Wolf Dairies - 47 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 47

Featured Books
Share

વુલ્ફ ડાયરીઝ - 47

“શ્લોક.. તું સેમનું ધ્યાન રાખ. હું જાઉ છું, જેક અને ઈવને શોધવા.” સેમને પોતાના જાદુથી રૂમમાં સુવડાવતા કિમએ કહ્યું.

“હું પણ આવીશ.” રોમીએ કહ્યું.

“પણ રોમી ત્યાં ખતરો..” કિમ તેને સમજાવા જઈ રહી હતી.

“તારે એકલા ના જવું જોઈએ. રોમીને સાથે લઇ જા.” શ્લોકએ ધીમેથી કહ્યું.

માથું હલાવી કિમ અને રોમી બધાને શોધવા બહાર નીકળ્યા.

“તું સુતી કેટલી સારી લાગે છે. તને યાદ છે જયારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે પણ તું આમ બેભાન જ હતી.” સેમના માથે હાથ ફેરવતા શ્લોકએ કહ્યું.

તેને સેમના ઘાવ પર દવા લગાવી. અને ત્યાં જ તેની પાસે બેસી રહ્યો.

સાંજ થઇ ગઈ હતી હજુ સુધી કોઈ પાછુ આવ્યું નહોતું. શ્લોકને બધાની ચિંતા હતી. પણ તે સેમને એકલી મુકીને જઈ શકે તેમ નહોતું.

“જેક.. ઈવ..” સેમ ભાનમાં આવી રહી હતી.

“તું ઠીક તો છે ને?” સેમની પાસે જઈ તેને ટેકો આપતા શ્લોકએ કહ્યું.

“હા. હું ઠીક છું. પણ જેક અને ઈવ?” તેને બેઠા થતા કહ્યું.

“મને પહેલા એ જણાવ કે તું તો અહી ઘરમાં હતીને? તો પછી બહાર ક્યારે ગઈ? અને તારી આ હાલત કોણે કરી?” શ્લોકએ પૂછ્યું.

“હું ધ્યાન લગાવીને મારી શક્તિઓની મદદથી કોઈ પણ માણસને શોધી શકું છું. જો એ વ્યક્તિ ક્યાંક નજીકમાં હોય તો. તમે બધા પોતાના રૂમમાં હતા. મને કંઇક બેચેની લાગી રહી હતી. એટલે મેં ધ્યાન લગાવ્યું. મેં જોયું કે ક્રિસ અંકલને વેમ્પાયરએ બાંધી રાખ્યાં છે. મેં એ પછી જેકને શોધ્યો. ઈવ અને જેકને વેમ્પાયરએ ઘેરી લીધા હતા. એટલે હું તમને કોઈને કહ્યા વગર જ તેમની મદદ કરવા ભાગી. અમે ત્રણેય એ બધા સામે લડી રહ્યા હતા. પણ ત્યાં અચાનક જ કોઈક બીજી શક્તિ આવી. હું એનો ચહેરો જોઈ ના શકી. પણ એ શક્તિએ મને અહી લાવીને ફેંકી.”

“રોમી અને કિમ ગયા છે, તેમની મદદ કરવા માટે. એ આવતા જ હશે.” તેની પાસે બેસતા શ્લોકએ કહ્યું.

“શું? તે બંનેને એકલા કેમ જવા દીધા? તારે સાથે જવું જોઈએ ને?” ચિંતાથી સેમએ કહ્યું.

“તો તારું ધ્યાન કોણ રાખતું? તને એકલી મુકીને થોડું જવાય?” ગંભીર થતા શ્લોકએ કહ્યું.

“આ તું કહે છે? એ માણસ જે મને બહુ પહેલા છોડી ચુક્યો છે.” ફિક્કું હસીને સેમએ કહ્યું.

“આમ મોઢું ના ફેરવ. તું પણ જાણે છે કે તે પ્રેમ હતો. પણ મારી મજબૂરી..” માથું ઝુકાવી શ્લોક ચુપ થઇ ગયો.

