Father's bravery books and stories free download online pdf in Gujarati

પિતાની બહાદુરી

"પિતાની બહાદુરી"


'એક પિતા માટે કોઈ કાર્ય અશક્ય હોતુ નથી'


એક પિતા પોતાના જીવન કાળમાં દિકરા અને દિકરીઓ માટે પોતાનું બધુજ જીવન અર્પણ કરી દે છે. પોતાના દીકરા અને દીકરીઓનાં ઉછેર કરવામાં કોઈ પણ પ઼કારની તકલીફ કે ઉણપ નથી રહેવા દેતા.


જયારેે બાળકો નાના હોય છે ત્યારે એક પિતા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતાના દિકરા અને દિકરીઓનો ઉછેર કરે છે. પરતું સમય જતા જયારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે ઘણી વાર દિકરાઓ અને દિકરીઓને મનમાં એવા ખોટા ભ્રમ અને વિચારો પેદા થાય છે કે તેમના પિતાએ અમારા માટે કશું જ નથી કર્યુ. આખુ જીવન બીજાની સેવા કરવામાં વેડફી નાખી છે અને તમણે આપણા માટે કઈ નથી કર્યુ. આથી માતા અને પિતા સાથે નાના કારણોસર અણબનાવ બને છે અને દીકરાઓ તેની સાથે સંબધ નથી રાખી શકતા. ઘણી વાર તો એવુ બને છે કે તેઓ પોતાના માતા-પિતા ને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી દે છે.


પરંતુ વાસ્તવામાં સમય અને જરૂરિયાત પ્રમાણે એક પિતા પોતાના દિકરાઓ એને દિકરીઓ માટે જે જરુરી છે તે બધુ જ કરી છુટે છે. તે જે માંગે તે બધી સગવડો પુરી પાડે છે. પરંતુ જીવનમાં મનુષ્યને કદી સતોષ થતો નથી. દિકરા અને દિકરીઓ જુની યાદો ને યાદ નથી રાખી શકતા અને માતા-પિતા ના ઉપકારોને તે ભુલી જાય છે.


તો ચાલો આગળ વાચીએ એક બહાદુર પિતાની અદભૂત કહાની જેમાં એક પિતા પોતાના દિકરાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને તેમનો જીવ બચાવે છે.


પેહલા ના સમયમાં ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવતુ અને આખો દિવસ લોકો ખેતીના કામમાં જ લાગી રહેતા. રોજ ની જેમ વહેલી સવારે એક પિતા અને માતા ખેતરે ખેડ કરવા જાય છે. પોતાની સાથે સાથે દિકરા અને દિકરીઓ ને પણ લેતા જાય છે. એમ વિચારીને કે ઘરે તો તેમની કોઈ સંભાળ રાખવાં વાળુ હોતુ નથી અને આમ પણ ઘરે તે શું કરશે તેને બદલે ખેતર રમશે.


હવે ખેતીનું થોડુ કામ પુરૂ કરીને બપોર નો સમય થાય છે એટલે બધાં લોકો ભાતુ કરવા બેસે છે અને ભાતુ કર્યા પછી બધા લોકો થોડો આરામ કરવા આડા પડે છે. પિતા અને માતા થોડા દુરની જગ્યાયે સુતા હોય છે અને દિકરા દિકરીઓ એક લીમડાનાં ઝાડ નીચે સુતા હોય છે.


અચાનક થી તે લીમડાના ઝાડની ડાળ ઉપર થી મોટો સાપ નીચે પડે છે અને સાપ તે બધા છોકરાઓની તદન નજદીક આવી જાય છે આથી બધા છોકરાઓ ડરીને બુમો પાડવા લાગ્યા.


દીકરા અને દીકરીઓ નો અવાજ સાંભળતા જ એક ક્ષણ ની પણ વાટ જોયા વગર પિતાજી ત્યા પહોંચી જાય છે અને મોટા સાપ ને જોવે છે. દિકરા ના પિતાજી એક લાંબી લાકડી લે છે અને સાપ ને લાકડી પર ટીંગાડી લે છે અને પોતાની પુરી શકિત થી બહુ દુર અંતર સુધી ઘા કરી દે છે. આ બધુ જોઈને દિકરા અને દિકરીઓ પીતાજી ની બહાદુરી જોઈ ને અસમજીત થઈ જાય છે.


આથી 'એક પિતા માટે કોઈ કાર્ય અશક્ય હોતુ નથી' અને દીકરા દીકરીઓની મદદ માટે પડછાયા ની જેમ સાથે જ ઊભા રહે છે.


એક પિતા એટલે સહનશીલ મનુષ્ય અને દીકરા દીકરીઓ ના પડછાયો, જે હંમેશા તેમની સાથે જ રહે છે.


આ હતી એક પિતાજી ની શક્તિ અને બહાદુરી. જે પોતાના દીકરા અને દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને એક પણ ક્ષણ નો વિચાર કર્યો વગર તેમને મદદ કરે છે.


"આ દુનીયા મા એક દીકરા માટે તેના પિતા જેટલા સશક્ત મનુષ્ય બીજુ કોઈ હોતુ નથી"


એટલે જ "માતા-પિતા ની સેવા એેજ પ્રભુ સેવા"



મનોજ નાવડીયા

Manoj Navadiya.

E mail: navadiyamanoj_62167@yahoo.com