Poison - 10 - The last part books and stories free download online pdf in Gujarati

વિષકન્યા - 10 - છેલ્લો ભાગ

| પ્રકરણ :10 |

આખો દરબાર હૉલ ખીચોખીચ ભરેલો છે.સિંહાસન ઉપર મહારાજા અજેન્દ્ર્સિંહ બીરાજમાન છે

આરોપીઓના પાંજરામાં ભૂતપૂર્વ મહારાજા રાજવીરસિંહ , રોમા, હાર્દિક અને બહાદુરસિંહને દોરડાથી બાંધીને બેસાડેલા છે .

હકીકતમાં તો બાજી મહારાજા રાજવીરસિંહ.ના હાથમાં જ હતી .તેમના જમણા હાથના કાંડા ઉપર ટાઈમ બોમ્બની સ્વીચ હતી , તેમની પાસે જ વાયરલેસ હતો જેમાં માત્ર એક જ સંદેશો ફીડ કરેલો હતો કે- બાઇટ સમીર .. આ સંદેશો રોમા માટે જ ફીડ કરેલો હતો -તેને સેન્ડ કરે એટલી જ વાર હતી -ત્યાં લોનાવાલામાં રોમા તરત જ સમીરને બચકું ભરી લે તેમ હતી -ખરેખર કટોકટીની પરિસ્થિતી હતી .મહારાજા અજેન્દ્રસિંહ કે રાજકુમાર સમીરના બચવાના કોઈજ ચાન્સ નહોતા -રાજવીરસિંહનું સમગ્ર ધ્યાન પોલીસટુકડી અને તેમની હિલચાલો ઉપર હતું ..અને પાછળથી અલતાફે પ્રવેશ કર્યો હતો -ખૂબ જ ધીમેથી ..બિલકુલ અવાજ ના થાય તે રીતે ..! થોડીવાર તે શાંતિથી ઊભો રહ્યો -કોઈપણ પ્રકારના હલન ચલન વગર જ..! અને આખી પરિસ્થિતિનો અન્દાઝ મેળવ્યો ..પછી પરિસ્થિતી તેને સમજાઈ ગઈ એટલે -તેને ખબર પડી ગઈ કે રાજવીરસિંહના જમણા હાથના કાંડા ઉપર ટાઈમ બોમ્બની સ્વીચ છે અને ટાઈમ બોમ્બ મહારાજા અજેન્દ્રસિંહના પલંગ સાથે બાંધેલો છે -જો એક જ સેકન્ડની ગફલત થઈ જાય તો રાજવીરસિંહ એ સ્વીચ દબાવી દે -તેની સાથે જ મહારાજા અજેન્દ્ર્સિંહના તેમના પલંગ સાથે જ ટુકડે ટુકડા થઈ જાય -અને તેમના ફુરચે ફુરચા ઉડી જાય . પરંતુ અલતાફે જબરજસ્ત સમય સૂચકતા વાપરી હતી .તેણે રાજવીરસિંહ કઈ સમજે કે તેમને ખબર પડે તે પહેલાં તો ચિત્તાની ઝડપે કૂદી તેમના બંને હાથ પૂરેપૂરી તાકાતથી પકડી લીધા -તે સાથે જ તેની સામેવાળા પોલીસ ઓફિસરે પોતાની રીવોલ્વરમાંથી સ..ન..ન.. ન.. કરતી ગોળી છોડી જે રાજવીરસીનાહના જમણા હાથના કાંડાને વીંધતી આરપાર નીકળી ગઈ, તેમના જમણા હાથનું કાંડું લટકી પડ્યું.. .રાજવીરસિંહે ખૂબ જ ધમપછાડા માર્યા પણ અલતાફે તેમનું ડાબું કાંડું છોડયું જ નહીં ...એટલે બીજા પોલીસ ઓફિસરો તેમના ઉપર તૂટી પડ્યા , તેમને પકડી લીધા અને દોરડાથી બાંધી દીધા ...તો પણ તેઓ બમણા વેગથી વાયરલેસ ઉપર તૂટી પડ્યા અને એમણે મેસેજ રોમાને સેન્ડ કરી જ દીધો ...અહી બધાના દિલની ધડકનો વધી ગઈ ..નક્કી હવે રોમા સમીરને બચકું ભરી જ લેશે -અને ઝેર પોતાની અસર બતાવ્યા વિના નહીં રહે ..! સમીર બચવો મુશ્કેલ હતો ..?! પણ ..

