Ek vadhu bali .. Bhag-3 books and stories free download online pdf in Gujarati

એક વધુ બલિ.. ભાગ - ૩

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ- ૩ ક્રાઈમ સ્ટોરી... ૧૦-૬-૨૦૨૦... શુક્રવાર

આજે બન્ને સાથે ઓફિસ પહોંચ્યા.... અને સ્ટાફ ના સભ્યો નું અભિવાદન ઝીલતા ઝીલતા પોત પોતાની કેબિનમાં બેઠાં...
આજે વિરલને રાઘવ જોડે વાત કરવાની ઉતાવળ બહું હતી...
એ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે લંચ બ્રેક પડે અને એ રાઘવ જોડે વાત કરે અને તાંત્રિક બાબા વિશે પૂછપરછ કરી મળવા નો સમય જાણીને જલ્દી મળું એવી તાલાવેલી લાગી હતી વિરલને....
ઓફિસ નાં કામમાં મન લાગતું નહોતું...
એ જ્યાં ત્યાં રૂટીન કામ કરતા હતા...
પ્રિયા પોતાની કેબિનમાં બેસીને ફાઈલો માં ખોવાઈ ગઈ...
અને નવાં ટેન્ડર મંજૂર કરવા માટે ઓફિસ ની સેક્રેટરી લીનાને બોલાવી ને બધી વાત કરી ને સમજાવ્યું...
ઘરેથી ટીફીન આવી ગયું બન્ને નું અને પ્રિયા ની કેબિનમાં રાબેતામુજબ મુકયુ...
બપોર નાં એક વાગતાં રિશેષ પડી અને બધો જ સ્ટાફ કેન્ટીનમાં લંચ લેવા ગયાં....
એટલે આ જ તક ની રાહ જોઈ ને બેઠેલા વિરલે...
બેલ મારીને રાઘવને બોલાવ્યો અને તાંત્રિક બાબા વિશે પૂછપરછ કરી...
રાઘવ કહે સાહેબ મેં તમારી માટે કાલ ને કાલ જ તાંત્રિક ભૈરવ બાબા જોડે વાત કરી છે ....
એમણે તમને આજે સાંજે છ વાગ્યે બોલાવ્યા છે ....
વિરલ ખુબ ખુશ થઈ ગયો.... એણે પુછ્યું ભૈરવ બાબા પાસે જતાં શું લઈને જવાનું???
રાઘવ કહે પૂજાપો અને ફળફળાદી લઈને જજો સાહેબ અને રોકડ રકમની ભેટ મૂકજો....
આમ તો હું હાજર જ રહીશ...
વિરલ કહે એ જ યોગ્ય રહેશે કે તું હાજર જ રહેજે જેથી મને પણ રાહત રહે...
રાઘવ જોડેથી ભૈરવ બાબાનું એડ્રેસ લખી લીધું અને કહ્યું કે અમે નિકળીએ એ પહેલાં તું આજે ઓફિસમાં થી નિકળી જજે...
જેથી તું હાજર રહી શકે...
આમ વાતચીત કરીને વિરલ ઉભો થયો અને પ્રિયા ની કેબિનમાં લંચ લેવા ગયો....
પ્રિયાની કેબિનમાં જઈને સાથે લંચ લેતાં...
વિરલે પ્રિયા ને રાઘવ જોડે થયેલી વાતચીત કહી સંભળાવી...
અને કહ્યું કે પ્રિયુ તું રેડી રેહજે આપણે છ વાગ્યે જવાનું છે...
બરાબર...
પ્રિયા કહે હા વિર....
પછી બેલ મારી ને
રાઘવ ને બોલાવી ને ટીફીન આપ્યું અને કહ્યું કે તું જમી લે અને પછી ટીફીન ગાડીમાં મુકી દેજે...
પ્રિયાએ નવાં ટેન્ડર વિશે વાતચીત કરી..
વિરલ કહે તું છો સાથે પ્રિયુ મને કશી ફિકર નથી...
તું જે નિર્ણય લે એ યોગ્ય જ હોય છે...
આમ વાત કરીને વિરલ પોતાની કેબિનમાં ગયો...
અને કેબિનમાં બેસીને અમુક વેપારીઓ ને ફોન કર્યા અને ધંધાકીય વાતો કરી અને સાંજના સાડા પાંચ થયાં એટલે પ્રિયા ને કોલ કરીને પોતાની કેબિનમાં બોલાવી અને નિકળવાની તૈયારી કરી...
રાઘવ તો પાંચ વાગ્યે રજા લઈને નિકળી ગયો હતો...
