Wolf Dairies - 40 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 40

પ્રિયા, સેમ, અને પંછી એક જ રૂમમાં રોકાયા હતા. તેમની તો જાણે વાતો જ નહોતી ખૂટી રહી.

જયારે રાહુલ, ક્રિસ, અને અક્ષય ધાબા પર ઉભા હતા.

“તમને બંનેને મારા અને પ્રિયાના સાથે હોવાથી કઈ વાંધો નથી?” ક્યારની મનમાં ચાલી રહેલી વાત ક્રિસએ કહી.

“મને શરૂઆતમાં એ પસંદ નહોતું. પણ શું ફર્ક પડે છે? પ્રિયા સારી છોકરી છે. અને તારી ખુશીથી વધારે બીજું કઈ જ નથી મારા ભાઈ.” ખુશ થઈને રાહુલએ કહ્યું.

“પ્રિયા તારા વગર અધુરી છે. અને તમે બંનેએ બહુ સહન કરી લીધું. તમે બંને હવે ખુશીના હક્કદાર છો.” અક્ષયએ સાથ આપતા કહ્યું.

“થેંક્યું દોસ્તો. તમે લોકો મારી સાથે ના હોત તો હું કઈ કરી શકતો નહિ.” બંનેને ગળે લાગતા ક્રિસએ કહ્યું.

“મને કાકાનો ડર લાગે છે. તે જયારે જાણશે તો ખબર નહી શું કરશે.” ચિંતામાં રાહુલએ કહ્યું.

“એ સમજી જશે. થોડો સમય લાગશે બસ.” અક્ષયએ હિંમત આપી.

“એને ભલે સમય લાગે. પણ હવે તારે પંછીને દિલની વાત કહેવામાં સમય ના લેવો જોઈએ. એ તને પસંદ છે તો એને કહી દે.” મજાક ઉડાવતા રાહુલએ કહ્યું.

“એવું કઈ નથી. ચાલો હવે સુઈ જઈએ.” વાત પતાવતા અક્ષયએ કહ્યું.

બીજા દિવસ ધામધુમથી સેમ અને રાહુલની સગાઈ થઇ.

કેયુરભાઈ અને રાજેશભાઈએ ત્યાં પ્રિયા અને અક્ષયને જોયા એટલે તેમને તે ગમ્યું નહિ. પણ પ્રસંગ હોવાથી તેમણે કઈ કહ્યું નહિ. પ્રિયા વિશે તો બધા જાણતા જ હતા. પણ જેવું તેમનું ધ્યાન અક્ષય પર પડ્યું તેમના હોશ ઉડી ગયા.

ક્રિસ અને પ્રિયાને હસીને વાત કરતા જોઈ જેસ પણ ખુબ ગુસ્સે થઇ. તે પ્રિયાને નીચી બતાવવા ફરીથી તેની તરફ વધી.

“વિચારતી પણ નહિ.. આટલા સમય સુધી મેં તારી બધી જ હરકતો સહન કરી. પણ હવે નહિ. તે મારી છે.” જેસને અટકાવતા ક્રિસએ કહ્યું.

“અને આપણે બંને..?” દુઃખી થતા જેસએ પૂછ્યું.

“આપણી વચ્ચે ક્યારેય કઈ હતું જ નહિ. પ્રેમ તો દુર આપણે તો ક્યારેય સારા મિત્રો પણ નથી બની શક્યા. એટલે તું દુર રહે અમારાથી એ જ વધારે સારું રહેશે.” કહી ક્રિસ ત્યાંથી જતો રહ્યો.

રડતી જેસ ત્યાંથી બહાર નીકળી ગઈ.

“હું છું.” જેસને રૂમાલ આપતા રોહનએ કહ્યું.

“તું કેમ મારો સાથ આપે છે હંમેશા?” આંસુ લૂછતાં જેસએ પૂછ્યું.

“કેમકે હું તને ખુશ જોવા માંગું છું.” તેના બોલતા જ જેસના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

****

“મને લાગે છે કે હવે આપણે પંછીને બધું જણાવી દેવું જોઈએ.” રાજેશભાઈએ પોતાના ઘરે આવેલા નીરજભાઈને કહ્યું.

