Wolf Dairies - 29 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 29

“શું પ્રિયા તારા અવાજથી હું પકડાઈ ગયો.” હસીને ક્રિસ ઉભો થયો.

“સારું કર્યું તે પ્રિયા. આ હરામી મને બેવડી કે છે જો ને..” કહીને પંછી ક્રિસને મારવા લાગી.

“તમારા બંને વચ્ચે પ્રિયાને કેમ ઘસેડો છો?” હસીને ત્યાં આવેલા સેમ અને રાહુલએ કહ્યું.

“અરે બધા સવાર સવારમાં જ અહી? શું વાત છે? બીજી કોઈ પાર્ટી છે કે શું?” હસીને પંછીએ કહ્યું.

“નહિ.. ક્રિસએ ફોન કર્યો હતો એટલે બધા અહી આવ્યા.” સેમએ કહ્યું.

“અને તારી ખબર પૂછવા પણ. કેવું છે તને હવે?” પ્રિયાએ પંછીને પૂછ્યું.

“મને શું થવાનું હતું? હું ઠીક છું હવે. તમે બધા બેસોને, ઉભા કેમ છો?” પંછીએ કહ્યું.

“હા તો કાલે તને શું થયું હતું?” રાહુલએ પૂછ્યું.

“કાલે પંછીના ડ્રિંકમાં કોઈકએ દારૂ મિલાવ્યો હતો. બીજું શું ડફર..” હસીને સેમએ કહ્યું.

“ઓહ હેલો.. મને એ ખબર છે.. પણ કોને મિલાવ્યો એ જાણવા પૂછું છું.” સેમને માથા પર ટપલી મારતા રાહુલએ કહ્યું.

“કેટલું ઝગડશો તમે યાર? હવે આપણે સ્કુલમાં નથી. હવે તો બંધ કરો આ ટોમ એન્ડ જેરીની જેમ લડવાનું. દોસ્ત છો કે દુશ્મન..?” અકળાતા ક્રિસએ કહ્યું.

“દુશ્મન..” સેમ અને રાહુલ બંને એક સાથે બોલ્યા.

બધા જ તેમણે સાંભળીને એક સાથે હસી પડ્યા.

“તમારા બંનેનું પતી ગયું હોય તો હું કઈ બોલું?” ક્રિસએ સેમ અને રાહુલ સામે જોતા કહ્યું.

“હા ભાઈ. બોલ તું.” રાહુલએ કહ્યું.

“હા તો મારા ધ્યાનમાં એક જગ્યા છે. એક હિસ્ટોરિકલ જગ્યા. એક બહુ જુનો મહેલ છે. મારા પપ્પા હમણાં જ એના વિશે વાત કરતા હતા. તો હું વિચારતો હતો કે કેવું રહેશે કે આપણે ત્યાં એક દિવસની પિકનીક માટે જઈએ તો?” ખુશ થતા ક્રિસએ કહ્યું.

“અરે વાહ...બહુ જ મસ્ત વિચાર છે. તો બોલો ક્યારે જવું છે?” રાહુલએ ખુશ થતા કહ્યું.

“આજે..?” ક્રિસએ પંછી સામે જોઇને કહ્યું.

“આજે? નહિ યાર. હું બહુ જ થાકેલી છું. અને હજુ કાલે જ તો આપણે બધાએ પાર્ટી કરી. આવતા રવિવારએ જઈશું ને.” માથું પકડતા પંછીએ કહ્યું.

“હા સાચી વાત છે.” પ્રિયાએ કહ્યું.

“તો આજે આપણે શું કરીશું?” ક્રિસએ કહ્યું.

“ચાલોને મુવી જોવા જઈએ. એક નવું મુવી આવ્યું છે.” સેમએ કહ્યું.

“તું આવી શકીશ ને?” ક્રિસએ પંછી સામે જોઇને પૂછ્યું.

“હા કેમ નહિ. હું પાંચ મિનીટમાં તૈયાર થઈને આવું. તમે અહી જ બેસો.” કહીને પંછી ઉભી થઇ.

“તું ૨૦ મિનીટ કહેતી તો પણ અમે અહી જ બેસી રહેતા યાર.” હસીને ક્રિસએ કહ્યું.

