Wolf Dairies - 35 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 35

તે પછીના દિવસો શાંતિથી સ્કૂલમાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ક્રિસ એની બાઇક લઈને સ્કૂલની બહાર નીકળ્યો. રસ્તામાં તેને ચાલતી જતી પ્રિયા દેખાઈ.

“બેસી જા.” હોર્ન મારી પ્રિયાને રોકતા ક્રિસએ બાઇક પર બેસવાનો તેને ઈશારો કર્યો.

પ્રિયાને ખબર હતી કે ક્રિસ કેટલો જીદ્દી છે. કઈ પણ બોલ્યા વગર પ્રિયા તેની પાછળ બેસી ગઈ.

પ્રિયા ક્રિસની કમરથી સહેજ દૂર પોતાના હાથ રાખીને તેને પકડવાનું નાટક કરી મનમાંને મનમાં ખુશ થઈ રહી હતી. ક્રિસએ અચાનક જ બ્રેક મારી જેથી પ્રિયાએ ક્રિસને પાછળથી બાથ ભરી લીધી.

“નીચે ઉતર હમણાં જ..” ગુસ્સાથી બાઇક રોકતા ક્રિસએ કહ્યું.

પ્રિયા કંઈ પણ બોલ્યાં વગર માથું ઝુકાવીને નીચે ઉતરી ગઈ.

“હવે ઘરે ચાલતી આવજે.” કહી ગુસ્સામાં ક્રિસ બાઇક લઈને ત્યાંથી જતો રહ્યો.

“પથ્થર દિલ..” ગુસ્સામાં બુમી પાડીને પગ પછાડતા પ્રિયાએ કહ્યું.

આમને આમ પરીક્ષાઓ પણ પુરી થઈ ગઈ હતી. બીજું સત્ર ચાલુ થઈ ગયું હતું.

“આ શું ચાલી રહ્યું છે?” બધાને ટોળા વળેલાં જોઈને ક્રિસએ રાહુલને પૂછ્યું.

“ફ્રેન્ડશીપ ડે છે આજે.” હસીને રાહુલએ કહ્યું.

“હાય..” પ્રિયાએ તેમની પાસે આવીને કહ્યું.

“મારે સેમનું કામ છે. હું પછી મળું તમને.” કહી પોતાના ખિસ્સામાંથી ફ્રેન્ડશીપ બેલ્ટ લઇ સેમ તરફ આગળ વધતા રાહુલએ કહ્યું.

ક્રિસ તેને જતા જોઈ હસી રહ્યો હતો. ત્યાં જ પ્રિયાએ તેના ચહેરા સામે વાદળી રંગનો ફ્રેન્ડશીપ બેલ્ટ ધર્યો.

“આ શું છે?” પ્રિયા સામે જોઇને ગંભીર થતા ક્રિસએ કહ્યું.

“ફ્રેન્ડશીપ બેલ્ટ..” ખુશ થતા પ્રિયાએ કહ્યું.

“એ તો મને પણ દેખાય છે. પણ મને કેમ આપે છે?” ક્રિસએ તેનો હાથ હટાવીને કહ્યું.

“મને લાગ્યું આપણે બંને મિત્રો છીએ.” પ્રિયાએ ધીમેથી કહ્યું.

“બિલકુલ નહીં...” કહીને ક્રિસ ચાલવા લાગ્યો.

“ખડુસ...” ગુસ્સામાં પ્રિયાએ કહ્યું.

“ક્રિસ.. હેપ્પી ફ્રેન્ડશીપ ડે..” ક્રિસ પાસે આવતા જેસએ કહ્યું.

ક્રિસ પાછળ ફર્યો. તેનું ધ્યાન જેસની પાછળ ઉભેલી પ્રિયા પર પડ્યું.

તેમના ક્લાસનો એક છોકરો રોહન પ્રિયાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી રહ્યો હતો. પ્રિયા તેને ના કહી રહી હતી. પણ તેણે જબરજસ્તી તેનો હાથ પકડીને બેલ્ટ બાંધી દીધી.

“એ ના કહે છે, તને સમજાતું નથી?” ક્રિસએ ગુસ્સામાં ત્યાં પહોંચીને કહ્યું.

“એ અમારા બંને વચ્ચેની વાત છે.” પ્રિયાની નજીક જતા રોહનએ કહ્યું.

ક્રિસથી ગુસ્સો કાબુ ના થતા તેણે રોહનને છાતીમાં જોરથી લાત મારી. રોહન દૂર જઈને નીચે પડ્યો. બધા જ લોકો ત્યાં ટોળું વળી ગયા.

“ક્રિસ... એને છોડી દે.” પ્રિયાએ વચ્ચે આવતા કહ્યું.

ક્રિસ ગુસ્સામાં પ્રિયાનો હાથ પકડીને તેને ખેંચીને સ્કૂલના ધાબા પર લઇ ગયો.

