Mera Beta Aayaa tha books and stories free download online pdf in Gujarati

મેરા બેટા આયા થા

ઇન્ડિયા આવે એક અઠવાડિયું થયું. જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી. અક્ષરધામમાં હું એકલોજ છું. અક્ષરધામ, એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતાકરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો.

આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ અમારામાં છાંયલા મહારાજ પ્રતિ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું દર્શન કરવા જાઉં જ.

ચા પીતાપીતા અક્ષરધામ અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ ધસી આવ્યું. હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં મન પણ સરવા માંડ્યું એ લોકોની સાથે. “આપણા જીવનમાં આવતાં લોકો શું કોઈ ઋણાનુબંધથી જ આવતા હશે..??? કર્મનો કાયદોતો કહે જ છે કે ગયા જન્મની લેણદેણનો હિસાબ આ જન્મે થાય છે.

ગોપાલસિંગ,આસુસિંગ,ઇન્દ્રવદન, હસવંત...શારદા, મણીબહેન....! આ બધાનો મારા પ્રત્યેના ભાવ, આદર અને લાગણી, મને તરબતર કરી ગયાં છે. તદ્દન નિસ્વાર્થપણે સતત મારી મારી સેવા કરી છે. વર્ષ ૨૦૦૬મા હું જ્યારે મૃત્યુના દરવાજે દસ્તક દેતો ઉભો હતો ત્યારે એ લોકોએ એમની જેનામાં શ્રદ્ધા હતી એ દેવ- દેવીને આજીજી કરી...પ્રાર્થના કરી...ઇબાદત કરી. ગોપાલસિંગે રાત-દિવસ જોયા વગર મારી ખૂબ સેવા કરી અને એમની સાથે લેણદેણેય કેવી..! હું અમેરિકા કાયમ માટે ગયો અને એના છ-આઠ મહિનામાંજ ગોપાલસિંગે પણ દેહ છોડી દીધો.

આસુસિંગ અમારા માળી. વર્ષો સુધી અમારી સાથે રહ્યા પછી એ દેશમાં-રાજસ્થાન જતા રહ્યા. બે-ત્રણ વર્ષ પછી એક દિવસ અચાનક વહેલી સવારે અક્ષરધામ આવ્યા અને મને જોઇને એમને હાશ થઇ. મારા માથે અને ચહેરા પર હાથ ફેરવ્યો અને ખાતરી કરી કે એ સપનું તો નથી જોતાને...! રસોડામાં જઈ બે-ત્રણ ગ્લાસ પાણી પી આવ્યા. આ એ સમય હતો જ્યારે મારી હાર્ટ સર્જરી પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. અચાનક આવવાનું મેં કારણ પૂછ્યું તો એમની આંખો ભરાઈ આવી અને કહે: “સાહેબ બે દિવસ પહેલા મને મારા “ભેરુ બાબા”સપનામાં આવ્યા અને કહ્યું તારા સાહેબ મુશ્કેલીમાં છે, એટલે હું તો રાતની બસ પકડીને આવી ગયો. બસ હવે તમને જોયા એટલે મને શાંતિ થઇ. મારા ભેરુબાબાએ તમને મળવા મોકલ્યો સાહેબ.” ભેરુબાબા એટલે કાલ ભૈરવ અને આસુસિંગ ભૈરવના ચુસ્ત ઉપાસક હતા.

ઇન્દ્રવદન અને હસવંત એ હરીજન પરિવારના બાપ-દીકરો આવતા જન્મે મારા દીકરા થઈને જન્મે તો નવાઈ નહિ. ઇન્દ્રવદન મારો પ્યૂન હતો અને મારી આંખ ફરે અને ઇન્દ્ર્વદનના પગ ફરે. એને ખબર હોય કે સાહેબને ક્યારે અને શું જોઇશે. મારી તમામ આદતોથી, વ્યસનોથી અને વ્યવહારોથી એ વાકેફ. થોડાં વર્ષો મારાથી દૂર થયો અને બસ, એ દારૂની લતે ચડી ગયો અને મરી ગયો. એનો દીકરો હસવંત નાનપણથી જ અમારી પાસે જ ઉછેર્યો. આજે પણ અમને પપ્પા-મમ્મીજ કહે છે. અક્ષરધામનું અંગત ખાનગી બધું એને ખબર હોય.

