Ek vadhu bali... Bhag-2 books and stories free download online pdf in Gujarati

એક વધુ બલિ... ભાગ-૨

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ..૨ ક્રાઈમ સ્ટોરી.. ૧૯-૬-૨૦૨૦. શુક્રવાર...

આજે ઘરમાં ઝઘડો થયો હોવાથી પ્રિયા નો મૂડ નહોવાથી એ ઓફિસ નથી ગઈ અને ઘરમાં રહીને એ વિચારો માં ખોવાઈ જાય છે અને પોતાની જાત સાથે વાતો કરે છે અને નક્કી કરે છે કે વિરલ આવે એટલે એની સાથે ચર્ચા કરીને આ વાત નો અંત લાવી દવુ...
આમ વિચારી ને પ્રિયા ફ્રેશ થઈને વિરલની રાહ જોઈ રહી અને પારદર્શક સાડી પહેરીને આછો મેકઅપ કરીને ગેલેરીમાં બેસીને આતુરતાથી રાહ જોઈ રહી...
આજે જાણે સમય જ ખસતો નહતો...
ઘડી ઘડી ઘડિયાળમાં નજર નાંખી રહી..
બેચેની થી એ વિરલને ફોન કરવા જતી હતી ત્યાં જ વિરલની ગાડીનું હોર્ન સંભળાયું..
અને પ્રિયા નાં મુખ પર હાસ્ય રમી રહ્યું...
ચોકીદારે ગેટ ખોલ્યો અને વિરલની ગાડી ભોંયરા માં પાર્કિંગ કરવા ડ્રાઈવર લઈ ગયો પણ એ પહેલાં વિરલ ગાડીમાં થી ઉતરી ને બંગલામાં પ્રવેશ્યા...
એ સાથે જ બધાં જ નોકર ચાકરો દોડધામમાં લાગી ગયાં...
એક નોકરે આવીને વિરલના હાથમાંથી બેગ લઈ લીધી...
બીજો નોકર ઠંડુ પાણી લઈ આવ્યો...
ત્રીજો નોકર ઘરમાં પહેરવાના ચંપલ લઈ આવ્યો અને વિરલે બૂટ મોજા ઉતારીને ચંપલ પહેર્યા અને પાણી પી ને ઉપર રૂમમાં ગયો...
પ્રિયાનાં હ્દય નાં ધબકારા વધી ગયા...
જેવું વિરલે દરવાજો ખોલ્યો...
પ્રિયા વિરલને ભેટી પડી..
વિરલ પણ એને જકડી ને સવારનો ઝઘડો ભૂલાવી રહ્યો...
ક્યાંય સુધી આ સ્થિતિમાં રહ્યાં પછી...
પ્રિયાએ જ વાત કરવાની પહેલ કરી અને પોતે જે નક્કી કર્યું હતું એ કહ્યું કે એક બાળક માટે થઈને શાં માટે આપણે આપણાં પ્રેમને ભૂલીને ઝઘડો કરીએ છીએ???
વિરલ કહે સાચી વાત છે પ્રિયુ પણ હું ચિડાઈ ગયો હતો અને એટલે તારું દિલ દુભાય એવાં શબ્દો બોલી ગયો હતો...
હવે તું મને માફ કરી દે...
હવેથી આવું નહીં બને ડાર્લિગ...
પ્રિયા ફરી વિરલને આલિંગન માં લઈને બોલી..
ઓકે વિર તારાં પ્રેમ પર ભરોસો છે...
આમ વાતો કરતાં હતાં ત્યાં દરવાજે ટકોરા પડ્યા..
વિરલે દરવાજો ખોલ્યો...
નોકર હાથમાં ટ્રે લઇને ઉભો હતો...
ગરમ ગરમ નાસ્તો અને પાઈનેપલ નું જયુસ હતું...
વિરલ અને પ્રિયા ગેલેરી નાં ટેબલ પર ગોઠવાઈ ગયાં અને...
અલકમલકની વાતો કરી જયુશ અને નાસ્તાને ન્યાય આપી રહ્યા...
નાસ્તો પત્યા પછી વિરલ બોલ્યો કે પ્રિયુ એક વાત કહેવી છે તને...
જો શાંતિથી વાત સાંભળજે...
નાહકની ઉશ્કેરાયશ નહીં...
