A samay sanjog... Bhag -1 books and stories free download online pdf in Gujarati

એ સમય સંજોગ... ભાગ -૧

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ - ૧
૨૦-૬-૨૦૨૦.... શનિવાર...

અચાનક જિંદગીમાં ઘણી વખત એવાં સમય સંજોગો ઉભા થાય છે કે માણસ વિપરીત પરિસ્થિતિમાં મુકાઇ જાય છે અને પછી એ પરિસ્થિતિમાં થી કેમ નિકળવું એ પણ વિચારવું અઘરું થઈ જાય છે....
અને આમ જ સમય સંજોગો નાં હાથમાં માણસ કઠપૂતળી બની રહી જાય છે...
આશરે પચ્ચીસ વર્ષ પહેલાં ની આ વાત છે...
અમદાવાદમાં રહેતા એક ધનાઢ્ય પરિવારની...
મગનલાલ અને કાન્તા બેન સુખી અને ખુબ સમૃદ્ધ હતાં...
મગનલાલ નો ધંધો હતો અને વેપારી આલમમાં એમનું નામ હતું...
એમને ચાર સંતાનો હતાં..
મોટો રવીશ. પછી કરણ. પંકજ અને સૌથી નાની દિકરી શિતલ...
છોકરાઓ ને ભણાવ્યા અને ગણાવ્યા...
ઉંમરલાયક થતાં પરણાવ્યા...
ત્રણેય દિકરાઓ પિતાનાં ધંધામાં જ જોડાયેલા હતા...
હવે શિતલ નાં લગ્ન લીધાં હતાં..
અને કંકોત્રી વહેંચવા નું ચાલુ હતું..
રવીશની પત્ની ભારતી નાં ભાઈ ગોધરા થી આગળ એક નાનાં ગામડાંમાં રહેતાં હતાં..
અને એ દિવસે રવિવાર હોવાથી રવીશ કહે જઈને આપી આવીએ...
એટલે..
ત્યાં કંકોત્રી આપવા રવીશ, ભારતી, અને એમનો બે વર્ષ નો દિકરો જય હતો.. એમને રૂબરૂ જવાનું હતું....
એમ્બેસેડર ગાડીમાં સવારે વહેલા નિકળ્યા ..
જેથી કરીને રાત્રે ઘરે પાછા આવી શકાય..
ગાડીમાં ડ્રાઈવર સાથે હતો..
પણ રવીશને બીજા નાં ડ્રાઈવિંગ પર ભરોસો નહીં એટલે ગાડી એ જ ચલાવતો હતો..
અને બાલાસિનોર આવ્યું એટલે ચા, નાસ્તો કરવા ઉતર્યા...
ચા નાસ્તો કર્યો એટલે ડ્રાઈવર શેરખાન કહે સાહેબ હું સાચવીને ચલાવીશ...
તમે ચિંતા ના કરો અને મને ચલાવવા આપો....
રવીશે બહું જ નાં કહી પણ શેરખાન નાં માન્યા એટલે રવીશે ચેતવણી આપી કે સંભાળીને ચલાવજે...
શેરખાન કહે સારું સાહેબ...
અને આમ કહીને શેરખાન ગાડી ચલાવવા બેઠો..
અને રવીશ પાછળ ની સીટ પર ભારતી અને જય સાથે બેઠો...
બાલાસિનોર થી ગાડી ચાલી અને થોડેક જ આગળ ગયા અને એક બસસ્ટેશન આવતું હતું...
હજું તો રવીશ બોલ્યો કે સાચવીને ચલાવ... આ ગામડું છે તો ધ્યાન રાખ..
અને એટલામાં જ આશરે એક નવ વર્ષનો છોકરો રોડ ક્રોસ કરવા દોડતો નિકળ્યો અને શેરખાન કંઈ સમજે અને ગાડીને બ્રેક મારે એ પહેલાં એમ્બેસેડર સાથે અથડાઈને રોડ પર ઉછળી ને પડ્યો...
રવીશ અને ભારતી તો બૂમો પાડી રહ્યાં આ શું થયું???
આવી બૂમો સાંભળી ને જય ગભરાઈ ગયો...
શેરખાન જવાબ આપ્યા વગર ગાડી ભગાવી દીધી...
આ જોઈ ભારતી એ બૂમ પાડી કે ગાડી ઉભી રાખો અને એ છોકરાને દવાખાને લઈ જઈએ...
પણ શેરખાને સાંભળ્યું નહીં એટલે ભારતીએ રવીશ તરફ જોયું...
રવીશે ગાડી ઉભી રખાવી અને દોડતાં એ છોકરો પડ્યો હતો ત્યાં ગયો ...
ત્યાં ટોળું એકઠું થઈ ગયું હતું...
દવાખાને લઈ જવું છું કોણ આવે છે સાથે એવું પુછ્યું???
એક ભાઈ તૈયાર થયા... અને ગામમાં એ છોકરાને ઘરે એક જણ કહેવા દોડયો....
છોકરાને ભારતી અને રવીશે ખોળામાં સૂવાડયો...
આગળ પેલાં ભાઈ બેઠા શેરખાન સાથે...
છોકરાને માથામાં ખુબ વાગ્યું હતું તો લોહી બહું નિકળતું હતું....
બન્ને નાં ખોળામાં લોહી પડતું હોવાથી બન્ને નાં કપડાં બગડ્યા... અને આવી હાલત જોઈને બન્ને નાં ચેહરા પર ચિંતા નાં વાદળો છવાઈ ગયા...
હાથમાં રૂમાલ હતાં એ દબાવી રાખ્યો પણ અવિરત લોહી વહેતું હતું...
રવીશ શેરખાન ને કહ્યું કે ગાડી જરા જલ્દી ભગાવ...
આગળ બેઠેલા પેલાં ભાઈને રવીશે પુછ્યું કે હજુ હોસ્પિટલ કેટલી દૂર છે ભાઈ???
પેલાં ભાઈ કહે બસ આજ રસ્તામાં આગળ આવશે ..
સીધા જ જવા દો..
જ્યાં એક્સીડન્ટ થયો હતો ત્યાં થી બે ગામ પછી એક મોટું સરકારી હોસ્પિટલ આવે એટલે ઝડપથી પહોંચવા માટે રવીશ શેરખાન ને ફરી ટકોર કરી...
પણ..
હોસ્પિટલ આવે એ પહેલાં જ આ બન્ને નાં ખોળામાં છોકરો મરી ગયો...
હવે શું થશે???
ગામવાળા આવશે પછી શું થશે???
રવીશ અને ભારતીની સ્થિતિ શું થશે???
આગળના ભાગમાં શું આવશે એ માટે જરૂર બીજો ભાગ વાંચો....
તમારો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી...
તમારો સાથ સહકાર એ જ મારી લખવાની પ્રેરણા છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....