instagram - a love story - 6 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૬

" તો પછી તમારા મમ્મી, પપ્પા ક્યારે આવે છે ? મળવાનું ગોઠવો તો પછી વાત આગળ વધારીએ," તેજસ્વિની ના પિતાએ એ કહ્યું.
આ સાંભળી તેજસ અને તેજસ્વિની બંને ભેબતાઈને એકબીજાનું મોઢું જોઈ રહ્યા એટલામાં તેજસે બાજી સંભાળી.
" અંકલ, મે વિચાર્યુ છે કે પહેલાં તેજસ્વિની નું શિક્ષણ પૂરું થઈ જાય પછી લગ્ન ની તૈયારી કરીએ હમણાં અમે બંને એ લગ્ન વિશે વિચાર્યુ નથી, આં તો તમે એના લગ્ન બીજે કરવાના હતા એટલે મારે આવવું પડ્યું," તેજસે કહ્યું.
" લગ્ન ભલે ને પછી કરવાના હોય, તો પણ એકવાર બંને પરિવાર એકબીજાને મળી લે તો પછી આગળ વાત કરવામાં સરળતા રહે અને બંને પરિવાર એકબીજા જોડે થોડા ઘૂલી મળી જાઈ," તેણીનાં પિતાએ કહ્યું.
" મારા માતા-પિતા ગામડાંના છે અને ઓછું ભણેલા છે, એમને અત્યાર નાં મોડર્ન વ્યવહાર માં ખબર નહિ પડે, એમને મે પહેલાથી કીધું જ છે અને એમને કોઈ વાંધો નથી, પણ હા જો તમારે પરિવારના કોઈ સભ્ય જોડે વાત કરવી જ હોય તો મારા પિતરાઈ ભાઈ છે જે મારા સગા ભાઈ કરતાં પણ વધારે છે. જેમને મે અહીંયા બધી વાત કરીને જ આવ્યો છું, અને એ પણ થોડા પ્રોફેશનલ છે તો તમને વાત કરવામાં સરળતા રેહશે," તેજસે કહ્યું.
" હાં, તો તમે એમને લઈને આવો કોઈ દિવસ, હું પણ એમને મળી લઉ તો પછી મારા મનને પણ સાત્વનાં મળે," તેણીનાં પિતાએ કહ્યું.
" લો આં એમનું કાર્ડ છે, ગમે ત્યારે મારા વિશે કઈ પણ જાણવું હોય અને એમને અમારાં સબંધ સબંધી કોઈ પણ વાત કરવી હોય તો કરી શકો છે," તેજસે કહ્યું.
" હવે આં મહિને તો મને પણ ઉપરથી રજા નહિ મળે અને મારા રામ ભાઈ પણ બિઝનેસ માં વ્યસ્ત છે તો આવતાં મહિનામાં મિટિંગ રાખીએ, એ જ સમયે આપણે બધું નક્કી કરી લઈશું," તેજસે કહ્યું.
" ઠીક છે, હવે હું સૂઈ જાઉં છું સવારે મારે વહેલું જવાનું છે કાલે અગત્યનું કામ છે," તેણીનાં પિતાએ કહ્યું.
ત્યારબાદ એ એમના બેડરૂમ માં સુવા જતા રહ્યા.
બધાં પણ સુવા જતા રહ્યા પણ તેજસ અને તેજસ્વિની બંને બેસી રહ્યાં.
" સારું થયું તમે બધું સંભાળી લીધું, બાકી મને તો ડર જ લાગતો હતો કે મમ્મી-પપ્પા ને મળવાનું કહે છે હવે શું થશે ?" તેજસ્વિની એ હાસકરો અનુભવતાં કહ્યું.
" જે કામ માટે તે મને બોલાવ્યો છે અહીંયા જો હું એજ કામ ના કરી શકું તો પછી મારી હયાતી નો કોઈ મતલબ જ નથી," તેજસે કહ્યું.
