Loaded Kartuus - 8 books and stories free download online pdf in Gujarati

Loaded કારતુસ - 8

હેડ કવોટરથી ઇન્ફોર્મેશન મેળવી બહાર નીકળવામાં ખાસ્સો સમય વીતી ગયો હતો. તેમ છતાં હજુય થોડો સમય હતો કે જેમાં એ. કુટ્ટી એકસાથે બે કામો પાર પાડી શકે. સમયની ગણતરી કરી ફરી એકવાર એ. કુટ્ટીએ નોટડાઉન કરેલ ઇન્ફોરમેંશન પર નજર સ્થિર કરી.

એ. કુટ્ટીએ ભૂખ લાગવા છતાં એ તરફ બેદરકારી દાખવતાં 'બે એક ફૅર્રો નટેલા ચોકલેટ બાર્સ' પર ફક્ત પાણી જ પીધ્યે રાખ્યું.


ગઈકાલે મોડી સાંઝે જોયેલ એ ભયાનક તથા બિભત્સ દૃશ્ય એની નજરમાંથી ઓઝલ થવાનું નામ નહોતું લઈ રહ્યું. એજ તો કારણ હતું કે એ રાતભર નિરાંતે ઊંઘ મેળવી ન શક્યો. અને એમાં વધારો કર્યો ફોરેન્સિક લેબમાં ફેનલ બોર્ડ પર જોયેલ એ ન્યૂઝ કટિંગ્સે.


મસ્તિષ્કમાં એક પ્રકારનો કેમિકલ લોચો ક્રિએટ થતો હોય એવું અનુભવવા સાથે DIG તેમજ સિનિયર એડિટર સાથેની મિટિંગ એકવાર સફળ થાય એટલે એ. માધવન સાથે મળીને એ બાળકીને થયેલ અન્યાય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સજ્જ થઈ જાય.


આવા પોઝિટિવ થોટ્સ સાથે જ એ. કુટ્ટી હેડ ક્વોટરમાંથી જરૂરી એવી ઘણીબધી ઇન્ફોર્મેશન હાંસિલ કરી MPB જવા માટે ઉતાવળો થઈ ગયો. મગજમાં કંઈ કેટલીય યોજનાઓ ગોઠવતો એ. કુટ્ટી IG વડે કુટ્ટી નામ પર કરવામાં આવેલી પ્રશ્નાવલી માટે ઘડીભર એનાં કપાળ પરની રેખાઓ ધનુષ્ય બાણની પણછ ખેંચી તીર છોડવા પહેલાંની કડપ જેવી થઈ ગઈ હતી.


ઘડિયાળમાં નજર નાંખી તો દોઢ કલાક જેટલો ફાજલ સમય હજુ એનાં હાથમાં હતો, એક્ઝિક્યુટિવ ઓફિસર મિસ. માયરા સેનગુપ્તા અને DIG સર સાથેની કમ્બાઇન મિટિંગ માટે. એટલે હેડક્વોટરથી એ. કુટ્ટી સીધો MPB (મિસિંગ પર્સન બ્યુરો) ગયો અને છેલ્લા કેટલાંક મહિનાનાં તથા વર્ષોનાં બધાં જ રેકોર્ડ ચેક કરી લીધાં. અને એની હાર્ડ કૉપી કાઢવા કહી સોફ્ટ કૉપી માટે CBI યુનિટનાં ઈ-મેઈલ ID પર પોસ્ટ કરવાનું જણાવી કટિંગ ચ્હાની રાહ જોતો બેઠો.


તે દરમ્યાન એણે એ. માધવનને સતત ફોન ટ્રાઈ કર્યે રાખ્યો. પણ ફોન ન લાગતાં વોઇસ મેસેજનો રિપ્લાય આવ્યો કે નહીં એ પણ ચેક કર્યા બાદ વોટ્સએપ મેસેજ પણ ફોરવર્ડ કરી દીધો. અને સાંજનાં 5 વાગ્યાની મિટિંગમાં તાકીદથી સમયસર હાજર રહેવાનું સ્થળ જણાવ્યું.


'MPB' માંથી જરૂરી એવી કંઈ ખાસ માહિતી ન મળતાં સેન્ટ્રલ લાઈબ્રેરી જઈ 'સિતારા કોઠી' વિશેની બધી માહિતી મેળવવા મથી ગયો. અડધા કલાકની તનતોડ જહેમત બાદ એને સિતારાદેવી અને એમની કોઠી વિશેની ઝીણામાં ઝીણી જાણકારી વિગતવાર મળી ગઈ. નોટ્સ બનાવી તેમજ કેટલાક ફોટોઝ ક્લિક કરી એ ઝડપથી લાઈબ્રેરીમાંથી નીકળી ન્યૂઝ રિપોર્ટર તેમજ એક્ઝિક્યુટિવ ઓફિસર મિસ. માયરા સેનગુપ્તાને મળવા પગપાળા જ એમની ઓફીસ તરફ વળ્યો.


