dariyana petma angar - 16 books and stories free download online pdf in Gujarati

દરિયાના પેટમાં અંગાર - 16

ભારતની આઝાદીની લડતમાં લગભગ છ કરોડ છત્રીસ લાખ જવામર્દ ફાંસીના માંચડે ઝૂલી ગયા. ગણ્યા ગાંઠ્યા નામ સિવાય બીજા શહીદોના નામ પણ આપણે જાણતા જ નથી. મંગલપાંડે થી લઈને ઉધમસિંહ સુધી અનેક જવાનો પોતાના જીવનો દીવો ઓળવી રાષ્ટ્રને પ્રકાશિત કરી ગયા છે. નાના બાળકો થી લઈને જઈફ વયના હુતાત્માએ આપેલ બલિદાનને કારણે આપણે આઝાદીનો શ્વાસ આપણા ફેફસામાં ભરી શકીએ છીએ.


આજે સોળ વર્ષથી લઈને 65 વર્ષના લોકો મોબાઈલમાં ગેમ્સ રમવામાંથી નવરાશ મેળવે તો ખબર પડે ને કે ભગતસિંહ કોણ હતા? ખાલી એટલું જ યાદ રહ્યું કે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને એક દિવસ પહેલા ફાંસી આપી દેવામાં આવી હતી. એ મહાન વીરવર શહીદોના સપનાના ભારત તરફ આપણે ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. આપણી જાણી જ નથી શક્યા કે એ લોકોના વિચારો શુ હતા. 23 માર્ચ પર નેતાઓ શ્રધ્ધાંજલિ આપી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા લાગે છે. દેશના લોકો ફેસબૂક અને વોટ્સએપમાં ડીપી રાખી દેશ પર ઉપકાર કર્યો હોય એવું અનુભવી રહ્યા હોય છે. ડીપી રાખીને જો ખુશી મળતી હોઈ તો એમના વિચારને જીવનમાં અપનાવી તો એ તમામ વીરોને કેટલી ખુશી થાય એની પર પણ વિચાર કરવો રહ્યો.


ચૌદ વર્ષનો ખુદ્દીરામ જ્યારે ફાંસીના તખ્તા તરફ આગળ વધી રહ્યો હશે ત્યારે પણ એ માણસે એ જ વિચાર્યું હશે કે એની શહાદતને રાજનીતિમાં દફન નહિ કરવામાં આવે. 1857ના સંગ્રામમાં જ્યારે ઝાંસીની લક્ષ્મીબાઈ પોતાના નવજાત શિશુને પોતાના રાજ્ય માટે પોતાના રક્તના અંતિમ ટીપાં સુધી લડતી રહી એ સાક્ષાત ભવાની પણ એ જ વિચારતી હશે કે મારા ગયા પછી પણ ઘરે ઘરેથી લક્ષ્મી નીકળી આ ગોરાની વ્યવસ્થા સામે લડશે. કોઈ કરતારસિંહ સરાભા પણ જલિયાંવાલા બાગમાં ગદ્દરનું ગીત ગાવા ઉતાવળા છે પણ આજે એ સાંભળીને સમજી શકે એવા લોકોની શોધમાં છે. રંગુનમાં હજુ પણ કેદ છે બહાદુરશાહ ઝફર જે સ્વરાજની રાહ જોઈ રહ્યા છે.


જે લોકોએ દેશની આઝાદી માટે પોતાના પરિવારને છોડીને દેશ માટે લડ્યા અનેક કષ્ટો સહ્યા, બરફની પ્લેટો પર સુવાડી મારવામાં આવતા, ચામડી ચીરી એમાં નમક ભરવામાં આવતું, આંગળાના નખ ખેંચવામાં આવતા, જેલમાં જમવાનું પણ યોગ્ય આપવામાં આવતું ન હતું, અનેક વેદનાઓ જેમને આપણી માટે સહી એમને આપણે શું આપી શક્યા? આપણે એમના પરિવારને સન્માન પૂર્વકનું જીવન પણ નથી આપી શક્યા આજ સુધી. શહીદ ઉધમસિંહના પૌપુત્ર દિલ્હીમાં મજૂરી કામ કરતા જોવા મળ્યા હતા. રામપ્રસાદ બિસ્મિલના બહેન લાલકિલ્લાની બાજુમાં એક ચાની રેકડી પર એઠા કપ રકાબી ધોતા હતા. પંડિત આઝાદના નામે ઉત્તરપ્રદેશમાં આવેલ ઇટાવા શહેરમાં એક કોલેજ હતી. જ્યારે માયાવતીની પહેલીવાર સરકાર બની ત્યારે આઝાદનું નામ કાઢી જેતે નામ રાખી દીધું, જ્યારે પત્રકારે માયાવતીને પૂછ્યું કે આઝાદનું નામ કેમ કાઢવામાં આવ્યું ત્યારે માયાવતીએ કહ્યું હતું, "કોણ આઝાદ પેલો આંતકવાદી?" બસ આપણે આવી ઉપમા જ આપી શક્યા છીએ એ તમામ વીરોને.