“પ્રેમ... સાચે જ? એવી તો શું મજબૂરી હોઈ શકે?” અકળાતા સેમએ કહ્યું.

“મને એ પહેલા ખબર નહોતી કે હું વુલ્ફ છું. તું આવી ત્યારે મને પણ તારાથી પ્રેમ થઇ ગયો. પણ પછી મને ખબર પડી કે હું વુલ્ફ છું. હું તને સુરક્ષિત રાખવા ઈચ્છતો હતો. હું નહોતો ઈચ્છતો કે તારું જીવન મારી સાથે બગડે. હું એક હેવાન છું. તારા જીવનનો નિર્ણય હું કઈ રીતે કરી શકું? તારી ખુશી માટે જ મેં તને છોડી દીધી.” શ્લોકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.

“હે ભગવાન.. તમે પુરૂષો આટલા મુર્ખ કેમ હોવ છો? તું મને સીધું કહી નહોતો શકતો? મને તારા વુલ્ફ હોવાથી કોઈ ખતરો નથી. અને મને તું જેવો છે એવો જ પસંદ છે.” શ્લોકની નજીક જઈને તેના હાથ પકડતા સેમએ કહ્યું.

“સાચે જ?” શ્લોક હજુ પણ નીચું જોઈ રહ્યો હતો.

“તારા કરતા વધારે ખતરનાખ તો હું છું. હું તો જાદુ થી કઈ પણ કરી શકું છું. તો મને તારાથી શું નુકશાન થશે? મારી મમ્મી પણ એક જાદુગર છે, અને પપ્પા વુલ્ફ. એ બંને સાથે ખુશ જ છે. તો શું આપણે સાથે ખુશ નહિ રહી શકીએ?” કહી સેમ શ્લોકને ભેટી પડી.

“મને માફ કરી દે. મેં તને બહુ દુખી કરી છે.” સેમને ભેટતા શ્લોકએ કહ્યું.

“ના શ્લોક. મને માફ કરી દે. મેં તને બહુ ખોટો સમજ્યો.” સેમ ડુસકા ભરીને રડવા લાગી.

“બસ સેમ.. હવે કેમ રડે છે. આપણે બહુ સહન કરી લીધું. હવે નહિ. હવે બધે ખુશી જ હશે. હવે આપણને કોઈ અલગ નહિ કરી શકે.” સેમના માથે હાથ ફેરવતા શ્લોકએ તેને શાંત પાડી.

“શ્લોક.. સેમ.. કોઈ છે અહી..?” બહાર અવાજ આવતા સેમ અને શ્લોક રૂમની બહાર નીકળ્યા.

“જેક.. ઈવ.. રોમી.. શું થયું તમને?” બધાને ઘવાયેલા જોઇને સેમ એમની પાસે ગઈ.

“નાના..નાની.. તમે બંને અહી મનાલીમાં? કઈ રીતે?” નાના નાનીને ત્યાં જોઇને શ્લોકએ પૂછ્યું.

“નાની..” સેમ દોડીને નાના નાનીને ભેટી પડી.

“અમે તને બહુ યાદ કરી.” નાનીએ તેને ભેટતા કહ્યું.

“આ તમને બધાને શું થયું છે?” શ્લોકએ પૂછ્યું.

“વેમ્પાયરનું કામ છે આ. અમે જયારે ત્યાં પહોચ્યા ત્યારે આ બધા તેમની સાથે લડી રહ્યા હતા. એમને સિયાની જ જરૂર હતી. એટલે એને મેં મારા જાદુથી અહી ફેકી દીધી. જો અમે ત્યાં પહોચ્યા ના હોત તો તમે કોઈ જીવતા ના હોત. વેમ્પ્યારને કમ સમજવાની ભૂલ ના કરશો.” નાનીએ કહ્યું.

“ક્રિસ અને કિમ ક્યાં છે?” સેમને યાદ આવતા તેણે પૂછ્યું.

“ક્રિસ તો એમની પાસે જ છે. અને આ લોકો સાથે એક છોકરી હતી તેને એ લોકો પોતાની સાથે લઇ ગયા.” નાનાએ કહ્યું.