**** **** ****

એક્ષપ્રેસ હાઈવે પર ગાડી ૧૦૦ કિમી ની ઝડપે દોડી રહી છે. મન એનાથીયે વધારે ગતિથી મારા ગામ ભણી ભાગી રહ્યું છે. ભડક્દની હદમાં પ્રવેશતાં આવેલું તળાવ અને એના સામે પશ્ચિમ કાંઠે આવેલું મહાદેવનું બહુ જૂનું મંદિર. હું અને જમનાગીરી ત્યાં રોજ સાંજે આરતી કરવા જતા. જમનાગીરી મારો બાળપણનો દોસ્ત. તળાવના કાંઠે આવેલું પીલુડીનું ઝાડ અને એ ઝાડ પર ચડીને તળાવમાં ભૂસકા માર્યાનું યાદ આવ્યું. બા કપડાં ધોવા તળાવે જાય ત્યારે હું અને મારા ભાઈબંધ અચૂક એમની સાથે જતા અને મન ભરીને ધુબાકા મારતા. આજે એ વિચારતાં પણ કંપારી છૂટે છે પણ મને યાદ છે એક બાજુ ગામના ઢોર નહાય અને એની બાજુમાં અમે પણ નહાતા. એક નોસ્ટેલજીક અનુભૂતિ થાય છે…

ભાગોળમાં ગાડી પ્રવેશી અને સીધા છાંયલા મહારાજની દેરીએ ગયા... દર્શન અને બાધાનું કામ આટોપી ગામમાં એક ચક્કર મારીને અમદાવાદ જવા નીકળવાનું વિચાર્યું. ગામનાં ઘર...રસ્તા.... ઝાડ-પાન, ખડકી-મહોલ્લા, મંદિર-મહાદેવ, લોકો.... ઘણું બધું બદલાયેલું હતું. હું તો મારા ગામમાં મારું બાળપણ શોધતો રહ્યો.. મારા કાનમાં મહાદેવમાં થતી આરતીનો ઘંટારવ અને ભોળીભાળી જબાનમાં ગ્રામજનો દ્વારા કર્કશ અવાજમાં થતી આરતીનો નાદ સંભળાયો. ગાડી રોકાવી. બરોબર ગામના ચૌટામાં જ અમારી ખડકી અને ગામના મુખ્ય રસ્તા પર દાદાજીની દુકાન હતી એ અમારું ઘર દેખાયું.... અને એ સાથે સ્મૃતિનું આખેઆખું ધણ મારું શૈશવ લઈને આવી પહોંચ્યું.

અમે અમદાવાદ રહીએ એટલે વેકેશનમાં જવાનું થાય. એકાદ બે વર્ષે મારી મા, અમને બધા ભાઈઓને લઈને ભડકદ જાય ત્યારે દાદા અમને સ્ટેશનથી લેવા એકો મોકલે. મમ્મીને બધા જયાભાભી કહે, આમન્યા પણ ખૂબ રાખે. જહાંગીરકાકાને તો અગાઉથી જ ખબર હોય કારણ કે બા એ પહેલેથીજ મમ્મીની મદદમાં એમને રોકી લીધા હોય. પાણી ભરવા કુવે જવું પડે. આઘું ઓઢીને અને માથે બેડાં મુકીને ગામ વચ્ચેથી પાણી ભરીને આવવાનું. મમ્મીની ઉંમર નાની અને બેડાં માથે ઊંચકવાની પ્રેક્ટીસ નહિ એટલે એક વખત ગામ વચ્ચેજ બેડું પડી ગયેલું. બસ ત્યારથી જહાંગીરકાકાએ પાણી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધેલી.

