Wolf Dairies - 24 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 24

Featured Books
  • હું તારી યાદમાં 2 - (ભાગ-૪૩)

    હું ઓફિસમાં દાખલ થઈ ચૂક્યો હતો અને અચાનક મારા મોબાઈલમાં વંશિ...

  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 24


“કિમ.. શ્લોક.. રોમી..” સેમએ હોલમાંથી બુમ પાડી.

“શું થયું?” રૂમની બહાર નીકળતા રોમીએ કહ્યું.

“સુમેરનો ફોન હતો. એણે આપણને બધાને હમણાં જ હેડ ક્વાટર બોલાવ્યા છે.” સેમએ કહ્યું.

“અત્યારે? સવારમાં આટલા વહેલા શું કામ આવી ગયું?” આંખો ચોળતા કિમએ કહ્યું. તે હજુ પણ ઊંઘમાં જ હતી.

“ત્યાં જઈને જ ખબર પડશે. જલ્દી તૈયાર થાઓ. હું જેક અને ઈવને પણ બોલાવી લઉં.” સેમએ ફોન લગાવતા કહ્યું.

બધા ફટાફટ હેડ ક્વાટર પહોચ્યા.

“શું વાત છે?” જેકએ સુમેરને પૂછ્યું.

“કિમ.. હું ઈચ્છું છું કે તું થોડી હિંમત રાખે.” સુમેરએ કિમ સામે જોયું.

“વાત શું છે?” ગભરાતા કિમએ કહ્યું.

“ક્રિસ.. કાલે એ અહી આવા માટે નીકળ્યો હતો. પણ..” સુમેર કહી રહ્યો હતો.

“પણ..?” કિમના મગજમાં શંકાઓ ઘેરાઈ ગઈ.

“આ વીડિઓ જોઈ લો.” સુમેરએ રૂમના પ્રોજેક્ટર પર વીડિઓ ચાલુ કર્યો.

તેમાં અમુક માણસો ક્રિસને પકડીને એક કારમાં બેસાડીને લઇ જતા હતા.

“આ લોકો કોણ છે? અને આ શું કરી રહ્યા છે?” ગુસ્સાથી કિમએ કહ્યું.

“ખબર નહી. એ બધાના ચહેરા ઢંકાયેલા છે. અને કારનો નંબર પણ ખોટો છે.” સુમેરએ નિરાશ થતા કહ્યું.

“એક મિનીટ.. આ વીંટી.. આ તો..” સ્ક્રિન પાસે જઈ ડ્રાઈવરની આંગળી પર ઝૂમ કરતા સેમએ કહ્યું.

“પર્સી..” કિમ બોલી.

“આ કઈ રીતે શક્ય છે? એ તો..” સુમેર બોલવા જ જઈ રહ્યો હતો કે ત્યાં એનો ફોન રણક્યો.

“હા બોલો. શું? હું હમણાં જ આવું છું.” સુમેરએ ફોન મુકતા કહ્યું.

“તારો અંદાજો સાચો હતો કિમ. પર્સી જેલમાંથી ભાગી ગયો છે. તમે અહી જ રહો હું આવું છું.” કહી સુમેર બહાર નીકળ્યો.

કિમ રડતી ખુરશીમાં ફસડાઈ પડી.

“કિમ.. કઈ નહિ થાય ક્રિસને. આપણે એમને પાછા લઇ આવીશું. તું રડીશ નહિ.” કિમને પાણી આપતા સેમએ કહ્યું.

“તું ક્રિસ સરને ઓળખતી નથી હજુ. એ બહુ જ હોશિયાર અને બહાદુર વુલ્ફ છે. એ આમ કોઈના હાથમાં ફસાઈ રહે તેવા નથી. તો આટલી બધી ચિંતા ના કરીશ.” શ્લોકએ કિમને હિંમત આપતા કહ્યું.

“એ આપણા પપ્પા છે શ્લોક.. તું આવું કઈ રીતે કહી શકે?” ક્યારનો રોકી રાખેલો ગુસ્સો કિમએ શ્લોક પર ઢોળી દીધો.

“શું કહ્યું તે...” ફરીથી બોલ..” શ્લોકના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો આંચકો તેને લાગ્યો.

