See you again - Chapter-16 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-16

· શ્યામના લગ્ન

પપ્પા શ્યામને કહે છે કે, તુ સાંજે મોડો આવ્યો એટલે તને વાત કરવાની રહી ગઈ. હુ કાલ તારા સસરાને ત્યા ગયો હતો. તારા લગ્નની તારીખ ૧૪ નક્કિ થઈ છે. હવે આપણી પાસે એક મહિનાનો સમય છે, એટલે તૈયારી પુરજોશ માં કરવી પડશે. તુ તારા બિઝનસ માથી થોડો સમય ઘર માટે આપજે.

શ્યામ હસતા હસતા કહે છે, મારા સસરાને ઉતાવળ હતી કે તમને ? તૈયારી ચાલુ કરો દો.

સમય વિતતો જાય છે. એક મહિનો કેમ નીકળી જાય એ જ ખ્યાલ નથી રહેતો.મીરાને પણ કંકોત્રી આપવામાં આવી હતી, પણ એ આવવાની તો હતી જ નહિ એ સૌ જાણતા હતા. લગ્નનો દિવસ આવી ગયો. લગ્નની વિવિધ રશ્મો થવા લાગી. બે દિવસનો લગ્ન સમારોહ રાખવામાં આવેલો. સૌ મિત્રો અને સગા સ્નેહિઓ ને બે દિવસ આવવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી.

વીર, કિંજલ અને બીજા મિત્રો શ્યામની સાથે જ રહેતા હતા. ઘણીવાર લગ્નના આનંદની વચ્ચે શ્યામની આંખો ભીનિ થઈ જતી હતી. તેનો મિત્ર સુદિપને યાદ કરતો હતો તો, ક્યારેક મીરાને મિસ યુ લખી મોકલતો પણ અડીખમ દોસ્ત એવો વીર સદાય એનો પડછાયો બનીને બધી વાર આશ્વાસન આપીને શાંત કરતો.

વિશાળ ફાર્મમાં લગ્નનુ આયોજન કરવામાં આવેલ હતુ. શ્યામ તો રજવાડી સાફામાં કોઇક મહારાજા હોય એવો લાગતો હતો. રાત્રીના લગ્ન હતા. રાજ્યની મોટી હસ્તિઓ પણ શ્યામને આશિર્વાદ આપવા માટે આવેલા હતા. શ્યામના સૌ સંબંધિઓ તો અચરજમાં હતા કે, શહેરના કમિશ્નરથી લઈ રાજ્યના નામખ્યાત નેતાઓ અને મોટા ઉધોગપતિઓ પણ હાજર હતા. શ્યામની ઓફિસ ટીમને આખા લગ્ન મેનેજમેન્ટનુ કામ સોપવામાં આવેલુ.

લગ્ન સમારોહ અંતે નવદમ્પતિએ પ્રભુતામાં પગલા પાડ્યા અને નવવધુને કંકુ પગલા કરાવવામાં આવ્યા. આજે તો સૌને આનંદ હતો. ઘરે ગણેશ સ્થાપના પાસે નવદમ્પતિએ મીઢોંળ છોડ્યા.

વડીલોના આશિર્વાદ લીધા.

વીર છેક છેલ્લે સુધી હાજર રહ્યો હતો.કિંજલની ઓળખાણ પણ રાધિકા સાથે થઈ ગઈ હતી.

વીરએ રાધિકાને કહ્યુ, હવે આ તારો થયો. અમારા શ્યામમાંથી તે ભાગ પડાવ્યો પણ એને સાચવજે.

રાધિકા હસતા હસતા કહે, એ મને સાચવશે હુ તો એને શુ સાચવવાની?

વીર શ્યામને કહે છે, હુ હવે રજા લઉ. પછી સવારે કોલ કરીશ. વીરને શ્યામ ગળે મળે છે. કિંજલ પણ જતા જતા શ્યામને કાનમાં કઈક કેતી જાય છે. શ્યામના મો પર હજી પણ એ મુસ્કાન હતિ.

શ્યામનો રૂમ તો આજે ગુલાબની પાંખડી અને સુગંધિત અત્તર અને મીણબત્તીઓથી મધમધતો હતો. બન્ને એકસાથે જ રૂમમાં જાય છે.

શ્યામ હજી તો રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે જ રાધિકા શ્યામને પગે લાગે છે. શ્યામને હસવુ આવે છે.

રાધિકાએ કહ્યુ શા માટે હસો છો?

શ્યામ કહે આ બધુ આજે પુરુ થઇ ગયુ. હજી આવી કોઇ ફોર્માલીટીઝ હોય તો પુરી કરી દે જે.

રાધિકાએ કહ્યુ કેમ આમ બોલે છે? મે કઈ ખોટુ કર્યુ?

શ્યામ કહે ના ખોટુ હોય કે નહિ એ નથી ખબર પણ સ્ત્રી એ પુરુષની શક્તિ હોય અને શક્તિ પગમાં દિલમાં હોય. કઠણ કાળજાનો વ્યક્તિ એને જ કહેવાય જેની સ્ત્રી સાચા દિલથી તેની શક્તિ બનીને ઉભી હોય.