“ શમુકાચીઈ.... ભૈશા’બ આ ભાભીને પોણી ભરવા શું કોમ મોકલો સો... ઉં છું નઅઅ...ઉં ભરી લાયે પોણી...પણ ભૈશાબ આ બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો” અમારા એકાદ મહિનાના રોકાણ દરમ્યાન જહાંગીરકાકા અમારી સેવામાં હોય. ક્યારેક શાકપાંદડું લઈ આવે અને બા ને કહે...” શમુકાચીઈઈઈ... લ્યો બર્યું ઉં આ તુવરની શેંગો અન પાપડી લાયો સુ તે આ શોકરાંઓન ભૈડકું કરી આલજો....” અમને જોઇને જહાંગીરકાકાનો હરખ ના માય. વળી પાછા બે-ચાર દિવસ થાય એટલે મોટી પવાલી ભરીને દૂધ લઈ આવે અને એમના વિલંબિત લય અને આગવા લહેકામાં બાને કહે “ શમુકાચીઈઈઈ આ શોકરાંઓન બચારોંનઅ અમદાદમોં ચ્યો દૂદપાક ખાવાનો મલવાનો..? તે લ્યો બર્યું મું આ દૂદ લાયો શુ તે ઓમને દૂદપાક કરી આલજો..” બાની જોડે બેસે ગામની બધી વાતો કરે અને બાની છીંકણીની ડબ્બીમાંથી મોટી ચપટી ભરીને બેય નાકમાં વારાફરતી છીકણી ચઢાવી દે.. એમની વિશિષ્ટ વેશભૂષા અને એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ અને એમનો બોલવાનો લહેકો તદ્દન સ્ત્રૈણ... દાદાની દુકાને થી પટાવાળું ભૂરું કે કથ્થઈ રંગનું કાપડ ખરીદે અને એક કાપડમાંથી લેંઘો અને સેન્ડો બંડી સિવડાવે. વાળ પાછળથી લાંબા રાખે. બા-દાદા એમને બહુજ સાચવે એટલે જહાંગીરકાકાને પણ એમના પર બહુ ભરોસો. બાને એ ક્યારેક શમુકાચી કહે તો ક્યારેક “બા” કહીને બોલાવે અને દાદાને તો એ હંમેશાં “બાપુ” જ કહે.

બા એ મારા જન્મ પહેલા બાધા રાખેલી અને મને ભીખારી કરેલો એટલે ગામમાં મારું નામ ભીખો-ભીખલો કે ભીખા શેઠ.

નાનપણમાં આપડે બહુ તોફાની અને દાદા બહુ ગુસ્સાવાળા એટલે ક્યારેક દાદા ચીડાય એટલે સોટી લઈને મારવા દોડે... મોટેભાગેતો હું એમના હાથમા ના આવું.... સીધો પહોંચી જાઉં જહાંગીરકાકાના શરણમાં. બસ પછી કોઈની તાકાત છે કે મને હાથ અડાડે...!! દાદાનો સામનો એ મક્કમતાથી કરે.. “ ઓવઅઅઅ... શેના મારવા દોડ્યા સો.....????? ના...ના આથ અડાડ્યો સ તો પશે તમારી વાત તમે જોણજો હા... ઓવ મોટા નેકળી પડ્યાશ શોકરાન બચારાન મારવા... મારા હમ છ જો અમાર ભીખાશેઠને આથેય અડાડ્યો સ તો..” દાદાને ધરાહાર પાછા વળવુંજ પડે...

આવી નાનીનાની અનેક ઘટનાઓ મારા બાળમાનસ પર અંકિત થઇ ગયેલી જે અત્યારે મન:તલ પર ઉભરી આવી.

એક વખત હું બહુ માંદો પડ્યો... તાવ ઉતારવાનું નામ જ ના લે.ગામમાં એકજ ડૉક્ટર અને એમની દવા ઉપરાંત ઘરના ઉપાયો અને શમુબાની બાધા-આખડી પણ તોયે કોઈ અસર ના થાય. જહાંગીરકાકાને ખબર પડી અને આવ્યા ઘરે... દિવસ-રાત મારી જોડે બેસી રહે.... એમણે કહ્યું: કે “આ મોહરમે ભીખાને તાબૂતના દીદાર કરાએશ...” અને પછી તાવ ઉતરવા માંડ્યો. ભડકદમા બહુ થોડા ઘર મુસ્લીમોના હોવા છતાં મોહરમે તાબૂત નીકાળે. યાદ આવે છે મને કે તાબૂતના દીદાર કરવા જહાંગીરકાકા લઈ ગયેલા ત્યાનું દ્રશ્ય જોઇને હું બહુ ડરી ગયેલો.