પ્રિયા આવી એટલે વિરલ ઉભો થયો અને બન્ને જણાં નિકળતાં લીનાને સૂચનો આપીને નિકળ્યા...
ડ્રાઇવર રમેશ ની જોડે...
રસ્તામાં થી પૂજાપો લીધો અને ફળફળાદી લીધાં....
અને રાઘવે આપેલ એડ્રેસ પર ગાડી લેવડાવી...
એક જૂની વસ્તી પાસે ગાડી ઉભી રખાવી અને
ડ્રાઈવર રમેશને કહ્યું કે તું ગાડી લઈને અહીં જ ઉભો રહે અમે એક અગત્યનું કામ પતાવીને આવીએ છીએ...
આમ કહીને બન્ને એક પૂજાપો અને એક થેલી ફળફળાદી ની પકડીને ચાલતા આગળ વધી રહ્યા....
ગીચ વસ્તીમાં થી રસ્તો શોધી ને બન્ને ભૈરવ બાબાનાં દરવાજે આવીને ઊભા રહ્યાં...
અને આજુબાજુ જોવા લાગ્યા...
એટલામાં જ દૂરથી રાઘવ આવતો દેખાયો...
એટલે વિરલ ખુશ થયો અને રાઘવ આવ્યો એટલે ત્રણેય જણાં અંદર રૂમમાં ગયા...
જ્યાં એક વિશાળ રૂમમાં ચારેબાજુ સન્નાટો હતો...
એક મોટી મહાકાળી માતાજી ની મૂર્તિ હતી...
અને અંખડ દીવો જલતો હતો...
અને ધૂપબતી અને ધૂપના ધૂમાડા નિકળતાં હતાં...
અને રૂમની વચ્ચોવચ એક અગ્નિ કુંડ માં આહુતિ આપતાં કાળાં કપડાં અને માથે મોટી જટાવાળા, કપાળમાં લાલ ત્રિપુંડ તાણેલુ હતું... ગળામાં મોટી મોટી લાલ, લીલા, સફેદ મણકાની માળા હતી એવાં તાંત્રિક ભૈરવ બાબા કંઈક મંત્રજાપ કરીને આહુતિ આપતાં હતાં...
રાઘવે ઈશારો કરીને વિરલ અને પ્રિયા ને બેસવા કહ્યું અને પોતે પણ ચૂપચાપ એકબાજુ બેસી ગયો....
આમને આમ દસેક મિનિટ પસાર થઈ અને ભૈરવ બાબાએ આંખો ખોલી અને રાઘવ ને જોયો...
એટલે રાઘવને કહ્યું કે આવી ગયા...
રાઘવ કહે હા બાબા...
પછી રાઘવે વિરલને ઈશારો કર્યો કે બાબાને પગે લાગે અને પૂજાપો અને ફળફળાદી મૂકી દે...
વિરલ અને પ્રિયા એ એ પ્રમાણે કર્યું...
બાબાએ હાથ ઉંચો કરીને આશિર્વાદ આપ્યા...
અને ફરી અગ્નિ કુંડ માં આહુતિ આપી...
અને વિરલ પ્રિયા સામે જોયું અને કહ્યું કે રાઘવે વાત કરી છે... આમ કહીને મહાકાળી માતાજી નું મોટે મોટેથી નામ લઈને...
વિરલ સામે જોઈને કહ્યું કે બચ્ચા તારા કિસ્મતમાં એક નહીં બે-બે બાળકો છે પણ થોડી પૂજાપાઠ અને વિધી વિધાન કરવું પડશે...
તું તૈયાર છે???
પાછળથી ફરી નહીં જાયને...
હું કહું એમ કરીશને???
વિરલ કહે હા બાબા...
આપ જે કેહશો એમ જ અમે કરીશું...
બાબાએ ચપટી ભરીને ભભૂત પ્રજ્વલિત અગ્નિ કુંડ માં થી લઈને પહેલાં વિરલ નાં કપાળે લગાવી અને પછી પ્રિયાનાં કપાળમાં લગાવી...
અને ફરી એકવાર આંખો બંધ કરીને હોંઠ ફફડાવીને કંઈ મંત્રોચ્ચાર કરી રહ્યા...
થોડો સમય એમ જ ગયો પછી એમણે આંખો ખોલીને વિરલની આંખોમાં ત્રાટક કર્યું....
વિરલ નાં શરીરમાં થી લખલખું પસાર થઈ ગયું...
ભૈરવ બાબાએ વિરલને કહ્યું કે આ ફળ આપું છું એ તમે બન્ને જણાં આજે રાત્રે ખાઈ લેજો અડધું અડધું...
