Loaded Kartuus - 4 books and stories free download online pdf in Gujarati

Loaded કારતુસ - 4


"આ તારો ને મારો ઇલાકો અલગ અલગ બતાવવા આપણે કોઈ ગેંગના લીડર છીએ કે!" કહી ચિડાઈ ગયેલો કુટ્ટી માધવનથી છેટો ઊભો રહ્યો.

"અરે યાર! તું હજુ પણ તુતુ-મેમેં માં જ લપટાયેલો છે! મારો મતલબ તો એ હતો કે આ ઈલાકો આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં પડે છે. અને યારા, મેરે દોસ્ત, હમ ભી અમિતાભ બચ્ચન કે જૈસી હી સોચ રખનેવાલો મેં સે એક હૈં...'હમ જહાં ખડે રહતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ... ક્યા સમઝે!' એ હિસાબથી તું વિરુ ને હું જય - તારે ને મારે સાથે મળીને જ કેસ સોલ્વ કરવાનો રહ્યો. કયું કૈસી રહી એક્ટિંગ..."

અચરજભરી નજરે એકટક જોઈ રહેલ કુટ્ટીને સાંત્વના આપતાં માધવને ટ્રેનિંગ સેન્ટરમાં જેવી રીતે કહેતો, એવી જ મસ્તીભરી સ્ટાઈલમાં બોલવાનું ચાલુ રાખ્યું, "યાર કુટ્ટી! ટૉમ ઍન્ડ જૅરીની રમત રમતાં રમતાં 'મારો કે મરો' વિચારીને કેમનું કામ થાય!! લેટ્સ બી બેસ્ટ ફ્રેંડ્ઝ માય પાસ્ટ બેસ્ટ એનિમિ." કહી માધવન કુટ્ટી તરફ હાથ લાંબો કરીને એનાં પ્રતિભાવની રાહ જોતો એની તરફ આગળ વધવા લાગ્યો.

CBIની યુનિટમાં બે ટીમ બની ચૂકેલ બે સિનિયર એજન્ટ્સનું આમ એક થવું અચરજ પમાડે તેવું હતું. કોઈ શતરંજની બાજી (બિસાત) તો નથી મંડાઈ રહી ને! કે પછી કોઈ કાવતરું રચાઈ રહ્યું હોય! - આવા અનેકો વિચારો CBI યુનિટમાં ખળભળી રહ્યા હતાં. પણ, કોઈનામાં ય એટલી હિંમત નહોતી કે સામે ચાલીને શેરનાં મ્હોમાં પોતાનો હાથ કે માથું નાંખી હલાલ થવા જાય.

કુટ્ટી પણ લાસ્ટ ચારેક વર્ષની હિડન રાઈવલીનો ત્યાગ કરી દોસ્તીનો હાથ આગળ કરતો હેંડ શૅક કરી માધવનને ગળે મળ્યો અને તે સાથે જ બે ટીમ એક બની ગઈ. - આમેય, કોઈપણ કેસ સોલ્વ કરતી વખતે એ રાઈવલી બાજુ પર જ મુકાઈ જતી. અને આ યુનિટની બહાર કોઈનેય સ્વપ્નેય ખ્યાલ નહોતો આવવા દીધો કે CBI ની યુનિટમાં બે ટીમ પડેલી છે.

પુલિસ ટ્રેનિંગ પિરિયડમાં 'લોડેડ ગન્સ' વિથ 'એ.કે. ફોર્ટી સેવન કારતુસ' તરીકે પ્રખ્યાત એવી કુટ્ટી અને માધવનની જોડી ફરી એકવાર એક થઈને 'લોડેડ કારતુસ' બની ગઈ.

"તો 'લોડેડ કારતુસ' જોડી સે અબ દુશ્મન કી ખૈર નહીં - ક્યા માધો ઠીક કહા નાં!" -

"હાં, હાં, કુટ્ટી અબ સે દિલ્હી સીટી મેં સે ક્રાઈમ છૂ મંતર હોને મેં જ્યાદા વક્ત નહીં લગનેવાલા. દો કટ્ટર દુશ્મન જો એક હુએ હૈં."

