CHANGE OF LOVE - 1 in Gujarati Love Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | પ્રેમનો બદલાવ - 1

Featured Books
Categories
Share

પ્રેમનો બદલાવ - 1


પ્રેમનો બદલાવ

2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ દૂર હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે હતો. અબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું.

અબીર નો ચહેરો ઉપરથી ભરાવદાર અને નીચે થી થોડો ચપટો હતો. તેની આંખો ઘેરા કથ્થઈ રંગની હતી જેને જોતાંજ તેમાં ડૂબી જવાનું મન થઇ જાય પણ આટલી આકર્ષક આંખો ઉપર લગાવેલા લીલા રંગની ફેમ અને વાદળી રંગના ગ્લાસ તેના દેખાવને ક્યાંક દૂર દૂર ફેંકી દેતા હતા. તેની ઊંચાઈ 5.35 ફૂટ હતી. પગમાં સાદી ચંપલ એની પરિસ્થિતિ ને વધારે કથળી બનાવી રહી હોય એમ લાગતું હતું. અબીર ના પિતા શિવરાજ પણ હવે પોતાના દિકરાથી ત્રાસી ચૂક્યા હતા કેમકે એ અબીર ને ગમે એટલો સજાવી લે પણ અબીર તેંના ઉપર પાણી ન ફેરવે એવું બને જ નહિ!

29 ડિસેમ્બર એટલે એ જ દિવસ કે જે દિવસે અબીર તેનું પહેલું ટેકનોલોજી થી સુસજ્જ રોબર્ટ બનાવી લીધું હતું પણ એજ દિવસે કુદરતે એની પાસેથી તેનો અમૂલ્ય સાથ છીનવી લીધો હતો. હા આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 29 ડિસેમ્બર 2094 ના દિવસે અબીર પાસેથી ભગવાને તેની અમૂલ્ય મા છીનવી લીધી હતી. બસ એજ દિવસથી લઈને આજ દિવસ સુધી અબીર અંતર્મુખી જિંદગી જીવી રહ્યો હતો. અબીર ને આ રીતે તેના પિતા જોઈ ન શકતા હતા પણ તેઓ અબીર ની આ હાલત માટે એટલા જ જવાબદાર હતા જેટલું અબીર ની માતા નું મોત.

" અબીર! નોન્સેન્સ ક્યાં સુધી મને આમ લજવતો રહીશ? ભગવાન કયા જનમનો બદલો લઈ રહ્યો છે મારી સાથે કે મારો વસ્તાર આવો પાક્યો!" શિવરાજ

શિવરાજ ના રોજેરોજના મેણા અબીર ના દિલ સુધી વાગતા હતા પણ અબીર ની અંદર હવે કંઇ જ બચ્યું ન હતું. શિવરાજ અબીર ના માથા ઉપર ટપલી મારી ગુસ્સે થઈને નીકળી જાય છે. અબીર એટલો અંતર્મુખી છે કે તે ઠીકથી રોઈ પણ નથી શકતો! હવે અબીર ની જિંદગીમાં કોઈકના આવવાની કમી હતી. અબીર ત્યારે જ બદલાઈ શકશે, જ્યારે તેના જીવનમાં તેને કોઈ અનહદ પ્રેમ આપશે. અબીર પોતાના દિલમાં રુદન કરી રહ્યો હોય છે ને એટલામાં જ એના ફ્રેન્ડ રિવાયત નો ફોન આવે છે.

" હેલ્લો! " અબીર

" પરમ દિવસે 31st છે અબીર! બાગબાન રિસોર્ટમાં ખૂબ મોટા પાયે પાર્ટી થવાની છે ને મહિના પહેલા એ લોકોએ ટેકનોલોજી થી સુસજ્જ વ્યવસ્થા કરવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું હતું એ કોને મળ્યું છે ખબર છે?" રિવાયત

" કોને? " અબીર

" અબીર એન્ડ સન્સ ને! " રિવાયત

થોડો સમય અબીર વિચારમાં પડી જાય છે અને પછી તેને યાદ આવે છે કે આ તો તેની પોતાની ટેકનોલોજી લેબ નું નામ છે. હા અબીર 32 વર્ષ નો યુવાન હતો જેને માત્ર 25 વર્ષ ની ઉમરમાં આ લેબ શરૂ કરી હતી પણ એની મા ના ગયા પછી અબીરે ક્યારેય પણ આ લેબ સામે ફરીવખત જોયું ન હતું.

