Whalam's Satware - Lajja Gandhi - 3 books and stories free download online pdf in Gujarati

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 3

પ્રકરણ ૩

ગાંધીધામમાં લજ્જાનો પત્ર જોઇને પ્રણવ પ્રસન્ન થઇ ગયો.

બહુ ધ્યાન થી ચીપી ચીપીને સરસ અક્ષરે લખાયેલ પત્ર તેને ગમ્યો. ખાસ તો સંબોધન ગમ્યું. લજ્જાનો પ્રણવ …વાહ! તેં મારા મનની વાત કહીં. વિવાહ થયા પછી હું તારો જ છું. અને ઇચ્છું કે તારો જ રહુ.

ઝડપભેર વાંચી લીધા પછી તે સમજી ગયો કે લજ્જા ખરા મનથી એક જ વાક્ય લખ્યુ છે. ગમતું નથી મને લૈ જા. તો અહીંયા મને પણ ક્યાં ગમે છે? તારી અને મારી બંને ની દશા અને હાલત એક જેવી જ છે. તેણે મારા પત્ર નાં ગુલાબો વિશે ક્યાંય નથી લખ્યું અને જે લખ્યુ છે તે તો ક્યાંકથી ઉતારા કર્યા છે તેને હું કંઇ સાચા માનવાનો નથી. પણ તેં મારી વાત વિરોધ સાથે પણ માની તે મને ગમ્યું.

ગુરુવારે પત્રનો જવાબ આપતા તે વિચારમાં પડ્યો આ કાગળ તો રવિવારે પહોંચવાનો નથી અને તે પહેલા તો રવિવારે તે વડોદરા પહોંચી જશે,

શનીવારે રાત્રે પ્રણવ વડોદરા હતો,

રવિવારે સવારથી લજ્જાનો ઇંતજાર થતો હતો,,,

નવ થયા,,દસ થયા મમ્મી પુછી ગયા લજ્જા આવવાની છેને?

હકારમાં માથુ ધુણાવીને પ્રણવે તે પણ તેની રાહ જોઇ રહ્યો છે..તેવું જણાવ્યું.

અગીયાર થયા..સાડા અગીયારે સ્કુટર લઈ પ્રણવ બહાર નીકળ્યો ત્યારે સોસાયટી નાં નાકે રીક્ષામાંથી બુમ પડી..પ્રણવ…

 

તે લજ્જા હતી

લીલા અને ગુલાબી ડ્રેસમાં ખુબ સુંદર લાગતી હતી

તેની રીક્ષા પાસે સ્કુટર લઈ જતા પ્રણવ બોલ્યો “ લજ્જા કેમ શું થયુ હતુ?”

“ સવારે બસ ચુકી ગઇ હતી” સ્કુટર પર ગોઠવાતા તે બોલી.

“જરા બરોબર બેસ.”ઘર તરફ સ્કુટર વાળતા પ્રણવ બોલ્યો…

“રાજ્જા ઘરે નથી જવું.”

“ હાજરી તો પુરાવવી પડેને?”

“ પહેલા પેટ પુજા હોટેલ ‘કલ્યાણ’ પર જઈને.”

સ્કુટર કલ્યાણ તરફ વાળતા પ્રણવે કહ્યું “ઘરે ખાવાનું તૈયાર છે.”

“તે સાંજે ખાઇશુને?” લજ્જા લુચ્ચુ હસીને બોલી..

સ્કુટર ગતિ પકડતુ હતું અને લજ્જા પણ પ્રણવને પાછળથી વળગી રહી હતી.

બારને ટકોરે ‘કલ્યાણ’ પર પહોંચી ગયા હતા.

પીંક કાશ્મીરી પુલાવ અને મીઠો મઠો નો ઓર્ડર અપાયો..

“તને કાશ્મીરી પુલાવ કેમ ભાવે છે?”

“તે ગુલાબી છે ..તેમાં સફરજન હોય છે એ મીઠા હોય છે અને મીઠો મઠો વધુ લીજ્જત આપે છે.”

“મને તો અહીંની ફ્રેંકી પણ ભાવે છે…” પ્રણવે કહ્યું.

“ પુલાવ પછી ફ્રેંકી પણ ખાઈશુંને?”

“ અને આઈસ્ક્રીમ?”

તે તો આપણે સત્યનારાયણમાં જઈને ખાઇશુંને?”

ઘરે બનાવેલું ખાવાનું સાંજે ખાઇને પછી મારે સાસરે જઈશને?

હજી હમણા તો આવી છુ અને જવાની વાત? મારું ચાલે તો હું જઉં જ નહી..

