Jindgi ni aanti ghunti - 21 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-21

(આગળના ભાગમાં જોયું કે મહેશ રઘુ ને શોધવા નીકળી પડે છે, અને તેના ઘેર જઈને જુએ છે )
અહીંયા તો ઝૂંપડું હતું અને આ શું?
બંગલો અને આટલો ભવ્ય! બહાર રઘુના નામનું પાટિયું ઝૂલતુ હતુ ,
હું ઉભો રહ્યો અને સિક્યુરિટી મારું નામ કહ્યું મારું નામ સાંભળતા જ ઝડપથી ઊઠીને બહાર આવ્યો,
બે વર્ષ માં કોઈ આટલું કમાઈ શકે ! રઘુ મને ઘરમાં લઈ ગયો, તેના લગ્ન પણ થઇ ગયા હતા.
થોડી ઔપચારિક વાતચીત પછી મેં તેને પૂછ્યું આ કઈ રીતે! આ બધું સખારામ કાકા નો પ્રતાપ છે,
તેમને મને તેમના બિઝનેસમાં જોડી દીધો, અને હું આટલું બધું ધન કમાતો થઈ ગયો,
કાકા તો મિલમાં નોકરી કરતા હતા,
અરે ના ના, એ તો તેમને બનાવેલી કહાની હતી, તેઓ મને તેમના કામમાં લઇ ગયા ,
મને એ કામ ખબર પડી ગઈ મેં પૂછ્યું
રઘુ તને મન ક્યાંથી લાગ્યુ,
જો તેમનો હાથ ના પકડ્યો હોત તો આખી જિંદગી ગરીબી માં જ મરી જાત તને તો ખબર જ હતી ને મારી હાલત ,
આ ધંધા માં જીવનુ કેટલું જોખમ છે તને ખબર છે,
હા યાર, ભલે જીવ ગુમાવી દઈએ તો પણ પાછળ વાળા તો પૈસાથી સુખી થશે ને !

એટલામાં પોલીસની સાયરન સંભળાઇ અને રઘુ પાછલા બારણેથી નીકળી ગયો, અને હું ત્યાંથી ભારે હૈયે ચાલતો થયો...

આવી જિંદગી પણ શું કામની જેમા આપણે જીવી ના શકીએ,
પૈસા તો મહેનત કરીને આટલા બધા કમાઈ શકાય! નસીબ નસીબ ની વાત છે.
અને હું ત્યાંથી પાછો મારા ફ્લેટ પર આવી ગયો, અને આ રવિવારે ચોપાટી પરી ને મળવા જવાનો હતો,
હું તૈયાર થઈને જવા નીકળ્યો હવે તો ટ્રેનો ની પણ બધી ખબર પડવા લાગી હતી એ ભીડમાં ભળી જતાં પણ આવડી ગયું હતું..

ચોપાટી પર પહોંચી ગયો, અને પદમા પણ આવી.. અમે હાથમાં હાથ પરોવી ને ત્યાં બેઠા...
તને ખબર છે આકાશ અને કુસુમ લગ્ન કરવાના છે ,
પરી એ મને પૂછ્યું કે શું આપણે સગાઈ નથી કરવી?
' ના'
હજુ ત્રીજું વર્ષ પૂરું થવા દે
શું ઉતાવળ છે!
તારે ઘરે પૂછવું નહીં પડે ?

