The Corporate Evil - 33 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-33

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-33
નીલાંગીને શ્રોફે કમીશનમાં 50k રોક્ડા ચૂકવ્યા. નીલાંગને આ પૈસા આવી રીતે મળ્યાં પચી નહોતું રહ્યું. નીલાગીંને આટલા બધા પૈસા મળ્યા એનો આનંદ નીલાંગને જરૂર હતો પરંતુ એ પાછળનો શ્રોફનો હેતુ કયો છે એ સમજવા પ્રયત્ન કરી રહેલો. ફરીવાર કઈ નીલાંગી ના જ નહીં પાડી શકે કોઇ પણ કામમાં એ યુક્તિતો પાકીજ હતી.
નીલાંગ ક્યા વિચારે નીલાંગીને સમજાવી રહેલો એ નીલાંગીનાં મગજમાં ઉતરી નહોતું રહ્યું એણે નીલાંગને ઉપરથી સંભળાવી દીધું કે હું બહુ સર્તક છું મારી કાળજી લઇ શકું છું એમ કોઇનામાં હું ભોળવાઇ જઊં એવી ભોળી કે બાઘી નથી મને મારાં... આઇ મીન આપણાં સ્વપ્ન પુરા કરવાં છે એનાં માટે પૈસા જોઇશે અને એ પૈસા ભલેને ... પછી થોડીવાર અટકી.. પછી બોલી ભલેને થોડાં જોખમ લેવા પડે.. પણ એ પુરી ખાત્રી આપુ છું કે હું મારી જાત બરાબર સાચવીશ ક્યારેય હું મન વિચાર કે તન્નથી અભડાઇશ નહીં મને આપણાં પ્રેમનું સ્વપ્ન ખૂબ વ્હાલું છે.
નીલાંગે કહ્યું "મારી ફરજ હતી એ મેં પુરી કરી. હું જે ફીલ્ડમાં છું એમાં મને ઘણું બધું જાણવા મળે છે અમુક પ્રસંગ અને ઘરનાઓ તને કહી પણ નથી શકતો એવું એવુ આ શહેરમાં બની રહ્યું છે અહીંના પૈસાવાળા પણ હલકા ચરિત્રહીન માણસો ભલે સમાજમાં મોભો ઘરાવતાં હોય પણ તેઓ મનથી મેલા અને વ્યભીચારી હોય છે કોઇની જીંદગી સાથે રમત રમતાં એમને કોઇ સંકોચ નથી હોતો એમને એમનાં ફાયદા, મજા અને ઐયાશીમાંજ રસ હોય છે.
નીલાંગે આગળ કહ્યું મેં તને ઘણું કહી દીધું સમજાવી દીધુ આ નરાધમો એવી સફુલાઇ એવી કારીગરીમાં નિપુર્ણ હોય છે ક્યારે શિકાર એમનામાં ફસાઇ જાય એ શિકાર ને ખબરજ નથી પડતી. એટલાં સહૃદયી વિનમ્ર અને સારપથી બાટલામાં ઉતારે કે તમને બીલકુલ શંકાજ ના જાય અને મારાં જેવા સમજાવવા, જાય તો મારાં પર વિશ્વાસજ ના કરે અને ગીતાજ્ઞાનનાં ઉપદેશ જેવું લાગે... એટલે મને થાય કે મારો કહેવા જેવુ કહી દીધુ હવે પડશે એવા દેવાશે કારણકે અસમજણ સામે વાણી વિલાસ નક્કામો છે ભલે સાચો હોય.
નીલાંગી સાંભળી રહી હતી પણ એ બીજા વિચારોમાં હોય એવું લાગ્યુ એનાં કાન સુધી નીલાંગનાં વાક્યો અફળાઇને પાછા ફરી જતાં હતાં. એને પૈસા કમાવવાની લગન વધારે હતી.
નીલાંગ-નીલાંગી ઘણી ચર્ચા પછી ઘરે જવા નીકળ્યા પાછાં બાઇક પર બેસીને નીલાંગી પૈસાનો વહીવટ કરવાના વિચારોમાં ઘેરાઇ ગઇ. નીલાંગીનાં કોરા પ્રતિભાવ પછી નીલાંગ પણ ચૂપ થઇ ગયો.
*********
સવાર સવારમાં કાંબલે સરે નીલાંગને એમની ચેમ્બરમાં બોલાવ્યો. કાંબલે સર ખૂબ ગંભીર વિચારોમાં હોય એવું નીલાંગને લાગ્યુ એણે કહ્યું "સર કેમ આટલા ગંભીર છો ? શું થયુ ? કાંબલે એ કહ્યું નીલાંગ તેં આટલી મહેનત કરી અને અમોલ અને એનાં બાપની પોલ ખુલ્લી કરી દીધી આપણે એ સમાચાર ટોપ હોટ ન્યુઝ તરીકે છાપ્યા. ખૂબજ આપણને રીસ્પોન્સ મળ્યો. ટી.આર.પી. સુધી વધારે હતી પણ મને મોડી રાત્રે એણાં સમાચાર મળ્યાં છે એ જાણીને દુઃખી થયો છું.
