Son and the sir pantagon. ages are unavailable - 3 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 3

Son and the sir pantagon. ages are unavailable - 3

આજે સન ને કઈ ખાસ કામ નથી. પરંતુ છતાં પણ સન તેના મોબાઈલની રીંગ વાગવા ની પ્રતીક્ષા કરે છે.આની પાછળ પણ એક કારણ છે અને તે કારણ છે સન નો પોતાનો ખુદ નો મોબાઈલ જ.
તેનો મોબાઇલ પણ અજીબ છે. ડબલ ડોર મોબાઈલ ની અંદર માત્ર ત્રણ જ રિંગટોન્સ આપેલા છે.અને એ ત્રણ રિંગટોન્સ છે અનુક્રમે વીજળીના કડાકા નો અવાજ પ્લેનના takeoff નો અવાજ.અને ગિટારિસ્ટ ના ગીટાર વગાડવાનો અવાજ.અને આ ત્રણેેેેેેેેે રીંગ તેના રીંગટોન મુજબ તેની આગળની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. અર્થાત જ્યારે વીજળીના કડાકા નો રિંગટોન વાગે ત્યારે તેના મોબાઈલની આગળની સ્ક્રીન પર વરસાદ.અને તેમાં વીજળીના તેવા જ અવાજ વાળા કડાકાઓ. plane take off નો અવાજ આવે ત્યારે તેની સ્ક્રીન પર ‌ પ્લેનનેે ટેેક ઑફ કરતુંં દેખાડવામાં આવે છે.અને ગિટાર નો ટોન હોય ત્યારે તેની સ્ક્રીન તે જ ટ્યુન માં ગીટારીસ્ટ ઉભો ઉભો ગિટાર વગાડતો હોય છે.