" એ પણ સાચી વાત, ઘણીવાર તમે એવી વાત કરો છો ને કે જે મારા પલ્લે જ નથી, બાય ધ વે આઈ એમ સો હેપ્પી એન્ડ થેંક યૂ વેરી મચ," એમ કહેતાં ની સાથે તેજસ્વિની એ પ્રેમ થી તેજસ ને હગ કર્યું.
તેજસ પણ પોતાની જાત ને રોકી ન શક્યો અને એણે પણ પોતાના બે હાથો થી એને પોતાનામાં સમાવી લીધી. તેજસે અને અલગ કરતાં કહ્યું.
" તારા માટે એટલું ના કરું તો મિત્ર શું કામનો,"
" ને આમ મારી નજીક ના આવીશ હગ, બગ નાં કરીશ નહિ તો મને તારા જોડે પ્રેમ થઈ જશે," તેજસે ખડખડાટ હસતા કહ્યું.
" હાં હવે," તેજસ્વિની એ કહ્યું.
" એક વાત પૂછું ?" તેણીએ પૂછ્યું.
" એક નહિ બે પૂછ," તેજસે કહ્યું.
" શું તમને મારા જોડે કોઈ લાગણી નથી થઈ ? શું તમને મારા પ્રત્યે પ્રેમ નથી ? તેણીએ પૂછ્યું.
" ના, તને મે પહેલાં જ કહ્યું હતું કે મને કોઈ બીજા જોડે પ્રેમ છે, અને મારા એ એકતરફી પ્રેમ ની જાણ એને પણ નથી, એમ પણ હવે એના લગ્ન થશે," તેજસે કહ્યું.
એટલા માં તેજસ ના મોઢા માંથી શાયરી નીકળે છે,
" ઈશ્ક અધૂરા રહ જાયે
તો ખુદ પર નાઝ કરના
ક્યોકી સચ્ચી મહોબ્બત
કભી મુકમ્મલ નહિ હોતી "
એમાં કહેતાં ની સાથે તેજસે એનું ટ્રેડમાર્ક માદક સ્મિત આપ્યું.
" વાહ મારા શાયર," તેણીએ કહ્યું.
" આ મે નથી લખી, ઘણું મોડું થઈ ગયું છે તું પણ હવે સૂઈ જ થોડો આરામ કર," તેજસે કહ્યું.
તેજસે એને આરામ કરવા કહ્યું પણ મનમાં તો એમ જ હતું કે જેને જોવા, મળવા અને વાત કરવા માટે આટલો સમય રાહ જોઈ બસ એ મારા પાસે જ બેસી જ રહે અને હું એના મનમોહક ચેહરાને નિહાળતો રહું અને આખી રાત એની મીઠી મીઠી વાતો સાંભળતો રહું.
" ના, મને ઊંઘ નથી આવતી. એમ પણ શાંતનું જોડે ચેટ કરું એટલે મને જાગવાની આદત છે, આપણે આજે આટલા વખત પછી મળ્યાં છે, રોજ રોજ થોડા મળવાના છે અને મારે તમને ઘણા સવાલ પૂછવાના છે તમારા વિશે વિસ્તૃત માં જાણવું છે," તેણીએ કહ્યું.
" ઓકે, પણ મારા વિશે વિસ્તૃત માં જાણીએ શું કરશે ? તેજસે પૂછ્યું.
" હાં તો ના કહો કઈ પણ તમારા વિશે બસ, જાઓ," એમ કહી એણે મોઢું ચઢાવી લીધું.
" પૂછ બાપા પૂછ, તારે જે પૂછવું હોય એ પૂછ, હું તો જરાક મઝાક કરતો હતો યાર. તુમ પિકચરે નહિ દેખતી ક્યાં ? તેજસે કહ્યું.
( નમસ્તે લંડન ફિલ્મ નો ડાયલોગ છે )
તેજસ્વિની એક પછી એક સવાલો પૂછતી હતી અને તેજસ એના સવાલો નો જવાબ આપી રહ્યો હતો, આમ સવાલ જવાબ ના ચક્કર માં રાત્રી ના ૨ વાગી ગયા.
રાત્રી ના ૨ વાગ્યાં છે હવે તું સૂઈ જા હું પણ સૂઈ જાઉં છું મારે પણ કાલે નીકળવાનું છે," તેજસે કહ્યું.
