kidnapping of Rahul books and stories free download online pdf in Gujarati

રાહુલનું કિડનેપિંગ




"જો તારી પાસે કોઈ પણ વ્યક્તિ હશે તો રાહુલ તને જીવતો નહિ પણ મરેલો મળશે..." કીડનેપરએ ફોન પર ધમકી આપી.

🔵🔵🔵🔵🔵

"સર, રાહુલ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. અમે બે ભાઈ બહેનો મામાના ઘરે જ તો રહેતા પણ જ્યારથી મારી જોબ લાગી, અમે અલગ રહેવાનું વિચાર્યું. મારો ભાઈ રાહુલ બસ દસ વર્ષ નો જ છે... એની સાથે કોઈની શું દુશ્મની હોઇ શકે?!" એક 19 વર્ષની ખૂબસૂરત એવી સંધ્યાએ કહ્યું.

ઇસ્પેકટર સુનીલ પણ કઈ કમ હેન્ડસમ નહોતો. એણે કેસને સોલ્વ ના કરી લે ત્યાં સુધી કળ વળે એવું લાગતું નહોતું.

બધા કેસથી આ કેસ જુદો હતો. આમાં એણે પોતીકાપણું થતું હતું. એટલે જ તો એણે બહુ જ ઓછા સમયમાં ઘણું જ કામ કર્યું હતું જાણે કે રાહુલ તો એનો જ ભાઈ ના હોય!

એણે સંધ્યા પર દયા ઓછી અને પ્યાર વધુ આવતો હતો. એણે હજી પણ યાદ છે એ દિવસ જ્યારે એની ઉપર કોલ આવ્યો હતો. એ સંધ્યાના ઘરે જઈ પહોંચ્યો. ઘર સામાન્ય હતું, પણ ચીવટથી સજાવેલું હતું.

"સર, હું અને મારો ભાઈ અમે બે જ અહી રહીએ છીએ... પપ્પા ડ્રિંક કરતા અને પહેલાથી જ અમે મામાના ઘરે રહેતા છેલ્લા કેટલાક સમયથી મારી જોબ લાગી તો અમે અહી રહેવા આવ્યા છીએ." સંધ્યાએ કહ્યું.

સંધ્યાએ આપેલી ચાનો એક સબળકો બોલાવતા ઇ. સુનીલએ કહ્યું, "કોઈ સાથે તમારી દુશ્મની?!"

"ના, બધા સાથે મારે તો સારું જ બને છે... રોજ પ્રમાણે રાહુલ સ્કુલથી આવતો હતો ત્યારે જ રસ્તામાં કોઈએ એનું અપહરણ કર્યું. સર, જો એણે કઈ પણ થયું તો મેં નહિ જીવી શકું!!!" સંધ્યા રડમસ હતી.

"યુ જસ્ટ ડોન્ટ વરી... આઈ વિલ શ્યોરલી સેવ હિમ." એણે ચા પૂરી કરી.

🔵🔵🔵🔵🔵

બીજા દિવસે કિડનેપરનો કોલ આવ્યો, "જો રાહુલની ખૈર ચાહતી હોય તો ત્રણ દિવસ પછી પોતે મસ્ત તૈયાર થઈને આવી જજે... મારે તારી સાથે બસ એક વાર રાત રંગીન કરવી છે... કહેલું જ ને મે એક વાર પણ તું જ નહોતી માની!!!" એણે કહ્યું.

"તને કોઈના પર શક હોય તો બોલ..." ઇ. સુનીલે કહ્યું.

"સર, મારો મોટા મામાનો એક છોકરો છે, એકવાર એણે મારી ઈજ્જત લુંટવાનો પ્રયાસ કરેલો!!! પણ નાના મામાએ એણે ખૂબ માર્યો હતો... ત્યારથી હું, રાહુલ, નાના-નાની અને નાના મામા અમે અલગ રહેવા લાગેલા." આ કહેતા ની સાથે જ એ ઇ. સુનીલને વળગી જ પડી.

"સર, દુનિયાને ભલે મે બહુ જ ખુશ અને કામિયાબ લાગુ, પણ અંદરથી મે ઘણા જુલ્મ સહન કર્યા છે."