મિસ. સેનગુપ્તાની ઓફિસ નીચે જ CBI એજન્ટ કમ ફ્રેન્ડ માધવન પોતાનાં જીગરી બેપરવાહ દોસ્ત કુટ્ટીની રાહ જોતો ધૂંવાપુંવા થઈ રહ્યો હતો. તે સાથે રાતો પીળો થઈ આમથીતેમ આંટા પણ મારી રહ્યો હતો. એ. કુટ્ટીને પગપાળા આવતો જોઈ એનાં ભવાં ઓર ઉપર ચઢી ગયાં. ન્યૂઝ ચેનલની ઓફીસ નીચે ન ઊભો હોત તો કાયમ મદ્ધમ સૂરમાં વાત કરનાર એ. માધવનનાં હાથનો મેથીપાક કુટ્ટીને મળી જ ગયો હોત એ નક્કી!


એ. કુટ્ટી દૂરથી જ પોતાનાં પરમ મિત્ર એવાં એ. માધવનને દાંત ભીંસી, આંખો લાલઘૂમ કરી એની તરફ વિકરાળ બની જોતા જોઈ મંદ મંદ હસી રહ્યો હતો. અને એ જોઈ એ. માધવન હજુ રોષે ભરાશે એ જાણવા છતાં એ. કુટ્ટી પોતાની રમુજી કૃતિ પર કાબૂ મેળવવા અક્ષમ રહ્યો. અને બે કાનની બૂટ પકડી ડાબે જમણે માથું હલાવી સૉરી કહેવાની એક્ટિંગ કરતો એ. કુટ્ટી માધવન સામે આવીને સ્ટાઇલમાં ઊભો રહ્યો.


"આ શું કુટ્ટી, કેટલી બધી બેદરકારી! સાંજના 5 વાગ્યાનો ટાઈમ આપું છું અને આટલો બધો લેટ આવું છું! પંક્ચ્યુઅલિટી જેવું કંઈક હોય કે નહીં! કેટલું લેટ? અને કેમ ભૈ દાંડી કૂચ કરતો આવી રહ્યો હતો, હં! તારી સો કોલ્ડ ફ્લાયઈંગ જેટ બાઈક ક્યાં ગઈ, હં!!" - એ. માધવને એક હદથી ઉપરવટ થઈને એ. કુટ્ટીને તીક્ષ્ણ શબ્દોથી ઘાયલ કરવા જોગ હલબલાવી નાંખ્યો.


"માધવન, માધવન! શાંતમ શીતલમ, ચિલ્ યાર! અને જો, હું સહેજેય લેટ નથી. એક્ઝેક્ટ ચાર ચોપ્પને હાજર છું. અને લિફ્ટમાં ઉપર જવામાં બીજી અઢી મિનિટ લાગશે. રિસેપ્શન કાઉન્ટર પર બે મિનિટ અને એમની કેબિનનાં દરવાજે બીજી અડધી મિનિટ બરબાદ થશે. ઈન ધ સેન્સ એક્ઝેક્ટ 5 વાગે વી બોથ વિલ બી ઇન હર કેબિન. રાઈટ." - કહેતામાં માધવનની પીઠ થપથપાવતાં કુટ્ટી માધવનનો હાથ પકડી લિફ્ટમાં ઘૂસ્યો. લિફ્ટમેનને ઈશારાથી 3જે માળે જવાની સૂચના આપી. અને 3જો માળ આવતાં લિફ્ટ ખૂલવા સાથે માધવન અને કુટ્ટી બંન્ને સોલ્જર સ્ટાઈલમાં લેફ્ટ રાઈટ કરતાં મિસ. સેનગુપ્તાની કેબિન તરફ આગળ વધવા લાગ્યાં.


એક સાથે ડાબો જમણો પગ ઉપાડનારાં કુટ્ટી અને માધવનની ચાલ અને શૂઝનાં એક સરખા ઠોકા ઓફીસમાં બેઠેલાં હર એકનું ધ્યાન એમનાં તરફ ખેંચવા મજબૂર કરી રહ્યું હતું. હેડફોન લગાવીને લેપટોપમાં લેટેસ્ટ મિટિંગ્સનું અપડેટિંગ કરી રહેલ મિસ. લોબોનું પણ ધ્યાન ભંગ થયા વગર ન રહ્યું. તેમ છતાં બીજી જ ક્ષણે એણે પોતાનું કામ કન્ટિન્યૂડ રાખ્યું.