આમેય સમીરને રોમા ઉપર શક પડ્યો જ હતો , આથી હોટલમાં અને હોટલના રૂમમાં તે સાવચેત થઈ ગયો હતો -તેમાં પણ જમતી વખતે રોમાએ દૂધનો ગ્લાસ મોઢે માંડ્યો જ હતો કે તેને ખાંસી આવી – અંતરસ ગયું -તેના મોઢામાથી નીકળેલું પ્રવાહી દૂધમાં ભળ્યું -અને ગ્લાસમાનું બધુજ દૂધ લીલું કચ્ચ થઈ ગયું -સામે બેઠેલા સમીરે તે જોયું -તેણે અનુમાન કર્યું કે આ તો ઝેર છે , તેણે વિષકન્યાની વાર્તાઓ વાંચેલી હતી -આથી તેને લાગ્યું કે- માન ના માન ..પણ રોમા વિષકન્યા જ છે અને તે સમીરનો શિકાર કરવા જ આવી છે , આથી તેણે પોતાના મોબાઈલ દ્વારા રોમાને શંકા પણ ના પડે તે રીતે લોનાવાલાના પી.આઈ.નો સંપર્ક કર્યો -પોતાની ઓળખાણ આપી અને તેમની મદદથી રોમાને પણ ગિરફતાર કરી લીધી .

એ લોકો ઉધાવડા પહોંચ્યાં ત્યારે ઉધાવડા પણ રાજવીરસિંહ , બહાદુરસિંહ અને હાર્દિક ગિરફતાર થઈ ચૂક્યા હતા .

પકડાયા પછી રાજવીરસિંહે પહેલા તો છૂટવા માટે ખૂબ ધમપછાડા માર્યા , પણ તે છટકી શક્યા નહીં ..છેવટે તેમણે એક આશા હતી કે લોનાવાલામાં રોમા અવશ્ય બાજી મારી જશે –તે કદાચ સમીરને પતાવી જ દેશે –નહીતર છેવટે તેને બંદી બનાવીને તો લાવશે જ ..! અને રોમાના કારણે તેમની હારેલી બાજી જીતમાં પલટાઈ જશે ..! પણ તેમની બધી જ ગણતરીઓ ઉંધી પડી ગઈ ..!

મહારાજા અજેન્દ્ર્સિંહ તો જાણતા હતા કે રાજવીરસિંહે આ બધુ કાવતરું કેમ કર્યું ? પણ પ્રજા જાણતી નહોતી –અને પોલીસ અધિકારીઓએ જાણતા નહોતા –રાજ્યના નવા સામન્તો અને મન્ત્ર્રીઓ જાણતા નહોતા આથી રાજ્યના ડી.જી.પી. એ જ રાજવીરસિંહને પૂછ્યું ,” તમારે આ બધુ નાટક અને ધતિંગ કરવાની જરૂર કેમ પડી ? આનાથી તમને શું મળ્યું ? માત્ર નફરત જ ને ..?! “

રાજવીરસિંહ.પહેલા તો ધ્ર્રુસકે ધ્રૂસકે રડી પડ્યા અને પછી બોલ્યા , “ મારી બધી મહેનત –મારી જીવનભરની મહેનત અને પ્લાનો નિષ્ફળ નીવડ્યા .હાર્દિક મારો જ દીકરો છે..! ખરેખર તો હું જ આ સ્ટેટનો મહારાજા હતો –પણ મારી મહત્વાકાંક્ષા અને અભિમાને માજા મૂકી હતી .મહારાજા અજેન્દ્ર્સિંહ તો મારા સેનાના વડા હતા ..પણ મારી વિરૂધ્ધ પ્રજાની ફરિયાદો ખૂબ જ વધી ગઈ હતી .હું પૂરેપૂરો સરમુખત્યાર બની ગયો હતો .. ખૂબ જ દાદાગીરી કરતો હતો –મારા રાજમા નિર્દોષો દંડાતા હતા અને ગુનેગારો છૂટી જતાં હતા –પ્રજા પણ બળવો કરવાની તૈયારીમાં જ હતી ..આથી આ વાત મે અજેન્દ્ર્સિંહને કરી ..તેમણે પોતે નગરચર્ચા કરી અને સ્ટેટ પોતાને હસ્તક લઈ લીધું –પ્રજા બળવો કરે તેના બદલે સેનાએ બળવો કર્યો –અને ત્યારથી તે મહારાજા બની ગયા .બદલાની ભાવના મારા મનમાં એટલી બધી બળવત્તર બની ગઈ હતી કે અજેન્દ્ર્સિંહ અને તેમના કુટુંબને ખલાસ કરી નાખવા હું ગમે તે કરવા તૈયાર હતો –એના માટે મે મારા પુત્ર હાર્દિકને પણ બલીનો બકરો બનાવ્યો .તેને જન્મથી લઈ અત્યાર સુધી મેં મીઠું ચાખવા દીધું નથી .તેના જન્મથી જ મેં તેને ગળ્થૂથીમાંથીજ નાગનું ઝેર આપવાનું શરૂ કર્યું હતું ..અત્યારે પણ તેને રોજ એક એક ચમચી ઝેર આપવામાં આવે છે –તેને મેં વિષપુરૂષ જ બનાવી દીધો છે .મે જાતે પણ ઘરડે ઘડપણ અમેરિકા બોસ્ટન યુનિવર્સિટીમાં એડમીશન લઈ ક્વોન્ટમ મિકેનીક્સ અને રોબોટીક્સ ઉપર સંશોધનો કર્યા.વિશાખા એનો જીવતો જાગતો દાખલો છે –વિશાખા ખરેખર તો વેવમિકેનીક્સ ઉપર આધારીત ફિમેલ રોબોટ છે –જેનું જરૂરિયાત પ્રમાણે ઓરત , તરંગ , કૂતરો કે અન્ય કોઈક જાનવરમાં રૂપાંતર થઈ શકે છે ..તેનો રિમોટ કંટ્રોલ મારી પાસે જ રહેતો હતો ..વિશાખાનું મૃત્યુ થયું નથી –હજુ પણ તે ફીમેલ રોબોટ તરીકે અસ્તિત્વ ધરાવે છે .. “ રાજવીરસિંહ બોલતા હતા અને સમગ્ર પ્રજા કોઈક વાર્તા સાભળતા હોય તેમ એકીટશે સાંભળી રહી હતી ..! બધાની ઉત્સુકતા વધતી જતી હતી ..

