A samay sanjog... Bhag - 6 books and stories free download online pdf in Gujarati

એ સમય સંજોગ... ભાગ - ૬

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૬
૨૦-૬-૨૦૨૦.... શનિવાર...

આપણે જોયું પાંચમાં ભાગમાં કે ગામવાળા રવીશ લોકો ને શોધે છે મારી નાખવા...
અને આ બાજુ મગનલાલ મારૂતિ ફ્રન્ટી લઈને બાલાસિનોર જવા નીકળ્યા છે..
અને કાન્તાબેન અને ઘરમાં બધાં મળીને ચાલીસા અને માળા કરે છે અને પછી તો આખી સોસાયટી ભેગી થઈ જાય છે...
આ બાજુ બપોરના ચાર વાગ્યા હવે જયને ભૂખ લાગી એટલે ભારતીએ વિનયભાઈ જોડે ફરી લીંબુનું શરબત ભરાવી બોટલ જય નાં મોમાં મૂકી પણ જય હવે દૂધ માટે જ આડો થયો આવી પરિસ્થિતિ અને હાલાત જોઈ ભારતી પણ રડી પડી એણે જય ને ખોળામાં સૂવાડી ને સમજાવી પટાવી ને ફરી એકવાર લીંબુનો શરબત પીવડાવી દીધું...
રવીશ જોડે એક કાગળમાં બધી પૂછપરછ કરી ઇન્સ્પેક્ટરે સહીં કરાવી અને પછી એક હવાલદાર ને બસ સ્ટેન્ડ તપાસ કરવા મોકલ્યો કે જોઈ આવ ગામવાળા આ લોકોની તપાસ કરી રહ્યા છે કે નહીં???
હવાલદાર જી સાહેબ કહીને તપાસ કરવા ગયો...
ભારતી અને રવીશ પણ સવારે એક કપ ચા પીને જ નિકળ્યા હતા અને બાલાસિનોર પણ એ લોકો એ શેરખાન ને જ ભજીયા નો નાસ્તો કરાવ્યો હતો ...
ભારતીએ તો ફરી ચા પણ નહોતી પીધી...
રવીશે અને શેરખાને ચા પીધી હતી...
આમ આ બન્ને પણ સવારના ખાધાં, પીધાં વગરના વલખાં મારી રહ્યા હતા અને ચિંતા અને ભયનાં એ સમય સંજોગ સામે ઝઝુમી રહ્યા હતા...
પણ,
હજુયે કોઈ રસ્તો સ્પષ્ટ દેખાતો નહોતો...
આ બાજુ હવાલદાર તપાસ કરીને આવ્યો અને કહ્યું કે સાહેબ એ લોકો તો આ લોકો ને શોધે છે...
હવે શું કરવું???
ઇન્સ્પેકટર પણ વિચારમાં પડી ગયા અને પછી એમણે કહ્યું કે આજે રવિવાર છે તો ...બંધ બોડીનો ટેમ્પો જે વસ્તુઓ ની હેરાફેરી કરે એ ટેમ્પા વાળાને દલસુખ ભાઈ ને પાછળ ની ગલીમાં થી બોલાવી લાવવા હવાલદાર ને કહ્યું કે જલ્દી આવે ઈમરજન્સી છે એવું કહેજે..કે સાહેબ યાદ કરે છે..
હવાલદાર ઉતાવળે જઈને દલસુખ ભાઈ ને બોલાવી લાવ્યો...
ઇન્સ્પેક્ટરે બધી વાત કરી અને કહ્યું કે આ ત્રણેય ને તમે તમારા ટેમ્પામાં બેસાડીને બાલાસિનોર થી આગળ નાં ગામનાં બસ સ્ટેશન પાસે છોડીને આવો તો મહેરબાની તમારી...
દલસુખ ભાઈ પણ વાત સાંભળીને બોલ્યા કે બાળક નું મૃત્યુ થયું એ બહુ જ ખોટું થયું પણ આ ત્રણેય નિર્દોષ છે એ લોકોનો શું વાંક...
સાહેબ હું ટેમ્પો લઈને આવું એમ કહીને એ ટેમ્પો લેવા ગયો એટલે ઇન્સ્પેકટરે કહ્યું કે તમે તમારી પત્ની અને બાળકને અહીં લઈ આવો એટલે અહીંથી તમને બેસાડીને લઈ જાય...
રવીશ કહે હા સાહેબ...
હું બોલાવી લાવું...
રવીશ ઉતાવળી ચાલે પેલાં મેડિકલ સ્ટોર પાસે આવ્યો અને વિનયભાઈ નો ખુબ જ આભાર માન્યો અને એમનો ટેલિફોન નંબર પણ લખી લીધો...
