Self esteem books and stories free download online pdf in Gujarati

સ્વમાન

આજે મનસુખલાલ ના ત્રણે સંતાનો ખુશ હતા. આ ત્રણે સંતાનો એટલે કે સૌથી મોટા દીકરાનું નામ અમન, અને આ પછીના બે દિકરા જનક અને અનિક. મનસુખલાલની પત્ની સવિતાબેનની જિંદગીની યાત્રા પૂર્ણ થઈ. સવિતાબેનને ઓચિંતા શું થયું? મનસુખલાલ, થોડા દિવસ અવાચક રહ્યા. એમને તો બિલકુલ માનવામાં નહોતું આવતું કે તેઓ ખરેખર એકલા થઇ ગયા.

અને જોત જોતામાં સવિતા બેન ને આ સંસાર છોડયે બે વર્ષ થયાં. મનસુખલાલના, ત્રણેય છોકરાંઓ તેમની ચિંતા કરતાં કેમ કે તે વારંવાર કહેતા કે, ‘હું એકલો થઈ ગયો’
તમે કહેતા હતા કે “તમે એકલા થઈ ગયાં છો .”તો એનું નિવારણ છે. શું છે? ખૂબ આશ્ચર્ય થયું. મનસુખલાલે જનક સામે જોયું અને પૂછ્યું કે શું નિવારણ હોઈ શકે? જનક બોલ્યો, કે દેશમાં રહેતા તમારા ભાઈ એટલે કે અમારા જમનકાકા ને વાત કરી એ કે તમારે જીવનસાથીની જરુર છે. અને જમનકાકા આ બાબત મદદ કરવામાં ઉત્સુક હોય છે.મને ખાત્રી છે, અમન બોલ્યો, જમનકાકા તમારા ભાઈ છે. એ તમને સમજી જશે અને તમારી બધી જરુરીયાત ને પૂરી કરવાં કોશિશ કરશે. સમાજ નો પણ ડર નથીં. એ ઉપરાંત, આપણે બીજા કોઈ નો અભિપ્રાય નથી લેવાનો. જમનકાકા એ પણ બીજા લગ્ન કર્યા છે અને સુખી છે.

મનસુખલાલે બીજી વાર પરણવાનો વિચાર પણ નથી કર્યો. અને સંતાનો બાપુજી ને પરણાવવા ની વાત કરે છે. એક પણ શબ્દ બોલ્યાં વિના મનસુખલાલ રૂમ ની બહાર નીકળી ગયા. ‘મને સમજવા વાળું કોઈ નથી અને ફરી સવિતાબેનની યાદી તેમના દિલ ને કબજે કરી લીધું. મનસુખલાલ ઉદાસ અને કમજોર પડી ગયા. થોડી વારમાં સ્વસ્થ થયા અને ફરી છોકરાઓ પાસે ગયા.


મનસુખલાલે પુરી મક્કમતાથી કહ્યું કે, “મારે બીજી વાર લગ્ન નથી કરવા”. કેટલી એ વાર મનસુખલાલે દિકરા અમન ને પણ કહયું, “ હું સ્વતંત્ર છું. મને મારી રીતે સ્વતંત્રતાથી જીવવા દયો” જીવતાં જીવનમાં શા માટે મારો અને તારી બા નો વર્ષો થી બાંધ્યો માળો વિખેરી નાખો છો. તમને શું લાભ થશે?”
“ શા કારણે મને માયાના બંધનમાં ધકેલો છો?”

આ બનાવ પછીથી ફકત અમન અને જનક બાપુજી ને મળવા આવતા. થોડી વાર રહીને પોતાના ઘરે જતા રહેતા. મનસુખલાલ પાસે થી જાણી લ્યે કંઈ પણ કામ હોય તો મદદરૂપ બને.
મનસુખલાલને સ્વતંત્રતા ખૂબ 'વહાલી'
છોકરાઓને પાસે બેસાડી પ્રેમથી ખભા ઉપર હાથ ફેરવી ને કહે તમે શાંતિથી બેસો ચા/કોફી લ્યો અને વાત કરો. પણ ઉતાવળમાં પાછાં ઘરે જતાં રહે. પોતાના સંતાનો નો વ્યવહાર બદલાયેલો હતો.એ મનસુખલાલની જાણબહાર ન હતું. અને હરી ઈચ્છા મારો
હરી કરે તે હોય. અને પોતાના મનને મનાવવા પ્રયત્ન કર્યો. ઘણીવાર નાના મોટા ઘણા અનુભવો થયા અને થશે પણ. મનસુખલાલ મનને સમજાવે અને મનાવવા કોશિષ કરે. કોઈ દિવસ મનનો જવાબ મૌન હોય અને કોઈ વાર માની જાય.

