Jindgi ni aanti ghunti - 19 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-19


( આગળના ભાગમાં જોયું કે મહેશ કોલેજમાંથી કામના સ્થળે પાછો આવે છે તેને થયેલો પદના હાથનો સ્પર્શ વારંવાર યાદ આવે છે ,અને તે રાતે જમીને દરિયાકિનારે ફરવા નીકળે છે અને એવું દૃશ્ય જુએ છે કે ત્યાં રોકાઈ જાય છે આગળ)
અરે,કાકા અહીં, ના તેતો ના હોય,
શું તે દાણચોરીના કામમાં સપડાયેલા હશે?
ના તેમની વાતો અને સ્વભાવ પરથી તો તે ઘણા સારા હતા, તે આવું કામ કરતા હશે

અત્યારે તેમની પાસે જવાય તેવું નહોતું પછી થી તપાસ કરીશ , ત્યાંથી હુંપાછો વળી અને કામના સ્થળે આવી ગયો
મન ચકડોળે ચઢી ગયું વ્યક્તિઓ કેવી હોય તે જાણવું મુશ્કેલ છે ?
અને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી સવારે કોલેજ ગયો
અને રોજની જેમ જ આજે પણ કોલેજનું લેકચર પૂરું કર્યું, અને પદમા અને કુસુમ સાથે થોડી વાતચીત થઇ, અને બાકી નો સમય લાઇબ્રેરીમાં , ભણવા ની ગાડી પાટા પર ચઢી ગઇ હતી ,
બે દિવસ પછી પિકનિક ના પૈસા પણ ભરી દીધા,
હવે તો કામમાં પણ સરળ રીતે ગોઠવાઇ ગયો હતો, થોડી તકલીફ તો પડતી હતી ...

કોલેજ અને કામ ત્રીજીપદમા ના વિચારો હાલ તો મનના એ જ સાથી હતા, સમય સમય નું કામ કરતો હતો,

અને પીકનીકનો દિવસ આવી ગયો,આજે તો અમે બધા ખૂબ જ ખુશ હતા,
હું તો જિંદગીમાં પહેલી વાર આ રીતે બહાર ફરવા જતો હતો, એટલે મને તો શું લઈ જવું એ પણ ખબર નહોતી.
પણ આગળના દિવસે કોલેજમાં નક્કી થયેલું કે કોણ શું લાવશે,
આકાશે મને કહેલું કે તું એકલો રહે છે તેથી ચવાણું અને બિસ્કીટ લઈ આવજે,

પદમાને કુસુમ બંનેને સવાલ થયો કે
કેમ એકલો?
પણ મેં વાત ટાળી દીધી,
અને ત્યાથી નિકળી ને બિસ્કિટનું પેકેટ અને ચવાણુ ખરીદી લીધા,
સવારે ઊઠીને મન ખૂબજ પ્રસન્ન હતું , બધા આજે તો રંગબેરંગી લાગતા હતા
અમે ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી ગયા, તેનું દ્રશ્ય કેટલું અદભૂત હતી ગેટ વે ઓફ ઇન્ડિયા ની સામે તાજ હોટલ હતી,
અહીં કેટલાય સહેલાણીઓ આવેલા હતા આ ગેટ વે ઓફ ઇન્ડિયા અંગ્રેજ શાસન બનેલો છે અહીં ઘણા બધા ફેરિયાઓને ફોટોગ્રાફર્સ ફરતા હતા,
આજે પદમા એ સુપર રેડ અને બ્લેક ડ્રેસ પહેર્યો હતો, તે પરી લાગતી હતી,
અને કુસુમ પણ એટલી સુંદર દેખાતી હતી, આકાશ, પદમા, કુસુમ ,અને હું અમારા ચારેય નું ગ્રુપ હતું ,
આકાશ બોલ્યો ચાલ આપણે એક ફોટો પડાવી લઇએ અને અમે તૈયાર થઈ ગયા
પદમા બોલી ચારેય જણા સાથે ફોટો પડાવીએ આ ફોટો જિંદગીભરની યાદ રહેશે,
મારા મનમાં થયું કે મારે તો તને 'જિંદગી બનાવી છે ' અને ફોટો પડાવ્યો ..

