Puja ni vyatha - 4 books and stories free download online pdf in Gujarati

પૂજા ની વ્યથા - 4

આગળના ભાગમાં આપણે જોયુ કે પૂજા એના પપ્પાને પોતાનો જવાબ હા છે એવું જણાવે છે,પણ આબાજુ શિવ હજુ મુંજયલો છે, બંનેના જીવનની ગાડી હવે કેવીરીતે આગળ વધે છે તે જોઈએ.

બીજા દિવસે સવારે ચિરાગભાઈ ડાઇનિંગ રૂમ માં શિવની મમ્મીને પૂછે છે, શિવે કોઈ જવાબ આપ્યો?
શિવના મમ્મી કહે છે કે ના હજુ કઇ નથી બોલ્યો પણ કાલથી જ્યારથી પૂજાથી મળીને આવ્યો છે ત્યારથી થોડો મૂંજયલો મુંજાયલો લાગે છે, કૈક વિચારતો હોય એવું લાગ્યા કરે છે, હમણાં આવે એટલે પુછી જોઉં છું, તમે ચીંતા ના કરશો, કે થશે એ સારું જ થશે. શિવ નાસ્તા માટે નીચે આવતો હોય છે ત્યાજ મમ્મી પપ્પા ની વાત સાંભળી પાછો જતો રે છે,
પોતાના રૂમમાં જઈ ને વિચારે છે કે એ કામિની ને પસંદ કરે છે પણ હજુ સુધી એને કંઈ બોલી નથી શક્યો કામિની ના મનમાં શું હસે? શિવ વિચારતો હોય છે ત્યાજ તેના મમ્મી આવે છે ને શિવ ને એના જવાબ વિશે પૂછે છે. શિવ વિચારવા માટે આજ રાત સુધીનો સમય માંગે છે ને રાતે પોતાનો જવાબ આપશે એવુ કહે છે.

અહી પૂજા પોતાનો ઓર્ડર પુરો કરી ને ઘરે આવે છે, જ્યાં એની મમ્મી ને ચિંતામાં જોઈ ને સવાલ કરે છે કે કેમ મમ્મી તું આમ કયા વિચારોમાં ખોવાયેલી છે? કોઈ વાત છે?? કોઈ ટેન્શન છે કે?? તો પૂજાની મમ્મી શિવ વિશે વિચારે છે એવું કહે છે.પૂજા કહે છે કે માં તું ચિંતા નાં કર કાના એ નસીબમાં જે કઈ લખ્યું હશે એ થશેજ ને મને મારા કાના પર પુરો વિશ્વાસ છે કે એ મારી સાથે કઈ ખરાબ કે ખોટુ નહીં જ થવા દે, માટે તુ ચીંતા ના કર ને લે આ ગરમાગરમ ચા પી એટલે થોડી રાહત ને શાંતી થાય તને. પછી બંને મા દિકરી હસી ને ચા પુરી કરે છે ત્યાં સુધી તો ટ્યુશન વારા છોકરાઓ આવે છે ને બંને એમાં વ્યસ્ત થઈ જાય છે.

ખૂબ વિચાર કરીને આજ શિવ પૂજા સાથે લગ્ન ની હા કહે છે, ને એનો જવાબ સાંભળીને ચિરાગભાઈ ને મીના બેન તો બૌજ રાજી રાજી થઈ જાય છે, ચિરાગભાઈ પૂજાના પપ્પા ને ફોન કરી ને શિવની હા છે એવુ જણાવે છે તો સામે પૂજાના પપા પણ પૂજાની હા છે એવુ કહે છે,
બંને પક્ષે વધાઈઓ આપવાની શરૂ થઈ જાય છે ને આવતા રવિવારે ગોળ ધાણા ની વિધિ રાખવાનું નક્કી કરે છે.
પૂજા તો આ સાંભળીને એના કાના સાથે વાત કરવા એના રૂમમાં પોચી જાય છે.
કાના કાના કાના ઓ મારા કાના તારો ખૂબ ખૂબ આભાર તે શિવ જેવો જીવન સાથી મારી માટે મોકલ્યો, આજ હું બઉ બઉ બઉ ખુશ છું,Thank you thank you thank you so much. બસ આમજ ખુશ થઈ ને આજ પૂજાને ક્યારે ઊંઘ આવી ગઈ ખબરજ ન પડી.

અહી શિવ પણ પૂજા વિશે જ વિચારતો હોય છે કે પૂજા સારી છોકરી છે, સુંદર ને સંસ્કારી છે, કદાચ સારી જીવનસાથી પણ સાબિત થઈ જાય, બાકી જેવી ભગવાન ની મરજી, ને મારા ફેંસલા થી મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ છે બસ એમની ખુશી ને આશીર્વાદ થી મોટું કંઈ નથી.

ચાલો મિત્રો આવતા રવિવારે ગોળ ધાણા માટે તૈયાર રેજો.
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

આપના સાથ સહકાર બદ્દલ ખુબ ખુબ આભાર.

આપનો સાથ આમજ આપતા રેજો,

આવતા અઠવાડિયે જોઈએ શિવ પૂજા ના જીવનમાં કેવા કેવા સંજોગો આવે છે.

જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