મારા મમ્મી પપ્પા તો હું જે કહીશ તે જ કરશે પણ પરી, મારે મારું સપનું પૂરું કરવું છે, અને મનમાં વિચાર આવ્યો કે જે સપનું અહીં સુધી લઈ આવ્યું છે એ મારું ભણવાનું સપનું..
અરે એ તો સગાઈ પછી પણ પૂરું કરી શકાશે. મારા મનમાં વિચારો આવતા હતા કે.....
આવુ તો મારા પિતાએ પણ મને કીધું હતું, પણ પહેલાં મારે મારું સપનું પૂરું કરવું હતું તેથી જ તો ઘરેથી ભાગ્યો હતો.....
અને પાછો એ જ પ્રશ્ન મે ટાળી દીધો . સમય અાવ્યે બધું થઈ જશે, અને કોલેજ ખુલતા અમે છેલ્લા વર્ષની તૈયારીમાં લાગી ગયા.
આ વર્ષે તો મહેનત કરીને યુનિવર્સિટી ફર્સ્ટ આવવું હતું, પછી એમ.બી.એ. માં એડમિશન મેળવવું હતું..
કોલેજના શરૂઆતના દિવસો હતા, પદમા અને હું હવે એકબીજા વગર ની કલ્પના પણ નહોતા કરી શકતા, એટલો પ્રેમ કરતાં ! અને તેની સાથે ભણતા પણ હતા..
આકાશ અને કુસુમ ના દિવાળી પર લગ્ન લેવાના હતા, પણ સંજોગો વસાત ઉનાળુ વેકેશન માં ગોઠવાયા હતા....
હવે તો હું જાતે રસોઈ બનાવતા પણ શીખી ગયો હતો, અને મારો ફ્લેટ પણ ચોખ્ખો રાખતા.....
એકવાર પદમા એ કહ્વુ કે મહેશ તારા ઘરે મને લઈ જાને, તારા મમ્મી-પપ્પાને મળવા...
પછી કોઈક વાર હું વિચારમાં પડી જતો કે જ્યારે મારા વિશે પદમા ને ખબર પડશે તો તે મને ઠુકરાવી દેશે કે પછી પણ પ્રેમ કરશે??
સગાઈ કરતા પહેલાં તેને બધી સાચી હકીકત જણાવી દઈશ.. કોલેજમાં આજની નોટ્સ તૈયાર કરી, આજે પદમા કોલેજમાં આવી નહોતી...
કેમ નહી આવી હોય? કદાચ બીમાર થઈ હશે. પદમા નહોતી આવી તેથી આજે મારું મન પણ ઉદાસ હતું, અને કોલેજમાંથી હું વહેલો ઘરે જતો રહ્યો....

હજુ સુધી હું પદમા વિશે જ વિચારતો હતો, આજે કામમાં મન લાગતું નહતું...
બીજા દિવસે કોલેજ જવા તૈયાર થયો, આકાશ અચાનક મારા ઘરે આવ્યો... અરે આકાશ !! આજે કેમ અહીં ભૂલો પડ્યો?
તને એક વાત કહેવા આવ્યો છું, તને ખબર પણ છે કે પદમા ની સગાઈ નક્કી કરવાની છે!!!
શું વાત કરે છે ! ક્યારે? કોની સાથે?
એક છે ઉદ્યોગપતિનો છોકરો... પણ પદમા એ કશું કીધું નહીં.. આ પદમા તો તેનાં મમ્મી-પપ્પાને વિનવતી હતી, હવે તો તે કોલેજમાં આવે ત્યારે ખબર પડે...

હું તો એકદમ ઉદાસ ચહેરે કોલેજમાં ગયો, ત્યાં પદમાં પણ આવી તેનો પણ ચહેરો ઉદાસ હતો....
તે બોલી મહેશ તે તારી સચ્ચાઈ મારાથી છુપાવી છે!
મેં? શું સચ્ચાઈ ?અને તને કોણે કીધું બધું!
મારા પિતાએ કીધું મારા માટે સગાઈની વાત આવી અને મેં કહ્યું કે હું તને પ્રેમ કરું છું,
તેમને મારી પાસેથી તારું નામ લીધું અને તારી વિશે તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે 'તું અનાથ છે'
પાછો એ શબ્દ કાને અથડાયો,
આ વિશે હું તને પછી વાત કરીશ, અને હું કોલેજમાંથી સીધો મારા ફ્લેટ પર આવી ગયો આવીને રડ્યો કે આ શું થઈ ગયું ?

પદમા હવે મારી જિંદગી નહી બને..
મેં એક પત્ર લખ્યો તેમાં મારું સપનું અને હું શા માટે ઘરેથી ભાગ્યો હતો ,મારું કરેલું સંઘર્ષ,
બધું લખ્યું પણ આપવો કઈ રીતે તેને? મારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું ,
શું થશે?
અને બીજા દિવસે હું કોલેજ ગયો અને લાઇબ્રેરીમાં બેઠો હતો પદમાં પણ ત્યાં આવીને બેઠી,
મેં કહ્યુ.....
પદમા આપણો પ્રેમ કંઈ કાચા તાંતણે થોડો બંધાયો છે, મેં તો તને પ્રેમ કર્યો છે અને તે પણ મને જ પ્રેમ કર્યો છે....
એ બધું બરાબર મહેશ પણ મારા પિતા નું શું?? તે સગાઈ માટે ક્યારે રાજી નહીં થાય...
હું કઈ બોલી ના શક્યો પણ મારી આંખો ઘણું બધું કહી ગઈ... જ્યારે ક્લાસમાં તેને મારી નોટ્સ માગી તો મેં તે નોટ્સ માં પત્ર મુકયો અને નોટ્સ આપી દીધી....
હવે જે થાય તે સાચું પદમા લેટર વાંચીને જે નિર્ણય કરે તે સ્વીકારી લઇશ

જિંદગીમાં ઘણા ઘાવાગ્યા છે ,તેમાં એક વધારે અને હું ચૂપચાપ બેસી રહ્યો..

