછી રોમિતે મને ઘણું સમજાવ્યું અને મારૂં ધ્યેય દેશસેવાનુ પુરું કર્યું અને હજી પણ કરી રહ્યો છું.. બસ આ હતી મારી રીયલ લાઇફ સ્ટોરી. "

સાધનાએ કહ્યું," આમ જે થયું તે સારું જ થયું. કેમકે વૈશાખી તને સમજતી જ નહોતી. જો તે સમજતી હોય તો તે તને રોકતી નહીં ઉલટાનું તારો સાથ આપત.. એટલે જે થયું તે ભુલી જા.. કદાચ બીજી કોઈ સારી પાર્ટનર મળી જાય. ચાલ હવે જમી લે.."

પછી બંનેએ ખુબ જમ્યુ. બાદ બંને મોલમાં શોપીંગ માટે ગયાં. સાધનાએ કશ્યપ માટે એક મસ્ત શર્ટ ખરીદ્યો. જે કશ્યપને ખુબ જ ગમ્યો.. હવે તેઓ બંને ખુબ જ સારાં મિત્રો બની ગયા હતા. રાત્રે રોમિત પણ આ લોકો સાથે ડિનર કરવાં ગયો. ડિનર કરીને મસ્ત જગ્યા શોધીને ત્રણેય વાતોએ વળગ્યા.

રોમિતે કહ્યું," ઓય હું કાલે પણ તારી સાથે નહીં આવી શકું.. "
કશ્યપે કહ્યું," કોઈ વાંધો નહિ.. સાધના સારી રીતે શહેર ઘુમાવે છે. તે બધાં સાથે સારી રીતે ભળી જાય છે."

રોમિતે મસ્તી કરતાં કહ્યું," ઓહો.. સાધનાના આટલાં બધાં વખાણ.. કુછ તો બાત હૈ.."

કશ્યપે કહ્યું," એવી કોઈ વાત નથી હો.. આ તો તું બીઝી છો એટલે.."

સાધનાએ કહ્યું," પણ તે સરને છૂટીનું ના કહયું? "

રોમિતે કહ્યું," એ ખડ્ડૂસ હા પાડે તો શું જોઈએ યાર.. મે કીધું હતું પણ એ ના માન્યા.."

સાધના:" હમ.. હું ફરી લઈશ તારા બદલાનુ..હો.."

પછી બધાં પોતપોતાના ઘરે ગયાં. રોમિત અને કશ્યપ તો સાથે જ હતાં.. આવી જ રીતે એક પછી એક દિવસો વીતતાં ગયાં. હોળીનો તહેવાર પણ પુરો થઈ ગયો.. કશ્યપ અને સાધના પણ ફ્રેન્ડથી પણ વિશેષ બની ગયાં હતાં.આટલા દિવસો આ ત્રણેયે ખુબ જ ફર્યા..

એ દિવસ પણ આવી ગયો જયારે કશ્યપ પાછો પોતાની ડયુટી પર જવાનો હતો. જતાં જતાં કશ્યપ સાધનાને એક બ્રેસલેટ આપતો ગયો.સાધના રડવા જેવી થઈ ગઈ પણ બધાની સામે તેણે પોતાના આંસુ છુપાવી દીધાં. કેમકે તે ખુદ પણ સમજી નહોતી શકતી કે તે શા માટે આટલી ઈમોશનલ થાય છે. કશ્યપ તેનો બોયફ્રેન્ડ તો હતો નહીં.. કશ્યપ જતો રહ્યો પછી સાધના થોડી ઉદાસ રહેવા લાગી.રોમિત પૂછતો પણ ગમે તે જવાબ આપી વાત ટાળી દેતી. બસ ખાલી બ્રેસલેટને જોયાં કરતી. તેણે કશ્યપ સાથે ઊંડી લાગણી બંધાય ગઈ હતી.

આ બાજુ કશ્યપ તો ડયુટીમાં લાગી ગયો હતો પણ સાધનાએ આપેલો શર્ટ જોઈને તેની યાદ આવી જતી.

એક દિવસ રોમિત લેબમાં બેઠો હતો ત્યારે કશ્યપ નો ફોન આવ્યો. થોડીઘણી વાત કરી પછી કશ્યપે સાધના વિશે પૂછ્યું. એટલે રોમિતે સાધનાને જ ફોન આપ્યો. કશ્યપ નો અવાજ સાંભળીને તેના ચહેરા પર અપાર આનંદ છવાઈ ગયો.સામે કશ્યપ પણ ખુબ જ ખુશ થઈ ગયો. પણ હજી પણ બંને એ વાતતો કહેતાં જ નહોતા. આમને આમ વર્ષ પસાર થઈ ગયું.