પહેલા ફ્રેંકી આવી અને ત્યાર બાદ પુલાવ અને મઠો

.ઘડીયાળ સાડા બાર બતાવતી હતી. આરાધના માં મેટીની શો માં જવાનું હતુ.. સુલક્ષણા પંડીતનું ચલચિત્ર ચાલતું હતુ..ચલચિત્ર ગમે તે ચાલતુ હોય..તે ક્યાં જોવાનૂ હતુ…જોવાનાં હતા એક મેક ને અંધારામા અને મિલનની

ઉત્કટતા માણવાની હતી.છેલ્લા બે વખત તો ચલચિત્ર ક્યારે પુરુ થયુ તે ન સમજાયું. પ્રણવ જોઇ શકતો હતો લજ્જા ખુબ સંતુષ્ટ દેખાતી, તેને પ્રણવ નો સાથ જ માણવો હોય અને તે સમય દરમ્યાન કોઇની પણ ટકોર વિના તે માણતી, આરાધનામાં ચલચિત્ર પતે એટલે ગાંધીનગર ગૃહ સામે સત્યનારાય્ણ આઇસક્રીમ માં જઈને નક્કી કરેલા આઇસ્ક્રીમ રાજભોગ અને ટુટૂફ્રુટી ખાઈને પ્રસન્ન થતા થતા બીજા ચલ ચિત્રમાં દાખલ થતા. જે દોઢ કલાક્નું અંગ્રેજી ચલચિત્ર હોય.

સાંજના પાંચ વાગે લજ્જાએ રડવાનું શરુ કરી દીધુ.

“ મારે પાછુ નથી જવું”

‘”એ કેમ ચાલે?”

“તું ગમે તે કર મારે ઘરે નથી જવું.”

“તો મારા ઘરે ચાલ”

“ ત્યાં તો મારા સાસરીયા હોયને?”

‘ આ જબરું મારા ઘરે નથી જવું અને તારાય ઘરે નથી જવુ?”

“આ રીસામણા અને મનામણામાં છેલ્લી બસ પણ નીકળી જશે તો શું કરીશુ?”

“વડોદરા શહેર છે અહીયા ઘણી મોટી હોટેલો છે…”

“ બકા લગ્ન પહેલા આપણા થી એકલું ના રહેવાય.”

“કેમ કંઈ આપણે એકાંતે એક્બીજાને કરડી ખાઈશુ?”

“ મારો ભરોંસો નહીં હું રાત્રે પ્રાણી બની ને તને કરડી બેસું તો?”

‘તું કરડે તો હું પણ કંઇ અટકું નહીં. ભગવાને મને પણ બે હાથ અને ૩૨ દાંત આપ્યાછે.”

થોડી ક્ષણો પ્રણવ લજ્જાને જોઇ રહયો..લજ્જાતો આમંત્રણ આપતી હતી.

“રાજ્જા! હું કોણ છું?”

“ મારી બકુડી.”

“ અને તુ કોણ છુ?”

“તારો બકુડો?

“આપણે બહાર મળીયે. છતા તરસ્યા રહેવાનૂં?”

“ ના પણ આપણો સમય આવશે ત્યારે મળશુંજ ને”

“ આપણા વિવાહ થયા એટલે આપણને બધી જ છુટ.”

“ તે તું અને હું બન્ને અહીંજ રહેવાના છીયે…”

“ તો પણ રાજ્જા મને તારી સાથે નિર્બંધ રહેવું છે.”શરમાતા અને મલકાતા લજ્જા બોલી

“તો ચાલ બેસ સ્કુટર ઉપર એક્સ્પ્રેસમાં જમીયે અને હોટેલ ગ્રીનમાં નિર્બંધ રાત્રી ગુજારીએ.”

લજ્જા બોલી ઉઠી “સાચ્ચેજ રાજ્જા! ” અને સ્કૂટર એક્ષ્પ્રેસ તરફ ચાલવા માંડ્યુ ત્યારે રાત ઢળવા માંડી હતી

કલાકેક જમવામાં અને પછી હોટેલ ગ્રીનમાં નિર્બંધ રાત્રી રહેવાનો ઉન્માદ વધવા માંડ્યો. રાતનાં આઠ વાગે હોટેલ ગ્રીનમાં ચેક ઇન કર્યુ.ગરમી અને બફારો બહુજ હતો એટલે શાવરની નીચે પ્રણવે નહાવાની શરુઆત કરી અને લજ્જા પણ ત્યારે ત્યાં આવી પહોંચી.ઠંડા પાણીમાં તે ધ્રુજી ગઈ. .તેને ધ્રુજતી જોઇ પ્રણવ બોલ્યો..તારું કામ નહીં. સહેજ ખમ. હું પાણી ગરમ કરુ છુ.

તેની ધુજારી દુર થાય માટે તેને કહ્યું કે રજાઈ ઓઢી ને થોડી વાર સુઈ જા. હું સ્નાન કરી ને આવું છું.થાક એટલો હતો કે બંનેની આંખ મળી ગઈ..નિર્બંધ રાત્રી કોઇ પણ ઘટના ઘટ્યા વિના વહી ગઈ;

સવારનો વેક અપ કોલ આવ્યો ત્યારે બંને ઉઠ્યા…