**** **** ****

કોઈકે જમનાગીરીને સંદેશો આપ્યો એટલે એ મને મળવા દોડી આવ્યો. મહાદેવના ઓટલે જઈને અમે બેઠા. બહુ વાતો કરી. જહાંગીરકાકાનું નામ લેતાં જ એણે કહ્યું:

“હવે જ્હોંગીરો ગામમાં બહુ બહાર નથી નીકળતો.”

“કેમ ??”

“એની મનોશારીરિક પરિસ્થિતિને કારણે છોકરાઓ એને બહુ હેરાન કરે છે.”

ગામમાં એમને નાનામોટા બધા જ્હોંગીરો કહીને જ બોલાવે છે. બહુ દુઃખ થયું એ સાંભળીને….હવે મારું મન અધીરિયું થઇ ગયું એમને મળવા. અમે બંને એમના ઘેર પહોંચ્યા અને હું તો આભો જ બની ગયો. એકદમ વૃદ્ધ, ક્ષીણકાય, પહોળી મોરીનો મેલોઘેલો સફેદ લેંઘો અને ઉપર બદામી રંગનું ફાટ્યું તૂટ્યુંશર્ટ પહેરેલું. ઢીચણ સુધી લેંઘો ઉપર ચડાવેલો અને ઉભડક બેસીને ચૂલા પર રોટલા બનાવતા હતા. બાજુમાં દીવેટોવાળા પ્રાયમસ પર શાક મુકેલું. ઓશરીમાં ચૂલો હતો અને બહાર મહોલ્લા તરફ એમની પીઠ હતી. મારા મનમાં જે જહાંગીરકાકાનું ચિત્ર હતું એતો સાવ ઊલટું થઇ ગયેલું....મારું બાળપણ જે જહાંગીરકાકા જોડે વીતેલું એ જહાંગીરકાકા તો ક્યાંય દેખાતા ન હતા. હું તો દુવિધામાં હતો અને એમને ઓળખીજ ના શક્યો. જમનાગીરીએ મને કહ્યું: “સામે ચૂલા પાસે રોટલા બનાવે છે એ જ છે તારા જહાંગીરકાકા” હું થોડો નજીક ગયો અને પાછળથી બુમ પાડી.

“ જહાંગીરકાકા ....!!!” એમણે કદાચ સાંભળ્યું નહીં કે પછી આ સંબોધન સાંભળવાની ટેવ એમના કાન ને છૂટી ગઈ હતી. મેં ફરી જરા જોરથી બુમ પાડી. “ જહાંગીરકાકા...!!”

એ ઉભડક બેઠાબેઠા જ પાછળ ફર્યા. “ કોણ હૈ બેટાઆઆઆઅ” એજ એમનો પાતળો અવાજ અને વિલંબિત લય.... મને આગંતુકને જોઇને જહાંગીરકાકા એકદમ ઉભા થઇ ગયા...પાછું યાદ આવતાં વાંકા વળી ને રોટલો કલાડીમાં ઉલટાવ્યો, શાકનો પ્રાયમસ ધીમો કર્યો અને તાવડીમાં શાક હલાવ્યું. બાજુમાં ડોલમાંથી સહેજ છાલક મારી હાથ ધોયા અને શર્ટની કોરથી હાથ લૂછ્યા....અને ફરી પૂછ્યું “ કોણ હૈ બેટાઆઆ..”

“જહાંગીરકાકા મને ના ઓળખ્યો...?”

“ ના બેટા, હાચુ... નઈ પે’ચાણા... અન અવ આ ઓંસ્યોય ઓછુ ભાળ સ..”

‘ જહાંગીરકાકા હું ભીખો.. ..”

“ ભીખો ....???”

“ હા હું ભીખો....અંબાલાલ શેઠનો...મધુભઈનો છોકરો, અમદાવાદથી આયો... આ બધા સંદર્ભોથી એકદમ ઓળખી ગયા અને એ પછીની એમની અને મારી પરિસ્થિતિનો અનુભવ એ જીવનની સૌથી વધારે આનંદમીશ્રીત દુઃખની ઘડી હતી.

“ભીખા...બેટાઆ... તું ચ્યોથી અત્તારઅઅ...!!!”