“હું.. હું...” બોલ્યા બાદ કિમને પોતાની ભૂલ સમજાઈ. હવે શું કહેવું તે એને સમજાતું નહોતું.

“શ્લોક.. મારી સાથે આવ.. મારી વાત સંભાળ..” જેકએ શ્લોકનો ખભો પકડતા કહ્યું.

“આ શું કહે છે? કોઈ મને સાચું જણાવો..” માથું પકડતા શ્લોકએ કહ્યું.

“શ્લોક.. તું ખોટું સમજે છે..” સેમ કહી રહી હતી.

“નહિ સેમ.. હવે કોઈ રહસ્ય નહિ. પ્લીસ.. બહુ સહન કરી લીધું. હવે સાચું જણાવો. બોલ કિમ.. સાચું શું છે?” પોતાનો હાથ ટેબલ પર પછાડતા ગુસ્સાથી શ્લોકએ કિમને કહ્યું.

“હા. તું મારો ભાઈ છે. ક્રિસ આપણા બંનેના પિતા છે.” આંસુ લૂછતાં કિમએ કહ્યું.

“ક્રિસ સર.. મારા પિતા..” બોલતા શ્લોક નીચે ઢળી પડ્યો.

“શ્લોક.. સંભાળ તારી જાતને.” શ્લોકને બેઠો કરતા કિમએ કહ્યું.

“એટલે ઈવ સાચે જ મારી બેન છે.” ઈવ સામે જોતા રોમીએ કહ્યું.

“હા. આપને બંને સગા ભાઈ બહેન છીએ.” ઈવના આંખમાંથી પણ આંસુ નીકળી રહ્યા હતા.

“આ બધું કેમ? કેમ અમને કોઈએ કઈ કહ્યું નહિ? સેમ.. તું જયારે સિયા હતી ત્યારે પણ તે કેમ અમને કઈ ના જણાવ્યું?” રોમીએ સેમ સામે જોઇને કહ્યું. તેના અવાજમાં દર્દ દેખાઈ રહ્યું હતું.

“ત્યારે હું આ વિશે નહોતી જાણતી રોમી. મને બસ એટલી ખબર હતી કે અંકલ ક્રિસ કિમના પપ્પા છે. આ બધા વિશે જયારે હું અહી પાછી આવી ત્યારે મારી મમ્મીએ મને બધું જણાવ્યું.” માથું નીચું કરતા અપરાધભાવ સાથે સેમએ કહ્યું.

“કેવા મા બાપ છે અમારા.. જેમને આટલા વર્ષો સુધી અમને પોતાનાથી દુર રાખ્યાં. અમને અપનાવ્યા પણ નહિ.” શ્લોકના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

“એવું નથી શ્લોક. અમે બધા પણ તેમનાથી અલગ જ રહ્યા છીએ. અમને કોઈને પણ તેમનો પ્રેમ નથી મળ્યો.” જેકએ તેમને પાણી આપતા કહ્યું.

“આપણે બધી વાત નથી જાણતા ભાઈ. એમનેમ કોઈ નિર્ણય પર આવવું યોગ્ય નથી.” શ્લોક પાસે જતા કિમએ કહ્યું.

શ્લોકએ તેને ગળે લગાવી લીધી. તે બંને રડી રહ્યા હતા.

રોમીએ પણ ઈવને ગળે લગાવી તેમના આંસુ પણ રોકાઈ નહોતા રહ્યા.

“આપણે તો જાણે આ રૂમમાં છીએ જ નહિ જેક..” હસીને સેમએ કહ્યું.

“આવી જા.” હાથ લંબાવતા કિમએ કહ્યું. બધા જ એકબીજાને ભેટી પડ્યા.

“દોસ્તો.. મારી પાસે એક સારી ખબર છે.” સુમેરએ ઝડપથી રૂમમાં પ્રવેશતા કહ્યું.

“શું?” કિમએ આંસુ લૂછતાં કહ્યું.

“પર્સી અત્યારે ઇન્ડિયામાં છે. મનાલી નામની કોઈક જગ્યામાં.” સુમેરએ કહ્યું.

“વાહ. તો આપણે જલ્દી જ ત્યાં જવું જોઈએ.” શ્લોકએ કહ્યું.