" હાં, પણ આખરી સવાલ પૂછવાનો બાકી છે મારે ," તેણીએ કહ્યું.
"ઓકે, પૂછી લે," તેજસે કહ્યું.
" તમે જેને પ્રેમ કરો છો એનું નામ તો કહો, વધારે વિસ્તૃત માં ના કહો તો વાંધો નહિ પણ ખાલી નામ જાણવું છે મારે," તેજસે કહ્યું.
" નામ માં શું રાખ્યું છે, નામ લઉ તો એને નઝર લાગી જાય એટલે હું એનું નામ લેવા નથી માંગતો અને જે સબંધનું કોઈ ભવિષ્ય માં હોય એવા ભવિષ્ય વિશે વાત કરીને ફાયદો શું ? માટે હવે સૂઈ જા રાત ઘણી વીતી ગઈ છે," તેજસે કહ્યું.
"ઓકે, શુભ રાત્રી," તેજસ્વિની મોઢું ચઢાવીને સુવા જતી રહી.
તેજસ પણ એને એક સ્મિત આપી પોતાના રૂમ તરફ જતો રહ્યો.
રાત્રી મોડાં સુધી જાગવાના કારણે તેજસ થી વહેલું ઉઠયું નહિ અને સવારના ૮ વાગી ગયા હતા. તેજસે ઘડિયાળ માં જોયું તો ૮ વાગ્યાં હતા. તે સફાળામાં ઉઠી ગયો કેમ કે તેજસ્વિની ના પિતાને મળવાનું હતું અને ૧૧ વાગે એની ટ્રેન પણ હતી. બહાર આવીને જોયું તો તેજસ્વિની ના પિતાજી ઓફિસ પર જવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા, ચા ની રાહ જોતા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા.
" સુપ્રભાત, અંકલ," તેજસે કહ્યું.
" સુપ્રભાત, રાત્રિએ બરાબર ઉંઘ આવી કે નહિ ? તેણીનાં પિતાએ પૂછ્યું.
"હાં, ઊંઘ તો બરાબર આવી, આં તો રાતે વાતો કરતા કરતા મોડું થઈ ગયું હતું એટલે સવારે મોડું ઉઠાયું," તેજસે કહ્યું.
એટલામાં તેજસ્વિની ના મમ્મી ચા લઈને આવ્યાં.
" તેજસ તમે ચા પીસો ? તેમણે પૂછ્યું.
"ના, હું ફ્રેશ થયા બાદ પીસ," તેજસે કહ્યું.
"ઠીક છે," તેમણે કહ્યું.
"તમારા ભાઈ જોડે વાત કરીને એક તારીખ નક્કી કરો અને મને કહો પછી આપણે એ તારીખે મળીને આગળ વાત કરીશું," ચા નો ઘૂંટડો ભરતાં એમને કહ્યું.
" હાં, જરૂર અંકલ, ઘરે જઈને પહેલાં આં જ વાત કરીને તમને જેમ બને એટલું જલ્દી મળવાની કોશિશ કરીશ," તેજસે કહ્યું.
"ઠીક છે અને ફોન પર ટચ માં રહેજો, ચાલો હવે હું ઑફિસે જાઉં છું, જલ્દી મળીયે," તેણીનાં પિતાએ કહ્યું.
" હાં અંકલ, જલ્દી મળીશું," તેજસે કહ્યું.
તેજસ્વિની ના પિતા ઓફિસે જવા નીકળ્યાં.
" આંટી, મારે ફ્રેશ થવું છે બાથરૂમ માં રૂમાલ તો મૂક્યો છે ને ? તેજસે પૂછ્યું.
" ના, તમે બેસો હું વ્યવસ્થા કરું છું," તેણીનાં મમ્મી એ કહ્યું.
" તેજુ, તેજુ...તેજુ ઉઠા બેટા તેજસ ને નહાવા જવું છે, બાથરૂમ માં રૂમાલ મૂકી આપ," આંટી એ તેજસ્વિની બૂમ મારતા કહ્યું.