"એક્સ્ક્યુઝ મી પ્લીઝ!" એ. કુટ્ટીએ ડેસ્કની સામેની તરફ બેઠેલી સેક્રેટરી મિસ. લોબોને રિકવેસ્ટ વડે પોતાની તરફ ધ્યાન આપવા પ્રેરી.


"યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ સર?" પ્રતિપ્રશ્ન પૂછતાં મિસ. લોબોએ ઉપર નજર કરી.


"વી હેવ એન એપોઇન્ટમેન્ટ વિથ મિસ. માયરા સેનગુપ્તા. કાઈન્ડલી પ્લીઝ ઇન્ફોર્મ હર ધેટ વી આર હિયર ટુ મીટ હર."


"મે આઈ નો યોર નેમ પ્લીઝ!"


સેક્રેટરીને CBI ઓફિસર્સ તરીકેની ઓળખ ન આપતાં સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી મળી આવેલ વિઝિટિંગ કાર્ડ પર પોતાનું અને માધવનનું નામ પાર્ટનર્સ તરીકે આપી કુટ્ટી ડેસ્ક પાસે જ સ્ટાઇલમાં ઊભો રહ્યો.


"પ્લીઝ હેવ અ સીટ." કહી કાર્ડ લઈ મિસ. લોબો સિનિયર એડિટર મિસ. માયરા સેનગુપ્તાની કેબિનમાં પર્મિશન માંગતી અંદર ગઈ. ચાલીસેક સેકન્ડમાં પાછી ફરી ત્યારે એની ચાલ - ઢાલમાં આવેલ પરિવર્તન સામે ચાલીને નજરમાં ચોંટી રહ્યું હતું.


એ. માધવનને બપોરનાં તથા અત્યારનાં કુટ્ટીમાં આસમાન જમીનનો ફરક નજરે ચઢ્યો. એ સાથે આત્મવિશ્વાસપૂર્ણ એની ચાલ-ઢાલે કૉલેજ કાળનો કુટ્ટી ઉર્ફ 'મશાલ' યાદ દેવડાવી દીધો.


"એ. કુટ્ટી એન્ડ એ. માધવન યુ બોથ કેન ગો ઇન્સાઈડ. મૅડમ ઇઝ ઈગરલી વૈટિંગ ફોર યુ સર."


"થેંક્યું મેમ." ગ્રીટ કરી બંન્નેવ કેબિનનો દરવાજો ખોલી અંદર ગયાં. આખો હૉલ એક મોટા હોજ સમાન વિશાળ હતો. એ. કુટ્ટી આ પૂર્વે પણ એકવાર આ કેબિનમાં આવી જ એક સિક્રેટ મિટિંગ અટેન્ડ કરી ચૂકેલો હોવાથી આ વખતનો આશ્ચર્યનો આંચકો અનુભવવાનો વારો એ. માધવનનો હતો. અને એ હ્યુજ કેબિન તથા એની વચ્ચોવચ્ચ ત્રીસેક માણસો આમને સામને બેસી શકે એટલા વિશાળ ટેબલને જોઈ પોતાનું મ્હોં બંધ કરવાનું જ ભૂલી ગયો. CBI એ. કુટ્ટીએ સમયસર ચૂંટી ખણીને માધવનની તંદ્રા ભંગ કરી કે ત્યાં મિસ. સેનગુપ્તાએ "વેલકમ ઓફિસર્સ" કહેતા ઊભા થઈને બંન્નેવનું સસ્મિત અભિવાદન કર્યું.


બંગાલન નાર તરીકેનું સૌંદર્ય ખુલીને આંખે વળગતું હતું. યુવા વયની એ સન્નારી હોવા બાદ પણ બાળક સમ કુમળી ત્વચા અને એટલું જ મનમોહક સ્મિત. આરસપહાણની કોતરેલી મૂર્તિ જ જોઈ લ્યો. કે જેને સ્પર્શ કરવા માટે મન થનગની ન ઉઠે તો જ નવાઈ!!

એ. માધવન એ સિનીયર એડિટર એઝ વેલ સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરનાં રૂપથી અંજાઈ ગયો હોય એમ અછાંદસ કવિતા કરવા લાગ્યો:

આકર્ષણ શબ્દને ય ફિકાશ અનુભવવા પર મજબૂર કરે એવી મોહકતા...

