Puja ni vyatha - 2 books and stories free download online pdf in Gujarati

પૂજા ની વ્યથા - 2

ચિરાગ ભાઈ એમના પરિવાર સાથે પૂજા ના ઘરે આવે છે, પૂજાના માતા પિતા મેહમનોનું સત્કાર ભર્યું સ્વાગત કરે છે, ત્યાજ પૂજા પાણી લઈ ને આવે છે, ચિરાગ ભાઈ ને મીનાબેન તો નાજુક નમણી પૂજા ને જોતાજ રહી જાય છે ને મનમાજ વિચારે છે કે જો આ પૂજા આપણા ઘરની વહુ બની જાય તો to સાક્ષાત લક્ષ્મી જ ઘરે આવી જાય. મીનાબેન પૂજાને પોતાની બાજુમાં બેસાડે છે ને વાતો કરે છે, આબાજુ શિવ તો બસ એક જ નજરથી પૂજાને જોતો હોય છે, જ્યારે પૂજાનું ધ્યાન શિવ પર ગયુ શિવ નજર જુકવી દીધી. આ મીનાબેન જોઈ જાય છે, એટલે એમણે પૂજાના મમ્મી પપ્પા ને કહ્યું કે હવે પૂજા ને શિવ ને એકબીજાથી જે કંઈ પૂછવું હોય તો એ લોકો અલગ જઇ ને વાત કરી શકે છે,આ વાત સાંભળી બંને શરમાઈ જાય છે, એટલે પૂજાના પપ્પા પૂજાને કહે છે કે બેટા શિવ ને અંદર રૂમમાં લઈ જા ને આરામથી તમે બંને વાતું કરો અહી તારી મમ્મી સાંભળી લેશે.

પૂજા ને શિવ વચ્ચેનો સંવાદ:

પૂજા: જય શ્રી કૃષ્ણ 🙏 બેસો ને.

શિવ: ખુરશી પર બેસે છે ને પૂજા ને પણ બેસવાનું કહે છે.

શિવ: પૂજા તમે આજ કૈક નર્વસ લાગો છો કે પછી રોજ આવાજ મૂડમાં હોવ છો?

પૂજા: નાના આતો આજ પેલીવાર કોઈ અણજાણ વ્યક્તિ મારી સાથે આમ એકલામાં વાત કરી રહ્યો છે એટલે જ થોડી નર્બસનેસ તો રેવાનીજ.

શિવ: પૂજા ચિંતા નાં કરો તમે હું કઈ તમારી પરિક્ષા નથી લેતો.

પૂજા:(હસે છે).

શિવ: તમે હસતા ખૂબ સુંદર લાગો છો.

પૂજા: thank you.

શિવ: તમને જે કંઈ પૂછવું હોય તે પુછી શકો છો.

પૂજા: લગ્ન કરવા પર કોઈ દબાણ તો નથી ને તમારી મંજૂરીથીજ તમે અહી આવ્યા છો?

શિવ: મારે હમણાં લગ્ન નોતા કરવા પણ પપ્પા એ તમારા ખૂબ વખાણ કર્યા ને એકવાર મળવા કીધું એટલે આવ્યો છું,
પણ હવે લાગે છે કે સાચા ઠેકાનેજ આવ્યો છું.

પૂજા: તમારા શોખ શું છે?

શિવ: ફરવું ને કામ કરવું,
મને મારા કામનું ગાંડુ વળગણ છે, ને કોઈ એમાં મને ટોકે તો મૂડ ઓફ થઈ જાય, ગુસ્સો આવે ને એ ગુસ્સો શાંત કરવા હું લોંગ ડ્રાઈવ પર જતો રહું.

પૂજા: શું કામ કરો છો તમે?

શિવ: અંકલે મથી કીધું તમને?

પૂજા: ના મે કંઈ પૂછ્યું પણ નથી પપ્પા ને મને પપ્પાની પસંદ પર પૂરો ભરોસો છે એ મારી માટે સારું ઠેકાણું શોધશે.
તમને જે કઈ પૂછવું હોય તો.....

શિવ: તમારા શોખ?

પૂજા: નૃત્ય, ગીત ગાવા, ફરવું, કૂકિંગ.

શિવ: હું તમને પસંદ છું?
તમારો જવાબ શું છે?

પૂજા: મારો જવાબ હું મારા પપ્પા ને આપીશ.
તમારો જવાબ???

શિવ: (હસે છે) હું પણ મારો જવાબ મારા પપ્પા ને જ આપીશ

બન્ને હસે છે.
પૂજા: હજુ કંઇ પૂછવું હોય તો પુછી શકો છો,
પછી ના કેજો કે મે મોકો જ નાં આપ્યો.

શિવ: બધાજ સવાલ ના જવાબ મળી ગયાં, હવે કંઈ બાકી નથી.

પૂજા: તો બારે જઇશું?

શિવ: ચોક્ક્સ.

બંને બારે જય છે પોત પોતાના જવાબ આપવા.

ક્રમશ:

મિત્રો તમને શું લાગે છે શું હસે બન્ને ના જવાબ?
શું શિવ- પૂજા નો જવાબ સરખો જ હસે?
જાણવા માટે આવતા ભાગ નિ રાહ જુઓ
ને તમારા કિંમતી મંતવ્યો જરૂર જણાવજો.
તમે સાથ આપતા રેજો.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

B ve