સન વારે ઘડીએ તેના મોબાઈલની સામુ ચાલુ ગાડીએ જોયા જ કરે છે. પરંતુ અફસોસ આજે કોઈ પણ ફોન નથી આવતો. સન અને મીલી બંનેેેેેે લગભગ એક જ સમયે પોતપોતાના ઘરનો દરવાજો ખોલે છે. મીલી તેના ઘરમાં પ્રવેશીનેેે ફ્રેશ થવા સીધી જ બાથરૂમમાં પહોંચી જાય છેે.અને પછીી જાતે ખાવાનુંં બનાવીને સુવાની તૈયારીીી કરે છે. મિલી ડિવોર્સી છે અને તેને પણ બેે પુત્રો છે. મીલી ના લગ્ન ના ત્રણ જ વર્ષમાંં તેના ડિવોર્સ થઈ ગયા હતા.અને ક્યારે પણ કેટલેક અંશે સન તરફ શંકાઓની સોય કરતી હતી.કે આમાં સન નો જ હાથ હોવો જોઈએ પરંતુ એ વાત સાચી નહોતી. મીલી તેનુંં ડીનર પતાવીને પથારીમાંં આડી પડે છે.અને એના કાનમાં ઈયરફોન નાખે છે.અને હળવાશની પળોમાંં એક ગીત સાંભળવાનું ચાલુ કરે છે. ગીત બોલીવુડ નું છે અને તને બોલ કંઈક આવા છે.કે જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ જાને કૌન આસપાસ હોતા હૈ.આ ગીત મીલી નું ફેવરેટ ગીત છે.અને દરેક હળવાસની મૂવમેન્ટમાં મીલી આ ગીત સાંભળવાનું નથી ચૂકતી. મીલિયે જ્યારે વગર કામકાજે સુઈ જવું હોય ત્યારે ત્યારે તે આ ગીતને કાને લગાડીને આડી પડી જતી. તેની આંખો અચૂક લાગી જ જતી. મીલી એ તેની આંખો બંધ કરી લીધી છે અનેે તકીયો ઉભો કરી ને તેના પર તેનું માથું ટેેકવ્યુ
થોડી જ વાર પછી મીલી ના ચહેરા પર શાંત શીતલ સરોવર નું મંદ સ્મિત છવાઈ જાય છે.અને તેનું ઈયરફોન ઑટો સ્ટોપ થાય છે.છતાં પણ મીલી નું હલનચલન બંધ જ છે. એટલે લાગે છે કે મીલી ગીત સાંભળતા સાંભળતા જ સૂઈ ગઈ છે. સેલ્ફ ગુડ મોર્નિંગ સાથે મિલી સવારે ઊઠે છે અને તેના ઈયરફોન ની સામું જોઈને કહે છે થેન્ક્સ માય ડાર્લિંગ સોંગ. સવાર-સવારમાં જ સન નો ફોન આવે છે અને સન મીલી ને કહે છે આજે પણ તું પેટ્રિક ના સ્ટુડિયો પર જ જવાની છે ને? મારે પણ આજે ડબીંગ ત્યાં જ કરવાનું છે. તો શું આપણે લંચ સાથે કરીશું આજે? મીલી કહે છે ના મારે આજે લંચ પેટ્રીકની સાથે જ કરવાનો છે.અને ફોન મૂકી દે છે. મિલી તરત જ તેનો ફોન ફરી થી ઉઠાવે છે અને પેટ્રીક ને ફોન કરી ને કહે છે આજે હું લંચ તારી સાથે લઈશ તને કોઈ વાંધો તો નથી ને?
પેટ્રીક કહે છે મજાક છોડ મીલી એની ટાઈમ.આજે મીલી એ. તેની કલિગ એક્ટ્રેસ સાથે ડબિંગ કરવાનું છે.આ કલીગ એક્ટ્રેસ પણ મીલી ની ખાસ મિત્ર છે. એટલે મીલી ની ફ્રેન્ડ ઉર્સુલા મીલી ને કહે છે પેટ્રિક ને કહે કે મારા પણ લંચ ની સગવડ કરી જ લે. મેરી કહે છે સારુ હું તેને કહી દઈશ. મીલી ની કલીગ એક્ટ્રેસ ઉર્સુલા કહે છે તારો દીવાનો આજે આવવાનો છે મેં એવું સાંભળ્યું છે.
મિલી કહે છે હા તેણે પણ આજે અહીં જ ડબિંગ કરવાનું છે.ઉર્સુલા મિલી ના ખભા પર હાથ મૂકીને કહે છે મને ખરેખર જ son પર દયા આવે છે. મિલી તું આવા થ્રુઆઉટ ક્રેઝી માણસને કેવી રીતે નીગલેટ કરી શકે છે?એ હું સમજી નથી શકતી. તેનામાં શું ખામી છે?
મિલી તેની કમર પર હાથ મૂકીને ઉર્સુલા ને કહે છે તું એને જઈને પૂછી કે તેને કંઈ જુવાની ના પહેલા દિવસથી લઈને અત્યાર સુધી કેટલી છલાંગો મારી છે અને કેટલા કૂદકા માર્યા છે? જવાબ તમને મળશે most biggest ઝીરો. મિલી ફરીથી અકળાઈને કહે છે ઉર્સુલા તેણે આજ દિન સુધી એક પણ સ્ટન્ટ જાતે નથી કર્યો. અરે સ્ટંટ ની વાત તો તુ છોડ મહેશ 10 ફૂટની દિવાલ પણ તેણે જાતે નથી કદી. તેમાં પણ છે તેણે સ્ટંટમેન ને અપોઇન્ટ કરાવ્યો છે. તું જ વિચાર હવે. મિલી થોડીક વધારે અકળાઇને કહે છે ત્યારે પણ મારું આટલું જ એક્સપેકટેશન હતું.અને અત્યારે પણ આટલું જ એક્સપેક્ટેશન છે. ના 1 સેન્ટિમીટર વધારે કે ના એક સેન્ટિમીટર ઓછું. ધેટ્સ ઇટ.ઉર્સુલા પણ અકળાઈ ને મિલી ને કહે છે કે તારું કહેવું એમ છે કે હવે આ ૬૫ વર્ષની ઉમરે તે પેરાશૂટ માં લટકી લટકી ને સ્ટંટ કરે. મિલી કહે છે એટલે જ તને કહું છું ઉર્સુલા કે અમારો ક્રેઝ સેલ્ફ માં જતો રહ્યો છે. હવે તેને ત્યાંથી નીચે ઉતારવાની વાત ના કર હવે કશું જ સંભવ નથી.ઉર્સુલા ફરીથી કશું બોલવા જાયે ત્યાં જ સન સામેથી નવયુવાનની વિદ્યુત ગતિએ સ્ટુડિયો માં પ્રવેશ કરે છે.અને મિલી અને ઉર્સુલા ને હાય કહે છે. જોકે મિલી પણ સન ની આવી એનરજેટીકનેસ ની દિવાળી હતી પણ કેરિયર oriental women કંઈક તો ઈગો ડિઝર્વ કરે જ છે.ઉર્સુલા સન ની સામે હસીને કહે છે લુકિંગ હેન્ડસમ યુ સન. સંત પણ મિલી ની સામે જોઈને કહે છે હું તો છેલ્લા ૩૦ વર્ષથી મારી જાતને હેન્ડસમ સમજુ છું.અને આટલું કહીને સન એસક્યુઝ મી કહીને ત્યાંથી નીકળી જાય છે. સન ત્યાંથી નીકળીને સીધો જ પેટ્રિક પાસે જાય છે.અને પેટ્રીક ને સાઇડમાં લઇને કહે છે તું આજે ગમે તેમ કરીને પણ મિલી ની સાથે લંચ કરવા નું કેન્સલ કરી નાખ. આજે મારે તેને લંચ માટે બહાર લઈ જવી છે.પેટ્રિક સન ની સામે હાથનો ઇશારો કરીને કહે છે શું કામ છોકરી ને ભુખે મારવાની વાત કરે છે. મીલી ભુખી રહેશે પણ તારી સાથે લંચ કરવા નહીં આવે.અને એ તું પણ સારી રીતે જાણે છે. સન તેનો પગ પછાડી ને કહે છે યાર પેટ્રિક તને મારી સાથે પ્રોબ્લેમ શું છે?પેટ્રિક હસતા હસતા કહે છે પહેલાં શું હતો તે તો હું નથી જાણતો પણ અત્યારે તો એક જ પ્રોબ્લેમ લાગે છે.
સન કહે છે શું?
પેટ્રીક કહે છે તું ઑલ્ડ થઈ ગયો છે.
આટલું કહીને પેટ્રિક તો ત્યાંથી નીકળી જાય છે પરંતુ સન તેની કમર પર હાથ મુકીને બીજો હાથ તેના હોઠ પર આશ્ચર્યચકિત થઇને ટેકવીને કહે છે i don't think so.
મિલી નું અને સન નું ડબીંગ લગભગ એકસાથે જ પૂરું થાય છે.અને સન મિલી થી રિસાઈ ગયો હોય તેવી રીતે મિલી અને ઓલા ને બાય કહી ને નીકળી જાય છે.
.

Rate & Review

Vijay

Vijay 1 year ago

Balvant Gusai

Balvant Gusai 1 year ago

Shefali

Shefali Matrubharti Verified 2 years ago

Milan

Milan 2 years ago