Love Blood books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-57

લવ બ્લડ
પ્રકરણ-57
રીતીકા અને સુરજીત ઉપર એમનાં રૂમમાં ફ્રેશ થવા આવ્યાં. સુરજીત અને રીતીકાએ ફરીથી સાથેજ બાથ લીધો થોડો પ્રેમ કર્યા પછી સુરજીત બોલ્યો "અત્યારે બીજો મૂડ નથી હમણાં કલાક પછી મીટીંગ અને પાર્ટી છે મનમાં એનાજ વિચારો છે એટલે....
રીતીકાએ અટકાવતાં કહ્યું "હું બધુ સમજુ છું ડાર્લીંગ એમ કહી સુરજીતને ચૂમી લીધો અને બોલી"હવે મીટીંગમાં તારેજ બધુ સેટ કરવાનું છે બાબાને જમીન-બગીચા બાબતે મચક ના આપીશ એ શું કરી લેવાનો છે ?
સુરજીતે કપડાં બદલતાં કહ્યું "ચિંતા ના કર મેં બધુંજ વિચારી રાખ્યુ છે અને રાત્રે તો ઘણાં પ્લાન એક સાથે એક્ટીવ થવાનાં છે બાવાને સ્વપ્નેય ખ્યાલ નથી આવવાનો કે શુ થવાનુ છે એટલે હું નિશ્ચિંત છું અને મારી બધી તૈયારી સુરજીતે પોતાનાં કોટનાં અંદરનાં હોઠ પર ચુંબન કરી કહ્યું "ચલ નીચે જઇએ ? સામાન મેં પેક જ રાખ્યો છે ગમે ત્યારે નીકળી જવાની નોબત આવે.
આ ડમરૂનાથ ઘણો ચાલાક છે સાંજની મીટીંગ રાખી છે. પછી રાત્રી થવાની એટલે બધી પરિસ્થિતિ એનાં કાબુમાં રાખી છે કોઇ રાત્રીમાં શું કરી લેવાનુ છે ? એનાં આટલાં માણસો છે પણ... ચાલ નીચે જઇએ બધો સીનારીયો જોઇએ પછી વાત.
*************
ડમરૂનાથે પ્રવારને બોલાવ્યો આ તારું કઇ જાતનું કામ છે ? યુ રાસ્કલ... કન્ટ્રોલરૂમમાં હું બેઠો હતો આ લોકોનાં રૂમનું રેકોર્ડીંગ ચેક કરતો હતો શરૂઆતમાં રૂમમાં પ્રવેશ કરે છે પછી કંઇ રેકર્ડજ નથી થયુ એ સુરજીત.. એમ કહીને દાંત કચકચાવ્યા.. એણેજ સીસ્ટમ બધી ફેઇલ કરી છે પેલી ઢીંગલીની કોઇ હેસીયત નથી આપણાં હાથમાં કોઇ રેકોર્ડીંગ નથી ? તને ખબર ના પડી ? તેં ચેક નહોતું કર્યું ?
પ્રવારે કહ્યું "એ લોકો જેવાં રૂમમાં ગયાં ત્યારે જોવા આવેલો કે રેકોર્ડીગ થાય છે ને ? એ જોયુ કે ચાલુ છે પછી હું આ બધી વ્યવસ્થામાં ચેક કરવા આવી જ નથી શક્યો પણ બોસ એ બે વચ્ચે કંઇક લોચો તો છે જ...
બાવાએ ડોળા કાઢીને કહ્યું "બધાં પ્લાન પર તે પાણી ફેરવી દીધુ કંઇ નહીં મારી જીપમાં ઓડીયો રેકર્ડ થતો હતો અને દિશાઓ પણ ખબર પડે છે એમાં શું રેકોર્ડીગ થયુ છે એ મને ચેક કરીને સંભળાવ. પ્રવારે એ ટ્રાન્સમીટરનાં મોનીટર ચાલુ કરીને જોયુ તો એમાં ઓડીયો રેકોર્ડીંગ હતું થોડી વાત ચીત સંભળાઇ અને અચાનક પછી બંધ થઇ ગઇ.
ડમરૂનાથે સાંભળ્યુ કે બાઇકર્સને લલ્લુ બનાવીને એ લોકો બીજી દિશામાં ગયેલાં પછી ઓડીયો રેકર્ડજ નથી થયો. એ પ્રવાર પર ખૂબજ ગુસ્સે થયો બોલ્યો "સાલા હરામી તેં ધ્યાન શું રાખ્યું ? મારે એ લોકોની વાતચીત ખાસ સાંભળવી હતી એ પ્રમાણે મીટીંગમાં એ લોકોને ફસાવવાનો હતો હવે શું કરવાનું અને એકદમ ગુસ્સામાં આવી પ્રવારને લાફો મારી દીધો.