મેં મારું ભડકદ જવાનું કારણ કહ્યું.. જહાંગીરકાકા તો એવા રઘવાયા થઇ ગયા જાણે એમને થતું હતું કે શું કરું...? પાણી લેવા ગયા અને પાછા વળીને આવ્યા અને ખાટલો પાથર્યો. સુતરનું વા’ણ ભરેલો ખાટલો. ઠેર ઠેરથી દોરીઓ ખસી ગયેલી. ડામચિયા પરથી ગોદડી લાવીને એના ઉપર પાથરવા માંડી. ગોદડીની હાલત ખાટલા જેવીજ હતી. ગાભામાંથી બનાવેલી કાણા પડેલી મેલીઘેલી ગોદડી પાથરતા એ સંકોચાતા હતા એટલે મેં એમને કહ્યું.. “ જહાંગીરકાકા રહેવા દો હું અહીં નીચે બેસું છું”પણ એમને ખરાબ લાગશે એમ લાગ્યું એટલે હું એ જેમ કહે એમ કરતો રહ્યો.

એમણે તો વાતો કરવા માંડી અને રડવા માંડ્યું. એમના માટે એ ઘટનાજ એટલી આશ્ચર્યજનક હતી કે એમને કોઈ મળવા આવે કે એમની ખબર જોવા આવે. લોકોના ઉપહાસ અને ઉપેક્ષાએ એમને અત્યંત સંકોચી કાઢ્યા હતા. મારી અડોઅડ એ બેઠા હતા. મારા માથા અને ચહેરા પર એ હાથ ફેરવતા જાય અને ચોધાર આંસુએ એ રડતા જાય. “ મેરા બેટા... મારો ભીખો.. મારા દીકરા તું મારી ખબર લેવા આયો બેટાઅ....” આ પ્રેમની અનુભૂતિ એ મારા જીવનની સર્વોત્તમ ક્ષણ હતી... પછી તો બા-દાદા સાથેના બનેલા પ્રસંગો યાદ કરવા માંડ્યા અને કહેતા કહેતા રડવા માંડ્યા.

“ મારી બા અન મારા બાપુ ન ઉ બઉ વાહલો અતો ભીખા..!”

“મારી બા અન મારા બાપુ મન અંઇ મેલી અન અમદા’દ જતા રયા... પસ તો કુણ મારું..?? બેટા ઉ તો બઉ એકલો થઇ જ્યો. મારી બા મારી બઉ કારજી કરતી ‘તી. એક દાડો મન બઉ તાવ ચડ્યો અન ઉભોય ના થઇ હકુ તે મારા હાતર ખીચડી અન દૂદ લઈ ન આઈ મારી બા... મન ખવરાયુ અન પસે દાક્તર પોહેથી મારા હાતર દવા લઈ આઈ. મન દવા પઈ અન ચોંય હુધી મારી પડખે બેહી રઇ અન મારા મોથ પોણીનાં પોતા મેલ્યા. મારી બાન ઘેર જત મોડું થ્યુ તે મારા બાપુય હોધતા હોધતા આઈ ચડ્યા. એય મારી પોહે બેઠા...” નાના બાળકની જેમ રડી પડ્યા... હું બાજુમાં જ બેઠેલો પણ એમના ખભે હાથ મૂકીને આશ્વાસન આપવા જેવી મારી પરિસ્થિતિ જ નહતી. હું પણ મારા આંસુ ને નહતો ખાળી શકતો. હું એકાદ બે કલાક બેઠો હોઈશ પણ એમાંની એકાદ બે ઘડી જ એવી હશે કે જ્યારે એ રડ્યા ના હોય.

ફળિયામાં એ વારંવાર નજર દોડાવતા હતા અને એટલામાંજ એક નાનકડો છોકરો દેખાયો અને એમણે બુમ પાડી “ ઇમરાન ઓ બેટા ઇમરાન ઇધર આતો બેટા...જા તો મેરે બચ્ચે, દેખ મે’માન આયલે હૈ, જા બેટા મે’માન કે વાસ્તે શોડા લીયા....” મારામાં કંઇજ નથી પીવું એવું કહેવાની પણ હિમ્મત ન હતી. અનિચ્છાએ પણ હું સોડા ગટગટાવી ગયો. ક્યાંય સુધી વાતો કરી અને પછી મેં ઇજાજત માંગી...” જહાંગીરકાકા... હું જઉં...?”

