Friend in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દોસ્ત

Featured Books
Categories
Share

દોસ્ત




"યાર, પણ મને તો નિશા બહુ ગમે છે! તું યાર પ્લીઝ બીજી કોઈ ને લવ કર ને! હું નિશા ને બહુ જ લવ કરું છું!" રાઘવએ એ કહી જ દીધું જે એ કેટલાક દિવસોથી કહેવા માંગતો હતો!

રસંજય બચપણથી દોસ્તો હતા. કોઈ પણ કામ હોય બંને એકમેકની સાથે જ હોતા! બંનેના સ્વભાવમાં બહુ જ મોટો તફાવત તો હતો, તેમ છતાં બંને ની બોન્ડિંગ બહુ જ જબરદસ્ત હતી. કોઈ પણ ત્રીજી વ્યક્તિ સામે જો એક આંખનો ઈશારો કરતા તો બીજો સમજી જાય કે વાત શું છે એમ!

પણ આ વખતે સંજય એ બિલકુલ નહોતું વિચાર્યું એવું રાઘવ એ કહ્યું હતું!

રાઘવ નો સ્વભાવ જુદો હતો. એ ઠરેલ અને વાતો ને અમુક લોકો ને જ કહેવા વાળો હતો! પણ એ એની દરેક વાત સંજય ને તો અવશ્ય કહેતો જ. એણે વાંચવાનો બહુ જ શોખ હતો.

સંજય ખુલીને વાત કરવાવાળો અને કોઈના થી પણ ના શરમાય એવો હતો! હા, એટલે જ તો જ્યારે રાઘવને ખુદ કોઈ વાતની શરમ આવતી તો એ એ કામ સંજય ઉપર છોડી દેતો!

બંને બચપણથી દોસ્તો હતા અને પાસપાસે જ રહેતા હતા. એ લોકો જ્યારે બીજી સોસાયટીમાં શિફ્ટ થયાં ત્યારે પણ એમને સાથે જ ઘર લીધું! બંને ના પરિવાર પણ એક બીજા સાથે બહુ જ ગાઢ રીતે સંકળાયેલા હતા.

નિશા એ રાઘવ ની ભાભી ની બહેન હતી. જ્યારે એ આવી ત્યારથી જ એનું અને સંજય નું બોંડિંગ બહુ જ વધી ગયું હતું! બંને એકબીજા સાથે બહુ જ વાતો કરતા. ઘણી વાર તો રાઘવ કંટાળીને સંજય ને કહી પણ દેતો કે, "જ્યારથી આ નિશા આવી છે, મારી તો ઈમ્પોર્ટન્સ જ ઓછી થઈ ગઈ છે!"

પણ આજે જે રાઘવ એ કહ્યું એ સાંભળી ને તો સંજય ને વિશ્વાસ નહોતો થઈ રહ્યો.

"સારું, કંઈ વાંધો નહિ, હું એણે પૂછી લઈશ તારું કે તું એણે લવ કરું છું એમ, ઓક્કે!" સંજયે કહ્યું પણ એના અવાજમાં ભીનાશ આવી જ ગઈ!

સાવ એવું પણ નહોતું કે રાઘવ એ આ ભીનાશની જાણ નહોતી!

🔵🔵🔵🔵🔵

"જો કાલે રાત્રે અમે જે ડેટ ઉપર ગયા હતા ત્યારે જ મેં એણે તારા વિશે પૂછેલું..." સંજય એણે આગળ કઈ કહી શકે કે પહેલાં જ કોઈ છોકરી એમની લાઇફ અને હાલમાં તો ધાબા પર આવી ગઈ હતી.

"હાઈ સંજય, તું તો બહુ જ મસ્ત છું!" એણે રાઘવ ને હાથ મિલાવતા કહ્યું! હા, એ રાઘવ ને સંજય કહી રહી હતી. એટલામાં જ ત્યાં નિશા પણ આવી ગઈ હતી. નિશા અને સંજય તો બસ એ બંને ને જોઈ જ રહ્યાં હતા, એ બંને એક બીજા ને બહુ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા, જે હાથ મિલાવ્યો હતો, એ હજી પણ છૂટી નહોતો રહ્યો!

નિશા એ એક હળવી ખાંસી ખાધી તો બંને હોશમાં આવ્યા. બંને ના ગાલે શરમની લાલિમા જોઈ શકાતી હતી.

"બાય ધ વે, સંજય આ છે... એ તો રાઘવ છે!" નિશા એ સંજય તરફ ઈશારો કરતા કહ્યું.

"ઓહ વાઉ ગ્રેટ!" એ છોકરીના મોં માંથી નીકળી ગયું!

"સંજય, મેં તને કહેલું ને આ મારી બહેન છે, હમણાં જ આવી છે! એણે તને મળવું હતું તો એ તને મળવા આવી ગઈ! આનું નામ નિધિ છે!" નિશા એ કહ્યું.

"નીશુ, ચાલ ને એક વાત કહેવી છે મારે તને, નિધિ ને તો રાઘવ શહેર બતાવી આવશે, આપને અહીં જ રહીએ!" એની બાઈકની ચાવી ફેંકી ને રાઘવને આપતા સંજય બોલ્યો.

નિશા અને રાઘવ ત્યાંથી બાઈક ઉપર હવાને ચિરતા ચાલ્યા ગયા.

"બોલ, શું વાત હતી?!" નિશા એ નારાજ હોય એમ માંડ બોલતા કહ્યું.

"આઈ... આઈ લવ યુ, નિશુ!" સંજયે ભીના અવાજે કહ્યું.

"અરે પણ તું તો મને તારા દોસ્ત રાઘવ માટે "ના" પાડી રહ્યો હતો ને! કાલે તુએ મને શું કહેલું કે રાઘવ મને લવ કરે છે તો ભલે હું તને લવ કરું અને તું પણ મને તો પણ હું તને હવે લવ નહીં કરું!" નિશા એ કહ્યું.

"અરે પણ હવે મને સમજાય છે કે એ તો નિધિ ને લવ કરે છે! એણે એ બધું એટલા માટે કહેલું કે હું તને છોડી દઉં અને એની સાથે પહેલાની જેમ જ ટાઈમ સ્પેન્ડ કરું! અને શાયદ હું પણ એની જગ્યા એ હોત તો આવું જ કરત!" સંજયે વાત સમજાવી.

નિશા એની પાસે આવી ગઈ અને એણે ભેટી પડી, "આઈ લવ યુ, ટુ!" એના શબ્દો કોઈ ઈશ્વરીય વરદાન ની જેમ આજે સંજય ને લાગી રહ્યા હતા!