હસીને પંછી પોતાના રૂમમાં ગઈ.

પ્રિયા તે બંને મસ્તી કરતા જોઈ રહી.

****

“ક્રિસ... તને એક વાત પૂછું?” સવારે કોલજ જતી વખતે પંછીએ ક્રિસની બાઈક પાછળ બેઠા બેઠા પૂછ્યું.

“હા. કહે ને. એમાં પૂછવાનું શું છે?” ક્રિસએ કહ્યું.

“તારી અને પ્રિયા વચ્ચે કઈ છે? અથવા શું પહેલા કઈ હતું?” પંછીનો સવાલ સાંભળીને ક્રિસએ અચાનક જ બ્રેક મારી.

“અરે શું થયું?” પંછીએ કહ્યું.

“પંછી.. શું તું પણ યાર. એ મારી સ્કુલની દોસ્ત છે. બસ એથી વધારે અમારી વચ્ચે કઈ નથી અને ના તો પહેલા કઈ હતું.” ક્રિસએ સફાઈ આપતા કહ્યું.

“હા બાબા. સારું. હું બસ ખાલી પૂછતી હતી. હવે ચાલ કોલેજ.” પંછીએ ક્રિસના ખભા પર મારતા કહ્યું.

“હા. સારું એમ જણાવ કે તું પાર્ટીના દિવસ ક્યાં ગાયબ થઇ ગઈ હતી? અને કોની સાથે?” હસતા ક્રિસએ કહ્યું.

“કોની સાથે મતલબ? હું ત્યાં જ ડ્રિંકના કાઉન્ટર પાસે જ તો હતી.” ખચકાતા પંછીએ કહ્યું.

“મને ઉલ્લુ નહી બનાવ. મેં સાંભળ્યું કે એ દિવસ પેલો હરામી રોહન તારી જોડે આવાની કોશિશ કરતો હતો. પણ કોઈક છોકરાએ તને એનાથી બચાવી હતી.” પંછીની ઉડાવતા ક્રિસએ કહ્યું.

“મને તો એવું કઈ જ યાદ નથી.” પંછીએ આંખો ફેરવતા કહ્યું.

“સારું.” કહીને ક્રિસએ કોલેજ તરફ બાઈક ભગાવી.

બધા જ મિત્રો કોલેજના કેમ્પસમાં ઉભા હતા.

“પ્રિયા નથી આવી સેમ?” પંછીએ પૂછ્યું.

“ના. મને ખબર નથી.” સેમએ આજુબાજુ જોતા કહ્યું.

“પ્રિયા અને મોડી...? આ તો શક્ય જ નથી.” ઘડિયાળમા જોતા ક્રિસએ કહ્યું.

“તો ફોન કરીને પૂછી લે ને.” પંછીએ કહ્યું.

“હા. હું હમણાં જ કરું.” કહી ક્રિસએ ફોન લગાવ્યો, પણ તે લાગ્યો નહિ.

“ફોન તો નથી લાગી રહ્યો. કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે. આમ પણ બે દિવસથી ભાગદોડ જ ચાલે છે. તો વહેલા ઉઠાયું નહિ હોય કદાચ. ચાલો આપણે ક્લાસમાં જઈએ?” ક્રિસએ કહ્યું પણ તેનું ધ્યાન ફોનની સ્ક્રીન પર જ હતું.

બધા ક્લાસ ભરવા માટે ગયા. અને ક્લાસ પત્યા પછી કેન્ટીનમાં બેઠા હતા.

“સોરી દોસ્તો. મારે કમિટીની એક જરૂરી મીટીંગ છે તેમાં જવું પડશે. તમે બધા જમી લો. હું તમને પછી મળું.” કહીને ક્રિસ ત્યાંથી બહાર નીકળ્યો.

“એને જરૂર જેસએ બોલાવ્યો હશે.” હસીને સેમએ કહ્યું.

“યાર આ જમવાનું હજુ સુધી કેમ ના આવ્યું?” ઊંચા થઈને રાહુલએ કહ્યું.

“કેમકે મેં ઓર્ડર જ નથી આપ્યો.” પોતાના વાળ સરખા કરતા સેમએ કહ્યું.