“હમણાં એને કહેવાનો કોઈ અર્થ નથી. પંછીની શક્તિઓ હજુ જાગૃત નથી થઇ. અત્યારે આપણે તેને કઈ કહીશું તો એ વિશ્વાસ નહિ કરે. અથવા તે ડરી જાય તેવું પણ બને.” રીતુબેનએ પોતાના અનુભવ પરથી જવાબ આપ્યો.

“પણ પેલો વુલ્ફ અક્ષય આટલા વર્ષો પછી પણ અહી જ છે. તે ફરીથી અહી આવ્યો છે. મને પંછીની ચિંતા છે.” રાજેશભાઈએ કહ્યું.

“પણ આપણે રાહ જોયા સિવાય બીજું કઈ કરી શકીએ તેમ નથી. ચિંતાની શું વાત છે એમાં? રાહુલ અને ક્રિસ તો છે એનું ધ્યાન રાખવા માટે.” કેયુરભાઈએ બધાને શાંત પાડતા કહ્યું.

બધા ફરી કોલેજ જવા માંડ્યા હતા. જેસને ક્રિસ અવગણતો હતો. ક્રિસ અને પ્રિયા વધુ નજીક આવી ગયા હતા. આ વાત કોલેજમાં પણ બધા જાણી ગયા હતા.

“એનાથી દુઃખી થવાથી તને એ મળી નહિ જાય.” પ્રિયા અને ક્રિસને સાથે ખુશ જોઈ રહેલી જેસ પાસે જઈને રોહનએ કહ્યું.

“મને હવે એનાથી કોઈ ફર્ક નથી પડતો. એ આમ પણ મારા લાયક નહોતો.” ગુસ્સો કરતા જેસએ કહ્યું.

“તને ખબર છે... ગુસ્સામાં તું વધારે સુંદર લાગે છે.” જેસ પાસે જઈને રોહનએ કહ્યું.

“તને સાચે જ એવું લાગે છે?” શરમાઈને જેસએ કહ્યું.

જેસને પણ રોહન ગમવા લાગ્યો હતો. પણ રોહનના મનમાં કંઇક બીજું જ કાવતરું ચાલી રહ્યું હતું. જેનાથી જેસ બિલકુલ અજાણ હતી.

પંછી લાઈબ્રેરીમાં પુસ્તક લેવા માટે ગઈ હતી. જેવું તેને પુસ્તક ખેચ્યું તેની પાછળની બાજુ ઉભેલો અક્ષય દેખાયો. તેને જોઇને પંછીએ પુસ્તક પાછું મૂકી દીધું.

“પંછી.. માંડ માંડ બચી..” કહીને પંછી બીજા વિભાગમાં જતી રહી.

ત્યાં ઉપર રહેલી પુસ્તક લેવા તે પ્રયત્ન કરી રહી હતી પણ તેનો હાથ પહોચી રહ્યો નહોતો.

“હું કઈ મદદ કરું?” પાસે આવીને અક્ષયએ કહ્યું.

“કોઈ જરૂર નથી. હું જાતે કરી લઈશ.” મોઢું મચકોડતા પંછીએ કહ્યું.

તે ટેબલ પર ચડીને પુસ્તક લેવા જઈ રહી હતી. પણ તેનો પગ લપસતા બધા પુસ્તકો નીચે પડ્યા.

પંછી પણ પડવાની જ હતી કે અક્ષયએ તેને કમરમાંથી પકડી લીધી.

“નહિ પંછી... એની સુંદર આંખોમાં ફસાવાનું નથી... પણ તારી આ ક્યુટ આંખો... કોઈ બચાવો મને..” પંછી મનમાં જ અક્ષયની આંખોમાં જોઇને વિચારી રહી હતી.

તેના વિચાર વાંચી શકતો અક્ષય હસવા લાગ્યો.

પંછી ફટાફટ તેનાથી દુર ખસી અને બધી નીચે પડેલી પુસ્તકો ભેગી કરવા લાગી.

અક્ષય પણ કઈ બોલ્યા વગર નીચે બેસી તેની મદદ કરવા લાગ્યો.