આજે સાઇડ પર પણ વધુ કામ હતું ,હવે તો સુકેતુ ભાઈ સાઈડ પર જોવા મને લઈ જતા હતા ,
એટલે હું છેલ્લું લેક્ચર પૂરું કરી તરત જ કોલેજ માંથી નીકળી ગયો,
**************************************
પદમા એ લેટર જોયો તેને થયું કે ઘરે જઈને જ વાંચીશ ...
આ લેટર તોપ્રેમ પત્રકરતાં પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે,
મહેશ નું જીવન આમાં હતું ,હવે હું પિતાને કઈ રીતે સમજાવું ,
અને મહેશ નું સપનું પૂરું કરવું પડશે.
" એક પુરુષની ભાવના સ્ત્રી જ સમજી શકે છે,
તેને નિર્ણય કર્યો કે સગાઈ ગ્રેજ્યુએશન પછી જ કરીશું ,ત્યાં સુધી હું મારા પિતાને સમજાવી દઈશ,
બીજા દિવસે લાઇબ્રેરીમાં પદમાએ મને નોટસ પાછી આપી તેમાં પત્ર હતો,

જાનુ પહેલા તું તારું ભણવાનુંસપનું પૂરું કર પછી આપણે સગાઇ કરીશુ,
હું તારી છું ને તારી જ રહીશ....
મારું મન ખુશી થી ભરાઈ ગયું ..
પાછી જીવન ની ગાડીચાલી,
હવે તો પગાર પણ વધી ગયો હતો ,ભણવામાં તો પહેલી પરિક્ષા માં ફસ્ટ આવ્યો હતો..

છેલ્લી પરીક્ષા ની તૈયારી ચાલતી હતી હમણાં ફક્ત ભણવામાં ધ્યાન હતું, સાથે ઓફિસનું કામ વધુ રહેતુ ,
બંને મેનેજ કરવામાં થોડી તકલીફ પડતી પણ શું કરવું કામ તો કરવું જ પડે ને

" દુઃખ અને મુશ્કેલીઓ માનવ શિક્ષણ આપતા શ્રેષ્ઠ ગુણો છે માનવ સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે"
અને હજુ મારે તો જીવનમાં સફળ થવાનું બાકી હતું,
અને છેલ્લી પરીક્ષા પહેલાં કોલેજમાં વિદાય સંસ્કૃતિક પ્રોગ્રામ માં અમે એક ડ્રામામાં ભાગ લીધો હતો,
આ કોલેજ છેલ્લી યાદો હતી,
જે જિંદગીભર સંગ્રહ કરવાની હતી,
હવે પછી બધા પોતપોતાની મંજિલ શોધવા નીકળી પડશે,
બધાયે તે દિવસ પર ફુલ એન્જોય કર્યુ અને સાથે છુટા પડવાનું દુઃખ પણ હતું

એક્ઝામ શરૂ થઈ ગઈ એક પછી એક પેપર પૂરા થવા લાગ્યા, અને આજે છેલ્લુ પેપર હતું,
અનેપેપર પછી અમે ચાર જણા બેઠા હતા
આકાશ અને કુસુમના એક મહિના પછી લગ્ન હતા, આકાશ બોલ્યો મહેશ તમે સગાઇ ક્યારે કરો છો!
હું ચૂપ રહ્યો પદમાબોલી અમારી સગાઈ માં તમને જરૂર બોલાવીશું,
સારું સારું હવે તો અમારા ચારેય ની પાસે એકબીજાના એડ્રેસ હતા,
પદમાએ કહ્યું હું પિતા પાસે ફરીથી વાત કરીશ, અને પછી તેને સમાચાર મોકલીશ

અને મોકો જોઈને પદમા એ વાત કરી તો તેના પિતા ગુસ્સે થઈ ગયા,
તુકેટલા સુખમાં ઉછળી છે ત્યાં જઈને શું કરીશ,
દુખી થઈશ, પદમા ઉદાસ થઇ ગઇ બે દિવસ કશુંયે બોલી નહી,
બે દિવસ પછી તેના પિતાએ કહ્યું,
તે ઘર જમાઈ બનશે તો તારા લગ્ન તેની સાથે કરાવું,
આ સંદેશને પદમા મહેશને પહોંચાડે છે ,
શું મહેશ ઘર જમાઇબનવા તૈયાર થઇ જશે!
( કે પછી બંને અલગ થઇ જશે આગળના ભાગમાં)