“ જઈશ બેટા.... અવ ચાણે પાછો આયેશ....?? દેખ બેટા અવ તો મલાય કે નાય મલાય... મુંય અવ ઘૈડો થઇ જ્યો તે પશ અવ તો કોંય કેવાય નઈ બેટા...”

એમની ઇજાજત લઈને હું ત્યાંથી નીકળ્યો અને ત્યારે જોયેલા એમની આંખોનાં આંસુ ... એમનો આવજો કહેવા ઉંચો થયેલો હાથ....એમનો નિરાશ ચહેરો... હું નથી ભૂલી શક્યો... મહોલ્લામાંથી હું ડાબી બાજુએ વળ્યો ને મારી પીઠ દેખાતી બંધ થઇ ત્યારે પણ ઊંચા અવાજે એમના મહોલ્લામાં લોકોને સંબોધીને બોલાયેલા શબ્દો હજુ મારા કાનમાં પડઘાયા કરે છે.

“ મેરા બેટા થા....મેરા ભીખા..... અંબાલાલ શેઠ કા.... મેરી બા કા લડકા થા...મેરેકુ દેખને વાસ્તે આયા થા... મેરા ભીખા આયા થા....”

***********

ઇન્ડિયા આવે એક અઠવાડિયું થયું. જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી. અક્ષરધામમાં હું એકલોજ છું. અક્ષરધામ, એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતાકરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો.

આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ અમારામાં છાંયલા મહારાજ પ્રતિ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું દર્શન કરવા જાઉં જ.

ચા પીતાપીતા અક્ષરધામ અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ ધસી આવ્યું. હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં મન પણ સરવા માંડ્યું એ લોકોની સાથે. “આપણા જીવનમાં આવતાં લોકો શું કોઈ ઋણાનુબંધથી જ આવતા હશે..??? કર્મનો કાયદોતો કહે જ છે કે ગયા જન્મની લેણદેણનો હિસાબ આ જન્મે થાય છે.

ગોપાલસિંગ,આસુસિંગ,ઇન્દ્રવદન, હસવંત...શારદા, મણીબહેન....! આ બધાનો મારા પ્રત્યેના ભાવ, આદર અને લાગણી, મને તરબતર કરી ગયાં છે. તદ્દન નિસ્વાર્થપણે સતત મારી મારી સેવા કરી છે. વર્ષ ૨૦૦૬મા હું જ્યારે મૃત્યુના દરવાજે દસ્તક દેતો ઉભો હતો ત્યારે એ લોકોએ એમની જેનામાં શ્રદ્ધા હતી એ દેવ- દેવીને આજીજી કરી...પ્રાર્થના કરી...ઇબાદત કરી. ગોપાલસિંગે રાત-દિવસ જોયા વગર મારી ખૂબ સેવા કરી અને એમની સાથે લેણદેણેય કેવી..! હું અમેરિકા કાયમ માટે ગયો અને એના છ-આઠ મહિનામાંજ ગોપાલસિંગે પણ દેહ છોડી દીધો.

આસુસિંગ અમારા માળી. વર્ષો સુધી અમારી સાથે રહ્યા પછી એ દેશમાં-રાજસ્થાન જતા રહ્યા. બે-ત્રણ વર્ષ પછી એક દિવસ અચાનક વહેલી સવારે અક્ષરધામ આવ્યા અને મને જોઇને એમને હાશ થઇ. મારા માથે અને ચહેરા પર હાથ ફેરવ્યો અને ખાતરી કરી કે એ સપનું તો નથી જોતાને...! રસોડામાં જઈ બે-ત્રણ ગ્લાસ પાણી પી આવ્યા. આ એ સમય હતો જ્યારે મારી હાર્ટ સર્જરી પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. અચાનક આવવાનું મેં કારણ પૂછ્યું તો એમની આંખો ભરાઈ આવી અને કહે: “સાહેબ બે દિવસ પહેલા મને મારા “ભેરુ બાબા”સપનામાં આવ્યા અને કહ્યું તારા સાહેબ મુશ્કેલીમાં છે, એટલે હું તો રાતની બસ પકડીને આવી ગયો. બસ હવે તમને જોયા એટલે મને શાંતિ થઇ. મારા ભેરુબાબાએ તમને મળવા મોકલ્યો સાહેબ.” ભેરુબાબા એટલે કાલ ભૈરવ અને આસુસિંગ ભૈરવના ચુસ્ત ઉપાસક હતા.