"હા, હા, હા, હા... દો કટ્ટર દુશ્મન... વાહ, ક્યા ટેગલાઈન યુઝ કી હૈ તુમને. મઝા આ ગયા યાર. સૉરી સૉરી, કટ્ટર યાર."

"કુટ્ટી સર યે દેખીયે" કહેતામાં સ્ટેપ્સ પરથી દાઢી કરવા માટે વપરાતી બ્લેડનો જે ટુકડો મળ્યો એ પ્લાસ્ટિક ઝિપ બેગમાં મૂકી ડિટેકટિવ કોન્સ્ટેબલ (DC) બીલ્લુ સિંહ કુટ્ટી સર તરફથી આંખો દ્વારા 'હા'નો ઈશારો મેળવી માધવન સરને બતાવવા ગયો.

બ્લેડ પર ગંઠાઈને કાળું પડી ગયેલું રક્તનું એક ટીપું અને કુમળી ત્વચાનો નાનકડો એક ટુકડો હજુ પણ ચોંટેલો હતો. એવીડન્સ મળી ગયાંની ખુશી કુટ્ટી તેમજ માધવન બંનેનાં ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.

ડિટેકટિવ કોન્સ્ટેબલ કુણ્ડુ, તમે બીલ્લુ સાથે જાઓ ફોરેન્સિક લેબમાં. અને આ (બ્લેડ) એવીડન્સ આપતાં જણાવજો કે એનો ટેસ્ટ રિપોર્ટ કાલે સવારે સાડા નવ વાગ્યા સુધીમાં CBIની નવી કેબિનમાં પહોંચતો કરે.

"કઈ કેબિનમાં, સર?" બીલ્લુને હજુય પોતાનાં આંખ અને કાન પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે કટ્ટર દુશ્મન જેવાં આ બંને એજન્ટ્સ જે તે શહેરમાં ટ્રાન્સફર મેળવીને ગયાં છે, એકબીજાને હેલ્પફુલ થવાને બદલે ઓપોઝિશન પાર્ટીની જેમ બસ લડ્યા જ ઝઘડ્યા છે. આ પહેલીવાર છે કે એક જ જંગલમાં બે સાવજ એકસાથે રાજ કરવાનાં હતાં!!

"અરે મેરે બીલ્લુ બાદશાહ! યે કૈસા સવાલ પૂછ લિયા આપને! CBI કી કેબિન એક હી હોતી હૈ, રાઈટ. ઔર ઉસ કેબિન કે શેર તો હમ હી રહેંગે નાં!" કહી કુટ્ટીએ બીલ્લુ કોન્સ્ટેબલની મશ્કરી કરતાં એનાં ગાલ પર ટપલી ચોંટાડી; ટપાલી ટપાલ પર ટિકિટ ચોંટાડે બસ એમજ કંઈક!

"બીલ્લુ બાદશાહ, કુણ્ડુ સ્વામી, ઔર મેરે પ્યારે સાથીઓ. આજ સે. નહીં, નહીં, અભી સે 'ટૉમ એન્ડ જૅરી' કી લડાઈ ખત્મ. ઔર જય - વિરુ કી યારી શરૂ." - ફરી એકવાર હાથ મિલાવી સીધો ગળે જ બાઝી ગયો માધવન, અને કુટ્ટીએ પણ એટલો જ સહૃદયતાથી આવકાર આપી એનાં પર પાક્કી દોસ્તીની મ્હોર લગાવી દીધી.

"બીલ્લુ અબ સે હવેલી કે દાયેં બાયેં દો કેબિન ન હોકર એક હી કેબિનેટ રહેગા. ઔર વો ભી ઇસ હવેલી મેં હી ઔર વો ભી ગુપ્ત રૂપ સે. સિર્ફ ઇસ કેસ કો સોલ્વ કરને કે લિયે. ઠીક હૈ." માધવન અને કુટ્ટી બંને એકસાથે જ બોલી ઉઠ્યાં.