“સેમ... તમે તો હું..” સેમ તરફ હાથ કરતા રાહુલ કહી રહ્યો હતો.

“રાહુલ... શાંત થઇ જા. હું જઈને આપી આવું છું. તમે બંને મહેરબાની કરીને લડશો નહિ.” કહીને પંછી ઓર્ડર આપવા ગઈ.

તે ઓર્ડર આપીને જેવી પાછી ફરવા ગઈ તેવી જ એક છોકરા સાથે અથડાઈ.

“ઓહ.. સો સોરી...” પોતાને સંભાળતા પંછીએ કહ્યું.

પણ તે છોકરો પંછીને અવગણીને આગળ જતો રહ્યો.

“અજીબ માણસ છે.” કહીને પંછી પણ પોતાના ટેબલ પર આવીને બેઠી.

“પંછી... શું તને ખબર છે? આ જે છોકરો હમણાં તારી સાથે અથડાયો ને? એને જ તને પાર્ટીમાં રોહનથી બચાવી હતી.” તે છોકરા તરફ જોતા રાહુલએ કહ્યું.

“સાચે જ? પણ તને એ કઈ રીતે ખબર?” પંછીએ ઉંધા ફરીને બેઠેલા છોકરા તરફ જ નજર રાખીને કહ્યું.

“કેમકે આપણો આ મગજ વગરનો દોસ્ત... એ ભંગાર રોહનનો પણ દોસ્ત છે.” કટાક્ષ કરતા સેમએ કહ્યું.

“શું? સાચે જ રાહુલ?” રાહુલ તરફ નજર કરતા પંછીએ પૂછ્યું.

“તું પણ કોની વાત પર વિશ્વાસ કરે છે? એ મારો કોઈ ખાસ દોસ્ત નથી. પણ એના અને મારા પપ્પા મિત્રો છે. એટલે એ મારે ઘરે આવતો જતો હોય છે. તો આજે સવારે એ મને પાર્કિંગમાં મળ્યો હતો. ત્યારે તેને મને આ છોકરાને બતાવતા કહ્યું હતું.” રાહુલએ ચોખવટ કરતા કહ્યું.

“હા. કોઈ વાંધો નથી. મારી રોહન સાથે એવી કોઈ દુશ્મની પણ નથી.” પંછીએ કહ્યું.

“સારું. તો હવે આપણે ક્લાસમાં જઈએ?” જમવાનું પતાવતા રાહુલએ કહ્યું.

સેમએ હકારમાં માથું હલાવ્યું.

“તમે બંને જાઓ. હું આવું થોડી વારમાં.” પંછીએ પેલા છોકરા સામે જોઇને કહ્યું.

“સારું.” કહીને સેમ અને રાહુલ કેન્ટીનની બહાર નીકળી ગયા.

“હેય.. હું પંછી છું. કાલે તે મારી મદદ કરી હતી. આપણે એક બીજાને ઓળખતા પણ નથી છતા.. તો..” પંછી તે છોકરાની પાસેની ખુરશીમાં જઈને બેસી.

તે એની વાદળી આંખોમાં જ ઝાંકી રહી હતી. પણ તે વ્યક્તિનું ધ્યાન પંછી પર જરાય નહોતું. તે પોતાની આંખો ટેબલ પર ઝુખાવીને પંછીને સાંભળી રહ્યો હતો. પણ પંછીના છેલ્લા વાક્યએ એને જાણે કોઈ ઝટકો આપ્યો હોય તેમ તેને આંખો ઉંચી કરીને પંછી સામે જોયું. પંછીને સમજાઈ નહોતું રહ્યું કે આગળ હવે શું બોલવું.

“શું મેં તને મારી પાસે બેસવાનું કહ્યું?” એકદમ ધીમા અવાજે પણ કડકાઈથી તેને કહ્યું. તેની વાદળી આંખો બરફ જેવી સાવ ઠંડી વર્તાઈ રહી હતી.

****

● શું પ્રિયા અને ક્રિસ વચ્ચે કઈ હતું?

● પ્રિયાને શું થયું હતું?

● તે છોકરો કોણ હતો?

● તેણે કેમ પંછી સાથે તોછડાઈથી વાત કરી?

ક્રમશઃ