Fakt Tu - 20 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 20

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૨૦

દિવ્ય : આ.... લે....લે......આ બધું તારા લીધે જ થયું ગાંડી. ઉતાવળમાં ખબર જ ન પડી કે શું પહેર્યું છે એ હા હા હા.

સિયા : અરે મારા ભોલુરામ કઈ નહીં. મને ખબર તો પડી કે તું મને કેટલો ચાહે છે અને મારી કેટલી ચિંતા છે.

દિવ્ય ઓહ એવું એમને સરસ લ્યો પણ આવું બધુ શા માટે કર્યુ ?

સિયા : અરે ગાંડા એ જ બતાવવા કે તને જો મારી એટલી ફિકર છે તો પછી કદાચ આવી ફીલિંગ નીલ ભાઈ અને અવનીમાં પણ હોઈ શકે ને.? તો કદાચ આપણે આવું કઈ કરીએ અને એ બંને વચ્ચે કઈક ફીલિંગ જાગે.

દિવ્ય : હા આઈડિયા તો સારો છે પણ શું કરીશું ?

સિયા : અરે તું સાવ ભોલુરામ જ છે.એ માટે તો તને બોલાવ્યો છે અને અહીં આવી ને તું મને જ પૂછે છે હે ?

દિવ્ય : ઓહ સોરી સોરી.

સિયા અને દિવ્ય બંને વિચારમાં પડી જાય છે. બને એક બીજાને અલગ અલગ આઈડિયા કહે છે પણ એક પણ આઈડિયામાં મઝા નથી આવતી.

દિવ્ય : સિયા એક કામ કરીએ. આપણે સાંજના સમયે મળીએ તો કેમ રહેશે ? અત્યારે થોડું કામ છે. સાંજે છ વાગ્યાની આસપાસ આપણે રેસ્ટોરન્ટ માં જઈને વાત કરી લઈએ. આમ પણ આપણે હમણાં સાથે કોફી નહીં પીધી. હા હા હા....

સિયા : હા તો એમ કરીએ ચાલ. આમ પણ મારું માઈન્ડ પણ નથી ચાલતું. તો તું જેમ કહે છે એમ જ કરીએ. ( દિવ્ય, સિયા બંને પોત પોતાના ઘરે ચાલ્યા જાય છે. સાંજ નો સમય થાય છે એટલે બંને જણા રેસ્ટોરન્ટ માં પહોંચી જાય છે )

સિયા : હા બોલ હવે.શુ વિચાર્યું તે ?

દિવ્ય : અરે શાંતિ તો રાખ.પેલા અહીં આવ્યા છીએ તો કંઈક નાસ્તો તો કરવા દે યાર.

સિયા : અરે યાર .અહીં હું સવારની વિચાર કર્યા કરું છું અને તને અત્યારે નાસ્તા ની પડી છે ?

દિવ્ય : અરે આપણા વડીલો કહી ગયા છે કે ભૂખ્યા પેટે વિચાર ન આવે એટલે કઈક નાસ્તો કરી લઈએ તો સારા સારા વિચારો આવે.

સિયા : જેવી તારી મરજી. તું છે ને એક નંબર નો ખાધુકડો છે.

દિવ્ય : છીએ તો છીએ હો. (દિવ્ય નાસ્તાનો ઓર્ડર આપે છે. બંને નાસ્તો કરી લે છે. નાસ્તો પૂરો થતાં જ સિયાના પ્રશ્નો ચાલુ થઈ જાય છે )

સિયા : હા બોલ. હવે કઈ વિચાર આવ્યો.

દિવ્ય : તું પાગલ છે યાર. બે મિનિટ તો શ્વાસ લે.

સિયા : જો દિવ્ય ખોટી મસ્તી નહીં અત્યારે.

દિવ્ય : હા મારી વાલી હા. સાંભળ જો. આપણે એક કામ કરીએ. અવનીને એવું કહીએ કે નીલ ભાઈ છોકરી જોવા માટે ગયા હતા અને એમને એ છોકરી પસંદ આવી ગઈ અને નીલભાઈ ને એવું કહીએ કે અવનીને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને અવનીને છોકરો ગમી ગયો છે.આ વસ્તુ આપણે એ બંને ને કહીએ. પછી જોવાનું એ છે કે આ બંને ના ચહેરા ઉપર કેવું રિએક્શન આવે છે ? જો એકબીજાના હાવ ભાવ કઈ અલગ થાય તો આપણે આ પ્લાન આગળ વધારીશું.

તો કેમ રહેશે આ પ્લાન ?

સિયા : હા પણ આ પ્લાન સાવ સિમ્પલ છે. આમાં તો એક બીજા ભેગા થાય એવુ કઈ લાગતું તો નથી !

