jajbaat no jugar books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર

ભીનાં વાળ માંથી ટીપાં પડી રહીયા હતાં. કલ્પના વાળમાં હાથ ફેરવતા ફેરવતા બારી બહાર જોઈ રહી હતી, સાંજ ની પાર્ટી નો થાક હજુ સુધી ઉતર્યો ન હોય એમ હાથ બંને બાજુ ખુલ્લા કરી આળસ મરડી ને બારીની એકદમ નજીક ગઈ, ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. એક સ્ત્રી ચાલતી ચાલતી જતી હતી. આ સમય માં પણ કોઈ પગપાળા જાઈ છે, અમારા પણ આવાં દિવસો હતા એ આજ સુધી ભુલાયુ નથી. આવું વિચારતી વિચારો ના વમળ માં ખોવાઈ ગઈ....

અંતરા નાની હતી. તેનાં પપ્પા હોસ્પિટલ ની ફાઈલ લઈ હિસાબ કરી રહ્યા હતા, ખર્ચો ખૂબ આવ્યો એવુ કલ્પના ને કહ્યું કલ્પના કંઈ જ ન બોલી શકી મનમાં ને મનમાં બોલી દિકરો જન્મ્યા ની ઉજવણી નાં બદલે એને હિસાબ ની પડી છે. ક્યારેય વિચાર્યુ પણ ન હતું કે આવા રિક્ષા ભાડાં સહિત હિસાબ પણ થતાં હશે.....
બાપના ઘરે લાડકોડથી મોટી થયેલી કલ્પના ભૂતકાળ માં ઓગળી ગઈ.
આ બે રહેમ દુનિયાદારી નું કશું જ ભાન ન હતું. બસ મોજશોખ, હરવું ફરવું, પૈસા કેમ કમાવા, ક્યાંથી આવે કશી જ ભાન ના પડે. નવા નવા કપડાં, કટલેરી ખાણીપીણી ને બસ જલસા જ જલસા....
દર અઠવાડિયે બધી ફ્રેન્ડ ને મમ્મી સાથે ઉપડી જાય પીકનીક પર..... બેડમિન્ટન, વોલીબોલ, ક્રિકેટ એવી બધી ગેમો જે છોકરાઓ રમેને તેવી રમતો વધારે પસંદ હતી....
મોટા મહેલ માં ઉછરેલી, નાનપણથી જ એક પરીની જેમ જે પણ માંગે તે હાજર થઈ જતું... અચાનક જાણે જેમ પરી ની પાંખો કપાઈ જાય એમ...... તેને કંઈ જ ન સમજાયું, કોઈ કંઈ બોલતું જ નહતું.
ઘરના મુખ્ય દરવાજાના તોરણો છોડવા લાગ્યા, મોટા ઘરમાં પણ નાં સમાય એટલાં સંબંધીઓ ઘરે આવવા માંડ્યા, ઘર અને શેરીમાં ભીડ જામવા માંડી, કલ્પના ને કંઈ જ સમજના પડી કે આ શું થઈ રહ્યું છે. એટલાં માં તો એમ્બ્યુલન્સ આવી હોય એવો ભાસ થયો.... કલ્પના નાં મનમાં કેટલા બધા સવાલો ઉદભવવા લાગ્યા. શુ હશે, કોણ હશે , મમ્મી ને તો કાલે નાના દવાખાને લઈ ગયાતા. ક્યાંક મનમાં ફાળપડી મમ્મી તો...... ના મનમાં જેમ પોતાના જ મનને સમજાવતી હોય એમ ના એવું ના.... હોય...
કોઈક નું દુઃખ સમજી શકે એવું એની પરિસ્થિતિ જ ન હતી કારણ કે દુઃખ શું કહેવાય દૂર દૂર સુધી ખબર નથી.... કલ્પના ને. અનુભવના ઘૂંટડા પીધા જ નથી, તો ખબર પડે ને સંબંધો કેમ સાચવવા, સહાનુભૂતિ ના સ, ને જજ્બાત નો જ ની તો દૂર દૂર સુધી ખબર ન પડતી ને કેર (સંભાળ) કરવી એવું એને આવડતું જ નથી. બસ હરવું ફરવું ને મોજ મસ્તી માણવા સીવાય કંઈ કર્યું જ નહતું સ્કૂલમાં પણ ખાલી જવા પૂરતું જ જવાનું ને આવી ને બેગ તેની જગ્યાએ ને બેન તો મોજશોખ માં જ.
અચાનક જે આભાસ થતું એમ્બ્યુલન્સ જાણે તેનાં ઘરની એકદમ નજીક આવી ગયું હોય એવો હોર્ન વગાડવા લાગ્યું શેરીમાં ની ભીડ માં રોક્કળ થતો હોય તેવા અવાજ આવવા માંડ્યો
આ બઘું જોઈ કલ્પના તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ શું રીએકટ કરવું કંઈ સમજાતું ન હતું. એને તો જાણે પગ નીચે થી ધરતી ખસી ગઈ હોય એમ મંત્રમુગ્ધ થઈ ગઈ. પોતાની જાતને સંભાળી શકે એવી હાલત ન હતી. જાણે આંખો ની આગળ અંધારું છવાઈ ગયું. અર્ધ ખુલ્લી આંખોથી માંડ માંડ પોતાની જાતને સંભાળવા નો પ્રયત્ન કર્યો...
જેવું મનમાં વિચારી રહી હતી એ સત્ય સાબીત થતું હોય એવું લાગતું હતું...