“તને પ્રોજેક્ટ માટે પાર્ટનર મળી ગયો?” અક્ષયએ ધીમેથી પૂછ્યું.

“ના.” પંછીએ તેની સામે જોયા વગર જ કહ્યું.

“પ્રિયા અને ક્રિસ કામ કરી રહ્યા છે.. સેમ અને રાહુલ સાથે છે. મને કોઈ મળ્યું નથી. તો મારી સાથે કામ કરીશ?” પુસ્તકો મુકતા અક્ષયએ કહ્યું.

“ના કહી દે પંછી... એની આંખોમાં ના જો...” તે મનમાં બોલતી આંખો મીચી રહી હતી.

“બોલને..” અક્ષયએ પંછીના હાથમાં રહેલી પુસ્તક ખેચી અને તેની આંખો ખુલી ગઈ.

“હા..” અક્ષય સામે જોઇને તેને કહ્યું.

“સારું. કાલે મળીએ. સવારે..” કહી હસીને તે બહાર નીકળી ગયો.

“પંછી ડફર... આ શું કર્યું તે..” પોતાના જ વાળ ખેચતા પંછી વિચારી રહી હતી.

બધાને પ્રોજેક્ટ પુરા કરવાના હતા. એટલે આગલા દિવસે બધા જ સેમના ઘરે ભેગા થયાં હતા. બધા અલગ અલગ રૂમમાં કામ કરી રહ્યા હતા. બધાએ જમવાનું પણ પોતાના રૂમમાં જ પતાવ્યું હતું.

પંછી અને અક્ષય પોતાનું કામ પતી જતા બીજાને જોવા નીકળ્યા.

સેમ અને રાહુલ પોતાના રૂમમાં જ કામ કરતા કરતા સુઈ ગયા હતા.

ક્રિસ અને પ્રિયા હજુ પણ કામ કરી રહ્યાં હતા.

“બહાર ચાલવા જઈએ?” પંછીએ કહ્યું.

અક્ષયએ હામાં માથું હલાવ્યું.

“જીવન કેવું રહસ્યમય હોય છે ને?” પંછીએ કહ્યું.

“કેવી રીતે?” અક્ષયએ પૂછ્યું.

“જો ને હજુ હમણાં સુધી આપણે કામમાં કેટલા થાકી ગયા હતા. અને અત્યારે આમ સુંદર તારાઓ નીચે આમ ચાલી રહ્યા છીએ. જીવનમાં ક્યારે ક્યાં શું થઇ જાય કઈ નક્કી જ નથી હોતું. તો થયુંને રહસ્યમય?” હસતા પંછીએ કહ્યું.

“વાત તો સાચી.” બંને વાતો કરતા રસ્તામાં ચાલી રહ્યા હતા.

થોડેક દુર જતા બરફ પડવાનો શરુ થઇ ગયો.

“બહુ ઠંડી લાગે છે.” પોતાના હાથ ઘસતા પંછીએ કહ્યું.

“આપણે જલ્દી ઘરે પહોચવું જોઈએ.” પોતાનું જેકેટ કાઢી પંછીને ઓઢાડતા અક્ષયએ કહ્યું.

બરફ સાથે ખુબ જ ઠંડો પવન ફૂંકી રહ્યો હતો. જેમ તેમ કરીને અક્ષય પંછીને પકડીને ઘર સુધી લાવ્યો.

ફટાફટ રૂમમાં આવીને અક્ષયએ બધા બારી બારણાં બંધ કર્યા. પંછીને બ્લેન્કેટ ઓઢાડ્યું.

“ઠંડીમાં મરી જઈશ હું..” પંછીના દાંત કકડી રહ્યા હતા.

“પંછી... આંખો ખોલ...” ધીમે ધીમે તેની આંખો બંધ થઇ રહી હતી.

****

● શું પંછી ઠીક થશે?

● રોહનના મનમાં શું કાવતરું ચાલી રહ્યું હતું?

● રીતુબેન કઈ રીતે પંછીની શક્તિઓ જાગૃત કરશે?

ક્રમશઃ