નીલાંગે કહ્યું "સર શું થયું ? એવાં ક્યા સમાચાર મળ્યા ? કાંબલેએ કહ્યું "નીલાંગ અમોલનાં બાપાએ કમીશ્નર અને મુખ્ય પ્રધાન બધાં સાથે મળીને "ડીલ" કરી લીધુ આખી ફાઇલ બંધ કરાવી દીધી. અમોલની વાઇફ અનીસા ચરિત્રહીન હતી અને એનાં લફરાની ખબર પડી જતાં ભયથી સુસાઇડ કરી લીધો આ ફાઇનલ જજમેન્ટ આપી ફાઇલ બંધ થઇ ગઇ અને પોલીસ બેડામાં મારો માણસ છે એણે ત્યાં સુધીની મને માહીતી આપી છે કે કમીશ્નર, જેનો હાથમાં કેસ હતો એ PSI અને ચીફ મીનીસ્ટર સુધી રોકડામાં વ્યવહાર પણ પતી ગયો.
નીલાંગ આશ્ચર્યથી સાંભળી રહ્યો એને ખૂબજ ગુસ્સો આવી રહેલો. એણે કહ્યું "સર આ વ્યવહાર ક્યારે થયો ? કોણે કર્યો ? કંઇ માહીતી છે ?
કાંબલેએ કહ્યું "કમીશ્નર ઓફીસમાં કોઇ ભાવે કરીને માણસ વ્યવહાર કરી ગયો એ પણ કમીશ્નર ઓફીસમાં ટોયલેટમાં થયો. બીજે બધે સીસીટીવી કેમેરા હોય છે ખૂબ ચાલાકીથી ડીલ પતાવ્યુ છે. ચીફ મીનીસ્ટરને ત્યાં કેવી રીતે વ્યવહાર થયો એ ખબર નથી પડી હજી. પણ હું તપાસમાં છું.
નીલાંગે કહ્યું "સર આ ભાવે કોણ છે ? કોનો માણસ છે ? કાંબલે સરે કહ્યુ એનો મેં તાપસ કરી લીધી. એ અનુપ ઇન્ડ્રસ્ટ્રીઝ નો CA શ્રોફનો ખાસ માણસ છે આ શ્રોફે બહુ મોટી માયા છે ઘણાં ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, અને મોટી મોટી સેલીબ્રીટી, એક્ટરો, બધાનો આજ CA છે એ બધાં ડીલ પુરા કરી આપે છે એની ઓળખાણ ચીફ મીનીસ્ટરથી માંડી સેન્ટ્રલમાં મીનીસ્ટરો સાથે છે એ સાંઠગાંઠ કરવામાં નીપુણ છે.
શ્રોફનું નામ સાંભળીને નીલાંગને આધાત સાથે વિચારમાં પડી ગયો એનો ચહેરો પડી ગયો. એને થયુ આ નીલાંગીને 50k કમીશન શ્રોફે આપ્યું તે આના સંબંધીતજ છે. ચીફ મીનીસ્ટરને ત્યાં નીલાંગી ગઇ હતી ? એનો જીવ બળવા માંડ્યો.
કાંબલેએ નીલાંગની સામે જોઇને આશ્ચર્યથી પૂછ્યું" અરે નીલાંગ તને શું થયુ ? કેમ તારો ચહેરો ઉતરી ગયો ? શી ચિંતા થઇ ? તું અંગે કઇ જાણે છે ? શું વાત છે જણાવ મને.
નીલાંગે સ્વસ્થ થઇ જતાં કહ્યું "ના ના સર એવું કંઇ નથી પણ આતો વિચાર આવ્યો કે મનીપાવર અને મસલ પાવર કેવો કેવા કામ કરે કેવાં કેવાં ષડયંત્રોમાં સફળ થઇ જાય એમાં નિર્દોષ અને સામાન્ય માણસો પેદા બનીને આવાં કામનાં હાથા બની જાય ક્યારેક કંઇ આડુઉતરે કે કંઇભૂલ થાય તો મોટાં માથા બચી જાય અને આવા ડીલીવર કરનાર "પેદા" સજા ભોગવે.
