Losted - 32 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 32

લોસ્ટેડ - 32

રિંકલ ચૌહાણ

મોન્ટી નો ડાબો ગાલ સુન્ન પડી ગયો, થોડીક ક્ષણો માટે આંખો આગળ અંધકાર છવાઈ ગયો. એણે આંસુ ભરી આંખે આધ્વીકા સામે જોયું ત્યા તો તેના બીજા ગાલ ઉપર પણ એવો જ ઝન્નાટેદાર તમાચો પડ્યો.
"નાલાયક... નરાધમ...." આધ્વીકા એ ચીસ પાડી, તેની ચીસ રાઠોડ હાઉસ માં ગુંજી ઊઠી. દિવાન ખંડ માં બેઠેલા દરેેક જણે આધ્વીકાની ચીસ સાંભળી, જીજ્ઞાસા ના મન માં ફાળ પડી. તેેેણે આધ્વીકા ના રૂમ તરફ દોટ મૂકી. તે ની પાછળ પરિવાર ના બીજા સદસ્યો પણ દોડ્યા.

"શુું થયું?" જીજ્ઞાસા દોડતી રૂમમા આવી, તે ની સામે જે દ્રશ્ય હતું એ અવિશ્વસનીય હતુું. મોન્ટી રડી રહ્યો હતો, તે ના બન્ને ગાલ પર આધ્વીકા ની આંગળીઓ ની છાપ પડી ગઈ હતી. આધ્વીકા ભયંંકર ગુસ્સા માં હતી.
"તું ગાંડી થઈ ગઈ છે કે શું? કેમ મારે છે બિચારા છોકરા ને? જો તો એના ગાલ, આમ મરાતું હશે." જીજ્ઞાસા એ મોન્ટી ના ગાલ પંપાળ્યા.
"સોનું બેટા, મોન્ટી એ બાલારામ જઈ ને જે ભુલ કરી છે એના માટે અમે બધા તેનાથી નારાજ છીએ. તે ની એક ભૂલ ના કારણે વિરાજ જી આજે આપણી વચ્ચે નથી, પણ દિકરા આ સાચો સમય નથી મોન્ટી ને સજા આપવાનો." મોન્ટી ના અરેસ્ટ થવા ના સમાચાર થી વિરાજભાઇ ની તબીયત લથડી અને તેમનો દેહાંત થયો એ કારણે આધ્વીકા ગુસ્સા માં છે એવું સમજી આરાધના બેન સમજાવટ ના સુર મા બોલ્યા.
"અને બેટા મોન્ટી સજાને પાત્ર છે પણ નઈ. તેણે જાણી જોઇને કંંઇ જ નથી કર્યુું બેેેટા, તે ને માફ કરી દે. લડવા-ઝગડવા થી ભાઈ પાછા નથી આવવા ના." જયશ્રીબેેન રડુ -રડુ થઈ ગયા. આધ્વીકા કઈક બોલવા જતી હતી પણ જીજ્ઞાસા એ તે ને રોકી લીધી.

"મીરું બધા ને નીચે લઈ જા, મારે સોનુું સાથે એકલામાં વાત કરવી છેે. મોન્ટી તુું જીવન સાથે નીચે જા." જીજ્ઞાસા એ સૂચક નજરે જયશ્રી બેન તરફ જોયું. મા-દિકરી એ આંખોથી જ એકબીજા ને પોત-પોતાની વાત સમજાવી. જીજ્ઞાસા અને આધ્વીકા ને એકાંત આપવા રાઠોડ પરીવાર દિવાન ખંડ મા આવી ગ્યો.

"તું મારી જગ્યા એ હોત ને જીજ્ઞા તો આ છોકરાની કરતુુતો સાંભળી ને એ જ કરોત જે મે કર્યું." આધ્વીકા નું મગજ ફાટફાટ થઈ રહ્યું હતું.
"રિલેક્સ, હું જાણું છું કે કઈક સિરીયસ વાત હશે નઈ તો તું આવી રીતે બિહેવ કરે જ નઈ. શું થયું છે બોલ, મોન્ટી એ એવું શું કર્યુું છે જેથી તે જીદંગી મા પેલી વાર મોન્ટી પર હાથ ઉપાડ્યો."
"જીજ્ઞા એ નાલાયક છોકરા એ એક છોકરી સાથે..... તેના દોસ્તો સાથે મળી ને એક છોકરી નો બળાત્કાર કર્યો અને પછી એને મારી નાખી." આધ્વીકા ની આંખો ભરાઈ આવી. જીજ્ઞાસા ની આંખો આ વાત સાંભળી પહોળી થઈ ગઈ. એ બન્ને હાથ થી પોતાનું માથું પકડી પલંગ પર બેસી ગઈ.

