Pollution એક a global problem books and stories free download online pdf in Gujarati

પ્રદૂષણ-એક વૈશ્ર્વિક સમસ્યા

પ્રદૂષણ-એક વૈશ્ર્વિક સમસ્યા
દર વર્ષે 2 ડીસેમ્બરનાં વિશ્વ પ્રદૂષણ નિયંત્રણ દિન ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ છે પ્રદૂષકોને નિયંત્રીત કરી પ્રદૂષણ ફેલાતો અટકાવવા માનવીમાં જાગ્રુતિ ફેલાવવી.આપણે જાણીએ છીએ કે ઔધગિક ક્રાંતિથી જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાની શરુઆત થઈ હતી. વધુ ને વધુ ફેકટરીઓ ઉભી થતા તમાં કોલસા અને અન્ય અશ્મીજન્ય બળતણોનો ઉપયોગ વધવા માંડયો જેથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યુ અને અન્ય પ્રકારના ઈન્ડસ્ટીયલ કેમીકલ છોડવામાં આવતા પ્રદૂષણની સમસ્યા વધુ વકરી . પ્રદૂષણએ કોઈ કુદરત સર્જિત આપતિ નથી પણ માનવસર્જિત આફત છે. માનવી એ કુદરતી સમતુલા એટલી હદે ખોરવી નાખી કે એક્બીજાને આધારે ટકતી જીવંત સ્રુષ્ટિની જીવનશૈલી પ્રદૂષિત થતા હવા, પાણી, અનાજ, શાકભાજી બધુંજ અશુધ્ધ અને જંતુયુકત બની જતા માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે બયંકર ખતરો ઉભો થયો. માનવીના હાથમા રાસાયણિક ઉધોગોની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી કદના કારખાના નાખ્યા જે અનેક ઝેરી ગેસ ઓકવા માંડયા, રોજનું અબજો ગેલન અશુધ્ધ પાણી નદીઓ, સરોવરોમાં અને સમુદ્રમાં ઠાલવવા માંડયા.આજનો સ્વાર્થી માનવી પોતાના મોજશોખ માટે પર્યાવરણનો નાશ કરે છે, આડેધડ વ્રુક્ષો કાપી પર્યાવરણની સમતુલાને જોખમે છે.
વાયુ પ્રદૂષણ વાતાવરણમાં કેટલાક કેમિકલ અને ચોક્કસ પ્રદાર્થો છોડે છે. ઈન્ડસ્ટ્રીઝ અને વાહનો વાતાવરણમાં ઝેરી વાયુઓ છોડે છે જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે અને ધુમ્મસ ઉત્પન્ન કરે છે. ચીન, અમેરીકા, રશિયા, મેક્સિકો અને જાપાન વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આ દેશોનો ફાળો મોટો છે. દુષિત પાણી ભુગ્રભ જળમાં ભળી ગંદકી ફેલાવે છે. કેમીકલ અને જંતુનાશકો જમીનનો બગાડ કરે છે. પરમાણુ ઉર્જા ઉત્પાદન અને પરમાણુ શસ્ત્રોનું સંશોધન અને તેના ઉઅત્પાદનને કારણે કિરણોત્સર્ગી ઓરદૂષણ ફેલાય છે. રસ્તા પરનાં ટ્રાફિક, એરક્રાફટનો અવાજ, ઔધોગિક અવાજ અને વધુ ક્ષમતા ધરાવતા સોનારના કારણે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે.વિશાળ જંગલ વિસ્તારોનું છેદન,જંતુનાશકોનો અવિચારી ઉપયોગ પણ પ્રદૂષણ ફેલાવવાનો મુખ્ય કારણ છે. ભારતમાં ગુડગાવ, ગાઝિયાબાદ,ફરીદાબાદ,ભિવંડી,નોઈડા,પટણા,લખનૌ અને દિલ્હી શહેરોનો સમાવેશ પ્રદુષિત શહેરોમાં થાય છે. વતાવરણમાં કાર્બન ડાઓકસાઈડ ઉમારાવાની ક્રિયાને કાર્બન ફૂટપ્રિંટ કહે છે. એક ઈમેલ કરવાથી 4 ગ્રામ કારબન ઉત્પનન થાય છે. યૂ ટયુબનુ કાર્બન ફૂટપ્રિંટ 10 મિલિયન ટન/વર્ષ છે. આમ, ઈલેકટ્રોનિક ગેઝેટ્સ નો ઉપયોગ પણ પ્રદુષણ વધારે છે.