" અબીર તું સાંભળે છે ને? અબીર અબીર..." રિવાયત

" હા રિવાયત પણ મને આ ટેન્ડર મળી કઈ રીતે શકે? જ્યારે મે આ ટેન્ડર માટે તો શું પણ મારી લેબ ને 5 વર્ષથી જોઈ પણ નથી! તો મને આ ટેન્ડર મળી કઈ રીતે શકે? " અબીર

" અબીર જે પાંચ વર્ષ તે તારી લેબને જોઈ નથી એ પાંચ વર્ષ મે તારી લેબ ને ચલાવી છે. અબીર એક વખત તારું બેંક એકાઉન્ટ પણ ચેક કરી લે! " રિવાયત

" ઓકે , પછી કોલ કરું રિવાયત!" અબીર ( ફોન મૂકી દે છે. )

બીજી તરફ અર્વી ઉર્ફ અવિકા જોરોશોરોથી ડીવાઈન મોલમાં શોપિંગ કરવા જઈ રહી હતી. ડીવાઈન મોલનો દરવાજો એટલો વિશાળ હતો કે તેની ઉપર જ ત્યાં આવતા ગ્રાહકો છપાઈ જતા હતા! હવે કોઈને ચેકીંગ માટે ઊભા રાખવાની જરૂર હતી નહિ, કેમકે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ હતી કે આ દરવાજો સ્વયં દરેક માણસનું ચેકીંગ કરતો હતો. જેવો જ અર્વી એ મોલમાં પગ મૂક્યો કે તરત જ તેની ઉપર સેનીતાઈઝ ના ફુવારા શરૂ થઈ ચુક્યા હતા. અંદરથી મોલ એટલો શાનદાર હતો કે જે જોવે તેની આંખો જોતી જ રહી જાય! મોલ ની અંદર ટેકનોલોજી એટલી વિશાળ હતી કે અર્વી ને સૌ પ્રથમ જે ડિરેક્ટર માં જવાનું હતું તે ક્લિક કરી દીધું , પછી તેને દુકાનનું નામ પૂછવામાં આવ્યું એટલે તે પણ તેને ટાઈપ કરી દીધું. પછી તો ટેકનોલોજીની સીડી તેને ત્યાં દુકાન સુધી લઈ ગઈ. દુકાન આગળ પહોંચતાં જ અર્વી એ તેનો ચહેરો કેમેરા સામે મૂકી દીધો! અર્વી ના સુંદર ચહેરા આગળ ટેકનોલોજી પણ નિસ્તેજ બની ગઈ હતી.

અર્વી નો ચહેરો ગોળ અને ગુલાબી પડતો સફેદ હતો, તેની આંખો કાળા રંગ ધરાવતી અણિયાળી હતી, જેને જોતાં જ એમાં ડૂબી જવાનું મન થઇ જાય એમ હતું. અર્વી ના ઘેરા કથ્થઈ રંગના લાંબા સ્ટેટ વાળ એના ચહેરાને અલગ જ નિખાર આપતા હતા. અર્વી ની ઊંચાઈ 5.1 ફૂટ હતી, જે તેના કામણગારા શરીરને લાંબી ડોક દ્વારા બરાબર ચહેરા સાથે જોડતી હતી. અર્વી ની ચાલ અને તેનો ડિઝાઇનર શૂટ દરેકને તેની સામે જોવા માટે મજબૂર કરતો હતો. અર્વી નો ચહેરો સ્કેન કર્યા પછી તરત જ અર્વી માટે તે શોપના દરવાજા ખુલી જાય છે. અર્વી દુકાનની અંદર જઈને તેના માટે ડિઝાઇનર કપડાં પસંદ કરવા લાગી! એટલા જ સમયમાં એક રોબર્ટ પાણી , ચા, જ્યુસ અને નાસ્તો લઈને અર્વી પાસે આવી જાય છે.

" અર્વી મેમ તમારા માટે પાણી , ચા , જ્યુસ અને નાસ્તો લાવ્યો છું, પ્લીઝ ટેક ઈટ. " મેન્શન ( રોબર્ટ )

" નો ઠેંકસ! પ્લીઝ સ્ટાર્ટ ટુ શો મી ન્યૂ કલેક્શન " અર્વી

" ઓકે મેમ!" મેન્શન

મેન્શન પોતાના હાથ ને આગળ કરે છે ને એક બ્લૂ રંગની સ્ક્રીન બનાવે છે જેની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇનના અલગ અલગ કલેક્શન શો થવા લાગે છે. આ કલેક્શન ઉપર નંબર હતા જે અર્વી પોતાના મોબાઈલમાં લખી રહી હતી. ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી હતી કે અર્વી એ પસંદ કરેલા આઉટ ફીટ રોબર્ટ ગર્લ ટિયા ટ્રાય કરીને અર્વી આગળ હતી. ટિયા રોબર્ટની એક ખાસિયત હતી કે તે સામે વાળાની સકલ અને બોડી ધારણ કરી લેતી હતી. બસ અર્વી ને પોતાના કપડા ટ્રાય કરવાની હવે જરૂર જ ન હતી, કેમકે ટિયા રોબર્ટ તેને ટ્રાય કરીને દેખાડી રહી હતી. અર્વી તેનાં કપડાં અને જરૂરિયાતની વસ્તુ પસંદ કરી તેના મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી દે છે. અર્વી પછી તેના ઘરે જવા માટે નીકળી જાય છે.