ઇન્દ્રવદન અને હસવંત એ હરીજન પરિવારના બાપ-દીકરો આવતા જન્મે મારા દીકરા થઈને જન્મે તો નવાઈ નહિ. ઇન્દ્રવદન મારો પ્યૂન હતો અને મારી આંખ ફરે અને ઇન્દ્ર્વદનના પગ ફરે. એને ખબર હોય કે સાહેબને ક્યારે અને શું જોઇશે. મારી તમામ આદતોથી, વ્યસનોથી અને વ્યવહારોથી એ વાકેફ. થોડાં વર્ષો મારાથી દૂર થયો અને બસ, એ દારૂની લતે ચડી ગયો અને મરી ગયો. એનો દીકરો હસવંત નાનપણથી જ અમારી પાસે જ ઉછેર્યો. આજે પણ અમને પપ્પા-મમ્મીજ કહે છે. અક્ષરધામનું અંગત ખાનગી બધું એને ખબર હોય.

**** **** ****

એક્ષપ્રેસ હાઈવે પર ગાડી ૧૦૦ કિમી ની ઝડપે દોડી રહી છે. મન એનાથીયે વધારે ગતિથી મારા ગામ ભણી ભાગી રહ્યું છે. ભડક્દની હદમાં પ્રવેશતાં આવેલું તળાવ અને એના સામે પશ્ચિમ કાંઠે આવેલું મહાદેવનું બહુ જૂનું મંદિર. હું અને જમનાગીરી ત્યાં રોજ સાંજે આરતી કરવા જતા. જમનાગીરી મારો બાળપણનો દોસ્ત. તળાવના કાંઠે આવેલું પીલુડીનું ઝાડ અને એ ઝાડ પર ચડીને તળાવમાં ભૂસકા માર્યાનું યાદ આવ્યું. બા કપડાં ધોવા તળાવે જાય ત્યારે હું અને મારા ભાઈબંધ અચૂક એમની સાથે જતા અને મન ભરીને ધુબાકા મારતા. આજે એ વિચારતાં પણ કંપારી છૂટે છે પણ મને યાદ છે એક બાજુ ગામના ઢોર નહાય અને એની બાજુમાં અમે પણ નહાતા. એક નોસ્ટેલજીક અનુભૂતિ થાય છે…

ભાગોળમાં ગાડી પ્રવેશી અને સીધા છાંયલા મહારાજની દેરીએ ગયા... દર્શન અને બાધાનું કામ આટોપી ગામમાં એક ચક્કર મારીને અમદાવાદ જવા નીકળવાનું વિચાર્યું. ગામનાં ઘર...રસ્તા.... ઝાડ-પાન, ખડકી-મહોલ્લા, મંદિર-મહાદેવ, લોકો.... ઘણું બધું બદલાયેલું હતું.

હું તો મારા ગામમાં મારું બાળપણ શોધતો રહ્યો.. મારા કાનમાં મહાદેવમાં થતી આરતીનો ઘંટારવ અને ભોળીભાળી જબાનમાં ગ્રામજનો દ્વારા કર્કશ અવાજમાં થતી આરતીનો નાદ સંભળાયો. ગાડી રોકાવી. બરોબર ગામના ચૌટામાં જ અમારી ખડકી અને ગામના મુખ્ય રસ્તા પર દાદાજીની દુકાન હતી એ અમારું ઘર દેખાયું.... અને એ સાથે સ્મૃતિનું આખેઆખું ધણ મારું શૈશવ લઈને આવી પહોંચ્યું.