આજે ઓફિસમાં રીશેષમાં રાઘવ આવ્યો મારી કેબિનમાં અને એણે એનાં એરિયામાં રહેતા એક તાંત્રિક બાબા ની વાત કરી છે એ બહુ જ સિધ્ધીઓ સાધેલા છે...
તો રાઘવ આપણાં માટે અલગ દિવસે સમય લેશે..
ત્યારે આપણે બન્ને એ સાથે જવાનું છે ...
તું આવીશ ને મારી સાથે???
પ્રિયા આ બધું જ સાંભળીને થોડીવાર ઉંડા વિચારોમાં ખોવાઈ ગઈ...
પ્રિયા તરફથી કોઈ જવાબ ન મળતાં..
વિરલે પ્રિયા ને ઢંઢોળી..
પ્રિયા વિચારોમાં થી ચમકીને...
હાં વિરલ બોલ...
વિરલ કહે પ્રિયુ તે જવાબ નાં આપ્યો અને શું વિચારોમાં ખોવાઈ ગઈ હતી???
પ્રિયા ખાલી ખાલી હસતાં હસતાં કહે ક્યાંય નહીં વિર...
પ્રિયા મનમાં બબડતાં હું ના પાડીશ તો પણ આ વિર માનશે નહીં અને એનું મનનું ધાર્યું જ કરશે તો આ છેલ્લી વખત એને સાથ આપી દવુ....
આમ મનમાં વિચાર્યું..
અને
વિરલને કહે હાં વિર...
તું કહે અને હું નાં આવું એવું તો કદી બનતું હશે...
હું તૌયાર છું તારી સાથે આવવા...
એ ભલેને તાંત્રિક બાબા હોય પણ મને મારાં વિર પર પુરો ભરોસો છે એ જે પણ કામ કરશે એ જોઈ વિચારીને જ કરશે....
વિરલ કહે હા પ્રિયુ...
ખુશ થતો વિરલ બોલ્યો..
પ્રિયુ મને તારી પાસે આવાજ જવાબ ની અપેક્ષા હતી...
તું બહુ જ સમજદાર છે અને મારી ખુશી માટે તું હર કદમ પર સાથ આપે છે...
હું ખૂબ જ નશીબદાર છું કે મને તારાં જેવી પત્ની મળી...
આજે મારાં મનનો ભાર હળવો થયો..
આજે ખુબ સરસ ઉંઘ આવશે..
ચલો આજે આ ખુશીમાં બહાર પાર્ટી કરીએ...
આજે નોકરોને કહી દે..
એમનું જ જમવાનું બનાવી દે...
આપણે બહાર જમીને મોડા આવીશું...
અને આજે હું જ ગાડી ચલાવીશ...
એટલે ખુબ જ એન્જોય કરીશું...
બોલ પ્રિયુ...
મંજૂર ને...
પ્રિયા કહે જેવી આપની ઈચ્છા...
આપ ખુશ તો હું પણ ખુશ...
હું નોકરોને જાણ કરી દવુ..
અને તૌયાર થઈ જવું...
આમ બન્ને એકબીજાને ખુશી આપવા કોશિશ કરે છે...
અને લોંગ ડ્રાઈવ પર જઈને..
એક સારી પોશ હોટલમાં ધીમો સંગીતના સૂરો ચોખ્ખા સંભળાઈ રહ્યા હતા. પ્રિયા વિરલનો હાથ પકડીને બેસે છે. દરિયાનો સુંદર નજારો, ઢળતી સાંજ અને પ્રિય વ્યક્તિનાં સાથનો આ અનેરો અવસર પ્રિયા માટે અનેરા સપનાં જેવો જ હતો.
“પ્રિયા તારી જોડે અહીં હું રોમાંસ કરવા આવ્યો છું. કાલથી આપણાં સપનાનો નવો દિવસ ચાલુ થશે, મારા કરિયરનો મહત્વનો દિવસ. મેં અને રાઘવે નક્કી કર્યું છે હવે ઘણાં દિવસોથી જે ઈચ્છા પ્રાપ્ત કરવા માટે અથવા પ્રયત્ન કર્યા છે તો એનો આપણને એક રસ્તો મળ્યો છે...
આપણાં લગભલ ખતમ થઈ ગયેલા લગ્નજીવનની આ છેલ્લી તક છે....
