"એ કોઈ માણસ બિલકુલ નથી યાર! શૈતાન છે, રાક્ષસ છે! મારી કોઈ સંવેદના તો એ સમજતો જ નથી!" રાશીએ એના હાથને બતાવતા કહ્યું. એના હાથમાં બીડીથી દઝાડ્યાનાં ચિહ્નો જોઈને રોચકથી ના જ રહી શકાયું!
"અરે પણ યાર તું... ભાગી જાને મારી સાથે! કોણ કહે છે તને એની પાસે રેહવાનું!" રોચકે એ જ શબ્દો કહ્યાં જે એ વારંવાર કહેતો જ રહેતો હતો!
"પણ યાર... પતિ છે એ મારો! હું એણે છોડીને ક્યાં જઈશ! કોણ સાથ આપશે મારો?! હું એકલી છું... થાકેલી છું... હારેલી છું..." રાશી રડી લેવા માંગતી હતી એટલું કે એનો બધો જ બોજ દૂર થઈ જાય.
"એક વાત કહું?!" રોચકે એના આંસુ લૂછતાં કહ્યું.
"શું?!" રાશીએ કહ્યું.
"હું હજી પણ તને પ્યાર કરું છું!" કહેતાંની સાથે જ એણે એના શર્ટની બાંયને ઉપર ચઢાવી! રાશી એના દાઝેલા હાથને એના ચુંબનોનાં વરસાદથી કંઇક અંશ સુધી રીઝવી દેવા માંગતી હતી!
રોચક અને રાશી બંને ખૂબ જ ક્લોઝ હતા, બચપણથી બંને સાથે જ રહ્યા હતા. સ્કુલનાં સમયથી, પહેલાં ધોરણથી બંને સાથે હતા! કોલેજ સુધી રાશીએ તો બધાને કહ્યા જ કર્યું હતું કે અમે તો પહેલાં ધોરણનાં દોસ્તો એમ!
રોચકને ખબર તો હતી જ કે રાશી પણ એણે લવ તો કરે જ છે. એણે એક વાર કોલેજમાં બધા વચ્ચે જ રાશીને પ્રપોઝ પણ કર્યું હતું! ત્યારે રાશીએ એણે "આટલી બધી વાર કરી દેવાની હશે?! સંવેદના હતી જ તો વ્યક્ત કેમ ના કરી?!" કહેલું!
"અરે યાર, જો એવું બિલકુલ નથી! તું પણ તો કહી શકુંને! તેં કેમ ના કહ્યું?!" રોચકે સામો સવાલ કરેલો.
"અરે મને લાગ્યું કે હું જ તને લવ કરું છું, તું તો કંઈ એવું વિચારતો જ નહિ એમ! તો હું કેમ પહેલ કરું?!" રાશીએ જવાબ આપેલો.
"અરે યાર, તું જ તો મારું બીજે બીજે ગોઠવી આપતી હતી ને હું તને જ કેવી રીતે કહેતો કે બીજી કોઈ નહિ તું જ મારા દિલની રાણી છું એમ!" રોચકે પણ સામે દલીલ કરેલી.
"તો કેમ આજે આમ અચાનક જ મને પ્રપોઝ કરી બેઠો?!" રાશીએ એક સળગતો સવાલ આગનાં ગોળાની જેમ રોચક પર ફેંક્યો!
"મને તો ખબર જ હતી કે તું મને જ લવ કરું છું... તારે પણ તો ક્યાં મારા વિના ચાલે જ છે!" એણે કહેલું પણ રાશીએ એણે "પણ તું તારી સંવેદના વ્યક્ત કરવામાં બહુ જ લેટ થઈ ગયો! મારા મેરેજ પાક્કા થઈ ગયા છે, નાવ વી આર જસ્ટ ફ્રેન્ડ!" કહ્યું.
એના છેલ્લાં વાક્યે જાણે કે કોઈ અદૃશ્ય તીર રોચકનાં દિલને આરપાર ના કરી દીધું હોય!.
"એ તો તું છું એટલે હું નંબર ડિલીટ નહિ કરતી, મને કૉલ કે મેસેજ કરતો નહિ!" એણે ધારદાર નજરે જોતાં ત્યાંથી ચાલી નીકળવું જ યોગ્ય સમજ્યું.
એ પછી તો કોલેજની ઘણી છોકરીઓએ રોચકને પ્રપોઝ કર્યા પણ એણે કોઈનામાં પણ રસ બિલકુલ રહ્યો જ નહોતો!
એક વાર લગભગ એક વર્ષ પછી રોચકને રાશીનો કૉલ આવ્યો ત્યારે એ બંને મળ્યા હતા. એ પછી તો બંને નિયમિત મળતાં હતાં!
આટલી મુલાકાતોમાં જે નહોતું કહેવાયું એ આજે રોચકે કહી જ દીધું હતું!
"જો મારા જેવી માટે તું તારી લાઇફ ના બગાડ! હું તો હવે..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ રોચકનાં હાથે એણા હોઠને જાણે કે સીવી જ દીધા!
"જો હવે બહુ થયું... તારી સંવેદના હું નહિ સમજુ તો બીજું કોણ સમજશે?!" રોચકે એણે બાહોમાં લેતા કહ્યું.
"પણ યાર..." રાશીની વાતને અડધેથી કાપતા જ રોચકે કહ્યું - "આપણો પ્રયાગ હવે સારો એવો વકીલ છે! એણે મને કાગળિયા પણ કરી આપ્યા છે, બસ તું તલાક લઈ લે! તારી લાઇફને હું સ્વર્ગ જેવી ના કરી દઉં તો કહેજે મને!"
રોચકની છાતીથી લિપટેલી એ નાજુક ભાવુક સ્ત્રીએ ત્યારે બહુ જ ચેનનાં શ્વાસ લીધા હતા, જાણે કે કોઈ જેલનો કેદી ભૂલ વિનાની સજા માફ થઈ જતાં બહાર આવી ને લે!