પ્રવારે કહ્યું પણ બોસ મેં બધીજ એરેન્જમેન્ટ બરાબર કરી હતી પછી ચેક પણ કરેલુ પછી આખો વખત હુ અંદર ના રહી શકુ તને બીજાં ઘણાં કામ સોપેલાં... એ લોકો તો સવારે જ પાછા ફરી જવાનાં હતાં.. એ વખતે તો મેં તમારી સાથે વાત કરાવેલી.
ડમરૂનાથે કહ્યું "આ સુરજીત રોય ઘણો શાતીર છે એણે મારી બધીજ બાજી ઊંધી વાળી દીધી કંઇ નહીં હવે આપણે નવી ચાલ ચાલીશુ કંઇ નહીં તું તૈયારી કર હું બહાર જઊં.
ગુસ્સામાં પગ પછાડતો ડમરૂનાથ બહાર નીકળી ગયો. એણે જોયુ અહીં આગળ કોઇ નથી એટલે સેવકને બોલાવી જાણી લીધુ ક્યો માણસ ક્યાં છે ? પછી પ્રવારને કહ્યું બીજા કેમેરામાં જે કંઇ રેકર્ડ થયુ હોય એ ચેક કરી રાખ એમાં કંઇ ખાસજ વાતો હોઈતો મને બોલાવ હું બધી એરેન્જમેન્ટ ચેક કરી લઊં પેલા બે મહેમાનને પણ મારે સાચવવાના છે.
ત્યાંજ બાબાનાં અંગત સેટેલાઇટ ફોન પર બઝર વાગી એણે તરતજ ફોન ઉપાડ્યો "ફોનમાં જે વાત સાંભળી એનાં ડોળા મોટાં અને તીખા થઇ ગયાં દાંત કચકચાવીને બોલ્યો "કોણ લોકો છે ? કેટલાં જણાં છે ? ક્યારે આવ્યાં ? અહીંથી કેટલે દૂર છે ? પોલીસ જવાન છે કે આર્મી ? પછી આગળ વાત સાંભળીને ધુઆપુઆ થઇ ગયો.. બાવાએ પછી પ્રવારને પાછો બોલાવ્યો અને એ એને કઈ કહે ત્યાં સુધીમાં બાઇકર્સ આવી ગયાં આવીને તરત પ્રવારને મળ્યાં ત્યારે બાવાએ કહ્યું મને કહો શું કરી આવ્યા ? તમને ચંપત કરી દીધાં પેલાએ એ તમારાથી બઢકર નીકળ્યો કંઇ નહીં તમે તમારી જગ્યાએ રહો. ફ્રેશ થાવ પછી તમારી જરૂર પડવાની છે.
પ્રવારને હુકમ કર્યો બધાને લેટેસ્ટ સાધન આપી રાખો હવે હું કહું એમ તમારે કામ કરવાનું છે તમારી કોઇ સુધી હવે કામે ના લગાડશો. એમ કહીને મીનીસ્ટરનાં રૂમ તરફ બાવો ગયો.
**************
સુજોય સાથે દેબુ પણ જીપમાંથી ઉતરીને ચીફ પાસે આવ્યો સિધ્ધાર્થે કહ્યું "બધાએ હું ક્હું એમ પોઝીશન લેવાની છે સુજોય તમે તમારી ટીમ લઇને દક્ષિણ તરફ રહેજો અમે લોકો પશ્ચિમમાં છે અને બીજી જવાન ઉત્તરમાં જશે પૂર્વમાં પેલાનો આશ્રમ છે જેને કંઇ ખાવુ પીવું હોય પતાવી દો અને પછી પોઝીશન લો.
સિધ્ધાર્થ ઉમેર્યુ "હવે કામ વિના કોઇ વાતચીત નહીં આ ડમરૂ ઘણો શાણો અને ધાતકી છે ગમે તે ધાત કરતાં અટકે એમ નથી. અને સુજોય તમે તમારી ટીમ સાથે આશ્રમ તરફ જાવ આ છોકરાનાં પાપા એમાં જ છે. અમે અહીં બે દિશામાં ચોકન્ના થઇને ઉભા છીએ જરૂર પડે વોકીટોકીથી વાત કરજો. ચાલો તમે નીકળો અને હું મારાં જવાન સાથે પશ્ચિમે બીજી ટીમ ઉત્તર તરફ જાય છે તમે દક્ષિણ દિશાથી એ તરફ આગળ વધો.