“સુમેર, હું મારી ટીમ તરફથી તમને રીક્વેસ્ટ કરું છું કે આ મિશન અમને આપવામાં આવે. અમે તમને નિરાશ નહિ કરીએ.” જેકએ આગળ આવીને કહ્યું.

“હું પણ એ જ ઈચ્છું છું જેક. અને મેં આ વાત આગળ બધાને જણાવી. પણ અમને ઉપરથી ઓર્ડર મળ્યા છે. કે આ કામ તમને સોંપવામાં ના આવે. સોરી.” કહી સુમેર ત્યાંથી બહાર નીકળી ગયો.

“તેમણે આવું કેમ કર્યું હશે?” ઈવએ કહ્યું.

“આ એ બધું વિચારવાનો સમય નથી. એ આપણને કામ ના સોંપે તો કઈ નહિ. આપણે જાતે પણ આ કામ કરી જ શકીએ છીએ. આપણને કોઈની પરમિશનની જરૂર નથી.” કિમએ ઉભા થતા કહ્યું.

“બિલકુલ. આપણે અત્યારે જ નીકળીએ છીએ.” બહાર નીકળતા જેકએ કહ્યું.

બધા સેમના ઘરે ભેગા થયાં હતા. ઇન્ડિયા જવા માટે બધા તૈયાર થઇ ગયા હતા.

અચાનક જ સેમનો ફોન રણક્યો.. જેકનો પણ.. પછી ઈવ.. પછી કિમ...

બધાએ ગભરાઈને માત્ર “હા” કહીને ફોન મુક્યો.

“શું થયું?” શ્લોક અને રોમીએ એક સાથે પૂછ્યું.

“ઘરે જવું પડશે. એમણે અમને અને તમને બંનેને પણ બોલાવ્યા છે. હમણાં જ.” સેમએ ગંભીરતાથી કહ્યું.

“મને પણ..” ઈવ, જેક, કિમ પણ એક સાથે બોલ્યા.

જેકની મોટી જીપમાં બધા જ ગોઠવાઈ ગયા અને ઘર તરફ નીકળ્યા. કલાકનો સફર કર્યા પછી તેઓ શહેરની બહાર નીકળી ગયા હતા. તે એક ગામ જેવું હતું. ત્યાં જંગલ વધુ દેખાઈ રહ્યું હતું. લીલાછમ ઘાસ અને જંગલની વચ્ચે એક મોટું ઘર હતું. જે આખું સફેદ હતું. તેની આગળ વિશાળ બગીચો હતો. જે રંગબેરંગી ફૂલોથી ભરાયેલો હતો.

ગાડી ઘરની બહાર પાર્ક કરી બધા આગળ વધ્યા. ઘરનો મેઈન હોલ બહુ જ મોટો હતો. રૂમની વચ્ચે એક કાચનું ટેબલ હતું જેની ફરતે કાળા રંગના સોફા હતા. રૂમની વચ્ચે છત પર બહુ જ મોટું કાચનું ઝુમ્મર હતું. તે મુખ્ય હોલમાં જ અર્ધગોળ આકારમાં સીડીઓ હતી જે ઉપર લોબીને મળતી હતી. ઉપર પણ બહુ બધા રૂમ હતા. નીચેની બાજુ એક સ્ટોર રૂમ અને રસોડું હતું. અને એક વિશાળ મંદિર પણ હતું. જેમાં રાધા ક્રિષ્નાની સફેદ માર્બલની મૂર્તિ મુકવામાં આવી હતી.

“મોમ... ડેડ..” ઘરમાં પ્રવેશતા જ સેમએ બુમ પાડી.

“ઓહ તો તમે બધા આવી જ ગયા..” સીડીઓ પરથી ઉતરતા એક સ્ત્રીએ કહ્યું.

****

● શું ક્રિસને બધા બચાવી શકશે?

● શ્લોક અને રોમીથી અત્યાર સુધી બધી વાત કેમ છુપાવવામાં આવી હતી?

● જો શ્લોક અને રોમીના મા બાપ જીવતા હતા તો ક્રિસએ કેમ ખોટું કહ્યું હતું?

ક્રમશઃ