તેજસ્વિની આંખો ચોળતા ચોળતા બહાર આવી, કબાટ માંથી રૂમાલ કાઢી બાથરૂમ માં મુકવા ગઈ. એટલામાં તેજસ પણ હાથમાં બ્રશ અને ટૂથપેસ્ટ લઈ બાથરૂમ માં જતી હતો. તેજસ્વિની રૂમાલ મૂકીને બહાર આવી જ રહી હતી એટલામાં પાણીમાં એની પગ લપસ્યો પણ એટલામાં તેજસ ત્યાં પહોંચી ગયો અને એણે પોતાની બાહોમાં પકડી લીધી ને પડતા બચાવી લીધી. તેજસ્વિની ની નઝર તેજસ નાં શરીર પર પડી. તેજસે ઉપર કઈ પહેર્યું ન હતું. ગોરી ચામડી, કસાયેલું શરીર, તેજસ્વિની એક નજરે એને જ જોયા કરી. થોડીવાર પછી એનું મૌન ભાંગ્યું. તેજસ્વિની એ હલકો મુક્કો છાતી પર મારી હસતાં હસતાં જતી રહી. તેજસે તેજસ્વિની ની બધી મોમેંત નોટિસ કરી.
તેજસ નહાઈને આવ્યા બાદ કપડાં પહેરીને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો. થોડીવાર બાદ તેજસ્વિની ની મમ્મી તેજસ માટે ચા - નાસ્તો લઈને આવ્યા. એટલી વારમાં તેજસ્વિની નહાઈને બહાર આવી. તેજસ ચા ને પીવાનું છોડી એને જ જોવા લાગ્યો, ભીના ગુન ગુનીયા વાળમાં જાણે અપ્સરા જેવી લાગતી હતી. તેજસ એને જ જોઈ રહ્યો હતો, એને જોવાના ચક્કર માં તેણે ચા નો ઘૂંટડો ભર્યો, ચા એકદમ ગરમ હતી એટલે તેજસ ની જીભ દાઝી ગઈ અને મોંમાંથી "ઓ, માં..." નો ઉદગાર નીકળી ગયો.
તેજસ્વિની એ તરત જ એ તરફ નજર ફેરવી એ સમજી ગઈ કે એને જોવાના ચક્કરમાં જ એને આમ થયું છે. એટલામાં આંટી બહાર આવ્યા.
"શું થયું ? આ અવાજ શાનો હતો ? એમણે પૂછ્યું.
" ચા, થી જીભ દજાઈ ગઈ," તેજસે અટકતાં કહ્યું.
" ઠંડી કરીને પિવ, એટલી ઉતાવળ શાની છે તમને ? આંટી એ કહ્યું.
તેજસ્વિની તેજસ તરફ જોઈ હસતાં હસતાં ત્યાં થી રૂમ માં કપડાં પહેરવા જતી રહી.
નાસ્તો કર્યા બાદ તેજસે એનો સામાન પેક કરી લીધો અને જવા માટે તૈયાર થઈ ગયો. કેમ કે ૯.૩૦ જેવા થઈ ગયા હતા અને એની ૧૧:૦૦ વાગ્યાં ની ટ્રેન હતી.
" ચાલો, આંટી હું નીકળું છું, નહિ તો મારી ટ્રેન ચૂકી જઈશ," તેજસે કહ્યું.
*હાં, જાળવીને જજો, એને તમે બંને સમજી વિચારીને કરજો, કદાચ હસવા માંથી ખસવું ના થાય," આંટી એ કહ્યું.
"શું, મમ્મી તું પણ યાર હંમેશા નકારાત્મક વાતો કરે છે, બધું બરાબર જ છે," તેજસ્વિની એ તાપસી પૂરતા કહ્યું.
"ચાલો હું તમને સ્ટેશન મુકવા આવું છું," તેણીએ કહ્યું.
"ચાલો તો," તેજસે કહ્યું.
આંટી ને પગે લાગી તેજસ અને તેજસ્વિની નીકળ્યાં, રસ્તામાંથી એને એની ફ્રેન્ડ ને સાથે લઈ લીધી.