jajbaat no jugar - 9 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 9

ભાગ ૯

કલ્પના એ જોયું બારણાં પાસે કોઈકનો પડછાયો દેખાતા વાત ને અટકાવી....તે ધીમા પગલે ચાલીને જોવા ગઈ તો કલ્પના નો મોટો ભાઈ કેયુર હતો. જોઈ હાશકારો અનુભવ્યો પણ તે વાત સાંભળવા ત્યાં નહોતો ઊભો પરંતુ ઘર ને રંગ રોગાન નું કામ ચાલતું હતું તેની દેખરેખમાં માં હતો.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે,
એવી આપણી સમજણ છે
પણ હકીકત માં...
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે.

કલ્પના પ્રવિણભાઈ ને પૂછે છે કે આ સત્ય છે ને કે તે બંને દિકરીઓ સાથે લાવશે...? મમતાબેન ને શું સંબોધવુ તે ખબર નથી હતી કલ્પના ને
જો બેટા... કલ્પના એ વચ્ચે થી જ વાત કાંપી નાખી પ્રવિણભાઈ ની નો, નય મારે કંઈ જ સાંભળવું નથી.... જો બેટા તું જીદ ના કર એક વખત શાંતિથી વિચાર તો ખરી...
પરંતુ કલ્પના ના મગજ માં બસ એવું જ લાગતું હતું કે
મારી માઁ સાથે અન્યાય થયો છે જીવતાં તો શાંતિ ન હતી હવે તો.... આટલું બોલતાં જ ગળે ડૂમો ભરાઈ આવ્યો... ને આંખ માં આંસુ સરી પડ્યા... પ્રવિણભાઈ એ કલ્પના ને શાંત કરી. જો બેટા તારા પપ્પાનું વિચાર તું તને જો નામ લેતા આટલી પીડા અનુભવાય છે તો તારા પપ્પાને કઈ રીતે રાત વિતતી હશે અને રાત વિતે તો દિવસ કેમ પસાર થતો હશે...? શું ખાલીપો ફક્ત એમના એક નાં જ મનમાં છે...?આપડા બધાં નાં મન પર છે, શું એમના આવવાથી આપડા મન પર નો ખાલીપો દુર થશે...? એક વ્યક્તિનો ખાલીપો કોઈ બીજી વ્યક્તિ ક્યારેય નથી ભરી શકતી. અધવચ્ચે જ કલ્પના જાણે વિજળી પડી હોય ને ત્રાટકે એમ ત્રાટકી કાકા.... થીગડું, થીગડું જ કહેવાય કપડું નવું હોય કે જુનું. હું માનું છું કે જુના કપડાં માં થીગડું ન દેખાય પણ થીગડું તો થીગડું જ કહેવાય ને બોલતા બોલતા ગળે ડૂમો આવી ગયો કલ્પના ને.....
મારા પપ્પા કદાચ આટલી બધી સાઈડ માંથી એકાદ પ્રોપર્ટી એમનાં નામે કરે તો કંઈ ફેર નહીં પડી જાય પણ બધાં નાં મન માં શું એ જગ્યા લઈ શકશે મારું આટલું જ કહેવું છે કલ્પના એ વાત નો ખુલ્લાસો કર્યો
જો બેટા સમય સાથે ચાલવા નો પ્રયત્ન કર. તારા એક ખોટા નિર્ણય થી કેટલાં ની જિંદગી માં ઉથલપાથલ થશે, મારા થી, મારા થી આવેશમાં આવી કલ્પના બોલી મેં હજુ કોઈ નિર્ણય લીધો જ નથી મેં તો ફક્ત વાત ઉચ્ચારી ત્યાં તમે પરિણામ જાહેર કરી દીધું....
સમય મોટા માં મોટો ખાડો ભરી દે છે... શું કહ્યું કલ્પના ફરીથી વચ્ચે બોલી આ વેદના મારા હ્રદય ને દરરોજ થોડી થોડી પીડાથી છીદ્રો પાડી ને આજે પણ મને બરાબર યાદ છે કે તેનાં મૃત શરીરને જ્યારે તમે બે વખત તુલસીના પાન વાળું ગંગાજળ પાવા કહ્યું હતું. શું એ સમય ભૂલી જાઉં કે મૃત શરીરને વજન નથી લાગવાનો છતાંય હું તેની છાતી કૂટી કૂટીને કહેવા માંગતી હતી કે તારાં મોટા પુત્રની તારે હજુ જાન જોડવાની છે, તારા પુત્ર ની નવોઢા ને પોંખવાની અબળખા અધુરી છે. આરતી ને એ માં ના પ્રેમ થી વંચિત રહી હતી જે મારા સારા ઉછેર માટે દાદા-દાદી પાસે મોકલી આપવામાં આવ્યા.આરતી ને માં સંબંધવુ હજી બાકી છે. તારા ખોળામાં માથું મૂકીને તને માણવાની બાકી છે તારા નાના પુત્ર કલ્પેશ ને તો હજુ પ્રેમ શું કહેવાય તે સમજવું પણ બાકી છે. એ તો પ્રેમ થી જ વંચિત રહી ગયો છે. એનો લાડલડાવવા નો વખત પણ વહી જાય છે. સીતા માતાની જેમ તારા લક્ષ્મણ જેવા દિયરો ને તો તારે સહારો બનવાનું છે. દેરાણીઓ ની મોટી બહેન બની સંભાળ લેવાની છે. કામનો બોજ દેરાણીઓ સોંપી તારે હજુ નિવૃત્તિ લેવાની છે. એમના પુત્ર ની મોટી માં બની રક્ષા કરવાની છે. શું આ બધું સમય નો ખાડા થી ભરાય જશે....
કલ્પના એની વેદના માં ની મરતી વેળા એ ન ઠાલવી શકી તે અત્યારે ઠાલવી રહી હતી....
કલ્પના છે પણ કંઈ બોલી રહી હતી તે બધા જ સાંભળી સ્તબ્ધ હતા.... ને કલ્પના નાં દાદી પણ બધા સાથે સૌધાર આંસુ એ રડી પડ્યા હતા...
પ્રવિણભાઈ એ ખૂબ જ ધૈર્ય રાખીને કલ્પના ને મનાવી બીજી વ્યક્તિ હોય તો ક્યારનું ગુસ્સો કરીને કલ્પના ને તેના પિતા ને પડતા મૂકી દિધા હોત પણ...
ખરાં સમય એ પોતાના જ સાથે ઉભા રહે છે. તે પ્રવિણભાઈ એ સાર્થક કર્યું....
તું શાંતિથી વિચાર પછી વાત કરીશું.....પ્રવિણભાઈ આ વાતને પૂર્ણવિરામ આપતાં કહ્યું.
થોડા દિવસ માં ચોઘડિયા જોઈ લગ્ન નક્કી થયાં. અને અંતે મમતાબેન ની એક જ દિકરી ને લાવવાનો નિર્ણય કર્યો. અને બીજી દિકરી નાં ભરણપોષણની રકમ મોકલવા નું નક્કી થયું. અને અપેક્ષા ને તેમના મામાના ઘરે એટલે કે મમતાબેન નાં ભાઈ ના ઘરે રાખવાં નું નક્કી થયું. આખરે નિર્ધારિત સમય પર પ્રકાશભાઈ ને મમતાબેન નાં પુનઃલગ્ન થયા...



ક્રમશ........