હવે તો છોકરાઓ બાપુજી ને મળવા આવ્યા હોય કે પછી ટેલિફોન પર વાત કરતા હોય, સૌથી પહેલો સવાલ કરે કે તમે પછી શું વિચાર્યું કે નકકી કર્યુ. બીજો દિકરો વળી એમ પૂછે કે બાપુજી,પછી તમારો જવાબ શું છે? કોઈ નિર્ણય લેવાયો? મનસુખલાલ ના ત્રણેય સંતાનો એમ ઇચ્છતા હતા કે બાપુજી ફરીવાર પરણે તો બાપુજી એકલા ના થઈ જાય, રોટલાની સગવડ રહે અને હા ખાસ તો એ કે બાપુજીને મળવાનું ઓછું થઈ જશે. અને આપોઆપ તેઓનો કિમતી સમય બચી જાય. આ ઉપરાંત સમાજ શું કહેશે? સમાજ ની અપેક્ષા, બાપુજી ને છોકરાઓ , તેમની સાથે રહેવા માટે શહેરમાં લ્ઈ જાય.

બાપુજીએ યાદ દેવડાવ્યું કે તમે મને કોઇ મળવા પણ ના આવી શકો તૉ તેની પણ મારી વ્યાધિ નહી કરવાની. તમારા સંજોગો પ્રમાણે તમારે વરતવાનુ. આપણા બધા ના સંજોગો પણ બદલતા રહે છે. આપણે બદલતાં સંજોગોનું માન રાખવું.

મનસુખલાલ નો સૌથી નાનો દિકરો અનિક. એની પાસે ખૂબ પૈસા . પૈસા સાથે ઘમંડ વધતું જાય છે. મનસુખલાલ સાથે પણ ઘણી વખત ગુસ્સામાં વાત કરે. અનિક ને એવું જોતું હતું કે મનસુખલાલ માની જાય. હમણાં થોડા સમય પહેલાં જ બન્ને વચ્ચે ટેલિફોન પર વાત કરતા હતા. ત્યારે અનિક મનસુખલાલ ને કહે :”તમને મળવા આવીયે ત્યારે અમે ભાઈ ઓ કેટલો પગાર ગુમાવીએ છે. “ એકલો પઞાર નહી અમારો કિમતી સમય પણ બગડે છે. આ વાત સાંભળીને મનસુખલાલ બોલ્યા, ‘વાહ દિકરા વાહ!!! સમય તમારા માટે કિમતી છે અને સારુ તમે સમયની કિમત જાણો છો.
માબાપને મળવાનું હોય છે ત્યા રે કિંમતી સમય નો હિસાબ કરવો પડે છે. મનસુખલાલને થયું કે અનિક હવે વધારે અપમાનિત કરે અને દુખ પહોંચાડે તે પહેલાં તેમને ટેલિફોન નીચે મૂકી દીધો. એજ સમય અનિક ને થયું કે તે બોલ્યો તે બરાબર ન હતું. વિચાર કર્યા વિના બોલ્યો કે
બાપુજી કે પછી કોઈ બીજા ઉપર કેવી અસર થશે. બાપુજી પાસે માફી માંગવી જોઇએ. બાપુજી અનિક ને ઠપકો આપ્યો હોત,પણ ના, છોકરાઓ મોટા છે.તેઓને સમજવું જોઇએ કે કે કોની સાથે કયારે અને શું બોલવું. ઈશ્વર ઈચ્છા. બિઝનેસમાં કાંઈ થયું હશે. બીજાનો ગુસ્સો મારા ઉપર ઢોળી નાખ્યો.