"મામી..... સોનુું મામી જાણશે તો આ વાત સહન નઈ કરી શકે. આજ સવારે જ પતી ખોયો છે તેમણે અને હવે દીકરાની આવી કરતુત જો એમને ખબર પડી તો મામી સહન નઇ કરી શકે." જીજ્ઞાસા એ પોતાનું કપાળ કુટયું.
"તો આ નાલાયક છોકરા ને એના પાપ ની સજા નઈ અપાવવાની?" આધ્વીકા નું મગજ બહેર મારી ગયુંં.
"સજા તો એને મળશે જ, એણે જે કર્યુ્ છે એ પાપ માટે તો નર્ક યાતના પણ ઓછી કહેવાય. પણ સજા તો એને ભોગવવી જ પડશે." જીજ્ઞાસા એ દાંત ભીડ્યા.

આધ્વીકા જ્યારે જીજ્ઞાસા સાથે એકાંતમાં વાત કરી રહી હતી એ સમયે રાહુલ અને રયાન ની ગાડી રાઠોડ હાઉસ માં દાખલ થઈ ચૂકી હતી. અંદર જઈ બન્ને ભાઈ આરાધના બેન અને જીવન-જીગર ને મળ્યા અને એમને સાંત્વના આપી.

આધ્વીકા અને જીજ્ઞાસા સામાન્ય હોવા નો પ્રયત્ન કરતી નીચે આવી. દિવાનખંડ માં જીવન ની પાછળ રાહુલ ને ઉભેલો જોઈ આધ્વીકાના પગ પગથીયા જોડે જ ખોડાઈ ગયા. એ જ સમયે રાહુલ ની નજર પણ આધ્વીકા પર પડી. કોઈ ખેંચાણ થી કે અનાયાસે પણ બન્ને એકબીજા તરફ આગળ વધ્યા.
"હું અહીં એક સેકન્ડ પણ ઊભી રઇ તો રડી પડીશ." આધ્વીકા એ મનોમન વિચાર્યું અને દોડી ને ઘર ની બાર જતી રઈ, રાહુલ તેની પાછળ દોડ્યો.
"ઈટ્સ ઓકે આધ્વી, રડનાર દરેક જણ કમજોર નથી હોતા. તમે જ્યારે કોઈના માટે રડો છો તો એ નિશાની છે એ વ્યક્તિ પ્રત્યેના તમારા પ્રેમ ની. કોઈ બીજા ને નઈ, માત્ર પોતાને બતાવ કે તું કાકાને કેટલો પ્રેમ કરે છે." ઘર ની પછીતે જઈને એકલી બેઠેલી આધ્વીકા ને રાહુલ એ કીધું. આધ્વીકા એ રાહુલની આંખોમાં જોયું, એ પોતાને રોકી ન શકી અને રાહુલ ને વળગીને રડી પડી.

"મે જ્યારે કાકા ને ખોઈ દીધા ત્યારે મને અહેસાસ થયો કે હું કાકા ને કેટલો પ્રેમ કરું છું. જ્યારે વિરાજ કાકા ને મારી, મારી લાગણીઓની, મારા પ્રેમાળ શબ્દોની જરૂર હતી ત્યારે હું મારા કોચલામાં બંધ થઈ ગઈ હતી. મે કાકા ને તો ખોઈ દીધા છે હવે હું તને નથી ખોવા માંગતી રાહુલ...." આધ્વીકા ચોધાર આંસુએ રડી રહી હતી.
હિબકા ભરતી આધ્વીકા ને સંભાળવામાં રાહુલ નું ધ્યાન જ ન ગયું કે, તેની પાછળ આવેલો રયાન અને રયાન ની પાછળ આવેલી જીજ્ઞાસા બંન્ને જણ એ આધ્વીકા એ કીધેલી બધી વાત સાંભળી લીધી હતી.

ક્રરમશઃ