અમે બોટ દ્વારા એલિફન્ટાની ગુફા તરફ ઉપડ્યા,
પહેલીવાર દરિયાની મુસાફરી રોમાંચ અનુભવતી હતી, દરિયાના મોજાની જેમ હૈયું પણ ઉછાળા મારતું હતું ,
હજી તો હું અને પદમા ફ્રેન્ડ બની ગયા હતા,
તેની નજદીકી મનેગમતી હતી,
તેને પણ મારી નજદીકી ગમતી હશે !
અમે મજાક-મસ્તી કરતાં કરતાં ક્યારે એલિફન્ટાની ગુફા આવી ગઇ તેની ખબર ના પડી,
તેની કોતરણી એલિફન્ટ જેવી હતી તેથી તેનું નામ એલિફન્ટાની ગુફા આપ્યુ હતુ..
અમે ગુફા તરફ ચાલવા લાગ્યા ,
ચારેય જણા રસ્તામાં થોડી ઘણી દુકાનો આવતી હતી ,
તે જોતા જોતાઅમે ઉપર પહોંચ્યા ત્યાં ઘણી બધી હિંદુ અને બૌદ્ધ ધર્મની ગુફાઓ હતી, ત્યાં અત્યંત મનોહર શિવની મૂર્તિ હતી,
ત્યાં કેટલાય વિદેશી પ્રવાસીઓ આવેલા હતા, અને તેમની સાથે પણ ફોટોગ્રાફ્સ લીધા, પછી એકપછી એક જગ્યાઓ જોતા જોતા ,એકબીજા સાથે હસી-મજાક અને અવનવી વાતો કરતા હતા,
મને થોડું અજુગતું લાગતું હતું કેમ કે હું પહેલીવાર આવો પ્રવાસ કે પિકનિક કરી રહ્યો હતો,
બધા છોકરા છોકરીઓ અમારી ઉંમરના હતા ,એટલે લગભગ બધાં પોતપોતાના ગૃપ માં ગોઠવાયેલા હતા અમારા ગૃપ તો ગુફાઓમાં અંદર જઈને બેસી આનંદ માણતું હતું.
પહેલાના વખતમાં પણ લોકોએ કેટલી મહેનતથી આ બધું કર્યું હશે,તે વખતનો ધાર્મિકતા કેટલી હશે, તેનો આ પુરાવો હતો
આ એક ટાપુ જ હતો, આજુબાજુ 'દરિયો ઘૂઘવાટા કરતો હતો, અને અમારા પ્રેમી હૈયા ઉછળતા હતાં'
પણ આજે કંઈ કહેવાનું નહોતું ,કદાચ પદમા ને ના ગમે આજ તો પીકનીકની મજા બગડી જાય,
હાલ તો એક મિત્ર તરીકે તો સાથે છે નહી તો એક મિત્ર ને ખોઇ બેસીશ,
અમે ફરીને થાકયો એટલી છાયડામાં બધા બેઠા બધાએ પોતપોતાનો નાસ્તો કાઢ્યો આજે પ્રથમવાર બધાની વચ્ચે વહેચીને ખાવાનું હતું ,
.. હું તો ચવાણુ ને બિસ્કિટ જ લાવેલો પદમા અને કુસુમ થેપલા અને ઢોકળા ચટણી એવું બધું લાવેલા, અમે બધાએ ભેગા મળીને નાસ્તો કર્યો,
નાસ્તો નહીં પણ જમણવાર થઈ ગયો, પાછા ફરવાનો સમય થયો ને બોટમાં ગોઠવાઈ ગયા,
હું આકાશ પદમા કુસુમ બાલ્કનીના ભાગમાં બેઠા.
ઉપર ખુલ્લુ આકાશની નીચે પાણી
બોટ પાણી ના વમળો પર સડસડાટ ચાલે છે ,
તેવું જિંદગી આટીઘૂટી ઓની વચ્ચે પણ સડસડાટ ચાલે જ છે,
પણ વચ્ચે વચ્ચે વળાંકો લેતીજાય છે,
અમે બધા બોટમાંથી અમારી કોલેજ સુધી ટેક્સીમાં ગોઠવાઈ ગયા..
કુસુમ બોલી આજે તો બહુ મજા કરીનહી પદમા, હા બહુ મજા આવી .
અને કુસુમે આકાશને ધબ્બો માર્યો આકાશને પણ કુસુમના હાથ સ્પર્શવા થી રોમાંચ અનુભવાયો,
કદાચ તેને પણ મારા જેવું થયું હશે, અને અમે સૌ પોતપોતાના ઘરે પાછા ફર્યા...
આજે તો અમે કામમાંથી પણ છૂટી લીધેલી તેના બદલામાં રવિવારે આખો દિવસ કામ કરવા બંધાયેલો,
પણ આજનો દિવસ તો કેવી મજા કરી વીતી ગયેલો સમય ફરીથી પાછોઆવતો નથી,
આ પિકનિક ની યાદો જરૂર રહેશે.
આજે તો લખવા નો મૂડ નહોતો, પણ ટાઇમ પાસ કરવા નોટસ લખવા બેઠો
આશું મારાથી ભણવા ને બદલે કવિતા રચાઈ ગઈ,
" તમે આવ્યા પાનખર જિંદગીમાં
વસંત બનીને ખીલજો ,
મારા જીવન ને તું જ રંગીન બનાવજે
તું જ મારું સપનું ને તું જ મારી દુનિયા
તું જિંદગી ભર મારી બની રહેજે"
આ શું ?
આ પહેલા તો કવિતા શું એ ખબર નહોતી પડતી,
આ પંક્તિઓ ડાયરી માં કેદ કરીને સુઈ ગયો,
બીજા દિવસે કૉલેજ પહોંચ્યો તો આકાશ આવીને ઊભો હતો મેં કહ્યું ચાલ લાઇબ્રેરીમાં તેને કહ્યું તુ જા હું કુસુમ આવે એટલે આવું છું,
મને લાગ્યું કે એનું પણ હૈયું ધડકી રહ્યું છે.
અને હું લાઇબ્રેરીમાં ગયો પદમા ને કુસુમ લાઇબ્રેરીમાં હતા, મેં જઈ ને કહ્યું આકાશ તો તારી બહાર રાહ જુવે છે,
અને કુસુમ બહાર નીકળી ગઈ અને હું અને પદમા લાઇબ્રેરીમાં એકલા ન હતા બીજા બે-ચાર છોકરાઓ પણ આવીને બેઠા,
મેં મારી નોટસ તૈયાર કરી દીધી .