દિવ્ય : હા મને ખબર છે ડિયર. આપણે ખાલી એ જ જોવાનું અત્યારે કે એક બીજા માટે કેટલી ફીલિંગ છે હજુ. જો એ બંનેમાં ફીલિંગ હશે તો ખબર પડી જશે અને જો ના હોય તો પહેલા આપણે એ બંને માં પહેલા જેવી ફીલિંગ લાવવી પડશે.

સિયા : હા તારી વાત સાચી છે પહેલા જાણી તો લઇએ કે એકબીજા માટે એ બંનેને કેટલી ફીલિંગ છે એકબીજા માટે..

દિવ્ય : હા એજ ને. સારું તો આપણે હવે ઘરે જઈએ અને આ પ્લાન પર અમલ કરીએ તું નીલ ભાઈ ને કહે અને હું અવની ને.

સિયા : હા. પણ સાંભળ જો. હું આ વાત નીલભાઈને કહું તો એ કદાચ કંફોર્મ કરવા માટે તને કોલ કરશે તો તું હા પાડજે હો.

દિવ્ય : ( મસ્તીમાં ) ઓહ એવું ! સારું થયું તે મને કહ્યું. મને તો ખબર જ ન હતી.

સિયા : બસ હો..

( બંને જણા પોતપોતાના ઘરે જાય છે )

સિયા : નીલ ભાઈ મારે તમને એક વાત કહેવી છે. ખબર નહીં તમને એ વાતની ખબર છે કે નહીં.

નીલ : હા બોલ ને ! શુ વાત છે મારી બહેના ?

સિયા : ભાઈ વાત એવી છે કે આજે હું અને દિવ્ય વાત કરતા હતા તો દિવ્ય એ મને એવું કીધુ કે આજે અવનીને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને બંને એ એકબીજાને પસંદ કરી લીધા છે. અવનીએ પેલા છોકરાને હા પાડી છે અને હવે સગાઈ ની વાતો થવા લાગી છે.

નીલ : ઓહ પણ એ કઈ રીતે ?

ક્યારે અને કેમ ?

ક્યારે ફિક્સ થયું ?

આ બધું અચાનક કેમ ?

નીલ થોડી વાર માટે એક દમ હાંફળો ફાફળો થઈ જાય છે. સિયા ને અવનવા પ્રશ્નો પૂછવા લાગે છે. આ બધું જોઈ સિયા ને ખબર પડી જાય છે કે ભાઈ અવનીને કેટલો બધો પ્રેમ કરે છે.આ બાજુ દિવ્ય પણ એવું જ કરે છે. દિવ્ય પણ સિયાને એવું કહે છે કે મને સિયાનો ફોન આવ્યો હતો અને એ કહેતી હતી કે આજે નીલ ભાઈ છોકરી જોવા માટે ગયા હતા. આમ તો બધું નક્કી જ છે અને નીલ ભાઈને પણ છોકરી પસંદ આવી ગઈ છે તો સિયા એવું કહેતી હતી કે કદાચ આવતા અઠવાડિયામાં સગાઈ નક્કી છે અને મેરેજ પણ કદાચ એક માહિનાની અંદર કરી નાખવાને છે.

અવની : તો આ બધું મને શા માટે કહે છે ? અને હા સાંભળ. મને આ બધી વસ્તુથી કઈ ફેર પડવાનો નથી.એને જ્યાં સગાઈ કરવી હોય ત્યાં કરે મને શું. એમ કહીને ટેરેસ ઉપર જતી રહે છે. દિવ્યને એવું લાગે છે કે હવે અવનીના મનમાં નીલ પ્રત્યે એક પણ વસ્તુ નથી. જો હોત તો કઈ ફીલિંગ્સ હોત તો અત્યારે એના ફેસ પર દેખાઈ આવત પણ એવું તો કઈ જોવા મળ્યું જ નહીં.થોડીવાર પછી દિવ્ય સિયા ને કોલ કરે છે.

દિવ્ય : યાર અહીં તો સોલિડ વાટ લાગી છે. અવની ને તો કઈ પણ ફર્ક નહીં પડતો. આપણો જેમ પ્લાન ફિક્સ થયો હતો એ મુજબ બધું મેં કહ્યું પણ કઈ ફર્ક ન પડ્યો. તો હવે શું ?

સિયા : અરે યાર બોવ કરી. અહીંયા તો નીલ ભાઈ પુરેપુરા પાણી પાણી થઈ ગયા છે. વાત સાંભળતા જ ચહેરા પર નો રંગ જાંખો પડી ગયો છે. મને લાગે છે કે ખરેખર તારી બહેનને મારા ભાઈની કઈ પડી જ નથી અને હવે તો એવું લાગે છે કે અવનીનો પ્રેમ પણ ખોટો હશે મારા ભાઈ પ્રત્યેનો.

દિવ્ય : યાર હવે એમાં તો હું શું કહી શકું.

સિયા : પણ આમ કઈ સાવ ના હોય યાર. થોડુંક તો એ માણસ ને સમજવું પડે કે નહીં ?