ફલાણા નેતાના નામે આ ભવન, પેલા નેતાના નામે આ સડક, બીજા નેતાના નામે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ઍરપોર્ટ, યોજના. પણ જે લોકો શહીદ થયા એમના નામે કોઈએ કઈ બનાવ્યું જ નથી. ચાલો ન બનાવ્યું હોઈ તો વાંધો નથી પણ આપણે એને એમના સપનાનું ભારત નથી આપી શક્યા ત્યારે ખૂબ દુઃખ થાય છે.આક્રોશ પણ એ જ આવે છે કે એમને માન ન આપી શકો તો ચાલશે પણ એમની પવન કુરબાની પર કરવામાં આવતી ગંદી રાજનીતિ બંધ થવી જોઈએ. પોતાની વોટબેંક માટે આજે યુગપુરુષોને વહેંચી દેવામાં આવ્યા છે. જે લોકોએ દેશને એક કરવાનો પ્રયત્ન કર્યો એમને જ આપણે વહેંચવા લાગ્યા છીએ.


ભગતસિંહનું એક સપનું હતું અને એમનું એક સપનાનું ભારત હતું. ભારતને ગુલામ કરવા માટે જે અંગ્રેજોએ વ્યવસ્થા બનાવી હતી એ વ્યવસ્થાને પણ અંગ્રેજો જાય એની સાથે જ કાઢી મુકવી. પણ આપણા સત્તા માટે હવાતિયા મારતા નેતાઓ એમનું સપનું તોડી રહ્યા છે. જે વિદેશી કંપની સામે છ કરોડ છત્રીસ લાખ જવાનો શહીદ થયા એવી જ હજારો કંપની આપણા નેતાઓ દેશના વિકાસ માટે દેશમાં લાવી રહ્યા છીએ. શુ આ જ ભારત આપણે એ તમામ હુતાત્માને શ્રધ્ધાંજલિમાં આપ્યું છે? ટેક્સ થી લઈને શિક્ષણ સુધીની વ્યવસ્થા અંગ્રેજોની દેન છે, ભારતને લોકશાહી આપી કારણ કે એ અંગ્રેજો જાણતા હતા ભારતમાં ભ્રષ્ટ લોકોના ટોળા છે જે ગીધની જેમ પુરા દેશને નોચિ લેશે. એટલા માટે જ લોકશાહી આપી છે. જો તાનાશાહી આ દેશે અપનાવી હોઈ તો આજે આ દેશ ફરી વિશ્વગુરુ બની પુરા જગતને પોતાની પ્રોડક્ટ આપતો હોત.


23 માર્ચે શહીદ દિવસના દિવસે જ આઇપીએલ ચાલુ થઈ છે. સાથે સાથે ચૂંટણી પ્રચાર પણ જોરદાર ચાલી રહ્યો છે. આ સમયે દેશમાં કોઈ જ એવા દેશવાસી હશે જે શહાદતની કિંમત જાણીને એ તમામ નરવીરોને યાદ કરી દેશને જાગૃત કરવાના પ્રયાસ કરતા રહેશે. બાકી આ દેશ આજે રામભરોસે ચાલી રહ્યો છે. કોઈને ગરીબની ઝૂંપડીની ચિંતા નથી. બધા નેતાઓ શ્રીમંતની મઝાર પર ફૂલ ચડાવવા લાંબી કતારમાં ઉભા છે.


વીરોની શહાદત અને વિદ્વાનોના જ્ઞાનને જો દેશમાં માન અને મોભા સાથે ન અપનાવ્યું તો ક્યારેય કોઈ માતા દેશ માટે પોતાના પુત્રને તૈયાર નહિ કરે. કોઈ બહેન પોતાની રાખડી સરહદ પર લડવા નહિ મોકલે, કોઈ બાપ પોતાના જવાન દીકરાને કાંધ નહિ આપે, કોઈ પત્ની પોતાના પતિની ચિતાને અગ્નિ નહિ આપે. આપણે શહાદતનો આદત કરતા શીખવું જ પડશે.


(ક્રમશ:)

Share

NEW REALESED