જો કોઈ ચમત્કાર થાય તો જિંદગી જીવવા લાયક બની રહે...
અને ઘરમાં પણ એક રોનક રહે..
આપણાં સૂનાં બંગલામાં કિલકારીઓ ગુંજી ઉઠે...
આમ એકબીજા નો હાથ પકડી ને ક્યાંક સુધી વિચાર વિમર્શ કર્યો...
અને
પછી
જમવાનો ઓર્ડર આપ્યો...
અને એકમેક ને ખવડાવી ને જમવાને ન્યાય આપી રહ્યા...
પ્રિયા વિરલની પત્ની તરેકે તેની સાથે હતી...
પરંતુ વિરલની એક સમયની સેક્રેટરી રહી ચૂકેલી હતી અને બિઝનેસમાં એકબીજા સાથે એટલી હદે સાથે રહેવા લગ્યાં હતાં કે તો વચ્ચે પતીપત્ની જેવા સંબધો બની ગયા હતાં...
અને એટલે જ
પ્રિયા એ વિરલના કામની સાથે સાથે જીવનમાં પણ ભાગીદારી કરી દીધી હતી.....
એટલે જ પ્રિયા વિરલને હરકદમ પર સાથ સહકાર આપતી હતી...
આમ પ્રિયા એનાં વિચારો માં લીન રહીને..
અને વિરલ એનાં વિચારો માં તલ્લીન રહીને..
આવનારા સમયમાં શું થશે એ વિચાર કરી રહ્યાં...
વિરલતો રાઘવ કાલે મળે અને જાણે કાલે જ ચમત્કાર થવાનો હોય એમ ઉત્સુક થઈ ગયો હતો...
જમીને ઘરે પાછા વળ્યા...
રસ્તામાં ગાડીમાં રોમેન્ટિક ગીતો ચાલુ કર્યા વિરલે..
અને બન્ને ખુશી અને મસ્તી મજાક નાં મૂડથી આ સમયને એન્જોય કરી રહ્યા...
આખાં રસ્તે અલકમલકની વાતો અને હસી મજાક ચાલતી રહી...
આમ કરતાં એ બન્ને ઘરે આવ્યાં...
બન્ને કપડાં બદલીને સૂઈ ગયાં...
બીજા દિવસે વિરલ સમય કરતાં પણ વહેલો ઉઠ્યો અને પરવારિને પ્રિયા ની રાહ જોઈ રહ્યો...
પ્રિયા આવી એટલે ગરમગરમ ચા અને નાસ્તો કરી ને ઓફિસ જવા માટે તૈયાર થવા ગયો અને પ્રિયા ને કહ્યું કે..
તું આવીશ ને આજે પ્રિયુ???
પ્રિયા કહે હા વિર...
હું પણ તૈયાર થઈ જવું..
પછી આપણે આજે સાથે જ નિકળીએ...
આપણું બપોરનું જમવાનું તો દશરથ મહારાજ ઓફિસે રોજની જેમ આપી જ જશે...
આમ તૈયાર થઈને સાથે ઓફિસ જવા બન્ને નીચે ઉતર્યા અને ડ્રાઈવર ને ગાડી કાઢવા કહ્યું...
પ્રિયાએ ત્યાં સુધી દશરથ મહારાજ ને સૂચનાઓ આપી દીધી..
અને..
સાસુ સસરા નાં સમયથી કામ કરતા રમાબેન ને પણ સૂચનો આપીને કહ્યું કે સાંજે મળીએ રમા બા...
આપ જમીને આરામ કરજો...
અને સાંજે વિર નું ભાવતું ભોજન બનાવડાવજો...
આમ કહીને બન્ને ગાડીમાં બેસીને ઓફિસ જવા નીકળ્યા....
હવે વાંચો આગળ ના ભાગમાં કે રાઘવ એનાં પ્લાનમાં ફસાવીને વિરલ જોડે શું રમત રમશે???
વિરલ ની બાપ બનવાની ઈચ્છા પૂરી થશે???
પ્રિયા ક્યાં સુધી વિરલને સાથ આપશે???
આમ અનેક રહસ્યો વધી રહ્યાં છે...
એ જાણવા જરૂર વાંચજો ત્રીજો ભાગ....
ભાવના ભટ્ટ અમદાવાદ....