પછી મને ફરી બે દિવસ પછી મળી જજે બચ્ચા તું એકલો જ આવજે...
બાકીનું હું બધું રાઘવ ને સમજાવી દઉં છું...
એ તને જણાવશે...
હવે તું જઈ શકે છે...
વિરલ અને પ્રિયા ઉભાં થયાં અને રોકડ રકમ ભેટ તરીકે મૂકી અને પગે લાગ્યા...
વિરલ અને પ્રિયા ઘરે ગયા અને બાબા નું આપેલું ફળ ખાઈ લીધું...
આખી રાત દિવાસ્વપ્ન માં જ પસાર થઈ ગઈ અને સવાર પડી રોજિંદી ઘટમાળમાં બન્ને જોતરાઈ ગયા અને નિત્યક્રમ થી પરવારીને બન્ને સાથે જ ઓફિસ જવા નીકળ્યા...
ઓફિસ પહોંચી બન્ને પોતપોતાની કેબિનમાં ગોઠવાઈ ગયા અને ધંધાકીય કામકાજ માં તલ્લીન થઈ ગયા....
રોજની જેમ ઓફિસમાં શાંતિથી કામગીરી ચાલુ હતી...
બપોરે એક વાગ્યે લંચ બ્રેક પડ્યો...
બધાંજ લંચ લેવા નીકળી ગયા...
એટલે રાઘવે વિરલની કેબિનનો દરવાજો ખખડાવ્યો..
એટલે વિરલે અંદર આવવાની પરમિશન આપી...
રાઘવ અંદર આવ્યો અને કહ્યું કે..
બાબાએ કહ્યું છે એક વિધી કરવી પડશે???
આપ તૈયાર છો એ માટે તો કહું...
વિરલ ભણેલો ગણેલો પણ હવે આ લોકો ની ચંગુલમા ફસાઈ ને સારા નરસાનું ભાન ભૂલી ગયો હતો...
કાલે બાબાએ કપાળમાં ભભૂત લગાવી પછી એને બાબા સિવાય કંઈ દેખાતું જ નહોતું...
એણે રાઘવને કહ્યું કે હા બોલ...
હું તૈયાર છું...
રાઘવ કહે એક બલિ આપવો પડશે...
વિરલ કહે .. શાનો બલિ???
રાઘવ કહે નવજાત બાળકનો બલિ...
વિરલ કહે પણ હું ક્યાંથી લાવું???
રાઘવ કહે આપ હા કહો તો હું બધીજ વ્યવસ્થા કરી દઈશ...
પણ રૂપિયા થશે???
વિરલ કહે તું રૂપિયા ની ચિંતા ના કર..
કામ થઈ જાય એવું કર...
બોલ અત્યારે કેટલા આપું રૂપિયા???
રાઘવ કહે પાંચ લાખ ખર્ચ થશે...
હું બધું જ ગોઠવી દઈશ...
આપ અત્યારે એક લાખ આપો તો હું એડવાન્સ આપીને કામગીરી આરંભી દઉ...
વિરલે પોતાની બેગ ખોલી અને એક કવરમાં એક લાખ મૂકી ને રાઘવને આપ્યા અને કહ્યું કે જોજે મને ક્યાંય સંડોવતો નહીં...
તું બધું તારી રીતે ફોડી લે જે...
રાઘવ કહે આપ નિશ્વિત રહો સાહેબ...
તમારું ક્યાંય નામ નહીં આવે...
આ રાઘવ જોડે ઘણા માણસો છે..
બધું જ સરસ ગોપનીયતા કામકાજ કરીશું કોઈ ને ખબર નહીં પડે...
આમ કહીને રૂપિયા લઈને સલામ કરીને રાઘવ મૂછોમાં હસતો બહાર નિકળ્યો...
પોતાના મોબાઈલ થી કોઈ સાથે ધીમા અવાજે વાતચીત કરી રહ્યો...
વિરલ ઉભો થઇ પ્રિયા ની કેબિનમાં જઈને લંચ કરવા લાગ્યો અને પ્રિયા ને રાઘવે કહી એ વાત કરી...
પ્રિયાએ વિરોધ નોંધાવ્યો..
પણ વિરલે પ્રિયા ની એકપણ વાત સાંભળી નહીં અને કહ્યું તું ચૂપચાપ જોયા કર રાઘવ ચપટી વગાડતાં જ કામ પતાવી દેશે....
હવે ચોથા ભાગમાં શું આવશે???
રાઘવ શું ખેલ ખેલશે એ વાચીએ...
ભાવના ભટ્ટ અમદાવાદ...