Microfiction - 2 books and stories free download online pdf in Gujarati

માઇક્રોફિક્શન - 2



◦•●◉✿ માઇક્રોફિક્શન 4 : એક માં નો શૂન્યાવકાશ ✿◉●•◦



બપોર થયું ત્યાં તો ડોક્ટર આઇસ્યુ માંથી બહાર આવ્યા અને કહ્યું ઓપરેશન થઈ ગયું છે . તમે હવે મળી શકો છો . પૂર્વી બેન આઇસ્યુ રૂમ માં દાખલ થાય છે . વેન્ટીલેટર લગાવેલ છે , શરીર આખું ઢાંકેલું હતું , બસ હોશમાં હતી કે ન હતી એ પાકું કહી શકાય એમ ન હતું . આવી હાલત એમની દીકરી સ્તુતિ ની જોઈને એમની મમ્મી આંખમાં આંસુ આવી ગયા . થોડી વાર ત્યાં બેઠા એનો હાથ પકડી ને ત્યાં એને હોશ આવી ગયો પણ કાંઈ બોલી શકે એવી હાલત માં ન હતી . ત્રીસેક મિનિટ પછી એક ડોક્ટર આવ્યા ને સ્તુતિ ના હાર્ડબીટ અને બાકી નોર્મલ ચેકઅપ કરવા લાગ્યા. પૂર્વીબેન ને હવે મનમાં હાશકારો થતો હતો કે બસ હવે સારું થઈ જશે . સ્તુતિ જોડે એ વાતો કરતા હતા . થોડા ટાઈમ પછી ડોક્ટર આવ્યા ને કહ્યું તમે હવે બહાર જાવ . જેવા સ્તુતિ ના મમ્મી ઉભા થાય છે પણ હજુ સ્તુતિ તેનો હાથ છોડતી નથી ને માથું હલાવી ને ના પાડે છે . માનો કે એ કહેવા માંગતી હોય મમ્મી તું ના જા ને છોડીને .....સ્તુતિના આંખના ખૂણા અને સાથે તેના મમ્મી ના પણ આંસુથી ભરાઈ જાય છે . પૂર્વીબેન પણ જવા નથી માંગતા પણ શું કરે . આખો દિવસ ને રાત એ બહાર જ બેઠા રહે છે .ત્યાર બાદ ડૉક્ટરની અવરજવર વધવા લાગે છે. ડૉક્ટર સ્તુતિ ના પપ્પા ને બોલાવે છે ઓફિસ માં કંઈક કામ છે એમ કહી ને થોડી વાર પછી આવે છે ને કહે છે સ્તુતિની હાલત ખરાબ થઈ ગઈ છે . એટલું સાંભળતા જ પૂર્વીબેન ભાગી ગયા. ઘણો સમય ડૉક્ટરની અવરજવર રહી. છેલ્લે ડૉક્ટર કહ્યું સ્તુતિ ના માતાપિતા ને હવે કશું થઈ શકે તેમ નથી . આપણે વેન્ટિલેટર હટાવી લઈએ આ શબ્દો પૂર્વીબેન ના દિલ ચીરીને નીકળી ગયા . સ્તુતિ ના પપ્પા રૂમ માં જાય છે દિલ પર પથ્થર મૂકી ને મોમાં ઢુમો ભરાવી દીધો હતો . સ્તુતિ બેભાન હતી સામે બાપની આંખો ભરાઈ આવી એક ડૂસકું લેવાઈ ગયું . એની માં તો બસ જોવે છે બસ શૂન્યાવકાશ છવાઈ ગયો છે એની સામે સ્તુતિની યાદો એક સાથે સામે આવે છે . એ હસતો ચહેરો અને અચાનક આ શું થયું હતું...? હજુ ત્રણક દિવસ પેલા તો કઈ જ ન હતું . થોડી વાર પછી સ્તુતિ ના પપ્પા બારે આવે છે ને પૂર્વીબેન આઇસીયું રૂમ પર નજર નાખે છે . જ્યાં બસ મોનીટર જે ધબકી લાઈન બતાવે છે એની જગ્યા પર બસ સીધી લીટી અને બીપનો જ અવાજ આવે છે અને અહીંયા એ અવાજ સાથે એક માં ના દિલમાં શૂન્યાવકાશ બમણો થતો જાય છે જે હવે કોઈ દિવસ નહિ ભરાય .

◦•●◉✿ Raj nakum ✿◉●•◦




◦•●◉✿ સ્માઈલ ✿◉●•◦


આદિ ધોરણ 12 પછી ની રજા ઓ માં એ રાજકોટ આવ્યો . હજુ રિજલ્ટ નોતું આવ્યું એટલે થોડો ટાઈમ કાઢવા નોકરી કરવાનું વિચાર્યું ને એક મેડિકલ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે રહ્યો . એક સાયકલ હતી એ લઈ ને જતો રસ્તા પર એક ઘર આવતું હતું એની બાલ્કનીમાં રોજે સવારે એક છોકરી ઉભી રહેતી . એક વાર બન્ને ની નજર મળી . આદિ તો રોજે એ જગ્યા પરથી નીકળે ને રોજે બંને નો સમય મેળ થઈ જતો . એક વાર એ છોકરી એ સ્માઈલ આપી .પછી તો રોજે એક બીજા ની નજર મળે બસ થોડી ક્ષણો માટે આદિ એની સાયકલ ની ગતિ ધીમી કરે જ્યાં સુધી એનું ઘર પસાર ના થઇ જાય અને ફરી એના પેન્ડલ સાઈકલને ગતિ આપી દેતા . આમ ને આમ ચાલતું રહ્યું જોતા જોતા રજાઓ પુરી થઈ ને આદિ છેલ્લી વાર એ બાજુથી પસાર થયો પણ એ આવી નહિ ને આદિ નિરાશ થઈ ને નીકળી ગયો . બે વર્ષ પછી ફરી આદિ ને કોઈ સંજોગોથી આવવાનું થયું રાજકોટ તે આવ્યો ને એને એક દોસ્ત કહ્યું કે તું કહેતો હતો ને કે એક છોકરી પેલા ઘર ની બાલ્કની માંથી મને રોજે જોતી હોય છે . એને પોતાને આગ લગાડી ને આત્મહત્યા કરી લીધી ગયા વર્ષે . બસ ત્યાં જ આદિ ના મગજ માં એ સ્માઈલ અને એ ચહેરો યાદ આવવા લાગ્યો . એક વિચાર સાથે એવું તે શું મજબૂરી હશે .


🌼 ʀᴀᴊ ɴᴀᴋᴜᴍ🌼