દિવ્ય : હું સમજુ છું યાર પણ હું આમાં શુ કરી શકું ?

સિયા : હા યાર આમાં તારો પણ કઈ વાંક નથી. હું તને ક્યાં ખિજાવ છુ.

દિવ્ય : હવે એ વિચાર કે હવે શું કરીશું એ.

સિયા : કઈ નહીં કરવું હવે એક તો અત્યારે મગજ જાય છે અને કઈ વિચાર પણ નથી આવતો. કઈ નહીં અત્યારે છોડ આ બધું. હું સુઈ જાવ છું અને તું પણ સુઈ જા.

દિવ્ય : સારું તું સુઈ જા. હું પણ બસ હમણાં સુઈ જ જાવ છું. બાય આવજે, તારું ધ્યાન રાખજે અને કઈ ચિંતા ન કરતી હો. શાંતિ થી સુઈ જાજે .હવે જે કઈ પણ હોય એ ભગવાન પર છોડી દે.

સિયા : હા.બાય ગુડ નાઈટ.

બસ આમ દિવ્ય અને સિયા, અવની અને નિલ ને ભેગા કરવાની છેલ્લો પ્રયત્ન કરે છે. એક બાજુ નીલ અવનીની સગાઈ ના લીધે ગુમસુમ આંટા મારતો હોય છે અને બીજું બાજુ અવનની એનું કામ.આ બાજુ સિયા અને દિવ્ય ઘણા પ્રયત્નો ચાલુ રાખે છે નીલ અને અવનીને ભેગા કરવાના પણ બધા પ્રયત્નો નાકામ થાય છે. આમ ધીરે ધીરે સમયનું ચક્કર ચાલવા લાગે છે અને આમ નમ બે મહિના પસાર થઈ જાય છે.હવે નીલ પણ બધુ મૂકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.આ બાજુ સિયા અને દિવ્ય પણ હાર માની બધું મૂકી દે છે અને પોતાના રિલેશન પર ધ્યાન આપે છે. હવે બધા લોકો પોતપોતાની લાઈફમાં મશગુલ થઈ ગયા છે.

આમ ફરી સમયનું ચક્કર ઝડપથી ચાલવા લાગે છે અને છ મહિના બીજા વીતી જાય છે. સિયા પોતાનું આગળનું ભણતર પૂરું કરી એક સારી એવી નોકરીમાં લાગી જાય છે.આ બાજુ દિવ્ય પણ સારી એવી નોકરીમાં લાગી જાય છે અને અવની જ્યાં હતી ત્યાં જ બસ પોતાની નોકરીમાં ખુશ રહીને આગળ વધે છે.હવે નીલ અને અવની એક બીજાથી અજાણ બનીને જીવવાનું શરૂ કરી દે છે. ઘણી વાર સિયા અવનીના વિશે પૂછ્યા કરે છે અને દિવ્ય નીલભાઈ વિશે.

* * *

મિત્રો કેવી ગજબ વસ્તુ છે નહિ ! જેની સાથે પ્રેમ થયો હોય એ આપણને મળે નહિ અને જેની સાથે કહી ન હોય એ લગ્ન પછી આપણું બધું જ બની જાય. મિત્રો પ્રેમ કોઈ વસ્તુ નથી કે તે વારંવાર થયા કરે પણ હા પ્રેમ એવો પણ નથી કે એક વાર થયા પછી બીજી વાર ન થાય. હા પણ તમે એક વાત તો જરૂરથી માનશો કે તમને ભલે ગમે એટલી વાર પ્રેમ થયો હોય પણ જે તમારા જીવનનો પહેલો પ્રેમ હશે એ તમને ક્યારેય નહિ ભૂલાય. તમને કદાચ ગમે તેટલું પ્રેમ કરવાવાળું વ્યક્તિ મળી જશે પણ તમારા પહેલા પ્રેમએ તમારા માટે જે કર્યું હશે, જે સાથ આપ્યો હશે, એકબીજા સાથે જે પળ પસાર કરી હશે એ તમને ક્યારેય નહિ ભૂલાય.મિત્રો પ્રેમ પાણી જેવો છે, ભલે પાણીનો કલર નથી પણ જયારે એની જરૂર હોય અને ના મળે ત્યારે આપણને અવનવા કલર દેખાડી જાય છે.પ્રેમ ખાલી કહેવાથી નથી થતો અને ના બધું કરવાથી. પ્રેમ થાય છે તો માત્ર દિલથી,લાગણીઓથી,આત્માથી અને પોતાના સ્વાભિમાનથી. કેમ કે જ્યાં સુધી તમે પોતાની જાતને પ્રેમ નહિ કરી શકો ત્યાં સુધી બીજાને ક્યારેય પ્રેમ નહિ કરી શકો. માટે જ પહેલા ખુદને પ્રેમ કરો પછી બીજાને.