આવું તો અનેક વાર થયું છે. એકલા હોય અને છોકરાઓ બે કટું વચન બોલીને બાપુજી ને ‘ વીના મુલ્યે’ દેતા જાય. મનસુખલાલને વિચાર આવ્યો કે પહેલાં તો કોઈને દુખ લાગે એવું ના બોલતાં.... હકિકતમાં બધા સાથે પ્રેમથી વાત કરે.બચપણ મા કોઇ વ્યાધિ ઉપાધી ન હતી. બધી ઈચ્છાઓ પુરી કરી. મનસુખલાલ ત્રણેય સંતાનો ને યાદ કરે ત્યારે સવિતાબેનની પણ હાજરી હોય.
મનસુખલાલ અને સવિતાબેનના ત્રણેય સંતાનો શહેરમાં રહેતા. જયારે પણ કોઇ કામ પડે તો તરતજ મળવા આવી જાય. જે પણ કોઈ કામ કરવાનું
હોય તો વિના સંકોચે, મદદરૂપ થાય.

સવિતા બેન કહેતા કે ત્રણે દિકરા માબાપ ની કાળજી તો રાખે છે. “આપણા માટે ઘણું.” મનસુખલાલ કહેતા ઈશ્વર ઈચ્છા......

પતિપત્ની એક બીજા પાસે કે પછી સંતાનો પાસેથી કોઈ પણ અપેક્ષા ન રાખતા. મનસુખલાલ કહેતા કે અપેક્ષા રાખવી એ સંબંધોનું અપમાન છે. અને સંબંધ તુટવાની આ પહેલી તિરાડની નિશાની.
મનસુખલાલ અને સવિતાબેન, નો આનંદિત સ્વભાવ સાવ સાદુ જીવન અને સત્ય માર્ગી. નાના મોટા, સર્વમાં ઈશ્વરનો વાસ છે. અને બધાને માનથી બોલાવતાં.

ત્રણે દિકરાઓને ભણાવી ગણાવી મોટા કર્યા. પહેલે થીજ નકકી હતું કે અમન અને જનક બન્ને શહેરમાં આગળ અભ્યાસ માટે જશે. અનિક જે સૌથી નાનો દિકરો એ પણ બે વર્ષમાં શહેર ભણવા જશે. ભણી લીધા બાદ અમન ને અને જનક સારી નોકરી મળી ગઈ. બા બાપુજી ના આશીર્વાદ લઇને શહેરમાં રહેવા લાગ્યા. અનિક ભણીને પોતાનું બિઝનેઝ ચલાવતો
મનસુખલાલ ને આશ્ચર્ય થયું હતું કે ત્રણેય સંતાનો કેમ દબાણ કરે છે?


મનસુખલાલે ઉદાસીનતા ખંખેરી નાખી અને કઠણ કાળજું રાખી નક્કી કરી લીધું કે આ ગામ જ છોડી દેશે. પણ કોઈને ખબર નહી પડવા દે. ઘર છોડયા બાદ આ ગામનું પાણી પણ હરામ છે . મનસુખલાલે નક્કી કરી લીધું કે કયાં જવું છે. ત્રણમાંથી એક પણ દિકરો, બાપુજી ને સાથ નથી આપતો.

પોતે તેમના માતા પિતાની સાથે રહીને એમની ખૂબ જ સેવા કરી. આ બધી બઘી બાબતોમાં સવિતાબેન નો પુરો સાથ હતો. માબાપ ની સેવા કરે એ કાંઇ નવાઈ નથી. આપણી ફરજ છે. કુટુંબ ને લગતી ગમે તે વાત હોય પતિપત્ની બન્ને સાથે જ નિર્ણય લ્યે.

રહી રહી ને મનસુખલાલ ને એક પ્રશ્ન મુંઝવતો કે તેમના ત્રણેય સંતાનો કેમ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. શું સ્વાર્થ હશે.. પણ સંતાનો પાસે આજ એક લાચાર બાપે નમતું જોખવું પડયું. મનસુખલાલને કોઈ સાથે સંબંધ નહોતો બગાડવો.

મનસુખલાલ સમજે છે કૈ બદલતાં સંજોગો ને કારણે, છોકરાઓ માટે, પહેલાની જેમ તેમને નિયમિત રીતે મળવા આવવાનું શકય ન હતું. પણ તેમા શું? “મારે નથી જોતું કે તેઓ મારા કારણે કોઈ પણ તકલીફ પડે.”
આ ફેરફાર ને અપનાવી લેવા નો. મનસુખલાલે ફરી દિકરાઓને દિલાસો આપી ને કહેતા કે “તમે મોડાવહેલા મારી પાસે આવો તે ગામમાં કોઇ ને પણ હક્ક નથી કે આ વિષય ઉપર પ્રશ્ન પૂછે. આવા સંકુચિત વિચારો ધરાવતા લોકો ની વાત તમારે ધ્યાનમાં નહી લેવાની.”

