the bonefire and our talk in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | શિયાળાની તાપણી અને વાતો આપણી!

Featured Books
Categories
Share

શિયાળાની તાપણી અને વાતો આપણી!



"પણ શું જરૂર હતી આટલી ઠંડીમાં બાઈક પર જવાની?!" હિના એ કહ્યું.

"આ કામળાને ઓઢી લે... હું તારા માટે ચા લઈને આવું છું..." હિના એ એક કામળો ઉત્સવને આપ્યો અને કિચન માં ચા બનાવવા ચાલી ગઈ.

એને તો એને અગાઉથી જ કહેલું કે આવી ઠંડીમાં તું ના જઈશ... પણ ઉત્સવ માન્યો જ નહી!

ઉત્સવ કામળામાં હતો તો પણ ઠંડીથી કંપી રહ્યો હતો!

થોડી વારમાં ઉત્સવ માટે ચા લઈને પણ હિના આવી ગઈ.

"ના પાડેલી ને મેં... મારું તો કઈ માનવું જ નહિ ને!" સાવ ધીમેથી કે બીજું કોઈ સાંભળે નહી એમ હિના એ ઉત્સવને કપ આપતા કહ્યું.

"સોરી..." ઠંડીથી કાંપતા ઉત્સવ માંડ હળવેથી બોલ્યો.

ચા પી ને થોડીવાર કમળામાં દબાઈને એ આંખો બંધ કરી વિચારી રહ્યો... યાર માફ તો કરી દેશે ને હિનુ... હા કરી જ દેશે... એને પણ તો મારી વિના નહી ચાલતું! કરી દેશે હવે.

એ આગળ કઈ વિચારે એ પહેલા જ એના કમળાને કોઈએ ઊંચો કર્યો.

"ચાલ બહાર... તાપણી કરી છે... તારી માટે! ઠંડી લાગે છે ને!" બિલકુલ સાલસતાથી હિના એ કહ્યું.

થોડી વારમાં બાકી બધા લોકો સાથે પાસ પાસે જ બેઠેલા હિના અને ઉત્સવ પણ હતા. આગની લપટો ને હિના જોઈ રહી હતી જાણે કે એમાં એને ખુદ ઉત્સવ જ ના દેખાય રહ્યો હોય!

"મરી જવું છે... મારે તો!" એક હળવા નિશ્વાસ સાથે અને સાવ ધીમેથી હિના એ કહ્યું. એ હજી પણ આગને જ એકધારી જોઈ રહી હતી.

"સેમ ટુ યુ!" બસ આ ત્રણ વર્ડ જ ઉત્સવ બોલ્યો કે એ ગુસ્સે થઈ ગઈ!

"એક ઝાપટ મારીશ... આવું કહ્યું છે તો..." આ વખતે એનો અવાજ થોડો ઉંચો આવ્યો તો બધા પણ એમને જોવા લાગ્યા!

"તને શું પ્રોબ્લમ છે?! તું કેમ આવું બોલે છે તો?!" ઉત્સવ એ પણ પૂછ્યું.

"કેમ કે... કેમ કે કોઈ મારું કહેલું નહિ માનતું..." હિના એ નારાજ થતા કહ્યું.

"સોરી... યાર!" ઉત્સવ એ માફી માંગી.

ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થયો બધાં તાપણી છોડી ને ઘરમાં ગયા. હવે ત્યાં બસ આ બંને જ બાકી હતા!

બાકી રહેલા થોડા આગ ના ટુકડાથી પોતાના હાથને તપાવીને હિના એ એ હાથ ને ઉત્સવ ના ગાલને અડાડી દીધા.

"આઉં!" ઉત્સવ એ ગરમી ના જ સહી શક્યો!

"ઓય પાગલ છું તું કઈ?! તારા હાથ આટલા ગરમ છે કે હું જ નહિ સહી શકતો તો તને કેટલી ગરમી લાગતી હશે?!" ઉત્સવ એ કહ્યું.

"સાવ પાગલ જેવી... હવે આવું કઈ કર્યું છે ને તો..." ઉત્સવ એ એના હાથને પોતાના હાથમાં લઈ લીધા અને એને ચૂમવા લાગ્યો.

"એક વિચાર આવ્યો ને મનમાં તો હાથ વધારે તપાઈ ગયો!" સાવ ધીમેથી હિના એ કહ્યું.

"કયો વિચાર?!" ઉત્સવ એ પૂછ્યું.

"તું આટલી ઠંડી માં પણ રેખા માટે..." એની વાત ને અડધેથી જ કાપતા ઉત્સવ એ કહ્યું - "ઓ પાગલ શરમ આવે છે કઈ?! અમારી વચ્ચે એવું કઈ જ નહિ!"

"હોય તો પણ મારે શું?! હું કોણ છું કઈ પૂછવા વાળી?!" એ બોલી ગઈ.

"કોઈ નહિ તું મારી એમ જ ને!" ઉત્સવ ભારપૂર્વક પૂછ્યું.

"હા... હોત તો મારું કહેલું માનત ને તું!" હિનાથી હસી જવાયું.

"જા... તું કોઈ નહીં ને મારી! મારે અહીં રહેવું જ નહી!" ઉત્સવ એ જવાની તૈયારી કરી પણ એના બંને હાથને હિના એ પકડી રાખ્યા હતા.

"કોઈ નહિ હું તારી તો કોણ છું?! શું માને છે તું મને?!" એક હસી સાથે હિના એ ઉત્સવની આંખોમાં આંખ પરોવતા કહ્યું.

"કઈ નહિ... તું જ તો કહે છે કે તું કોઈ નહિ મારી એમ!" ઉત્સવ એ આંખો પહોળી કરી.

"ઓહ હજી રિસાયો જ છે! એક ખાસ વાત કહું..." હિના એ કહ્યું તો પણ ઉત્સવ એ તો ગરદન બીજી દિશામાં ફેરવી દીધી!

"મેં તો ભાઈ ને કહી જ દીધું છે કે જો હું લગ્ન કરીશ તો... બસ તારી સાથે!" હિના એ કહ્યું.

"ઓહ વાઉ!" ઉત્સવ પણ ખુશ થઈ ગયો.

એકમેકના હાથમાં હાથ રાખી બંને શિયાળાની એ રાતે તાપણી કરતા રહ્યા.