રાધિકા કહે, ખરેખર મને મારી પસંદગી ઉપર ગર્વ છે.

શ્યામ કહે મને ગર્વ થવો જોઇએ. તુ મારી નબળાઇ નહિ મારી મજબુતી બનજે. મને પણ ગર્વ થશે.

રાધિકા કહે તો હવે રોમેન્ટીક ફોર્માલીટી કરીશુ? કિંજલ શુ કહેતી હતી કાનમાં?

શ્યામ કહે એમ કહ્યુ કે તારા બેડરૂમના વ્હેમમાં બીજો રુમ શણગાર્યો હતો. મહામહેનતે બધુ સેટ કર્યુ,

રાધિકા ખડખડાટ હસવા લાગી શ્યામ કહે આમ જ તારા મોં પર કાયમ હાસ્ય રાખજે.

રાધિકા કહે તારો સાથ જીંદગીભર મળ્યો એટલે આ હાસ્ય અને ખુશીઓ પણ જીંદગીભર સાથે જ રહેશે.

અચાનક જ એના રૂમમાં પડેલા એક ગીફ્ટના બોક્સ પર શ્યામની નજર ગઈ. એ બોક્સ પર કોઇનુ નામ નહોતુ લખ્યુ. શ્યામે એ બોક્સ ખોલ્યુ. અંદરથી ચાંદીની બનેલી એક રાધા કૃષ્ણની સુંદર અને અત્યંત મનમોહક મુર્તિ હતી.

રાધિકા કહે અરે વાહ આટલી સુંદર મુર્તિ કોણે આપી હશે?

શ્યામ કહે આ તો ચાંદિની મુર્તી છે. આ કોણ હોઇ શકે? અચાનક જ એક કાગળ મુર્તિ સાથે હતો એમા લખ્યુ હતુ.

“મીરા તો શ્યામના પ્રેમની દિવાની હોય બાકી રાધાનો જ શ્યામ હોય. તારા લગ્નજીવનની મંગલકામનાઓ.”

શ્યામ મોં પર સ્માઇલ સાથે આંખોના ખુણા ભીના થઈ ગયા. આ જ પ્રેમની ઓળખ છે. મીરાએ મોકલેલી આ ગિફ્ટ માત્ર એના લખેલા કાગળ પરથી જ ઓળખી ગયો.

રાધિકાએ કહ્યુ કોણ છે શુ લખ્યુ છે ચિઠ્ઠિમાં?

શ્યામ કહે, રાધિકા મારી જીંદગીના જુના અધ્યાયનો અંત અને નવા અધ્યાયની શરુઆત છે. આ ચિઠ્ઠીમાં જે લખ્યુ એનો અર્થ એવો થાય.

રાધિકાને એ વાતમાં કોઇ રસ ન હોય એમ કહે છે, તારી વાતો મને સમજતા પાંચ વર્ષ લાગી જશે. હોશિયાર છોકરા શોધવામાં આ પ્રોબ્લેમ આવે.

શ્યામ એની આંગળીઓથી રાધિકાના બન્ને ગાલ ખેચીને કહે છે, ના મારી વાતો સમજવા કરતા બસ એની ઉપર સ્માઇલ આપી દેવાની એમા વધુ સારુ પડશે. વિતેલા અધ્યાયની વાત મારે તને લગ્ન પહેલા જ કરવી જોઇએ પણ, જો આજ કરીશ તો સવાર પડી જશે.

રાધિકા કહે છે, ભલે મને કોઇ મનદુઃખ નથી. તારો ભુતકાળ જે હોય તે પણ વર્તમાન અને ભાવિ માત્ર અને માત્ર હુ જ છુ.

અનેક લાગણી સભર અને રોમેન્ટિક સંવાદો મોડી રાત સુધી ચાલ્યા હશે. લગ્નની પ્રથમ રાત્રે સાથે તન મનથી એક થઈ ગયા.

સવારમાં જ હજી તો શ્યામ પથારીમાં હતો. ત્યા જ વીરનો કોલ આવ્યો. શ્યામ પથારીમાં સુતા સુતા જ બોલ્યો, ગુડ મોર્નિંગ વિરૂ

વીર કહે, ઓહો જાગી ગયો? કેમ છે તબિયત? ગુડ છે ને મોર્નિંગ

શ્યામ કહે, હા સારી છે તબિયત, નાઇટ ગુડ હોય તો મોર્નિંગ પણ ગુડ જ હોય ને

વીરની સાથે જ લાઇન પર કિંજલ સાંભળતી હતી. એ જોરજોરથી હસવા લાગી.

વીર કહે તને ના કિધુ હતુ કે કઈ બોલતી નહિ તો પણ?

શ્યામ પણ હસવા લાગ્યો

કિંજલ કહે, સો સોરી પણ હસવુ આવી ગયુ. કેમ છે શ્યામ ?