“આપણે કિમ અને અંકલ ક્રિસને શોધવા જોઈએ.” સેમએ કહ્યું.

“તે બધા વેમ્પાયર છે. અને એ પણ બહુ વધારે સંખ્યામાં.” નાનાએ કહ્યું.

“તો હવે શું કરીશું? કઈ રીતે તે બંનેને બચાવીશું?” ચિંતા કરતા શ્લોકએ કહ્યું.

“કાલે પૂનમ છે. તમારા બધાની શક્તિઓ કાલે વધી જશે. અને કાલ સુધીમાં તે બંનેને વેમ્પાયર કોઈ નુકશાન નહિ પહોચાડે. કેમકે તેમણે ચંદ્રમણી મેળવવા માટે તેમની જરૂર છે. તો આપણે કાલ સુધી રાહ જોઈએ. અને યોગ્ય સમય મળતાં હમલો કરીશું.” નાનીએ શાંતિથી સમજાવ્યું.

બધા તેમની વાત સાથે સહમત થયાં.

“કોણ છો તમે બધા? મને અહી કેમ પકડી રાખી છે?” ભાનમાં આવતા જ પોતાના બાંધેલા હાથ જોઈ મોટેથી બુમ પાડતા કિમએ કહ્યું.

“બહુ જ તાકત છે ને તારામાં તો.. એક વાર હારીને થાકી નથી?” પર્સીએ કિમ સામે આવતા કહ્યું.

“તું? અહી શું કરે છે? અને તું જો સેમના હાથમાં આવ્યો તો એ તને છોડશે નહિ. કઈ બાજુ ભાગવું એ પણ નહી સમજાય તને તો.” હસીને કિમએ કહ્યું.

“પહેલા પોતાને તો છોડવા.” પર્સી કિમની વાતથી ગભરાઈ તો ગયો હતો, પણ તે ભાવ પોતાના ચહેરા પર આવવા ના દીધા.

“મારા જાદુ આગળ તારી આ સાંકળ કેટલો સમય ટકવાની હતી?” કિમ પોતાની શક્તિઓ વાપરવા જઈ રહી હતી.

“જો તે કોઈ હોશિયારી કરી તો તારા આ સાથીને નહિ છોડીએ.” કરનએ ત્યાં આવી પોતાના ફોનમાં ક્રિસનો વિડીઓ બતાવ્યો. તેમાં ક્રિસ ચાંદીની સાંકળોથી બંધાયેલો હતો. જેના કારણે તે વુલ્ફનું રૂપ લઇ શકતો નહોતો.

“પપ્પા... શું કર્યું તમે એમની સાથે?” ગભરાતા કિમએ પૂછ્યું.

“પપ્પા..? આ લોકોના ફેમિલી ડ્રામા જ પુરા નહિ થાય. બોસ પાસે લઇ જા આને. એ જ આ ને સંભાળશે હવે.” લુચ્ચું હસતા કરનએ કહ્યું.

પર્સી કિમને બીજા એક અંધારા ઓરડામાં લઇ ગયો.

“બોસ આ એ બીજી છોકરી છે, જેની પાસે શક્તિઓ છે.” કિમને રૂમની વચ્ચે ઉભી રાખતા કરનએ કહ્યું.

“છોડ મને.” પોતાનો હાથ છોડાવી કરનથી દુર થતા કિમએ કહ્યું.

“તું..? અહી..? આ કઈ રીતે...?” કિમને પાછળ ફરીને કરનના બોસ એટલે કે રોહનએ જોઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

હાથના ઇશારાથી તેને રૂમની લાઈટ ચાલુ કરાવી.

તે હજુ પણ કિમ સામે જોઈ રહ્યો હતો.

****
● બધા કિમ અને ક્રિસને કઈ રીતે બચાવશે?

● રોહનને કેમ કિમને જોઇને આશ્ચર્ય થયું?

● શું રહસ્ય હતું જેને કિમથી છુપાવવામાં આવી રહ્યું હતું?

ક્રમશઃ