“ મેં પહેલા તો વિશાખા દ્વારા જ સમીરને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો , પણ સમીર તેની સાથે શરીર સબંધ બાંધવા મથતો હતો –ભલા રોબોટ સાથે શરીર સંબંધ થોડો બાંધી શકાય ? મારો ભાંડો ફૂટી જાય એવું લાગતાં મેં કોબ્રા નાગ દ્વારા સમીયરનો અંત લાવવાનું નક્કી કર્યું –પણ સમીરને મારા પ્લાનની ખબર પડી ગઈ એટલે મારે વિશાખાને મારી નાખવી પડી ..” તે થોડીક વાર અટક્યાં –બધા આતુરે નયને તેમના તરફ તાકી રહ્યા , એટલે તેમણે આગળ ચલાવ્યું,” વાસ્તવમાં રોમા ગણિકાની દીકરી હતી , તેણે પોતાને બળજબરીથી ગણિકા બનાવનાર સમાજ સામે બદલો લેવા રોમાને વિષકન્યા બનાવી હતી –મને એ વાતની ખબર પડી એટલે પૈસા આપીને મેં રોમાને ખરીદી લીધી , હું સમીર માટે તેનો ઉપયોગ કરવા માગતો હતો પણ તે પહેલા હું રાજય મારા હસ્તક લઈ લેવા માગતો હતો , એટલે જ હું રોમા અને સમીરને શરીર સંબંધ બાંધવા દેતો નહોતો .રોમા વિષકન્યા છે એટલે તે જો સમીર સાથે શરીર સંબંધ બાંધે કે તરત જ સમીરનું મૃત્યુ થઈ જાય ..! સમીર મારી જાય તે પહેલા હું બધી જ મિલકતો અને સ્ટેટનો કારોબાર રોમા દ્વારા મારે હસ્તક લઈ લેવા માગતો હતો ..” તેમણે ટેબલ ઉપરથી પાણીનો ગ્લાસ ઉઠાવી પાણી પીધું અને પછી પોતાનું વકતવ્ય પૂરૂ કરતાં પહેલા તેમણે સમગ્ર પ્રજાની સામે બે હાથ જોડ્યા અને નિવેદન કર્યું કે ,” પ્રજા જ સર્વોપરી છે –પ્રજા જ જજ છે –એ મને જે સજા કરશે તે મને મંજૂર છે ..”

વાતાવરણમાં સોપો પડી ગયો , છેવટે મહારાજા અજેન્દ્ર્સિંહે કહ્યું ,” રાજવીરસિંહનો ગુનો ખરેખર તો માફ કરવા જેવો નથી પણ જો સમગ્ર જાણતા જનતાને મંજૂર હોય તો હું તેમને સ્ટેટના સલાહકાર બનાવું છુ ..” પછી તેઓ પબ્લીક સામે જોઈ રહ્યા , પબ્લીકે હાથ હલાવી તેમની વાતને અનુમોદન આપ્યું એટલે તેમણે કહ્યું ,” રાજવીરસિંહ પસ્તાવો કરે છે ,આથી હવે તેઓ સુધારી જશે એવું માની , તેમના જ્ઞાનનો લાભ રાજ્યને મળે એ આશયથી હું તેમની સલાહકાર તરીકે નિમણૂંક કરૂ છુ . “

પછી હાર્દિક અને રોમા તરફ જોતાં બોલ્યા ,” આ બંને વિષધર છે ,આથી તેમનું એક બીજા સાથે લગ્ન કરવામાં આવશે પણ આવાં વિષધર છૂટા મૂકી શકાય નહી , તે સામાજને નુકશાન પહોંચાડે ..આથી તેમણે જેલમાં જ પતિ-પત્ની તરીકે જીવન વિતાવવાનું રહેશે ..! બધાયે તેમના કથનને તાળીઓથી વધાવી લીધું ,પછી છેવટે તેમણે ઉમેર્યું ,” રાજકુમાર સમીર હવે મુક્ત છે –તે પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરી શકે છે ...”

------------| સંપૂર્ણ |---------------