હવેલીને બે થી ત્રણ વાર ઉપરથી નીચે એમ તપાસી લીધી પણ પૂનમની રાતનાં મૂનલાઈટ અંધકારે સાથ ન આપ્યો એટલે આવતીકાલે સવારે વહેલા આવીને કાર્યવાહી શરૂ કરવાની યોજના બનાવી હવેલીને બહારથી સિલ કરી દઈ બંન્નેવ પોતપોતાની બુલેટ બાઇક તરફ આગળ વધ્યાં.

જાંબાઝ એવા બંન્નેવ ડિટેકટિવ કોન્સ્ટેબલ તરફ ફરી કુટ્ટીએ આદેશ આપવાનાં સૂરમાં કહ્યું, "ઔર બીલ્લુ એન્ડ કુણ્ડુ કી જોડી પહેલે પુરાને CBI કેબિન કો યહાં શિફ્ટ કરવાઓ, ઔર હાં, ધ્યાન રહે બાહર સે યે કોઠી હવેલી હી લગની ચાહિયે. ભીતર સે ઉસ બરામદે મેં ટેબલ - કુર્સિયાં રખવા દેના. ઔર બાદ મેં ફોરેન્સિક કા રિપોર્ટ લેકર આના. ઠીક હૈ."કુટ્ટીએ સૂચના આપી પોતાની બુલેટ સ્ટાર્ટ કરી.

અને આવતીકાલે સવારે બંને કેબિનનો જરૂરી એવો કેટલોક સરંજામ અહીં શિફ્ટ કરવાની સૂચના મેળવી બંને કોન્સ્ટેબલ્સ ઘરે જવા નીકળ્યાં ત્યારે રાતનાં 12 વાગી ચૂક્યા હતા.

મશાલ આવજો કહેવા પાછળ ફરે ત્યાં તો માધવન દેખાયો નહીં એટલે બુલેટમાંથી ચાવી કાઢવા જાય એ પહેલાં તો માધવન કુટ્ટીની બેક પર હળવેકથી ધબ્બો મારી એની બુલેટ પર બેસતાં કહેવા લાગ્યો, "ક્યા યાર, અભી દોસ્તી, અભી ફૉક! ચલ ઘર તક છોડને આ, અબ તો યે જય વિરુ કી જોડી અકેલે અકેલે કહીં નહીં ઘૂમને વાલી."

"હાં, હાં, યાર, 'શોલે' કી ઔર રામ બલરામ કી યે યારી મૌત સે ભી નહીં તૂટને વાલી." કહી કુટ્ટીએ લેફ્ટ હેન્ડનો પંજો ઊંચો કરી માધવનનાં પંજા સાથે ભીડી દીધો.. બુલેટને કિક મારી કે પૂરઝડપે નીકળી પડી ને હાઈવે પર આવ્યા બાદ કુટ્ટીએ 'શોલે' પિક્ચરનું ગીત ગાવાનું શરૂ કરી દીધું.

"યે... દોસ્તી હમ નહીં તોડેંગે,
તોડેંગે દમ મગર
તેરા સાથ ના છોડેંગે."

"દમ ભી સાથ સાથ હી તોડેંગે"

"*અ હિડન મિસ્ટ્રિ કેબિનેટ ઑફ લોડેડ કારતુસ* - ચલ યાર આજ સે હી નયી શુરુઆત કે લિયે કોન્ગ્રટ્સ. બાય." કહી બે મિત્રો એકબીજાથી છુટા પડ્યાં.