સુજોયે કહ્યું "ઓકે એમ કહી દેબુ, રીપ્તા, નુપુર સાથે બહાર નીકળીને જીપ લોકો કરીને ધીમે ધીમે ચાલતાં આગળ વધી રહ્યાં હતાં. સુજોયે રીપ્તાને પોતાની સાથે રહેવા કહ્યું અને પાછળ દેબુ અને નુપુર હતાં. આમ જોડી બનાવીને આગળ વધી રહેલાં. સુજોય થોડો આગળ વધીને ચહલપહલ જોઇને અટક્યો રીપ્તાને કહ્યું "તું મારી સાથે રહેજે અને આ લોકોને ઇશારો કરીને જ્યાં છે ત્યાં અટકી જવા કહી દે.
રીપ્તાને દેબુ સાથે રહેવુ હતું પણ કંઇ બોલી ના શકી. એણે દેબુને ઇશારા હાથથી કહી રોકાઇ જવા કહ્યું અને પછી નજર ફેરવી લીધી. દેબુ અને નુપુર હાથમાં હાથ ભેરવીને ચાલી રહેલાં ત્યાં અટકી ગયાં.
નુપુરે કહ્યું "દેબુ મને આજે એટલું સારું લાગે છે કે હું તારી સાથે છું ખાસ નવાઇ એ પણ છે કે પાપાએ મને તારી સાથે આવવાની હા પાડી દીધી. બીજી એક સાચી વાત કબૂલુ ? અહીંથી આપણે કેવી રીતે અને ક્યારે પાછા જઇશુ ખબર નથી ? સાથે બધાં છે એટલે હું નેગેટીવ પણ નથી થતી પણ છેલ્લો વિચાર એવો આવે છે કે અહીં મને કંઇ થઇ ગયું તો હું તારીજ બાહોમાં હોઇશ... તારો આગલા દિવસે ફોન આવેલો ત્યારે હું માઁની બધી વાતો એની સાંભળીને ડીસ્ટર્બ થયેલી કે માં એનો બધો ભૂતકાળ કહી રહી છે એમાંથી મે શું શીખ લીધી ? મેં પણ એનાંથી તારી સાથેનો સંબંધ છૂપાવ્યો છે તારી સાથે છેક સુધીનાં સંબંધ બાંધ્યા છે મેં ગુનો નથી કર્યો ?
દેબુએ કહ્યું "ગુનો શેનો ? આપણે સાચો પ્રેમ કર્યો છે એમાં ક્યાં કોઇ સીમા મર્યાદા હોય ? એ બધુ નેચરલ હતું મને કોઇ ગીલ્ટ નથી આવી સ્થિતિમાં ફસાયો છું નહીંતર લગ્ન જ કરવાની તૈયારીઓ હતી મારી... પણ...
નુપુરે કહ્યું હું પણ તૈયાર જ છું અહીંથી પાપા સાથે ઘરે પાછાં જઇને પહેલાં લગ્ન જ કરી લેવાનાં એટલે પાપા સાથે ઘરે પાછાં જઇને પહેલાં લગ્ન જ કરી લેવાનાં એટલે કોઇ ચિંતા નથી આપણે પુખ્ત છીએ કોઇ વાંધો પણ નહીં લે.
જવાબમાં દેબુએ નુપુરને પોતાનાં તરફ ખેંચી અને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. દીર્ધચુબન આપીને કહ્યું હું તારાં વિના હવે રહી શકું એમજ નથી. એમ કહીને નુપુરને બાંહોમાં લઇ લીધી.
સુજોયે રીપ્તાને કહ્યું "હમણાં હવે આગળ બધાય એમ નથી લાવ પાણી આપ પાણી પી લઊં. રીપ્તાએ એનાં બેકમાં રહેલી બેગમાંથી બોટલ કાઢીને આપી.
સુજોયે પાણી પીને કહ્યું "તારો મિત્ર દેબુ એનાં માટે મેં જોખમ લીધુ છે એમાંય મારો ખાસ સ્વાર્થ છે... કંઇ નહીં એ બધી વાત પછી.. ચાલ તું બેસ રેસ્ટ લે મોકો જોઇને પછી આગળ વધીશું એમ કહીને સુજોયે ઝાડનાં થડનાં આડશે આરામ કરવા રીલેક્ષ થયો.
રીપ્તાએ પાણી પીધુ અને દૂર રહેલાં નુપુર અને દેબુને જોઇ રહી હતી પીવાનુ પાણી ગળે અને આંખનાં જળ આંખથી ટપકી રહેલાં અને ત્યાંજ ધાંય ધાંય અવાજ સંભળાયા.
વધુ આવતા અંકે ------ પ્રકરણ-58