અને ભારતીને કહે ચલ જલ્દી આપણે અંધારું થતાં પહેલાં અહીંથી નિકળી જઈએ...
નહીંતર પછી શું થશે???
અને કેમ જવાશે એ કલ્પના પણ ડર પમાડે છે...
ભારતી કહે સારું ચાલો...
પણ,
આ જય માટે એક બોટલ લીંબુનો શરબત ભરી લો...
હજુ આપણાને ઘરે પહોંચતા કેટલો સમય લાગે એ નક્કી નહિ...
રવીશ કહે લાવ ભરાવી દઉ..
એટલે ભારતીએ કહ્યું કે બે વખત લીંબુનો શરબત વિનયભાઈ એ ભરી આપ્યો હતો તો એમને રૂપિયા આપી દેજો...
આ સાંભળીને વિનયભાઈ બોલ્યા બહેન એનાં રૂપિયા નાં લેવાયાં...
એ તો હું અમદાવાદ તમારે ઘરે આવીને જમી જઈશ...
બસ અત્યારે તો તમે હેમખેમ અમદાવાદ પહોંચી જાવ એ જ મહત્વપૂર્ણ કાર્ય છે...
વિનયભાઈ રવીશને કહે પહોંચી ને બને તો ફોન કરજો..
રવીશે બોટલ ભરાવી લીંબુ શરબતથી અને ભારતીને આપી...
ભારતીએ બોટલ પર્સમાં મૂકી અને ઉભી થઈ...
રવીશે જય ને તેડી લીધો...
અને ત્રણેય પોલીસ સ્ટેશનમાં આવ્યા...
પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીને જોઈને કહે આ બહેન નાં કપડાં તો બહુ લોહી વાળા છે એટલે ચેતીને જજો એ લોકો ઓળખી નાં લે...
અમદાવાદ જતાં ટ્રક,કે એવાં બીજાં સાધનો માં બેસી ને જજો... પણ ભૂલી ને બસમાં નાં બેસશો...
રવીશ અને ભારતીએ ઇન્સ્પેક્ટર ને બે હાથ જોડીને આભાર માન્યો...
દલસુખ ભાઈ ટેમ્પો લઈને આવ્યા અને પાછળનો દરવાજો ખોલ્યો અને ત્રણેય ને અંદર બેસાડી ને દરવાજો બંધ કર્યો પણ એક આંગળી જેટલી જગ્યા રહે એ રીતે બંધ કર્યો કે જેથી આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ નાં પડે અને પછી સાંકળ લગાવી તાળું માર્યું અને ટેમ્પો ચાલું કર્યો ત્યારે પાંચ વાગી ગયા હતાં...
દલસુખ ભાઈ એ ટેમ્પો પૂરપાટ વેગે હાંકી ને બાલાસિનોર થી આગળ ના ગામનાં બસ સ્ટેન્ડ ની સામે ઊભો રાખ્યો અને તાળું ખોલીને આ ત્રણેય ને બહાર કાઢ્યા...
રવીશે અને ભારતીએ ખૂબ આભાર માન્યો અને રવીશે રૂપિયા આપ્યા દલસુખ ભાઈ ને...
આમ હજુયે આ લોકો ભયના માહોલમાં જ હતાં...
રવીશે આજુબાજુ નજર ફેરવીને એક લોડીંગ રીક્ષા વાળા ને જોયો...
અને એ અમદાવાદ નાં રસ્તે જવા જ ઉભો હતો એને પુછ્યું કે કઠવાડા જવું છે???
લઈ જશો અમને અમે અમદાવાદ ની બસ ચૂકી ગયા છીએ અને બીજી બસને બહું વાર છે તો આપ જે કહેશો એ ભાડું આપી દઈશ...
આ સાથે બાળક છે એટલે જલ્દી પહોંચવું છે અમારે..
લોડીંગ રીક્ષા વાળો કહે હું કઠવાડા જ જવું છું બેસી જાવ પાછળ સમજીને રૂપિયા આપી દેજો...
હું બીડી લેવા જ ઉભો હતો એક ફેરો નાખવા આવ્યો હતો...
ત્રણેય જણાં પાછળ બેઠા અને લોડીંગ રીક્ષા રોડ ઉપર દોડવા લાગી....
આગળ વાંચો સાતમા ભાગમાં શું આવશે???
અને શું થશે???
એ જાણવા જરૂર વાંચજો....
તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી....
તમારો સાથ સહકાર આમ જ સદાય મળતો રહે એવી વિનંતી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....