માધવનને મૂકીને પોતાનાં ઘર તરફ જઈ રહેલા કુટ્ટીને લાય ડિટેક્શન મશીનની વાત યકાયક ધ્યાનમાં આવી એટલે બાઇક સાઈડ પર પાર્ક કરી એણે કો. કુંણ્ડુને ફોન જોડ્યો. બિઝી આવ્યો. એટલે કો. બીલ્લુને ફોન જોડ્યો, પણ આઉટ ઓફ રેન્જ છે એવું જણાતાં છેવટે માધવનને ફોન કરવાનું વિચારી રહેલ કુટ્ટીએ માધવનનો નંબર યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ સાઈલન્ટ મોડ પર ગયેલી આટલા વર્ષો પહેલાંની દોસ્તી ભુલાઈ ગઈ અને દુશ્મની તાજી રહી એમાં જીગરી દોસ્તનો ફોન નં મસ્તિષ્કમાંથી ગાયબ થઈ ગયો. એટલે છેવટે મોબાઈલમાં શોધવા જ જઈ રહ્યો હતો ત્યાં જ જીગરી મિત્રથી પણ એક કદમ આગળ એવાં માધવનની જ રિંગ એનાં મોબાઈલ પર આવી.

"ક્યા યાર, આઘી રાત કો કિસ માશૂકા સે ઈશ્ક ઔર મુશ્ક કી બાતેં કર રહા થા રે. કબસે તુમ્હેં ટ્રાઈ કર રહા હૂં ઔર તુમ્હારા ફોન હૈ કિ, સારા ટાઈમ બિઝી આ રહા હૈ! ક્યોં ભઈ, હમસે દૂર રહકર કિસીકે બહોત પાસ આ ગયે થે ક્યા?"

"અરે, માધવન! મેરે યાર, તું નહીં તી જિંદગી બેજાન સી થી. ઔર બેજાન સે દિલ મેં કોઈ ઔર કૈસે જગહ પા સકતા હૈ ભલા! -

- વો સબ છોડ. મેં તુમ્હેં હી ફોન કરને કી સોચ રહા થા ઔર દેખ તુમ્હારા હી ફોન આ ગયા."

"ઇસે કહતે હૈં ટેલિપથી. દેખ કૈસે ભાંપ ગયા તુમ્હારે મન કી બાત." માધવને મજાકમાં કહ્યું.

"હાં, યાર, યે તો સોલહ આને સચ હૈ કિ જબ ભી મૈંને તુમ્હેં યાદ કિયા હૈ, તુમ્હારા હી ફોન આયા હૈ."

"દિલ સે દિલ જોડા હૈ યાર. યુહીં એક દિલ દો જીસ્મ નહીં કહતે થે લોગ હમેં. યાદ હૈં નાં તુમ્હેં, કી ભૂલ ગયા."

"દિલ સે યાદ આયા, અપના વો બાયો કેમ વાલા ફ્રેન્ડ, વો ભી ઐસા હી કુછ કહતા રહેતા થા નાં! ક્યા નામ થા ઉસકા." કપાળ પર હથેળી ઠોકતાં મશાલ ખુદને ઠપકારવા લાગ્યો.

"કૌન વો કુમાર પાલ? ઉસકી તો ટ્રાન્સફર હો ગઈ શાયદ સે."

"નહીં, વો દૂસરા કદ્દદૂ, જો સેકન્ડ ઈયર મેં અપના રૂમમેટ બના થા. ઔર અપની મસ્તી સે પરેશાન હોકર ઉસને દુસરે હી સેમિસ્ટર મેં અપના રૂમ ભી બદલને કા એપ્લિકેશન દિયા થા. યાદ આયા કુછ."

"અરે હાં! વો ચમ્પુ! ચમેલી કા તેલ લગાકર આતા થા હમેશા. વો... વો કૉમેડી ડ્રામા મેં તુમ દુશાસન ઔર વો દ્રૌપદી બનકર અપના હી ચીરહરણ કરવાને કી જીદ પર અડા થા..."


® તરંગ
24/01/21

★★★ loaded કારતુસ ★★★

ક્રમશઃ (4)