microfiction books and stories free download online pdf in Gujarati

માઇક્રોફિક્શન



◦•●◉✿ માઇક્રોફિક્શન 1 ✿◉●•◦


રાજ ના મન માં આજે બહુ મોટા વાવાઝોડા ઉમટી રહ્યા હતા . કોઈ ચિંતા માં હતો . કોઈ ઊંડી વિચારણા કરી રહ્યો હોય એવું લાગતું હતું . કોફી પણ ઠરી ને કોલ્ડ કોફી થવા આવી હતી . મથામણ કંઈક વધુ જ ચાલતી હતી કે એની આસપાસ શું થઈ રહ્યું છે એનું એને ધ્યાન પણ ન હતું . " હવે રાહ નથી જોવી બહુ થઈ ગયું આજે તો કહી જ દેવું છે . કેટલો સમય આમ ને આમ જ વાત રાખી મુકીશ " મન માં ને મન માં બાબળિયો ને ત્યાં જ એની સામે એક છોકરી આવી ને પુછ્યા વગર જ બેસી ગઈ . " જો રાજ તારે તો આવવું જ પડશે આ લે કંકોત્રી મારા લગ્નની ને ખબર છે છોકરો ફોરેનર છે બહુ જ હેન્ડસમ છે . " એ બોલી ને રાજ એને જોતો જ રહ્યો ત્યાં ફરી એ બોલી " આવીશને ...? આમ કેમ જોવે છે તારે તો આવવું જ પડશે " ત્યાં તેણીની કોફી આવી ગઈ . રાજ ના પણ બધા જ વાવાઝોડાઓ વિખાઇ ને શાંત થઈ ગયા .

@ રાજ નકુમ






માઇક્રોફિક્શન : 2 ◦•●◉✿ નિશાની ✿◉●•◦

ઘણા સમય પછી રાજ ને એના પાકીટ માં ઝાકવાની ફુરસ્ત મળી હતી . કેટલા કાગળિયા નીકળે છે કામ વગરના કોઈ ના કાર્ડ તો કોઈ જૂનું બિલ . ધીરે ધીરે પાકીટ ખાલી થતું જણાય છે .છેલ્લે એક કાગળ નીકળે છે ચાર - પાંચ ઘડીઓ વાળીને રાખીયું છે . જોવે છે તો કોઈના હેન્ડરાઈટીંગ હતા . એની શાહી ઝાખી પડી ગઈ હતી એટલે લાગતું હતું કે ઘણા વર્ષો પેલા લખાયું હશે . એ જોયું ત્યાં જ રાજ ને યાદ આવ્યું કે ધોરણ સાત માં હતો ત્યારનું હતું રાજ ઓળખી ગયો હતો કે પેલા તો અક્ષર એના જ હતા પણ પછી કોઈ છોકરીના નામ પછી આખા કલાસના નામ એક જ અક્ષરોમાં હતા . કોઈ લિસ્ટ જેવું હતું કંઈક બધા છોકરા છોકરીઓ નામ લખ્યા હતા અને એમાં એક નામ માટે જ આ કાગળ હજુ સુધી સચવાયો હતો .. જે એટલા વર્ષો પછી પણ ભેગું જ છે .ભલે એ કાગળ બહુ જ જૂનો હતો પણ યાદો હજુ પણ રાજ માટે એવી ને એવી તાજી હતી . રાજ એ કાગળ ને જોતો રહ્યો અને ભૂતકાળ માં વહી ગયો . કોઈની નિશાની સાચવવાની વાત કંઈક આવી હતી .

𝓻𝓪𝓳 𝓷𝓪𝓴𝓾𝓶






⚆ _ ⚆ માઇક્રોફિક્શન 3 : તાકવું ⚆ _ ⚆


અરે આ બસ પણ ગઈ . હજુ આવી નહિ મારે મોડું થશે હવે તો ... લાગે છે આવતી બસ માં હોવી જોઈએ . હમણાં ઘણા સમય થયા રાજ એક સ્ટેશન પર આવી ને ઉતરી જતો હતો . કારણ કે રાજ જે brts સ્ટેશન થી બસ માં ચડતો હતો એના પછી ના જ સ્ટોપ પરથી એ પણ ચડતી હતી . પણ બે ત્રણ દિવસ થયા એવું થતું હતું કે રાજ અહીંયાથી બસ માં બેસી જતો પણ ટ્રાફિક ના લીધે એ ના આવે એટલે હવે રાજે વિચાર્યું બહુ થયું આમ તો નહિ ચાલે એટલે આ વખતે પોતે જ વહેલા જઈ ત્રીજા સ્ટેશન પર જઈને બેસી ગયો કે આજે એ જે બસ માં આવશે એ બસ માં હું જઈશ. રાજ ને એ સરળ લાગ્યું . ત્યાં બસ આવી ગઈ ને ધકામુકી માં રાજ એને ગોતે છે ત્યાં બસ એક ઝલક દેખાય છે ત્યાં પોતે પણ ધકામુકી કરી ને બધા લોકો માંથી જગ્યા બનાવી ઘુસી જાય છે . " કેટલી સિમ્પલ છે યાર કઈ નહિ બીજી છોકરીની જેમ ના એરરફોન લગાવા ના ફોન માં મથવું , સાદો ડ્રેસ ના કોઈ મેઇકપ આંખોમાં કાજલ થોડું , ચોટલો કમર સુધી પહોંચે, ને હાથ માં ખબર નહિ થેલી છે આ ક્યાં કામ કરે છે ? ને જ્યારે સ્માઈલ કરે છે અને એના ચહેરા પર જે ડિમ્પલ પડે છે એમાં જ દિલ ડૂબાડીયું છે . નામ શું હશે ..? પૂછી જોવ...? "રોજની જેમ જ એક જ આવા વિચાર કરતો રાજ એને તાક્યા કરતો હતો ને ત્યાં આ વખતે પેલી ની નઝર તેના પર ગઈ અને રાજ શરમના મારે નીચે જોઈ ગયો. એવું ક્યારેય બન્યું ન હતું કારણ કે રાજ હમેશા એને છાનીછૂપી રીતે જોયા કરતો . એ તો બસ ત્રણ સ્ટેશન આવે એટલે એ તો ઉતરી જાય પણ રાજ માટે એટલો સમય પણ આખા દિવસનો મૂડ નક્કી કરતું હતું એને ના જોવે તો તો એ એના માટે તો દિવસ ખરાબ જ રહેશે એવું લાગતું હતું . કેટલા દિવસોથી બસ એને દૂરથી નિહાળિયા કરતો . હિંમત તો થતી ન હતી . એ ત્યાં હશે તો અહીંયા સ્માઈલ આવી જતી હતી .એ તેના સ્ટેશન આવ્યું તો ઉતરી ગઈ અને આ વખતે પણ રાજ એ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાછળ વળી ને બસ માંથી જોતો રહ્યો અને આજે એ પણ પાછળ વળી ને જોયું અને એક ક્ષણ માટે બન્ને ની નઝર મળી . ત્યાં તો દિલમાં તોફાન વળ્યું કે આજે એ પાછળ વળી ને જોયા તો ખરા .... થોડી વાર પછી રાજ ને એક ફોન આવે છે અને બસની બહાર ઝડપથી પસાર થતા વૃક્ષો ને શુન્ન થઈ નિહાળે છે .....

◦•●◉✿ ʀᴀᴊ ɴᴀᴋᴜᴍ ✿◉●•◦