પ્રદૂષણની ગંભીર અસરો સમગ્ર જીવસ્રુષ્ટિ પર પડે છે. હવાનુ પ્રદૂષણ દમ અને શ્વસનતંત્રનાં રોગો, ન્યુમોનિયા,ફેફસાંના કેન્સર જેવા રોગો થાય છે. વિશ્વમાં જંતુનાશકોની ઝેરી અસરોના બનતા બનાવોમાં ભારતમાં 1/3 બનાવો બને છે. એંડોસલ્ફાન અને પેરાકેટ ખુબજ ઝેરી જંતુનાશકો છે જેનું ભારતમાં ઉત્પાદન થાય છે. ઝડપીઔધોગિકરણ ,શહેરીકરણ,ઝ્ડપી વસ્તી વધારો, વાહનની સંખ્યામાં અસાધારણ વધારો વાતાવરણની સમતુલાને ખોરવે છે. હવામાં અંગારવાયુની માત્રા 1.5 ગણી થાયતો તેના દ્વારા ચકકર આવવા, અંધારા આવવા, માથું ચડવું વગેરે અસરો થાય છે 5% સુધી તેની માત્રા માં વધારાથી મ્રુત્યુ નીપજે છે. જગતના 60 કરોડ લોકો એવા શહેરોમાં રહે છે જયાં સલફર ડાયોકસાઈડની માત્રા જોખમકારક ગણાય તેટલી હદે છે. મુંબઈ, દિલ્હી અને કોલકતામાં સૌથી વધુ ખરાબ હવાના પ્રદુષણથી કેંસર, મગજ અને ચેતાતંત્રમાં ખામીઓ સર્જાઈ શકે છે.છેલ્લાં 50 વર્ષમાં હવાનાં તાપમાનમાં 100% વધારો નોંધાયો છે. 2005નું વર્ષ સૌથી ગરમ હતું આ ગરમી નાં કારણે હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહયા છે,જે મહાસાગરોમાં ઠલવાતા જળચર સ્રુષ્ટિ નાશ પામી રહી છે. છેલ્લા સો વર્ષમાં મહાસાગરોની સપાટી 9 ઈંચ વધી છે જે હવે બે-ત્રણ દાયકામાં 6 ફુટ વધી જવાની સંભાવના છે જેથી કિનારાનાં અનેક શહેરો ડુબી જશે.વધતી ગરમીનાં કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે પરિણામે મેલેરિયા, ડેંગયુ,ફ્લુ જેવા ચેપી રોગોમાં વધારો થશે.ગ્લોબલ વોર્મિંગનાં કારણે બંગાળના અખાતમાં સમુદ્રની સપાટી વાર્ષિક 3.14 મિલીમીટરના દરે વધી રહી છે. ભારતમાં પુષ્કરનું પ્રાચીન સરોવર સુકાઈ ગયુ.
પ્રુથ્વીનું તાપમાન સતત વધતાં 2050 સુધીમાં અસાધારણ ગરમી અને અસાધારણ વરસાદ જોવા મળશે, વરસાદનો ક્રમ બદલાઈ જશે, હિમાલયમાં આવેલા હિમખંડો અદ્રશય થઈ જશે,પુર કે દુષ્કાર આવશે. આગામી 30 વર્ષમાં ભારતમાં 50% જંગલો સાફ થઈ જશે જેથી જૈવવૈવિધ્ય પર ખરાબ અસર પડશે. પ્રુથ્વીનું તાપમાન વધતા ગૌંનાં ઉઅત્પાદનમાં 14% અને ચોખાનાં ઉત્પાદનમાં 15.1% ગટાડો થશે. પ્રીન હાઉસ અસરનાં કારણે એમેઝોનનાં જંગલો અને દક્ષિણ યુરોપના કેટલાક ભગો સુકા ભઠ્ઠ થઈ જશે. 3 કરોડ લોકો ભુખમરનો ભોગ બનશે. આપણેજ ઉત્પન્ન કરેલ આ અજગરને નાથવોતો પડશેજ. હાથ જોડીને બેસી રહેવાના બદલે આ વિનાશનો ઉપાય વિચારી તેનો અમલ કરવો જોઈએ. પ્રદુષણને નાથવા કુવાઓ રિચાર્જીગ કરાવવા,જુના વાહનોના લાઈસન્નસ રદ કરવા,વધુ વ્રુક્ષો વાવવા, જંતુનાશકોનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો,ખેતીલાયક જમીનનું જતન કરવુ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવી. કુદરતી સંપતીના વિનાશ્નાં કારણો અને તેને અટકાવવાનાં ઉપાયો અંગે સમાજમાં જાગ્રુતિ ફેલાવવી.