શ્યામ કહે, આઇ એમ ફાઇન પણ કિંજલ આવુ બધુ તને સંભળાવીને તને બગાડશે. આ ખરાબ છોકરા સાથે નહિ રહેવાનુ.

વીર કહે એ ભાઇ તુ મારુ તોડાવવાનો થયો છો. તુ ફોન કટ કર કિંજલ આપણે વાત કરીએ. તુ રેડી થઇને કોલ કરજે.

બીજે દિવસથી પપ્પાએ કહ્યુ, બધુ કામ છોડીને દસ દિવસ બન્ને ટુર પર જઈ આવો. પછી તારે સમય જ નથી હોતો.

ઓફિસવર્ક બધાને સોપી દિધુ. ઓફિસની દેખરેખ માટે વીર તો ત્યા જ હતો. અને સ્માર્ટ કપલ લેહ લડાખની સફરે નીકળ્યુ. દસ દિવસ દરમ્યાન બરફમાં ખુબ જ આનંદ કર્યો. પોતે સુરક્ષા વિભાગમાં સલાહકાર હતો એટલે લેહ લદાખમાં સૈન્યનાઅધિકારી અને શ્યામના મિત્રો દ્વારા સ્પેશિયલ જગ્યાઓ જ્યા સામાન્ય વ્યક્તિ ન જઈ શકે ત્યા પણ લઇ ગયા.

બન્ને એકબીજાની જીવનશૈલીથી એકબીજાના સ્વભાવથી પરિચિત થયા.

શ્યામે પણ એક દિવસ તક જોઇ પોતાના જીવનમાં બનેલ તમામ ઘટના વર્ણવી દિધી. મીરા અને શ્યામના પ્રેમની વાત પણ અતઃથી લઈ ઇતિ સુધી એટલે કે કોલેજમાં પ્રથમ મુલાકાતથી લઈને છેલ્લે મળેલા ત્યા સુધીની વાત કરી દિધી.રાધિકાનુ નિર્મળ મન તો શ્યામના પ્રેમને સેલ્યુટ કરતુ હતુ.

રાધિકા કહે, શ્યામ તારો ભુતકાળ તો બહુ દુઃખદાયક હતો. તે નિસ્વાર્થ પ્રેમ કર્યો પણ, તુ મંજીલ સુધી ન પહોચી શક્યો પણ થેન્ક્સ ગોડ કે એ પ્રેમ હવે મને મળશે.

શ્યામ કહે, રાધિકા આ એક બુકસમાં આવતી લવ સ્ટોરી હતી એમ સમજી હુ ભુલી ગયો છું. તુ પણ ભુલી જા જે. હુ મારિ જીંદગીની હકિકતથી વાકેફ કરુ એ મારી ફરજ હતી એટલે તને કહ્યુ.

રાધિકા કહે, એ તો તે જણાવ્યુ, નહિ તો ન પણ કે, તો મને તો શુ ખબર પડે? મારા મનમાં તારા પ્રત્યે માન છે. જે પ્રેમ હતો હવે તેના કરતા પણ વધુ પ્રેમ છે.

શ્યામ અને રાધિકા દસ દિવસ મન ભરી એન્જોય બાદ ઘરે પરત ફર્યા. બે દિવસના આરામ પછી નિયમિત જીવનમાં પાછા આવી ગયા.

સમય વિતતો ગયો શ્યામ નામના અને નાણા બન્ને કમાયો હતો. રાધિકાના પગલા શ્યામના માટે શુકનવંતા હતા. શ્યામે ભારતના પાંચ કેપિટલ સિટીમાં ઓફિસ બનાવી. શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ તરિકે શ્યામનુ નામ હતુ. રિશેપ્શન અને મોટા મોટા કાર્યક્રમોમાં શ્યામને ચીફ ગેસ્ટ તરીકે બોલાવતા. શ્યામ અને રાધિકા બન્ને જતા હતા. રાધિકા શ્યામના ખભેખભા મિલાવી ચાલતી હતી. આખો દિવસ ઓફિસમાં માનસિક રીતે લાગેલા થાકને રાધિકા પળમાં દુર કરી દેતી હતી. રાધિકા સાસુ સસરાને પણ ખુબ જ માન સન્માન આપતી હતી. સાસુ ક્યારેક બોલે તો સાંભળ્યુ ન સાંભળ્યુ કરી નાખતી હતી.પાણીના પ્રવાહની જેમ સમય વિતતો ગયો. એકવાર શ્યામ એક બિઝનેસ ડિલ માટે મુંબઇ ગયો. મિટીંગ તો રાત્રે જ પુરી થઈ ગઈ હતી. પરંતુ આજ થોડો માનસીક રીતે થાકિ ગયો હતો એટલે પુરતી ઉંઘ થઈ જાય એટલે સાંજે મરીન ડ્રાઇવ પાસે આવેલ એક હોટલમાં નાઇટ હોલ્ટ કરીને સવારમાં નિકળવાનુ નક્કિ કર્યુ. સાંજે જમીને મરીન લાઇનના દરિયા કિનારે લટાર મારવા નિકળ્યો હતો.