“ક્રિસ છોડ મને.” જોરથી પ્રિયાએ ધાબા પર પહોંચીને પોતાનો હાથ છોડાવતા કહ્યું.

પ્રિયા ત્યાંથી જવા ગયી, પણ ક્રિસએ તેનો હાથ ખેંચીને તેને પોતાની સામે લાવી.

પ્રિયા પાછળ ધાબાની પાળી સાથે અથડાઈ. પ્રિયા દૂર થવાની કોશિશ કરે છે, પણ ક્રિસ પોતાના બંને હાથ પાળી પર મૂકી દે છે. પ્રિયા ત્યાં વચ્ચે ફસાઈ જાય છે.

“જે મારુ છે... એના પર ખાલી મારો હક્ક છે. મને આ જરાય પસંદ નથી.” પ્રિયાનો બેલ્ટ બાંધેલો હાથ જોઈને ક્રિસએ કહ્યું.

એટલામાં જ રોહન ધાબા પર આવ્યો.

“પ્રિયા... એ મારી મિત્ર છે... ક્રિસ તું..” એ આગળ વધીને બોલી રહ્યો હતો.
ક્રિસએ પ્રિયાના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.

“એ મારી છે...” લુચ્ચું હસીને રોહન સામે જોઇને ક્રિસએ કહ્યું.
રોહન આ જોઈને નીચે જતો રહ્યો.

પ્રિયા પણ ક્રિસની આ હરકત પછી બહુ શાંત થઈ ગઈ હતી. ઘરમાં પણ એ દિવસ તે કઈ બોલી નહીં.

“વાંચવાનું નથી?” ક્રિસએ સાંજે પ્રિયા સાથે વાત કરવાની કોશિશ કરી જોઈ. પણ પ્રિયાએ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો જ નહીં.

“કેમ આવું કરે છે તું? હું નજીક આવું છું તો મને ભગાવી મૂકે છે. અને પોતે મને બીજા કોઈ સાથે જોઈ પણ નથી શકતો. જો તું નહીં કહે તો હવે હું પણ તારાથી દુર રહીશ.” પ્રિયાએ મનમાં નક્કી કરી લીધું.

જ્યારે બીજી તરફ ક્રિસથી હંમેશા બળતા રોહનએ જેસને જઈને બધું જ કહી દીધું. તેની વાત સાંભળી જેસ ખૂબ જ ગુસ્સે થઈ.

બીજા દિવસ ક્રિસ પોતાની બાસ્કેટબોલની મેચમાં વ્યસ્ત થઈ ગયો.

“પૈસાદાર છોકરાઓ પાછળ ભાગવાનો બહુ શોખ છે ને તને.. હું તને તારી સાચી જગ્યા બતાવું.” પ્રિયાનો હાથ ખેંચીને ક્લાસની બહાર લાવતા જેસએ કહ્યું.

સીડીઓ જોડે અથડાવાથી પ્રિયાના પગમાંથી લોહી નીકળવા લાગે છે.

“એ મારો છે. દુર રહે એનાથી..” પ્રિયાના ગળાને પકડી તેને ઉભી કરી જેસએ તેને એક થપ્પડ જડી દીધો.

“છોડ એને...” સેમ અને રાહુલ વચ્ચે આવીને જેસને રોકી.
જેસ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયી.

“જાઓ બધા પોતાનું કામ કરો...” આસપાસ જમા થયેલા લોકોને ભગાવતા સેમએ કહ્યું.

પ્રિયા ઉભી થઈને લંગડાતી ઘર તરફ ચાલવા લાગી.

“પ્રિયા.. હું તને મૂકી જઉ?” પ્રિયાને રોકતા રોહનએ કહ્યું.

“ના..” તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ચાલતી ચાલતી પ્લે ગ્રાઉન્ડ પાસે આવી ગઈ હતી.

“હું તારી સાથે આવું છું.” કહીને સેમએ પ્રિયાનો ખભો પકડ્યો.

પ્રિયા સેમને ગળે વળગીને રોવા લાગી. સેમએ તેને શાંત પાડી અને બંને ઘર તરફ વળ્યા.

એટલામાં ક્રિસ પોતાની મેચ પુરી કરીને ગ્રાઉન્ડની બહાર નીકળ્યો.

“શું થયું?” પ્રિયા અને સેમને આમ જતા જોઈ તેને રાહુલને પૂછ્યું.

રાહુલએ તેને બધું જ કહ્યું.

“આ કામ જેસનું નહીં... કોઈક બીજાનું છે.” દૂરથી હસતા રોહનને જોઈને ક્રિસએ કહ્યું.

ગુસ્સામાં મુઠ્ઠીવાળી તેને રોહનને ખૂબ માર્યો. રાહુલએ ક્રિસને સમજાવીને ઘરે મોકલી દીધો.