એક દિવસ રોમિત રજા પર હતો ત્યારે સાધના તેનું કામ પુરું કરીને લેબમાં મોબાઈલ લઈને બેઠી હતી. તેનાં મોબાઈલમાં અનનોન મેસેજ આવ્યો," જો તારે કશ્યપની સચ્ચાઈ જાણવી હોય તો નીચે આપેલાં એડ્રેસ પર મળ.."

સાધનાએ રીપ્લાઈ આપ્યો," તું કઈ રીતે કશ્યપને ઓળખે છે.? શું સચ્ચાઈ જણાવી છે?"

પાછો મેસેજ આવ્યો," એ તો તને આ એડ્રેસ પર જ ખબર પડશે.. કલાકમાં ત્યાં આવી જા.."

સાધનાએ એ નંબર પર ફોન કર્યો પણ સ્વીચ ઓફ બતાવતાં હતાં. હવે સાધનાને જવા સિવાય છૂટકો નહોતો. કેમકે વાત કશ્યપ ની હતી. તેણે પહેલાં રોમિતને ફોન કર્યો પણ તે ઉપાડતો નહોતો. એટલે તેણે જવાનું નકકી કર્યું. તે ફટાફટ પોતાનું પર્સ લઈ તે જગ્યા પર પહોંચી ગઈ. પણ ત્યાં કોઈ દેખાયુ નહીં.ત્યાં જ અચાનક ગુંડા જેવાં દેખાતા લોકો ત્યાં આવ્યાં. સાધનાને બધી બાજુથી ઘેરી દીધી. તેમાંથી એક સાધનાને પકડીને ગાડી પાસે લઈ જવાં ગયો પણ તે પહોંચે તે પહેલાં જ એક જોરદાર મુક્કો તેના ચહેરા પર આવ્યો. સાધનાએ જોયું તો કશ્યપ હતો. તે ખુબ જ ખુશ થઈ ગઈ. કશ્યપે ઈશારા થી જ સાધનાને ગાડી માં જવા કહ્યું પણ સાધનાએ ના પાડી. તે પણ ગુંડાઓને મેથીપાક ચખાડ્વા માંગતી હતી.

કશ્યપે ગુંડાઓને ખૂબ જ માર માર્યો પણ કયાંકથી અચાનક ગોળીનો અવાજ આવ્યો. એક ગુંડાએ કશ્યપ સામે બંદૂક રાખી હતી. તેણે કહ્યું," આ છોકરીને અમારે હવાલે કરી દે નહીંતર આ બંદૂક તારી સગી નહીં થાય.."

કશ્યપે ઉંચા અવાજે કહ્યું," જે થાય તે કરી લેજો પણ આને હું કઈ જ નહીં થવા દઉ.."

પેલો ગુંડો ખુબ જ ગુસ્સે ભરાયો. તેણે ગોળી ચલાવી પણ આ શું...ગોળી કશ્યપની જગ્યાએ સાધનાને વાગી હતી. તે ત્યાં જ નીચે પડી ગઈ.. પેલા ગુંડાએ પણ બીજી ગોળી છોડી જે રોમિતને હાથ પર લાગી.. સાથે સાથે પોલીસ પણ આવી ગઈ. ગુંડાઓને પકડીને જેલની પાછળ નાંખી દીધા.. રોમિત અને સાધનાને પણ હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા. કશ્યપ તો હજી પણ શોકમાં ડૂબેલો હતો. ત્યાં જ ડોક્ટર બહાર આવ્યા," રોમિતને સારું થઈ ગયું છે..પણ..."

કશ્યપે ચિંતામાં પુછ્યુ," પણ શું ડોક્ટર સાધના.. થીક તો છે ને ?"

ડોક્ટરે કહ્યું," તેની કંડીશન ખુબ જ ગંભીર છે.. કંઈપણ કહેવું મુશ્કેલ છે.. બધું સારું થઈ જશે.." એટલું કહીને ડોક્ટર જતાં રહ્યાં... કશ્યપ ખુબ જ રડ્યો. એક એક ક્ષણ તેના માટે ખુબ જ ભારે હતી.. તે હવે સમજી ગયો હતો કે સાધના જ તેનું જીવન છે.સાધનાએ જ તેને પુનર્જીવન આપ્યું છે..

તે ભગવાન પાસે સાધનાના પુનર્જીવનની પ્રાર્થના કરી રહયો હતો.. એક દિવસ વીતી ગયો પણ સાધનાની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. રડી રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. રોમિત હવે સાજો થઈ ગયો હતો તેણે પણ કશ્યપને હિંમત આપી.. બે દિવસ પછી કશ્યપે કહ્યું," મારે સાધનાને મળવું છે.." ડોક્ટરે હા પાડી.

