The image of honesty books and stories free download online pdf in Gujarati

ઇમાનદારી ની છબી


"જે ઇમાનદાર છે તેને સાચો મિત્ર જાણવો"


અત્યારના સમયમાં બહુ ઓછા લોકો ઇમાનદારી પૂર્વક બોલતા અને કામ કરતા હોય છે. નાના નાના કામકાજમાં અને નાની નાની વાતો માં પણ જુુઠ અને ફરેબની મદદ લેતાં હોય છે.


એક દુકાન વાળો માણસ વેચાણ માટે ની વસ્તુઓ ગ્રાહક ને વજનમાં ઓછી આપીને કાં તો હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ આપીને છેતરે છે. જે તેની ઇમાનદારીમાં ખોટ અને ઉણપ બતાવે છે.


એક કામદાર માણસ પોતાના માલિક પ્રત્યે વફાદાર નહીં રહીને ખોટા અને આડા અવળાં બહાના બોલીને કામમાં સમય વેડફે છે અને કામનાં પોડકશનમાં હાની પહોંચાડે છે.


બે મિત્રો પણ એક બીજાના વ્યવસાયમા જો ઇમાનદારી ના રાખે તો તેઓને ધંધામા અસફળતા મળે છે.


એક પત્ની અને પતિ એકબીજા સાથે સમજદારી અને ઇમાનદારીથી સાથે રહે અને વર્તન કરે તો તેનું લગ્ન જીવન સફળ થાય છે.


એક શિક્ષક વિદ્યાથીઓ ને જો ઇમાનદારીથી ભણાવે તો તે વિદ્યાથીઓ ભણવામાં હોશિયાર બને છે અને આગળ જતાં ઉંચી પદવી મેળવે છે અને તે શિક્ષક ને ભવિષ્યમાં પણ યાદ રાખે છે.


આમ એક રીતે જોવા જઈએ તો ઈમાનદારીની છાપ બહુ મોટી પડતી હોય છે.


"જો મનુષ્ય ઈમાનદાર ના રહે તો દુઃખ પણ તેની પાસે જ રહે છે"


એક સમયે કરજુ નામનો ડાકુ અને તેના સાથીઓ જંગલ વિસ્તારમાં આવેલી ગુફામાં રહેતા હતા. ગામે ગામે જઈને લૂટ કરતા અને જે ધન અને ઝવેરાત મળે તે ગુફામાં લઈ આવતા.


એક વાર ગામ મા લૂંટ કરવા ગયા ત્યારે એક કિશોર વય નો અનાથ બાળક મળ્યો અને કરજુ ડાકુ ને તેના પર દયા આવી અને પોતાની સાથે લઈ લીધો. કરજુ ડાકુએ તેનુ નામ સરજુ આપ્યુ.


હવે તેજ કિશોર વયનો સરજુ છોકરો ધીરે ધીરે મોટો થયો અને ડાકુની ટોળકી સાથે હળી મળીને ચોરી અને લૂંટ ફાટ કરવા લાગ્યો. સરજુ ને તે પોતાના દીકરા ની જેમ રાખતો આથી જે કરજુ ડાકુ કહે તેજ કરે.


સમય જતા આ કરજુ ડાકૂ થોડા બીમાર રહેવાથી મોડે સુધી સુઈ રહેતા અને તેને એની એક આદત બની ગઈ. ઘણી વખત ફક્ત તેના સાથીદારો ને ગામમાં લુટ કરવા મોકલી દેતા. આથી રોજ સવારે બાકીના સાથીઓ જાગી જાય એટલે તેના એક સાથી ને આ મનમાં બહુ ખટકતુ.


આથી તે સાથી બીજા સાથીઓ ને કહેતો કે આપણે બધા રોજ સવારે જાગી જઈએ અને આપણા સરદાર કરજુ ડાકુ સુતા રહે છે અને તે લુટ કરવા પણ આવતા નથી આથી તેની લીધે ચોરી અને લૂંટ ફાટ પણ ધણી અસર પડે છે અને તેણે બીજા સાથીઓ ને પણ ખોટી કાન ભંમભેરણી કરીને તેને ડાકુની વિરુદ્ધ ઉશ્કેરતો.


હવે કરજુ ડાકુ ને તો આ વાત ની ખબર ના હતી પણ તેના યુવાન છોકરો સરજુ ને આ લોકો ની વાતો અને ઈશારની ભણક લાગી. અને એકવાર તેણે બધી ઉશ્કેરી ભરી વાતો જાતે સાંભળી.


આથી સરજુ છોકરો તેના સાથીદારો ને ખબર ના પડે તે રીતે આ બધી વાતો કરજુ ડાકુને કહે છે. આમ ડાકુ ઘણો ખુશ થયો અને મનમાં વિચાર કર્યો કે મને ખરેખર સાચો ઇમાનદાર છોકરો મળ્યો છે. અહી સરજુ છોકરાની ઈમાનદારી ઉપસી આવે છે.


"મનુષ્ય જન્મ થી ઈમાનદાર નથી હોતો પરંતુ ઈમાનદારી કેળવવી પડે છે"


આ કારણથી સરજુ ડાકુએ તેના બધા સાથીઓ ને બોલાવ્યા અને બધી વાતો અને ફરીયાદ સાંભળી અને પોતાની આદત બદલ઼વાનો ભરોસો આપ્યો અને સાથે સાથે પેલા અપ્રમાણિક ડાકુને પણ સજા કરીને છોડી મૂકયો.


જે રીતે ગંદા પાણીને જુદા જુદા પડ એટલે માટી, પથ્થર અને ચારકોલ માંથી પસાર કરવામા આવે તો ગંદુ પાણી પણ શુદ્ધ અને પીવા લાયક બને છે અને અશુદ્ધ કચરો ત્યા નો ત્યા પડમાં પડયો રહે છે, તેજ રીતે આપણુ જીવન જ્યારે ઇમાનદારી ના જુદા જુદા પડ માંથી પસાર થાય છે ત્યાર પછી જીવન શુદ્ધ બને છે અને બાકીના ખરાબ અવગુણો શુદ્ધ જીવન માં પ઼વેશતા નથી.


આમ એક બીજા સાથે ઘનિષ્ઠ રીતે સાથે રહેવાથી પ્રેમ અને ઈમાનદારી નો જન્મ થાય છે.


"The world will change if we change"

"જો આપણે બદલીશું તો દુનિયા બદલાઈ જશે"



મનોજ નાવડીયા.

Manoj Navadiya.

E mail: navadiyamanoj_62167@yahoo.com