અને

હૃદયથી આશ્વસ્ત કરવા યોગ્ય અદ્ભૂત એવી સુંદરતા...

પ્રેરણાદાયક આશા જગાડવામાં માહિર એવી એની સક્ષમતા...

અનન્ય ધાક અથવા તો પ્રશંસનીય ભાવે સ્વર્ગીય સુખ ભોગવવા માટે ઉત્સુક કરે તેવી દૈવ્યતા;

તથા,

શુદ્ધ તેમજ અપ્રતિમ અને ખુશખુશાલ હાસ્યરસ રેલાવતી મૃગનયની માદકતા...


"હલ્લો જેન્ટલમેન! આપ બંન્નેવ પોતાની સ્વપ્નનગરીમાં વિહરી ચૂક્યાં હોવ તો કંઈક કામની વાતો કરીએ! મારે બીજી ઘણીયે મિટિંગ્સ અટેન્ડ કરવાની રહેતી હોય છે. આઈ હોપ યુ અંડરસ્ટેન્ડ CBI એજન્ટ દિગંબર કુટ્ટી!"


"યસ અફકોર્સ મેમ! આઈ વોઝ વેઇટિંગ ફોર DIG સર ઓન્લી. (રિસ્ટ વૉચ તરફ નજર ફેરવી કંઈક ટેંશન હોય એમ કપાળ પરનો પરસેવો લૂછવા જેટલો સમય બરબાદ કર્યા બાદ DIG વગર જ પોતાનો પ્લાન બે વાર એક્સપ્લેઇન કરવાનો રહેશે એવું ઇન્સ્ટન્ટ નક્કી કરી) ઓકે મૅમ, મે આઈ યુઝ ધેટ વ્હાઇટ બોર્ડ પ્લીઝ?" એ. કુટ્ટીએ વિનમ્રતાથી સામે ટ્રાઈપૉડ પર રાખેલ વાઈટ બોર્ડ તરફ પોઇન્ટ આઉટ કરતાં પૂછ્યું.


"કેરી ઓન યંગ મેન!" કહી મિસ. માયરા સેનગુપ્તા CBI એજન્ટ કુટ્ટીની ચાલઢાલ તરફ ઉત્સુકતાથી જોવા લાગી. તેમ ત્રાંસી આંખે એ. માધવનની હલચલ પર પણ એનું ધ્યાન હતું. અને એ ક્ષણે એ. માધવનને પોતાની તરફ નજર ફેરવતાં જોઈ એને હસવું આવી ગયું. અને મનોમન વિચાર પણ સળવળી ગયો કે જે એની કૉલેજની બેસ્ટ ફ્રેન્ડ ક્રિસ્ટીના એને હંમેશા કહ્યા કરતી અને પરાણે એનાં લિપ્સ પર કિસ કરવા ચાહતી અને એ હર એક વખતે એ નિષ્ફળ પણ જતી, છતાંય બબડ્યા કરતી: "યારા, તુમ ઇતની ખૂબસૂરત કૈસે હો સક્તી હો? કાશ મેં લડકા હોતી તો અબ તક તુમ્હારે બિના લિપસ્ટિક કે નેચરલી પિંક લિપ્સ કા રસ બાર બાર પી ચૂકી હોતી."


માયરા એનાં સ્કૂલ તથા કૉલેજકાળમાં હરહંમેશ બ્યુટી કવિન તરીકે પ્રખ્યાત રહેતી હતી. પેઈંટર્સ તથા સ્કલ્પચર્સ એને ઓબ્જેક્ટ તરીકે કલાકો સુધી બેસાડી પોતાનો પ્રોજેકટ પૂરો કરવા તથા પ્રાઈઝ મેળવવા માટે રિકવેસ્ટ કરતાં. અને એઝ એ ફ્રેન્ડ જો એ રિકવેસ્ટ રિજેક્ટ થતી તો પ્રોફેસર્સ થ્રુ મિસ. માયરાને મનાવવાની કંઈ કેટલીય તરકીબો અજમાવવાથી બાકી ન રહેતાં.


માની જ શકાય કે જુનિયર તેમજ દરેકેદરેક કૉલેજ તથા કોઈપણ કેમ્પસમાં માયરાની પાછળ મરી મીટવા વાળા રોમિયોની લાઇન ક્યારેય ટૂંકી નહીં રહી હોય!!

® તરંગ

★★★loaded કારતુસ ★★★

ક્રમશઃ (8)