તે અંદર ગયો. સાધનાને જોઈને તેની આંખો પાછી આંસુઓથી ભરાય ગઈ. પણ સાધનાનો હાથ પકડી બોલ્યો," શું આટલો જ સાથ આપવાનો હતો તારે? તે કહ્યું હતું ને કે બીજી કોઈ સારી પાર્ટનર મળી જાશે..તો એ તું જ છો.. મને તારો સાથ જોઈએ છે.. પ્લીઝ જલ્દી ઉઠ હવે.. "

ત્યાં જ તેનો હાથ સાધનાએ પહેરેલા બ્રેસલેટ પર અડ્યો અને કહ્યું," સાધના.. હું તને ખુબ જ પ્રેમ કરું છું..પ્લીઝ આંખો ખોલ.."

જાણે તેના શબ્દોની અસર થઈ હોય એમ સાધનાએ હળવેકથી આંખો ખોલી. આ જોઈને કશ્યપ ખુશ થઈ ગયો. તેણે જલ્દીથી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કહ્યું," હવે ચિંતાની કોઈ વાત નથી. બસ આરામની જરૂર છે.."

ડોક્ટર જતાં રહ્યાં પછી રોમિત પણ પાટ્ટા બાંધેલા હાથે સાધના પાસે આવ્યો.. કશ્યપે કહ્યું," યાર તમારાં જેવા મિત્રોએ મારા માટે થઈને ગોળી ખાધી.. હું સાચે જ નસીબવાળો છું કે મને તમારા જેવા મિત્રો મળ્યા.."

રોમિતે કહ્યું," અરે યાર.. તારા માટે તો જાન પણ હાજર છે.. એ તો સમજાયું કે હું મિત્ર છું પણ સાધના ખાલી મિત્ર જ છે?"

કશ્યપે કહ્યું," ના ના... જેણે મને પુનર્જીવન આપ્યું તે મારી ખાલી મિત્ર ના જ હોય.. હવે સાધના તને હું કહી જ દઉ છું કે તું મારી લાઈફમાં એક સાચી સાથી છો.. શું તું બનીશ મારી જીવનસાથી?? મને ફિલ્મોમાં જેમ પ્રપોઝ કરે તેમ નથી આવડતું પણ મેં કોશિશ કરી છે.. "

રોમિતે સીટી મારી.. સાધનાએ કહ્યું," હા.. પણ હું અત્યારે બચી ગઈ તેનું કારણ પણ તું જ છો. મને પાછું પુનર્જીવન તારા લીધે જ મળ્યુ છે. કયાંકને કયાંક હું પણ તને પ્રેમ કરવા લાગી હતી. જયાંરે ગોળી તારી તરફ વાગી ત્યારે હું જલ્દી થી ત્યાં આવી ગઈ.. પણ મેં જે કર્યું તે તો કઈ જ ના કહેવાય. તું તો નિસ્વાર્થ ભાવે ડયુટી બજાવે છે.મને આજે કહેતા ગર્વ થાઈ છે કે હું એક આર્મી ઓફિસરની વાઈફ બનીશ.."

કશ્યપ આંસુ સાથે સાધનાને ભેટી પડયો..

થોડાં દિવસ પછી સાધનાને સારૂં થઈ જતા કશ્યપ અને સાધનાના લગ્ન થઈ ગયા. જેણે ગોળી ચલાવી હતી તે સાધનાની જ કંપનીનો માણસ હતો જેણે બદલો લેવા આ બધું કર્યું હતું એવું કબુલ કર્યું. તેણે કોર્ટે ફાંસીની સજા આપી..

રોમિત પણ સાધના અને કશ્યપને જોઈને ખુશ હતો.. તેણે પણ પોતાની મિત્રતા બખૂબી રીતે નિભાવી..
......

દસ વર્ષ પછી..

કશ્યપનુ પ્રમોશન મેજર તરીકે થયું હતું.. સાધનાની એક બુક પણ છપાઈ હતી જેમાં તેણે તેની પ્રેમકથાને વર્ણવી હતી.બંનેને એક છોકરી હતી જેનું નામ તેઓએ નિર્ભયા રાખ્યું.. કેમકે કશ્યપ પણ તેને સાધનાની જેમ નિર્ભય બનાવવાં માંગતો હતો. બંને ખુબ જ ખુશ હતાં તેના પુનર્જીવન થી...

પ્રેમ એટલે...
પહેલી નજરથી,
પાનેતરથી,
પુનર્જીવન સુધી પ્રાણ ના પ્રણ.

પુર્ણ.

એક સલામ આર્મીના જવાનોને... સાધના જેવી પત્નીને... રોમિત જેવા મિત્રને...

"તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે."

આશા રાખું છું કે આ ટૂંકી વાર્તા જરૂર ગમી હશે..💐💐