અમે અમદાવાદ રહીએ એટલે વેકેશનમાં જવાનું થાય. એકાદ બે વર્ષે મારી મા, અમને બધા ભાઈઓને લઈને ભડકદ જાય ત્યારે દાદા અમને સ્ટેશનથી લેવા એકો મોકલે. મમ્મીને બધા જયાભાભી કહે, આમન્યા પણ ખૂબ રાખે. જહાંગીરકાકાને તો અગાઉથી જ ખબર હોય કારણ કે બા એ પહેલેથીજ મમ્મીની મદદમાં એમને રોકી લીધા હોય. પાણી ભરવા કુવે જવું પડે. આઘું ઓઢીને અને માથે બેડાં મુકીને ગામ વચ્ચેથી પાણી ભરીને આવવાનું. મમ્મીની ઉંમર નાની અને બેડાં માથે ઊંચકવાની પ્રેક્ટીસ નહિ એટલે એક વખત ગામ વચ્ચેજ બેડું પડી ગયેલું. બસ ત્યારથી જહાંગીરકાકાએ પાણી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધેલી.

“ શમુકાચીઈ.... ભૈશા’બ આ ભાભીને પોણી ભરવા શું કોમ મોકલો સો... ઉં છું નઅઅ...ઉં ભરી લાયે પોણી...પણ ભૈશાબ આ બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો”

અમારા એકાદ મહિનાના રોકાણ દરમ્યાન જહાંગીરકાકા અમારી સેવામાં હોય. ક્યારેક શાકપાંદડું લઈ આવે અને બા ને કહે...” શમુકાચીઈઈઈ... લ્યો બર્યું ઉં આ તુવરની શેંગો અન પાપડી લાયો સુ તે આ શોકરાંઓન ભૈડકું કરી આલજો....” અમને જોઇને જહાંગીરકાકાનો હરખ ના માય. વળી પાછા બે-ચાર દિવસ થાય એટલે મોટી પવાલી ભરીને દૂધ લઈ આવે અને એમના વિલંબિત લય અને આગવા લહેકામાં બાને કહે “ શમુકાચીઈઈઈ આ શોકરાંઓન બચારોંનઅ અમદાદમોં ચ્યો દૂદપાક ખાવાનો મલવાનો..? તે લ્યો બર્યું મું આ દૂદ લાયો શુ તે ઓમને દૂદપાક કરી આલજો..” બાની જોડે બેસે ગામની બધી વાતો કરે અને બાની છીંકણીની ડબ્બીમાંથી મોટી ચપટી ભરીને બેય નાકમાં વારાફરતી છીકણી ચઢાવી દે..

એમની વિશિષ્ટ વેશભૂષા અને એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ અને એમનો બોલવાનો લહેકો તદ્દન સ્ત્રૈણ... દાદાની દુકાને થી પટાવાળું ભૂરું કે કથ્થઈ રંગનું કાપડ ખરીદે અને એક કાપડમાંથી લેંઘો અને સેન્ડો બંડી સિવડાવે. વાળ પાછળથી લાંબા રાખે. બા-દાદા એમને બહુજ સાચવે એટલે જહાંગીરકાકાને પણ એમના પર બહુ ભરોસો. બાને એ ક્યારેક શમુકાચી કહે તો ક્યારેક “બા” કહીને બોલાવે અને દાદાને તો એ હંમેશાં “બાપુ” જ કહે.

બા એ મારા જન્મ પહેલા બાધા રાખેલી અને મને ભીખારી કરેલો એટલે ગામમાં મારું નામ ભીખો-ભીખલો કે ભીખા શેઠ.

નાનપણમાં આપડે બહુ તોફાની અને દાદા બહુ ગુસ્સાવાળા એટલે ક્યારેક દાદા ચીડાય એટલે સોટી લઈને મારવા દોડે... મોટેભાગેતો હું એમના હાથમા ના આવું.... સીધો પહોંચી જાઉં જહાંગીરકાકાના શરણમાં. બસ પછી કોઈની તાકાત છે કે મને હાથ અડાડે...!! દાદાનો સામનો એ મક્કમતાથી કરે.. “ ઓવઅઅઅ... શેના મારવા દોડ્યા સો.....????? ના...ના આથ અડાડ્યો સ તો પશે તમારી વાત તમે જોણજો હા... ઓવ મોટા નેકળી પડ્યાશ શોકરાન બચારાન મારવા... મારા હમ છ જો અમાર ભીખાશેઠને આથેય અડાડ્યો સ તો..”

દાદાને ધરાહાર પાછા વળવુંજ પડે...