“પ્રિયા...” ક્રિસ ઘરે આવીને સીધો પ્રિયાના રૂમમાં આવ્યો.

“તું અહીંથી જા. મારે કોઈ વાત નથી કરવી હમણાં.” અકળાઈને પ્રિયાએ ક્રિસને બહાર કાઢતા કહ્યું.

“ચૂપ..” પ્રિયાના હોઠ પર હાથ મુકતા ક્રિસએ કહ્યું.

“અહીં બેસ.” પ્રિયાને પલંગ પર બેસાડતા ક્રિસએ કહ્યું.

ક્રિસ પ્રિયાની સામેના ટેબલ પર બેઠો. પ્રિયાનો પગ પોતાના ખોળામાં લઇ ડ્રેસિંગ કરવા લાગ્યો.

“ક્રિસ.. રહેવા દે..” પ્રિયાએ મોઢું ફેરવતા કહ્યું.

“તું મારી દાદીનું ધ્યાન રાખી શકે તો શું હું તારું ના રાખી શકું?” પ્રિયા સામે જોઇને ક્રિસએ કહ્યું.

પ્રિયા હસીને તેને જોઈ રહી.

“હું બસ તારી મદદ કરતો હતો. બીજી કોઈ ઉમ્મીદ રાખીશ નહીં.” બહાર નીકળતા ક્રિસએ કહ્યું.

“દુનિયાનો સૌથી ખડૂસ માણસ.. જેનાથી મને પ્રેમ થઇ ગયો..” શરમાતી પ્રિયા સુઈ ગઈ.

“અરે બેટા આજે સ્કુલ નથી ગઈ?” પ્રિયાને પોતાના રૂમમાં સફાઈ કરતા જોઈ દાદીએ તેને પૂછ્યું.

“આજે તો રવિવાર છે દાદી.” હસીને પ્રિયાએ કહ્યું.

“હા હું તો ભૂલી જ ગઈ. ગાયત્રીબેન સાથે વાત કરી લેજે. એમની સાથે મારી કાલે વાત થઇ હતી. એ તને ખુબ યાદ કરી રહ્યા હતા.” દાદીએ કહ્યું.

“હા.” કહી પ્રિયા મુખ્ય હોલમાં આવી ગાયત્રીબેનને ફોન કરવા લાગી.

“કોની સાથે વાત કરે છે?” પ્રિયાના હાથમાંથી ફોન ખેંચી ક્રિસએ કહ્યું.

“ક્રિસ... ફોન આપને..” પ્રિયા નાના બાળકની માફક ફોન લેવા પ્રયત્ન કરી રહી હતી.

“ફોન જોઈતો હોય તો પકડ મને..” ક્રિસ આખા ઘરમાં દોડી રહ્યો હતો અને પ્રિયાને પોતાની પાછળ દોડાવી રહ્યો હતો.

દોડતા દોડતા તે બંને ઘરના સ્વિમિંગ પુલ પાસે આવી ગયા.

“ક્રિસ..” ઘરમાં પ્રવેશતા જેસએ કહ્યું.

અવાજ સાંભળતા ક્રિસ તે તરફ વળ્યો. પણ પ્રિયાનું તે તરફ ધ્યાન ગયું નહોતું. તે ફોન લેવા ક્રિસ તરફ કુદી, ક્રિસનું બેલેન્સ બગડતા બંને પાણીમાં પડ્યા.

“સોરી..” પ્રિયાનું ધ્યાન જેસ પર પડતા તેને કહ્યું.

પ્રિયાનો હાથ પકડી ક્રિસએ તેને બહાર કાઢી. અને કપડા બદલવા પોતાના રૂમમાં જતો રહ્યો.

“હું પાણી લાવું. તું બેસ.” જેસને આવકારતા પ્રિયાએ શાંતિથી કહ્યું.

પ્રિયા ઝડપથી હોલમાં પ્રવેશી.

“તને મેં કાલે જ સમજાવ્યું હતું ને?” પ્રિયાને પાછળથી ધક્કો મારતા જેસએ ગુસ્સામાં કહ્યું.

પ્રિયાનું માથું સામે પડેલા ટેબલના ખૂણા જોડે અથડાયું. માથા પર વાગવાથી લોહી વહેવા લાગ્યું. પ્રિયા બેભાન થઈને જ ત્યાં પડી ગઈ.

“તું અમારામાંથી એક નથી.. અને તારી અમારી વચ્ચે કોઈ જ જગ્યા નથી.” કહીને જેસ ત્યાંથી નીકળી ગઈ.

****

● પ્રિયાને આમ બેભાન જોઇને ક્રિસ શું કરશે?

● શું ક્રિસ પ્રિયાનો સાથ આપશે? કે હમેશાની જેમ તેને એકલી છોડી દેશે?

ક્રમશઃ