કાંબલે કહ્યું "તારી વાત સાચી છે આમાં સાવ સામાન્ય માણસો પણ ખૂબજ વિશ્વાસુ માણસોનાં ઉપયોગ થાય છે આ વચેટીયાઓ પણ હુંશિયાર હોય છે એમને પૈસાની કે બીજી લાલચો મળે છે એટલે કોઇપણ કામ કરવા તૈયાર થઇ જાય છે અને પકડાયા પછી જીંદગી બરબાદ કરે છે ત્યારે આ મોટા માથા એમને નસીબ પર છોડી દે છે અથવા તો રહસ્ય પરથી પડદો ઊંચકાય એ પહેલાં એમને મારી નંખાવે છે. આ ખૂબ જ અઘરી -ગંદી અને ભયાનક રમત છે.
નીલાંગ વિચારમાં પડી ગયો. અને પછી બોલ્યો સર આ જે "ડીલ" થઇ કમીશ્નર કે ચીફ મીનીસ્ટર સાથે એ આપણે પકડી પાડીએ અને સાચું સત્ય ઉજાગર કરી લોકો સામે મૂકી દઇએ તો ? સાલા બધાં જ ઉઘાડા થઇ જાય ફરીથી કોઇ આવા ડીલ કે ષડયંત્ર કરતાં વિચાર કરે.
કાંબલે એ નીલાંગને કહ્યું "નીલાંગ તારી વાત સાચી છે પણ આવા ષડયંત્રો કરનારનું પ્લાનીંગ જડબે સલાક હોય છે એનાં માણસો ખૂબ વિશ્વાસુ હોય છે જીવ આપી દેશે. પણ સત્ય બહાર નહીં આવવા દે અથવા તો એ સત્ય ઓકવા જાય એ પહેલાં જ એમની કત્લ થઇ જાય અથવા બીજી રીતે બરબાદ કરી મૂકે કે જીંદગીમાં કયાંયના ના રહે કારણ કે એનાં માટે એમને ખૂબ મોટી રકમ અને સવલતો ચૂકવાતી હોય છે અને એવાં બધાં ટ્રાન્જેક્શનનાં ખૂબ નિયમો હોય છે એટલે લોકો ક્યાંય કાચું કાપતાં નથી.
નીલાંગે કહ્યું સાચી વાતછે સર તમારી... કોઇ સાચુ ના જણાવે.. પણ સર હું આમાં પ્રયત્ન જરૂર કરીશ આમ કોઇ ગુનેગારને નિર્દોશ નહીં છૂટવા દઊં આ હત્યા છે કે આત્મહત્યા એ જાણીનેજ રહીશ.
કાંબલેએ ખૂબ ગંભીરતાથી નીલાંગને કહ્યું "નીલાંગ ખૂબ સાવચેતી રાખજે જો કોઇને થોડી પણ ગંધ આવી ગઇ તો જીવનો સવાલ બની જશે. એ લોકો મારી નાંખતા વિચાર પણ નથી કરતાં. તારી સલામતી મને તારાં ઇન્વેસ્ટીગેશન થી વધારે કિંમતી છે.
થોડીવાર કાંબલે ચૂપ રહ્યાં પછી એમણે એમનું ટેબલનું ડ્રોઅર ખોલ્યુ એમાંથી નાની ઇટાલીયન રીવોલ્વર કાઢી અને સાથે એની બુલેટનું મેગેઝીન હતું એ નીલાંગને આપીને કહ્યું આ મારી લાયસન્સવાળી રીવોલવર છે તું તારી પાસે રાખ અને તારી ચિંતા રહે છે અને તારાં માટે પણ હું આવુ લાઇલન્સ અત્યારે જ એપ્લાય કરી દઊં છું અને આપણાને રીપોર્ટરોને જલ્દી જ મળી જાય છે તું તારી સુરક્ષા માટે રાખ. ખોટો ઉપયોગ ના કરીશ બસ ધ્યાન રાખજે.
નીલાંગ આશ્ચર્યથી જોઇ રહ્યો અને ધ્રુજતાં હાથે ગન લીધી અને પછી હસી પડ્યો. લો આ પણ રાખવાની નોબત આવી ગઇ. પછી કહ્યું "સર મારી સુરક્ષા માટે જ વાપરીશ ચિંતા ના કરશો પણ હું સત્ય બહાર લાવીને જ રહીશ પછી..ભલે મારે ગમે તે કરવું પડે.
કાંબલે સરે કહ્યું બેસ્ટ લક માય સન.. અને નીલાંગ એમની ચેમ્બર છોડીને બહાર નીકળ્યો ગન અને મેગેઝીન ખીસામાં સાચવીને મૂકી દીધાં.
નીલાંગે નીલાંગીને પછી તરત ફોન કરીને કહ્યું નીલો છૂટીને મળે એ પહેલાં હુ.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-34