UNREGISTERED CRIME - 1 in Gujarati Social Stories by Tapan Oza books and stories PDF | વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧

વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧

વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧

UNREGISTERED CRIME

વણનોંધાયેલ ગુન્હો....! એટલે એવો ગુન્હો જે ઘટના બની હોય અથવા બની રહી હોય પરંતું એવી ઘટના કે ગુન્હા અંગે કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય અથવા એ ગુન્હો હજી પણ બની રહ્યો હોય પરંતું તે અંગેની ફરિયાદ નોંધાવવાની હિંમત ન થતી હોય અને એ ગુન્હો નોંધાયા વગરનો ગુન્હો બની રહ્યો હોય.

સમાજમાં આવા તો ઘણાંય ગુન્હા એવા છે જે નોંધાયા વગરના ગુન્હા હોય છે. પરંતું મારા આ લેખમાં મેં એવા ગુન્હાની વાત કરી છે જે કદાચ કાયદાની નજરમાં ગુન્હો હોય પણ અથવા ન પણ હોય...! પરંતું ગુન્હાનો ભોગ બનનાર માટે તો એ ખુબ જ દુઃખદાયી અને પીડાજનક સાબિત થઇ રહેલ છે અને થઇ રહ્યો છે.

કાર્ય ગમે તે હોય અગર તે કાર્ય જો બીજા માટે દુઃખદાયી અથવા હાનિકારક હોય તો તે કાર્ય ગુન્હા બરાબર જ કહેવાય. ઘણા ગુન્હાઓ લાગણીવશ થઇને ભોગ બનનાર સહન કર્યા કરે તો તે પણ એક પ્રકારે ગુન્હા બરાબર જ ગણાય. મારી આ વાર્તા કંઇક આના પર જ આધારિત છે. આ વાર્તામાં ગુન્હો કરનાર તો ગુન્હો કરી જ રહ્યો છે જેની તેને જાણ છે પરંતું ભોગ બનનાર પણ ગુન્હો સહન કરીને તેનો વિરોધ ન કરીને આંશિક રીતે ગુન્હો કરી રહેલ છે.

આ વાર્તાની જે ઢબની કહાની છે તે રીતની કહાની આજકાલ ઘણાં પરિવારોમાં જોવા, જાણવા અને લોકોને અનુભવવા મળે છે. પરંતું ક્યારેક લાગણીવશ થઇને તો ક્યારેક કાયદાની આંટીઘુટીથી દુર રહેવાના કારણે એ ગુન્હો સહન કર્યે જાય છે. અને પછી એ ભોગ બનનાર અને તેના પરિવારજનોની ખુબ જ કફોડી સ્થિતિ થતી હોય છે.

હમણાં જ મેં સોશિયલ મિડીયા પર એક મેસેજ વાંચેલો. આ મેસેજ મારી આ વાર્તાને સંલગ્ન છે એટલે અહિં ટાંકી રહ્યો છું.

“મનમાંથી છળ કપટને કાઢીને શુધ્ધ અને પવિત્ર કરી નાંખો પછી ઇશ્વર સાથે જ છે અને રહેશે.”

આ મેસેજનો એક વ્યક્તિ દ્વારા પ્રતિઉત્તર આ મુજબ લખેલો હતો.

“છળ કપટ કાઢીએ એટલે દુઃખ જ મળે... લોકો છેતરી જાય... અને ઘણું બધું ગુમાવવું પડે... એના કરતાં છળ કપટ સારૂં...!”

આ બંને મેસેજો એકબીજાથી વિરોધાભાસી છે. પ્રથમ મેસેજમાં લખનાર એવું કહે છે કહેવા માંગે છે કે મનનો મેલ સાફ કરી નાંખો પછી ઇશ્વર તમારી સાથે જ છે. પરંતું આ મેસેજનો જવાબ આપનાર વ્યક્તિનાં મનમાં કેટકેટલીક વિડંબણાઓ ચાલી રહી હશે. છળકપટનો શું એ ભોગ બનનાર રહ્યો હશે...? અથવા ભોગ બની રહ્યો હશે...? અથવા ભોગ બનનારને નજરે જોયેલ હશે...? એવું તે એ વ્યક્તિના જીવનમાં શું થયું કશે અથવા થઇ રહ્યું હશે કે એણે આવો પ્રત્યોત્તર આપવો પડેલો હશે...? એ જે હોય એ...! પરંતું આ બંને મેસેજો મારી આ વાર્તાની કહાનીને કેટલેક અંશે લાગુ પડે છે. એટલે અહીં તેનો ઉલ્લેખ કરેલ છે. વાર્તા હવે શરૂ કરીએ.

આ વાત એક શ્રીમંત પરિવારની છે. આ પરિવાર જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતો હતો ત્યારે પરિવાર ખુબ જ જાહોજલાલીથી રહેતો હતો. એ સમય એવો હતો કે જે વસ્તુ દેશમાં લોંચ ન થઇ હોય તો પણ આ પરિવાર એ વસ્તુઓ વાપરતો હતો. પરિવારના દરેક વ્યક્તિઓ એકબીજાની હૂંફથી અને સંપથી રહેતો હતો. જે ઘરમાં આ પરિવાર રહેતો હતો તે ઘરમાં તે વખતે આશરે ૨૫ થી ૩૦ સભ્યો રહેતા હતો. અને ઘર પણ કોઇ મામૂલી ઘર ન હતું. રાજાએ ભેટ આપેલો એક મહેલ હતો. પરિવાર ખુબ જ વૈભવશાળી જીવન જીવતું હતું. અને પરિવારનું માન અને નામના પણ એ શહેરમાં ખુબ જ હતી. પરંતું માત્ર એક જ વ્યક્તિના લાલચી અને છળ કપટ વાળા સ્વભાવના કારણે આ પરિવારની દશા બગડી ગઇ. પરિવારની નવી પેઢીને ગરીબીનો સામનો કરવો પડ્યો. પરિવારનો વિકાસ અટકી ગયો. જે પરિવારના સભ્યોના સંપ અને પ્રેમભાવની લોકો મિસાલો આપતા હતા તે જ લોકો હવે આ પરિવારને ગાળો આપે છે. જે પરિવાર અજાણ્યા લોકોને પણ સ્વાર્થ વગર કોઇપણ ક્ષણે મદદ કરવા તત્પર રહેતું અને પરિવારના આ મદદગારી નીતિની મિસાલો કાયમ થતી તે પરિવારના સભ્યોની મદદે હવે કોઇ ઉભુ પણ નથી રહેતું. એનું કારણ માત્ર એક જ....! આ પરિવાર કુળમાં એક કપાતરનો જનેમ અને તેની બદદાનત...! આ પરિવારની માન સન્માનના કલંક રૂપ વ્યક્તિના કારણે જ પરિવાર વિખરાઇ ગયું.

- ક્રમશઃ

Rate & Review

Mrs. Snehal Rajan Jani

ખૂબ જ રસપ્રદ શરૂઆત

S J

S J 1 year ago

Khyati

Khyati 1 year ago

Ranjan Rathod

Ranjan Rathod 1 year ago

Nishita

Nishita 1 year ago