આ વાત લગભગ આઠેક મહિના ચાલી. તેમની આજુબાજુ વાળા પણ એકજ વાત લઈને બેઠા ‘લગ્ન કરી લેવા જોઈએ.’
ગામનાં બે ચાર લોકો મનસુખલાલ ને
કહેતા કે દિકરાની વાત માન્ય રાખવી જોઈએ. મનસુખલાલે મનમા નક્કી કર્યું. હતું આ વાતની બહેશ કરવી નથી. અને તે મૌન રહેતા.

મનસુખ લાલ કંટાળી ગયા હતાં. એમને ફરી લગ્ન કરવાનો વિચાર પણ નથી કર્યો. સવિતા બેન ની જગ્યાઔ કોઈ પણ ના ભરી શકે. મનસુખલાલ ઝીંદગીના એવા વળાંક ઉપર હતા જયાં અત્યંત અગત્યનો નિર્ણય લેવાનો હતો.

બધું વિચારીને મનસુખલાલે પછી ત્રણેય સંતાનો ને બોલાવી અને કહ્યુ કે તેઓ પોતાને ગામે જશે અને જમનકાકા ને મળશે. આટલી વાત સાંભળીને ખુશ થયા કે બાપુજી આખરે માની ગયા. ને ત્રણેક મહિના સુધીમાં પાછાં આવશે. અને એ બે દિવસ પછી એટલેકે સોમવારના વહેલી સવારે ઉપડી જશે. તેમના નાના ભાઈને બધી વિગતો અપાય ગય છે. અને તે ભાઈ તેમને રેલવે સ્ટેશન થી લેવા આવશે. અને હા મનસુખલાલે કહયું કે રેલવે ની ટીકીટ આવી ગય છે. અને અહીં થી જવા માટે ગાડી ની સગવડ કરી લીધી છે. દરેક રીતે બધું કરવાનું કામ કરી લીધું છે. પોતે આ બધુ કામ સહેલાઈથી, ચીવટપૂર્વક અને શાંતિ થી પતાવી દીધું. મનસુખલાલ ને પોત જે કામ કરી શકતાં હોય તો સંતાનો ઉપર કે પછી બીજી કોઈ વ્યક્તિ ઉપર બોજ ન નાખે. એમને એમની સ્વતંત્રતા ઉપર ગર્વ હતો. તે લાચાર નથી. મનસુખલાલને કોઈ ઉપર નિર્ભર રહીને જીવન જીવવું નહોતુ.

સચ્ચાઈ, સાવધાની અને ઈમાનદારી નું જીવન જીવવાનું. અને એટલે તો અહીં આવયાં નો કોઇ અફસોસ નથી.

મનસુખલાલને ને ગામ ગયે લગભગ બેવર્ષ થઈ ગયાં. તપાસ કરતાં ખબર પડી કે અહીં નથી આવ્યાં. વળી કોઇએ કહ્યું કે એ તો બહું વર્ષો પહેલા એમની પત્ની સાથે આવ્યા હતા. આજ સુધી મનસુખલાલ ની ખબર નથી . ત્રણેય સંતાનોને દુખ થયું. તે પોતે જ આવી પરિસ્થિતિના જવાબદાર છે.

પોતાના સ્વાર્થ નું પેટ ભરવા બાપુજી ના દિલ ને દુભાવ્યું. પોતાની જરૂરિયાતો ને પૂરી કરવા માટે પિતાજીની જરૂરિયાત ને નકારી કાઢી. બાપુજી ની લાગણી ને સમજવાની કોશિશ પણ ન કરી. પોતાની ફરજ ચુક્યાં. પણ હવે?, હવે શું ? દૂધ ઢોળાયું તે પછી કામ ના આવે.

સોમવારની સવારે મનસુખલાલે સમયસર ગાડી પકડી અને પહોંચી ગયા તેમના મુકામે. એ વાતને પણ બે વર્ષ થયાં. અહીં આવ્યાંનો કોઇ પણ અફસોસ નથી. મનસુખલાલ કોઈ ના મોહતાજ નથી. એમનું સ્વમાન સચવાય ગયું. અને સવિતાબેનને યાદ સાથે એક આછું સ્મિત કરતા આકાશ તરફ નજર કરી ને બોલ્યા ઈશ્વર ઈચ્છા.