પેલી કવિતા તેને આપવાનું મન થયું,
પણ ના હું એને કંઈ જ ના કહી શક્યો,
આમ ને આમ દિવસો વીતતા રહ્યા અને દિવાળી નજીક માં જ હતી અને અમારી એક્ઝામ પણ,
એક્ઝામ પછી દિવાળીની રજાઓ હતી અને રીઝલ્ટ દિવાળી પછી આવવાનું હતું,
અત્યારે બધા એક્ઝામની તૈયારી માં ડૂબી ગયા હતા, એટલે બીજી કોઈ વાત કરવાની જ ન હતી, અને મારે તો એક્ઝામ અને મારું કામ,
કામ પણ છોડાય તેમ નહોતું અહીં ખુબ સરસ રીતે ફાવી ગયું હતું ,રામજીકાકા નો સાથ હતો.
અને હવે તો હિસાબ નું બધું જ કામકાજ હું જ સંભાળતો,
રાકેશ ભાઈ પણ મારું કામ જોઈને ખુશ હતા, એટલે પગાર પણ પાંચ રૂપિયા વધારે આપતાઅને પગાર 20 રૂપિયા કર્યો હતો ,
અને રોજના હિસાબ લખવા ના પાંચ રૂપિયા જુદા એટલે દિવસનો 25 રૂપિયા હતા,
મારી પાસે થોડા પૈસા પણ ભેગા થયા હતા,
કોલેજમાં એકઝામ શરૂ થઈ ગઈ , આજ વખતે પદમા બોલાવે તો પાછું વળીને જોવું ,એવો નિશ્ચય કર્યો હતો,
પણ આ જ વખતે તો તેને પેપર મારાકરતાં પહેલા પૂરું કરી દીધું ,અને તે બેસી રહી .
મારું પેપર તો સમય થવા આવ્યો ત્યારે લખાઈ રહ્યું બહાર નીકળીને,
તે બોલી મહેશ કેટલું લખે છે પેપર મા, આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવીશ, અને હું હસી પડ્યો
હું ફર્સ્ટ આવ્યો તો તમને બધાને પાર્ટી આપીશ, અને અમે છૂટા પડ્યા કાલે છેલ્લું પેપર હતું, હવે પછી અમે બધા દિવાળી વેકેશન પછી મળીશું ,
આજે રાતે તો નક્કી કર્યું કે કાલે તોપદમા ને કહી દઉં કે તું મને ગમે છે, નહી તો કવિતા લખી છે તે આપુ,
અને બીજા દિવસે પેપર આપવા ગયા જે કોલેજ નો છેલ્લો દિવસ હોવાથી બધાએ પેપર પૂરું થયા પછી પાણીપુરી ખાવા જવાનું નક્કી કર્યું.
મેં વિચાર્યું ત્યાં મોકો જોઇને પદમા ને મારા દિલની વાત કહી દઈશ,
અને અમે બધા પેપર આપી કોલેજમાંથી સાથે બહાર નીકળ્યા. ..
( શું મહેશભાઈ તેમની વાત પદમા કરશે અને કરશે તો બધાનો જવાબ શુ હશે? હવે આગળના ભાગમાં)