"સર, મેં ખુદને એ હેવાનના હાથમાં નહિ આવવા દઉં... એણે મારું આ શરીર જ જોઈએ છે ને... પણ મેં જ મરી જઈશ..." એણે મક્કમતાથી કહ્યું.

"પણ એવું કેમ કરું છું...તું આઈ પ્રોમીસ યુ, સંધ્યા હું તમને તમારો રાહુલ સહી સલામત પાછો અપાવીશ!" ઇ. સુનીલે કહ્યું.

"પણ મારે જીવવું જ નથી... એણે ડ્રોવરમાંથી બ્લેડ કાઢી અને હાથે મારવા જ જતી હતી... ત્યારે ઇ. સુનીલે બ્લેડ છીનવી લીધી અને એણે હગ કરી લીધી... પેલી તો બસ એણે ભેટીને રડવા જ લાગી... આ બાજુ ઇ. સુનીલની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યાં...

🔵🔵🔵🔵🔵

બીજા દિવસે બંને એના મામાના ઘરે જઈ પહોંચ્યા. ત્યાં એમના મામાએ કહ્યું, "પ્રતીક તો સાવ બગડી ગયો છે... પણ આ કામ એના એકલાનું નથી લાગતું..."

"હાલમાં એ ક્યાં છે..."

"કોઈને નથી ખબર... થોડા સમય પહેલા એ અચાનક જ ક્યાંક જતો રહ્યો... અમે પણ એણે શોધવાની તસ્દી ના લીધી..." એના મામાએ કહ્યું.

🔵🔵🔵🔵🔵

"સર, હવે મારી જાતને પેલા હેવાનને આપી દઈશ... એ પછી તો મેં જીવી નહિ શકું... એટલે આજે મારે તમને કંઇક કહેવું છે..." સંધ્યાએ વાત કહી.

"જો... તું મારા પર વિશ્વાસ રાખ... મેં તને પ્રોમિસ કર્યું છે ને... ચાલ હવે ઊંઘી જા... ઓકે..." ઇ. સુનીલે કહ્યું.

બંનેએ સંધ્યાએ બનાવેલું જમેલું... ઇ. સુનીલ પણ એના રૂમમાં જ સોફા પર ઊંઘી ગયો...

🔵🔵🔵🔵🔵

સવારે એના પર એક કોલ આવ્યો તો એ તાબરતોડ પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો.

રાહુલને લઈને એ સંધ્યાના ઘરે પહોંચ્યો તો એ ચોંકી ગયો... સંધ્યા ત્યાં હતી જ નહિ... બેડ પર એક ચીટ હતી:

"રાહુલને તો તું મામાના ઘરે જોઈ ગયો હતો... પણ હવે તાકાત હોય તો તું સંધ્યાને બચાવી બતાવ..." કીડનેપરની એ ચીટ હતી...

ઇ. સુનીલ રાહુલ સાથે જ સંધ્યાના મામાના ઘરે જઈ પહોંચ્યા... જે રૂમમાંથી કોસ્ટેલબ નાથુ રાહુલને લાવ્યો હતો... એ જ રૂમમાં સંધ્યા હતી!

"સર, એ મારી નજીક આવે એ પહેલાં જ મેં એણે બચકું ભરી લીધું!!!" રસ્સીથી બંધાયેલી સંધ્યાને ઇ. સુનીલે ખોલી... બાજુમાં જ દર્દથી ચીસ પાડતો ગની હતો... હા, પ્રતીકનું ક્રાઇમ વર્લ્ડમાં નામ ગની હતું.

કોસ્ટેબલ નાથુ એણે હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઈ ગયો. એના માતાપિતાને પણ સાથ આપવાના જૂર્મમાં હિરાસતમાં લેવાયા.

🔵🔵🔵🔵🔵

"આઈ લવ યુ, સર!!!" સંધ્યા એ રાહુલ સામે જ ઇ. સુનીલને ગળે લગાવ્યો અને રાહુલ પણ બંનેને ભેટી પડ્યો. તેઓ સંધ્યાના ઘરે હતા.

"આઈ લવ યૂ, ટુ!!!" ઇ. સુનીલએ પણ કહ્યું.

Share

NEW REALESED