બીજી તરફ અબીર થોડા સમય પછી તેનું લેપટોપ લઈને બેસી જાય છે, લેપટોપ માં SBI ની આઇડી માં લોગ ઈન થઈને જુએ છે ત્યારે તેની આંખો ફાટી જાય છે. અબીર ના એકાઉન્ટમાં 994793581 રૂપિયા પડ્યા હતા. તરત જ તે રિવાયત ને ફોન કરે છે.

" હેલ્લો રિવાયત! જ્યારે મે લેબ બંધ કરી ત્યારે મારા એકાઉન્ટમાં ફક્ત 10000000 હતા! તો આ પૈસા આવ્યા ક્યાંથી?" અબીર

" અબીર બસ આજ તારી 5 વર્ષની કમાણી છે." રિવાયત

" પણ યાર મેં તો કંઈ કર્યું જ નથી તો મારી કમાણી કઈ રીતે? " અબીર

" યાદ છે ભાઈ તે એક હ્યુમન રોબર્ટ બનાવ્યું હતું? " રિવાયત

" હા જેનો દેખાવ મારા જેવો છે એજ ને? " અબીર

" હા એજ! બસ એને જ તારી માટે આ પૈસા કમાયા છે અને અત્યારે એ બાગબાન રિસોર્ટમાં સજાવટ પણ કરી રહ્યો છે." રિવાયત

" પણ મેં તે રોબર્ટ ને બનાવ્યા પછી એને શરૂ નોહતો કર્યો! તો આ બધું કઈ રીતે શક્ય છે?" અબીર

" પણ મે શરૂ કર્યો હતો! શરૂઆતમાં તેની બેટરી 30 કલાક ચાલતી હતી પણ અત્યારે તે સોલારમાં જ ચાર્જ થઈ જાય છે." રિવાયત

" મતલબ કે તે....." અબીર

" હા હું જ તારા બનાવેલ રોબર્ટ ને બહાર લઈ ગયો હતો! જ્યાંથી તેની સોલાર પ્લેટ એક્ટિવ કરવા માટે મે તેને 10000 મીટરની ઊંચાઈ થી નીચે ફેંકી દીધો. જેના લીધે ખૂબ વેગના કારણે તેમાં ગરમી પેદા થઈ અને તેની સોલાર પ્લેટ એક્ટિવ થઈ ગઈ! પછી તો આ રોબર્ટ વિમાનની મારફત ઉડીને પાછો મારી પાસે આવી ગયો." રિવાયત

" યાર તને કઈ રીતે ધન્યવાદ કરું! તે જે મારા માટે કર્યું છે એ કોઈ ન કરી શકે. " અબીર

" ધન્યવાદ કરવા માટે તારે બાગબાન રિસોર્ટ માં મારી સાથે 31st ની પાર્ટીમાં આવવું પડશે ત્યાં આપડે નવા વર્ષને વેલકમ કરીશું." રિવાયત

" તને ખબર તો છે કે હું ક્યાંય પણ જતો નથી! યાર હું નહિ આવી શકું. " અબીર

" અબીર હું તારા દર્દ ને સમજી શકું છું પણ યાર.... હું કંઈ નથી સાંભળવા માગતો! હું એટલું જ સમજુ છું કે તું મારી સાથે આવી રહ્યો છે." રિવાયત

" ઓકે ભાઈ ઠીક છે પણ હું થોડા સમય માટે જ આવીશ અને જેવા 12 વાગશે તેવો જ હું તને નવું વર્ષ વિશ કરીને નીકળી જઈશ. " અબીર

" ઓકે ઠીક છે. તું પરમ દિવસે રાત્રે 8:30 એ તૈયાર રહેજે! હું તને આવીને લઇ જઇશ." રિવાયત

" ઠીક છે. ચાલ પરમ દિવસે મળીયે. " અબીર

અબીર પોતાના મિત્ર રિવાયત સાથે પાર્ટી માં જવા માટે માની તો ગયો હતો પણ અબીર નું મન તેને જવા માટે તૈયાર નોહતું થવા દેતું! અબીર પોતાના મનને મનાવવાના પ્રયત્નોમાં લાગી જાય છે પણ તેનું અંતર્મુખી મન જરા પણ માની ન રહ્યું હતું. અમીર આખો દિવસ બેચેન થઈને નીકાળી દે એમ હતો પણ અચાનક જ તેની નજર તેની માતાના ફોટો ઉપર પડે છે અને તે મનોમન પોતાને મજબૂત કરી દે છે. અબીર ખૂબ બેચેન હોવા છતાં સૂઈ જાય છે.ક્રમશ.........